Pollen 20 - 37 books and stories free download online pdf in Gujarati

પરાગિની 20 - 37

પરાગિની ૨.૦ - ૩૭



પરાગ ડોક્ટરની કેબિનમાં જાય છે અને ડોક્ટરને કહે છે, ડોક્ટર શું હુ મારી મમ્મીને તેની રૂમમાં જઈને જોઈ શકુ છુ? બસ ફક્ત પાંચ જ મિનિટ....

ડોક્ટર પહેલા ના કહેવા જતા હતા પરંતુ પછી તેઓ હા કહેતા કહે છે, પાંચ જ મિનિટ... બાકી એમને જ્યારે હોશ આવશે ત્યારે તમે ફરી મળી લેજો..!

ડોક્ટર નર્સને બોલાવે છે અને પરાગને લીનાબેનનાં રૂમમાં લઈ જવાનુ કહે છે. પરાગ રૂમમાં જઈ તેની મમ્મીને જોયા કરે છે. તેની સામે તેના બાળપણની યાદો એક ચલચિત્રની જેમ ચાલવા લાગે છે જે તેણે તેની મમ્મી સાથે વિતાવ્યુ હોય

છે. ઘરની બહાર ગાર્ડનમાં બંને રમતા, લીનાબેન તેને સ્કુલે મૂકવા જતા, લીનાબેન તેમના હાથેથી પરાગને જમાડતા... આ બધી યાદો પરાગ યાદ કરી ત્યાં ઊભો રહીને જોતો હોય છે અને સાથે તેના બંને આંખોમાંથી બોરની જેમ દડદડ આંસુ વહેવા લાગે છે. પરાગ તેની મમ્મીના માથે હાથ ફેરવી કહે છે, મમ્મી તમે જલ્દીથી ઊઠી જાઓ. દસ મિનિટ બાદ નર્સ પરાગને બહાર બોલાવા આવે છે. પરાગ તેના આંસુ લૂછી તેની મમ્મીને જઈને બહાર નીકળી જાય છે.


રિની ઘરે પહોંચે છે ત્યારે આશાબેન, રીટાદીદી અને દાદા જાગતા હોય છે. રિનીને જોઈ આશાબેન કહે છે, તું કેમ આવતી રહી? હોસ્પિટલ રોકાય જવુ હતુને...! પરાગ એકલા શું કરશે?

દાદા- હા, તારે આન નહોતુ આવી જવાનુ...! અને પરાગના મમ્મીની તબિયત કેવી છે?

રિની- એમની તબિયત સારી છે અને ડોક્ટરે ફક્ત એક જ જણને રોકાવાની પરવાનગી આપી હતી...

આશાબેન- તો પણ બેટા... તું રોકાય ગઈ હોત તો પરાગને થોડું સારૂં લાગતે...!

રિની- મમ્મી.. પરાગે જ ના પાડી અને આજકાલ હોસ્પિટલમાં રાતે બધાને નથી રોકાવા દેતા..!

રિની આટલું કહી તેની રૂમમાં જતી રહે છે. રિની રૂમમાં જઈ બેડ પર બેસી વિચારે છે કે શું પોતે જે પરાગ સાથે કરી રહી છે તે બરાબર છે?


આ બાજુ પરાગ બહાર બેન્ચ પર જ બેઠા બેઠા સૂઈ જાય છે. ત્રણ કલાક બાદ રાત્રે નર્સ લીનાબેનનાં રૂમમાં ચેક કરવા જાય છે ત્યારે જોઈ છે કે લીનબેનને હોશ આવી ગયો છે તેથી તે રાત્રે જે ડોક્ટર ડ્યૂટી પર હાજર હોય છે તેમને બોલવી લે છે. તે ડોક્ટર ચેકઅપ કરે છે. નર્સ પરાગને ઉઠાડે છે અને કહે છે, તમારી મમ્મીને હોશ આવી ગયો છે પાંચ મિનિટ બાદ તમે મળી શકો છો.

