Mysterious mountain range - 2 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય પર્વત શૃંખલા - 2

ભાગ :-2

તે રાક્ષસને દિવસના અજવાળામાં બધું જ સાફ દેખાતું હતું. અને રાતના અંધારામાં તે આંધળો થઇ જતો હતો તેથી તે રાત ના અંધારા માં તેની કશું દેખાતું ન હોવાથી તે રાક્ષસ હિંમત અને હિંમતની ટુકડીને દેખી શકતો ન હતો.
જે બાજુથી રાક્ષસને કણસવાનો અવાજ આવતો હતો તે બાજુ એ મોટા પથ્થર લઇને ફરતો હતો તે બહાર જ રાક્ષસનો એક પગ એક મોટા પથ્થર સાથે અથડાવા થી તે જોરથી જમીન પર પછડાય છે. તે જમીન પર પડવાથી ઘાયલ થઈ જાય છે અને બેભાન થઈ જાય છે .
હિંમત અને તેની ટુકડી ત્યાંથી સમય લઈને ભાગી જાય છે. થોડા સમય બાદ બીજો દિવસ ઉગે છે. બીજા દિવસના સૂર્ય પોતાનાં કિરણો તે ટાપુ પર વિખેરે છે. તેની સાથે-સાથે સોલ્જર જેબ્રીને મંગાવેલ જહાજ પણ તે ટાપુ પર આવી પહોંચે છે. બધા યાત્રીઓ અને સોલ્જર જેબ્રીન અને તેમના દોસ્ત બોર્નીવલ રાફ પોતપોતાનો સામાન લઈને બીજા જહાજમાં ચડે છે.
તે દિવસે પણ દરિયો શાંત હતો. અને થોડો થોડો પવન ચાલી રહ્યો હતો. મધ્યનો દિવસ હતો. ત્યારે સોલ્જર જેબ્રિન ને લાગ્યું કે આગળ પણ આવો કોઈ ખતરો આવી શકે છે તેથી જહાજમાં રહેલ પંદરસો વ્યક્તિમાંથી 300 વ્યક્તિઓને તાલીમ આપી ને આ જહાજના સુરક્ષાકર્મી બનાવવા જોઈએ. આમ વિચારીને તેમણે એક સભા બોલાવી.
તે સભામાં જાહેરાત કરવામાં આવી કે જે પણ કોઈ વ્યક્તિ આ જહાજનો સુરક્ષાકર્મી બનવા માંગે છે .તે પોતાનું નામ અને પોતાના વિશે થોડીક માહિતી આપીને પોતાનું નામ રજિસ્ટર કરાવી શકે છે .
તે જહાજ માના ઘણા બધા વ્યક્તિઓએ પોતાના વિશે થોડી ઘણી માહિતી આપીને સુરક્ષાકર્મી તાલીમ લેવા માટે તૈયાર થયા . તે દિવસથી લગાતાર ત્રણ દિવસ સુધી તે વ્યક્તિઓને તાલીમ આપવામાં આવી.
ચોથો દિવસ થયો ત્યારે ભગવાનને બીજું મંજુર હતું તેથી તે દિવસે દરિયો શાંત રહેવા ને બદલી તે ખતરનાક તોફાન સાથે મોટા મોજા લાવવા માંડ્યા. તે દરિયો મોટા મોટા મોજાથી ઉછાળા મારતો હતો. અતિભારે વરસાદની સાથે ખૂબ ઝડપી પવન ફૂંકાતો હતો તેના કારણે જહાજના સઢ તૂટી ગયા. મોટા મોટા મોજા ના કારણે તે જહાજમાં ઘણું બધું પાણી આવી ગયું હતુ.
જહાજમાં પાણી આવવાના કારણે જહાજમાં રાખેલ ભોજન માટેનો સામાન અને તે યાત્રીઓના કપડા બગડી ગયા હતા. જહાજમાં ચારેબાજુ પાણી ભરાઈ ગયું હતું. તેથી સોલ્જર જેબ્રીન ની કહ્યું કે આપણે બધાએ જહાજની ચારેબાજુ ગોઠવાઇ જવું જોઈએ. જેથી જહાજના કોઈપણ ખૂણા પર વજન વધારે કે ઓછું ના રહે જેથી જહાજમાં પાણી આવે નહીં.
બધા યાત્રી ઓ એ તે પ્રમાણે કર્યું. લગભગ ચાર સાડા ચાર કલાક પછી એક તુફાન રોકાઈ ગયો. અને દરિયો ફરીથી શાંત થઈ ગયો. ઘણા બધા નુકશાન પછી તે દરિયો શાંત થયો હતો. તે જહાજમાં ખોરાક માટે નો સામાન બગડી ગયેલ હોવાથી તેને બહાર ફેંકી દેવામાં આવ્યો .
પહેલા દિવસે તે રાક્ષસથી પીછો છોડાવી ને જહાજમાં ગયેલ યાત્રીઓને તે દિવસે દરિયાએ જોઈ લીધા. ઘણા બધા લોકોએ કહ્યું કે હવે આપણી પાસે ખોરાક માટે કોઈ સામાન નથી. થી તેથી થોડી દુર આવેલા એક અલ્પ ટાપુ પર આપણે થોડા ફળો લેવા જવું જોઈએ.
બોર્નીવલ રાફ ના કહેવાથી તે જહાજની થોડી દુર આવેલા તે ટાપુ પર લઈ જવામાં આવ્યું. તે જહાજ ટાપુના કિનારે પહોંચ્યું ત્યારે બધા યાત્રીઓ બહાર આવ્યા. જેવા તે લોકો આગળ વધતા તે પહેલા એક બીજું જહાજ તે ટાપુ ના કિનારે આવીને ઊભું રહ્યું છે તેમાંથી સોલ્જર બુરહાન અને સોલ્જર હેરિંગ બહાર આવ્યા.
તેમણે જણાવ્યું કે આ ટાપુ પર માં ફળોમાં થોડા ફળ ઝેરી છે અને થોડા ફળો ખાવા લાયક છે. તેથી તમારે અમારી મદદ લેવી જોઈશે. આ સાંભળીને બધા તેમનાથી સહમત થયા અને તેમની મદદ લેવા કહ્યું કે તમે કેવી રીતે ખબર પાડશો કે કયા ફળો ખાવાલાયક છે અને કયા ફળો ઝેરી છે. હેરિંગ જણાવ્યું કે અમારી પાસે એક યંત્ર છે.
જે યંત્રમાં ફળોના થોડા અંશ નાખવાથી ખબર પડી છે કે કયા ફળો ખાવાલાયક છે.
આમ થોડી વાતચીત બાદ હેરિંગના આદેશથી બધા યાત્રીઓ તે વૃક્ષો પરથી ફળ તોડીને લાવવા માંડ્યા.