Mysterious mountain range - 3 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય પર્વત શૃંખલા - 3

ભાગ :- 3
સોલ્જર જેબ્રીન અને સોલ્જર હેરીંગ બંને ભેગા મળીને તે ફળો ની તપાસ કરે છે. જેમાં તેઓને ઘણા બધા ફળો ખાવા લાયક પ્રાપ્ત થાય છે. આખા દિવસની મહેનતના અંતે આખરે તેમણે સફળતા મળે છે.
આજ સાંજ થવા આવી હતી ચારે બાજુની જોરદાર પવન ફૂંકાતો હતો. ધીરે ધીરે દરિયો પણ હિલોળા લેતો હતો. આ દ્રશ્ય જોઈને બોર્નીવલ કહે છે કે આજની રાત આપણે અહિયાં રોકાવું જોઈએ કારણ કે આ દ્રશ્ય જોયા બાદ પણ આપણે દરિયામાં આગળ વધ્યા તો આપણને મુશ્કેલી માં મૂકી દેશે.
સોલ્જર ને આ વાત સારી લાગી તેથી આજની રાત આ ટાપુ પર સુરક્ષિત છે . તેથી પોતાના તંબુઓ ને ત્યાં લગાવી દેવામાં આવે છે. ધીરે-ધીરે રાત ના અંધારા ની ચાદર દરિયાની સાથે સાથે તે ટાપુને ચારે બાજુ ઢાંકી દે છે. અને ચારે બાજુ અંધારું છવાઈ જાય છે.
રાતનો સમય હતો. ચારે બાજુ અંધારું હતું . જ્યાં તંબુઓ બાંધેલા હતા ત્યાં જ માત્ર મશાલો નું અજવાળું હતું . થોડી વાર થાય છે અને તે ટાપુ પર એકાએક થોડું અજવાળું થવા લાગે છે. સોલ્જર અને તેમની સુરક્ષા ટુકડી પોતાના તંબુમાં થી બહાર આવે છે.
ત્યાં ચારે બાજુ આકાશ આગિયાઓથી ભરાઈ જાય છે. સોલ્જર કહે છે કે અરે આ તો આગિયા છે. તેથી આ ટાપુ પર અજવાળું થાય છે. તેમ માની તે પોતાના તંબુમાં પાછા ફરે છે.
થોડો સમય વીતી ગયા બાદ તે ટાપુ પર ખૂબ જ તીવ્ર અને સોનેરી કિરણો પડે છે. તે કિરણો ને જોઈને બોર્નીવલ રાફ કહે છે કે આ કોઈ સાધારણ કિરણો નથી આતો કોઈ જાદુઇ કિરણો છે. આ સાંભળીને સોલ્જર જેબ્રીન કહે છે કે આપણે આ કિરણો પીછો કરવો જોઈએ. અને તેમની તપાસ કરીને તેનો પત્તો લગાવવો જોઈએ કે તે કિરણો ક્યાંથી આવે છે? અને શેના છે ?
આ સાંભળીને બોર્નીવલ રાફ કહે છે કે હા તમારી વાત સાચી છે આપણે તે કરવું જોઈએ. સોલ્જર અને તેમની સુરક્ષા ટુકડી અને તેમના મિત્ર અને તેમની સુરક્ષા ટુકડી ભેગા થઈને તે કિરણો પીછો કરતા કરતાં આગળ જાય છે.
થોડીવાર તેઓ ચાલતા જાય છે અને અંતે તેઓ એક ગુફામાં દાખલ થાય છે તે ગુફામાં એક મોટી ઓરડી હોય છે. ત્યાં ચારેબાજુ દીવાલ પર ચિત્ર હતા. તેમની વચ્ચે કોઈ યંત્ર જેવું કંઈ હતું. સોલ્જર તેમને દબાવે છે ત્યારે તે દીવાલમાંથી એક દરવાજો ખુલે છે . બધા સુરક્ષાકર્મીઓ તૈયાર થઈ જાય છે.
તે દરવાજો ખુલવાની સાથે જ તેમાંથી સોનેરી કિરણો નીકળે છે. તે કિરણો એટલા તેજ હતા કે બધા પોતાના આંખો પર હાથ રાખવા પડ્યા. થોડીવાર પછી તે કિરણો સમી જાય છે. સોલ્જર તે ખુલ્લા દરવાજા મા દાખલ થાય છે અંદર જઈને જુએ છે ત્યાં ચારે બાજુ અલગ અલગ પ્રકારની વસ્તુઓ રાખી હતી .એમાંથી અલગ અલગ પ્રકારની રોશની નીકળી હતી.
તે બધાની વચ્ચે એક ખૂબ જ ચમકતી એક નાની અને સુંદર પેટી પડી હતી. સોલ્જર ઉપાડે છે અને પોતાના હાથમાં લઈને ખોલે છે. કે પેટીમાંથી એક કાગળના ટુકડા માં ગોઠવાયેલી નાની અને સોનાથી બનેલ સુંદર વીંટી પ્રાપ્ત થાય છે. તેની સાથે જ તે કાગળના ટુકડા માં લખેલું હતું કે "સત્ય માર્ગદર્શિ વીંટી".
તે વીંટી એટલી સુંદર હતી કે સોલ્જર એ તો તેના હાથમાં પહેરી લીધી અને તે કાગળ પર લખેલા શબ્દો ને વાંચીને તેમને ખબર પડે છે કે આ કોઇ જાદુઇ વીંટી છે.
અને આ વીંટી માર્ગદર્શન માટે રાખેલી હતી તેમ સમજાય છે .
તેની ખાતરી કરવા માટે સોલ્જર એ પોતાના હાથમાંથી એ વીંટી ઉતારીને તેને કહે છે કે અમને અમારા તંબુ સુધીનો રસ્તો બતાવો. અચાનક તે વીંટી ચમકવા લાગે છે. અને તેમાંથી એક સોનેરી રંગનું કિરણ નીકળે છે અને તે કિરણ સોલ્જર ના તંબુ તરફ પથરાય છે.
બધા લોકો તે કિરણો પીછો કરે છે અને થોડી વારમાં તેઓ પોતાના તંબુ સુધી પહોંચી જાય છે.
બધા યાત્રી ઓ ને તે વીંટી પર વિશ્વાસ થઈ જાય છે.