લીનાબેનને હોશ આવી ગયો હોય છે તેઓ બેડ પર સૂતેલા હોય છે. નર્સ તેમને કહીને ગઈ હોય છે કે તમારો છોકરો અહીં જ છે તે હમણાં મળવા આવશે... પરાગ જેવો દરવાજો ખોલી અંદર આવે કે તેઓ આંખ બંધ કરી લે છે. પરાગ લીનાબેન પાસે આવીને બેસે છે. પરાગ તેની મમ્મીનો હાથ પકડીને કહે છે, મમ્મી.... કેટલાં વર્ષો મેં તારા વગર કાઢ્યા છે... કેટલી તને મેં યાદ કરી છે... ડગલેને પગલે...! તું ઉઠીશ એટલે તને હું પહેલા જ પૂછવાનો છુ કે શું તને મારી યાદ નહોતી આવતી? તું મને મળવા કેમ ના આવી? તને સારૂં થઈ જાય એટલે આપણે બંને સાથે રહીશુ... તમને હું મારી સાથે જ રાખીશ..!

પરાગ આટલી વાત કરી રૂમની બહાર નીકળી જાય છે.

સવારે દાદી પરાગને ફોન કરીને લીનાબેનની તબિયત વિશે પૂછે છે. પરાગ કહે છે, તેમને સારૂ છે અને હોશ આવી ગયો છે. દાદી હોસ્પિટલ આવવાનું કહી ફોન મૂકી દે છે. દાદીને જર હોય છે કે ક્યાંક લીનાબેન બધી વાત પરાગને જણાવીના દે..! દાદી હોસ્પિટલ પહોંચે છે. પરાગ પાસે જઈ તેને પૂછે છે, તારી મમ્મી ઊઠી ગઈ?

પરાગ ખુશ થતાં કહે છે, હા.. તેમને આંખો ખોલી અને પહેલા કરતા સારૂં છે તેમને?

દાદી- કંઈ વાત કરી એને તારી સાથે?

પરાગ- ના, રાત્રે તેમને હોશ આવ્યો હતો પરંતુ દવાઓનાં ઘેનનાં લીધે તેઓ ફરી સૂઈ ગયા હતા.. સવારે ખાસ બહુ વાત નથી થઈ..!

પરાગ દાદીને કહે છે, તમે મળી આવો મારે કોલ કરવો છે અને ડોક્ટર સાથે વાત કરી આવુ..!

દાદી લીનાબેન પાસે જાય છે. દાદી લીનાબેનને પૂછે છે, કેમ છે તને હવે?

લીનાબેનને બધુ યાદ હોવા છતાં કહે છે, તમે કોણ છો?

દાદીને નવાઈ લાગે છે અને થોડી રાહત પણ થાય છે કે લીનાબેનને કંઈ યાદ નથી..

દાદી- તને સાચેમાં જ નથી યાદ કે હું કોણ છું?

લીનાબેન- ના... મને કંઈ યાદ નથી..

દાદી- તને છેલ્લા સત્યાવીસ વર્ષનું કંઈ જ યાદ નથી?

લીનાબેન- ના... તમે શું કહેવા માંગો છો?

દાદી- સારૂં તો તો.... તું મારા પૌત્રને મારો દુશ્મન તો નહીં બનાવી શકે.... તુએ ભૂલ તો કરી જ છે...

લીનાબેન- મને કંઈ જ ખબર નથી પડતી તમે શું કહો છો તે?

દાદી- પહેલા જેવી હતી તેની તું ના રહેતી... પોતાના ઈશારા પર દુનિયાને નચાવવા વાળી લીના...!

આવું સાંભળીને લીનાબેનને બહુ ગુસ્સો આવે છે પરંતુ તે કંઈ બોલતા નથી

દાદી બોલવાનું ચાલુ રાખતા કહે છે, તને એ નાના પાંચ વર્ષના છોકરાનો પણ વિચાર નહોતો આવ્યો? તને એની દયા પણ ના આવી? થોડા પૈસા માટે તું એને મૂકીને જતી રહી હતી... કહેવાય છે કે એક માઁ પોતાના છોકરા માટે આખી દુનિયા સામે એકલી લડી લે છે પરંતુ તુ એક એવી માઁ હશે જેણે ફક્ત પોતાનું જ વિચાર્યુ...!

