Rahashymay Parvart Shrunkhla - 4 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય પર્વત શૃંખલા - 4

ભાગ:- 4

થોડીવાર સુધી સોલ્જર તે વીંટી સામે જોઈ રહ્યા હતા. તેમણે કશુંક વિચારી ને તે વીંટી ને જોર થી દુર ફેંકી દે છે.
બધા યાત્રીઓ અચંબિત થઈ જાય છે.
સોલ્જર હેરિંગે સોલ્જર જેબ્રીન ને પૂછ્યું કે તમે આ શું કર્યું? તમે તે વીંટી ને ફેંકી કેમ દીધી.?
ત્યારે સોલ્જર જેબ્રીને તેમને એક મસ્ત જવાબ આપ્યો. કહ્યુંકે ! આપણે આપણા જીવનના બધા સંગ્રામો જાતે કરવાના છે. અને દરેક મુશ્કેલી માંથી જાતે રસ્તો કરી ને બહાર આવવાનું છે
તે માટે આપણે કોઈ જાદુઇ પદાર્થ કે જાદુ ની જરૂર નથી. આ સાંભળી ને બધા ચોંકી ગયા. થોડી વાર માટે ત્યાં શાંતિ છવાઈ જાય છે. ત્યારે બોર્નીવલ રાંફ આગળ આવીને સોલ્જર જેબ્રીન ના ખંધા પર હાથ મૂકીને કહે છે કે વાહ દોસ્ત વાહ ! શું વાત કહી છે?? સીધી હદય ની પાર નીકળી ગઈ.બધા યાત્રી ઓના મુખ પર હલકું સ્મિત આવ્યું .
થોડી વાર તો લાગે છે કે તેઓ સફર પર નહિ પણ તે જાણે પોતાના ઘરે હતા.
બીજા દિવસે સવારે છઠ્ઠો દિવસ હતો.ચારેય બાજુ શાંતિ છવાઈ ગઈ હતી. પણ ક્યારેય મુશ્કેલી પીછો છોડતી નથી . બોરનીવલ ને ખાન સમાં એ જણાવ્યુ કે સાથે લાવેલા ફળો પૂરા થઈ ગયા છે.
સોલ્જર જેબ્રીન ને ચિંતા થવા લાગી. થોડી વારમાં તેઓ ત્યાંથી ઊભા થયા. અને જહાજ ના કમાન્ડર ને જઈ ને પૂછ્યું કે હજુ આપણને મેડાગાસ્કર ના પર્વત શ્રૃંખલા પર પહોંચવામાં કેટલી વાર લાગશે?
જહાજના કમાન્ડરે પોતાના નક્શા માં જોઈ ને થોડી વાર વિચાર કરે છે. અને બોલે છે કે આપણે લગભગ સાંજ સુધી માં ત્યાં પહોંચી જઈશું.
સોલ્જર જેબ્રિને કહ્યું કે આપણે લગભગ સાંજ સુધીમાં આ સફર પૂરો કરવા ના છીએ.માટે આજ સાંજ સુધી તમે હિંમત રાખો .ત્યાં પહોંચી ને આપણે ખોરાક ની સમસ્યા ને હલ કરી નાખીશું. ત્યારે જહાજ માં રહેલા યાત્રીઓ માંથી એક યુવાન બહાર આવી ને ઉભો રહ્યો.તેને કહ્યું કે આજ સાંજ સુધી તો શું અમે આવતી કાલ ની સાંજ સુધી પણ રહી શકીશું
સોલ્જર હેરીંગે તેમની પીઠ પંપાળી. અને કહ્યું કે તારા જેવા યુવાનો ની જરુર છે.
થોડીવાર તે જહાજ ચાલે છે અને ત્યાં થી તે આઇલેન્ડ માત્ર 150 કિમી દૂર હતો.બધા ના મુખ પર સ્મિત હતું..
તે દિવસ ની સાંજ થવા આવી હતી. બધા યાત્રીઓ તેમના લક્ષ્ય ની ખૂબ જ નજીક હતા. બધા ની ખુશી ઓનો પાર ન હતો.માત્ર 4 કિમી દૂર આવેલા તે આઈલેન્ડ પર મશાલો જળતી હતી.
થોડી વાર જહાજ ચાલે છે અને જહાજ ના કમાન્ડરે આવી ને કહ્યુ કે .મને માફ કરજો આપણે.... આમ બોલી મે થોભી જાય છે.
બધા યાત્રીઓ ના મુખ પર ચિંતા છવાઈ જાય છે. તે જોઈ ને જહાજ ના કમાન્ડરે તાળી વગાડી ને હસી ને કહે છે કે આપણે બધા મેડાગાસ્કર પર પહોંચી ગયા છીએ.
બધા ઉછળવા લાગે છે.
સોલ્જર આવી ને કહે છે કે આપણે બધા પહોંચી ગયા છીએ. માટે બધા એ પોતાના નો સામાન લઈ ને બહાર આવવાનું છે.
બધા જહાજ માંથી ઉતરી ગયા હતા.પોતાના તંબુ લગાવી ને ત્યાં એક અગ્નિ પ્રગટાવી .સોલ્જર જેબ્રીને કહ્યુ કે આપણે લગાતાર છ દિવસ ના અંતે આખરે પહોંચી ગયા. માટે આજે થોડીવાર આરામ કરવો જરુરી છે.

આમ બોલી ને તે પોતાના તંબુમાં ચાલ્યા જાય છે. તે રાતે બધા આરામ થી નીંદ ની મજા માણે છે.
બીજો દિવસ ક્યારે ઊગ્યો તેની કોઈ ને ખબર ન પડી. સૂરજ પોતાના કિરણો ને તે મેડાગાસ્કર ના પર્વત શ્રૃંખલા પર વિખેરતો હતો.
ચારેય બાજુ ઊંચી ઊંચી પહાડી ઓ હતી. અને ચારેય બાજુ જંગલ હતું. તેમાં મોટા મોટા વૃક્ષો પરથી નાના નાના પક્ષીઓ ઊડી રહ્યા હતા.ચારેય બાજુ શાંતિ છવાઈ ગઈ છે. સોલ્જર ના તંબુ થી થોડે દૂર એક નાની જીલ જેવું તળાવ હતું. તેની કિનારે કાચબા ઓ અને તે પાણીમાં નાની ના માછલીઓ હતી
સોલ્જર જેબ્રીન અને બોર્નીવલ રાફ બંને તે જીલ ની કિનારી પર બેઠા બેઠા વાતો કરતા હતા.
પણ તે પહાડી વિસ્તારમાં રહેતા આદિવાસીઓ ને આ લોકો પસંદ ન હતા .
તેથી તેમના સરદાર અને અમુક સાથીઓ ત્યાં આવે છે.અને તેમની બોલી માં સોલ્જર અને બોર્નિવલ તે તે જગ્યા છોડી દેવા માટે જણાવવા માં આવે છે.