bs pacho aavija books and stories free download online pdf in Gujarati

બસ પાછો આવીજા

જોઈએ એ મળવું જરૂરી પણ નથી
કિસ્મત માં નથી હોતું એ જ જોઈતુ હોયછે
અને એને મેળવવું મુશ્કિલ જ નઇ એ કિસ્મત માં જ નથી
આદત પડીગઈ હવે ખાલી યાદો ના સહારે રેવાની.

બવ કર્યા બાધા બંધન થાકી છુ હવે ,નઈ ભરોસો કોઈ પર,
એક વાર હજુ પણ એક ઉમ્મીદ લઈને બેસી રવ છુ કે પાછો લઇજા બધું ભૂલીને ચાલ ને એક નવી શરુઆત કરીએ..
બવ લખી દીધું તારી યાદો માં બની ગઈ સાયર ,મારી પુસ્તક પણ ભરાઈ ગઈ મારા દિલ ની જેમ

વર્ષો વીતી ગયા હજી પણ એ જ તારી ફોન ની રિંગટોન જે મારા માટે હતી એ સાંભળી ને દિલ ને મનાવી લવછું.

બીજા નો થઈ ગયો પણ મારા જેવી ચાહત નઇ મળે ,એ સમય ની આવે જે મારા જોડે પસાર કર્યો હતો..
કયારે યાદ આવીસ હું તને ,જો મારા છેલ્લા શ્વાસ પર આવીશ તો એ પણ મણજૂર છે એક વાર મુલાકાત જરૂરી છૅ ઘણા સવાલ ના જવાબ લેવા ના બાકી છે..
તારી રાહ જોઇને ઉંમર અડધી થઈ ગઈ.આવીને લાઈજા બસ એક વાર દિલ ને ઝાંકી ને જો તારું જ નામ છે હજી પણતારા માટે જ ધળકે છે..આ બેવફાઈ ની વાત મારુ દિલ માનતું નથી ,નથી જ આવવું તો આ તારા વગર રહેવાની એન્ટિક ડોઝ આપીદે મને. .મારા રડતા દિલ ની ફરીયાદ છે છોડી ને કેમ ગયા સુ નામ આપું મારા બેવફાઈ ?? ..
કુદરત પણ અજીબ છે ને સાથ ફેરા પણ એના જોડે ફરાયા કે જેના જોડે 7 જન્મ દૂર ની વાત છે પણ 7 વર્ષ પણ જોડે ના રાખ્યા.
કાશ તારા જેઉ દિલ પણ મને આપ્યું હોત કુદરતે કે સાવ પથ્થર તો આજે આ લખત પણ ની . રોજ સવારે એક સુરજ ઊગતા ની સાથે મારી ઉમ્મીદ તને મળવાની ,તને પામવાની, તારા જોડે જીવવાની પણ હું એ જ રાત અંધકાર મય રાત થતા ભૂલી જવ છુ હાલ ની પરિસ્થિતિ કે એ સાત ફેરા છૂટી ગયા છે..
તારો અને મારો સાથ કુદરતે આટલો જ લખ્યો હશે ,પણ એ અસ્તિત્વ નું શુ ??? જે મારા જોડે છે... ચલ કદાચ તને ભુલી જવ પણ તારા ન મારા પ્યાર ની એક નિશાની નાની પરી એનો સુ વાંક હતો એને તો જ્ન્મ જલિધો હતો દુનિયામાં પાપા બોલતા પણ નતી શીખી ને તે એંની દુનિયા જ છીનવી લીધી શુ તને એક વાર વિચાર નથી આવતો તારા જ જેવી એકદમ કોપી બધી રીતે એક વાર એને જોવાની ,મળવાની, વાત કરવાની,એનો અવાજ સાંભળવાની એ કેવી હશે એ એકવાર પણ વિચાર્યું તે??
તારા વગર કોઈ ગમ્યું નથી કે ઈચ્છા પનનથી મારો જીવ હતો તું ન એ જીવ કેમ નો બીજા ને આપું, તારું દર્દ તો તું બીજી રીતે છુપાઇદઇશ પુરુષ છું ને શરાબ નું વ્યસન ,#ઘરે કોઈ રાહ જોનારું પણ નઇ ને કે પણ મારું શું મારા દર્દ ની દવા તું છૅ આજે પણ બિમાર હોઉં ને તો તારી તસવીર જોઈલવ ને તો તાવ પણ ગાયબ થાઈજાય પણ એ દવા ક્યાં સુધી ,મારે તું જોઈએ છૅ બસ
5 વર્ષ વીતી ગયા આજે પણ તારી જ વાટ, ઉમ્મીદ .હજુપણ તારું આપેલી પેહલી ભેંટ સંભાળીને રાખી છે .
કેટલા તાના સહન કર્યા છે તારા છોડ્યા પછી આ જ રીતે જીવી આવી છું
બસ તું પાછો આવીજા બસ💔🖤
લેખિકા #ધ્રુવી શાહ #સાવલી