આટલું કહી દાદી ચૂપ થઈ જાય છે અને લીનાબેન ગુસ્સામાં બોલવા જતા હતા કે દરવાજો ખૂલવાનો અવાજ આવતા નોર્મલ થઈ જાય છે. પરાગ અંદર આવીને તેની મમ્મી પાસે બેસે છે અને પૂછે છે, કેવુ છે તમને?

લીનાબેન ભાવુક થતાં કહે છે, બેટા... કાશ..! હું તને ઓળખી શકતે.. મને એવું તો શું થયું છે?

દાદીને થોડો અણસાર આવી જાય છે કે લીના નાટક કરી રહી છે પરંતુ અત્યારે તેના વિરુધ્ધ બોલવું તેમને બરાબર ના લાગ્યુ..!

પરાગ લીનાબેનને કહે છે, તમને કંઈ નથી થયું... ડોક્ટર સાથે વાત થઈ મારી કંઈ ચિંતા જેવું નથી..! તમને સારૂં થઈ જાય પછી આપણે બધા જ સાથે રહીશું...!

લીનાબેન દાદી તરફ જોઈ છે. દાદી સમજી જાય છે કે લીના હજી તેવી જ છે.

દાદી પરાગને કહે છે, બેટા.. તારી મમ્મીને થોડો આરામ કરવા દે...

દાદી અને પરાગ બંને બહાર નીકળી જાય છે. પરાગ અને દાદીનાં બહાર નીકળ્યા બાદ લીનાબેન લુચ્ચું હાસ્ય આપે છે.

દાદી પરાગને કહે છે, બેટા એકવાર ફરી વિચારજે... બધા જાણે છે તારી મમ્મીએ જે કર્યુ તે...

પરાગ- દાદી, જેવા છે તેવા મારા મમ્મી છે અને મારા સિવાય એમનું હવે કોઈ નથી..!

દાદી- હા, પણ તારી મમ્મી અને શાલિની બંને એક ઘરમાં એકસાથે કેમના રહી શકશે?

પરાગ- દાદી, મેં એક બીજુ મોટું નવું ઘર લઈ લીધુ છે કેમ કે જૂનું ઘર નાનું પડશે આપણા માટે... અને હા, જેને ના ફાવે તેને જૂના ઘરમાં રહેવું હોય તો રહી શકે છે.

દાદી- ઠીક છે. તે રિની સાથે વાત કરી?

પરાગ- ના, દાદી.. એવી સાથે વાત કરી લઈશ હુ..


આ બાજુ કંપનીમાં બહુ કામ હોવાથી સમર તેમાં વ્યસ્ત હોય છે. શાલિની તેની પાસે આવી હોબળો મચાવી જાય છે કે આપણે નવા ઘરમાં કેમ રહેવા જઈએ છે..! સમર તેમને સમજાવી ઘરે જઈ પેકીંગ કરવા નું કહે છે.

સિયા શાલિનીને કહે છે, મેમ પરાગસરે એડજેસ્ટેબલ બેડ ઓર્ડર કર્યો છે તેમની મમ્મી માટે અને તે નવા ઘરમાં મોકલાવાનો છે.

શાલિની- એટલે તે સ્ત્રી પણ તે જ ઘરમાં રહેશે?

શાલિની ગુસ્સામાં ત્યાંથી જતી રહે છે.


સમર જૈનિકાને સમજાવવા તેના ઘરે જાય છે કે તે કંપનીમાં પાછી આવી જાય..! જૈનિકા ના પાડે છે પહેલા પણ પછી હા પાડે છે અને સમર જૈનિકાને જણાવે છે કે ભાઈની મમ્મી હોસ્પિટલમાં છે.


આ બાજુ એશા પણ પરેશાન હોય છે કે તેણે શું વિચાર્યુ હતુ અને શું થઈ ગયુ..!




લીનાબેન અને શાલિની એક જ ઘરે રહેશે તો શું કયામત આવશે?

પરાગ અને રિની વચ્ચે જે નાની તિરાડ પડી છે તે સરખી થશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૩૮