Prem ni Parakastha... - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમની પરાકાષ્ઠા.... - 2

આગળ જોયું કે દેવેન ગિફ્ટનું બોક્સ ખોલે છે. શુ હશે એ બોક્સમાં? હવે જોઈશું..

એમાં એક લેટર હતો અને સાથે ગુલાબનું ફૂલ અને એક લૉકેટ હતું. હાર્ટ શેઈપનું લૉકેટ જોઈને દેવેન ખૂબ જ ખુશ થયો. અને પ્રિયાને કહેવા લાગ્યો, " પ્રિયા, આ લૉકેટ તું તારા હાથે જ પહેરાવી દે ને. "

પ્રિયા દેવેન તરફ કઈક અજનબીની નજરે જોઈને એ લૉકેટ લઈને દેવેનને પહેરાવે છે. અને એ પ્રિયા ધીમેથી બોલી, " દેવેન, એકવાર લેટર વાંચી લે ને. "

" હા, હા, તારા શબ્દો વાંચવા તો હું હમેશા તૈયાર હોવ છું." - એમ કહીને દેવેન લેટર વાંચવાનું શરૂ કરે છે. જેમાં લખ્યું હોય છે -

" દેવેન, જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ. તું તારા જીવનમાં હમેંશા ખુશ રહે એવી દુઆ કરીશ. આ લૉકેટમાં તું તારી પ્રિય વ્યક્તિને સાચવજે. હું તારા જીવનમાં રહીશ કે નહીં એનો ખ્યાલ મને નથી. કારણ કે મારા મમ્મી પપ્પાએ મારું સગપણ બીજા સાથે નક્કી કર્યું છે. અને હું એને ના કહી જ ન શકી. મને માફ કરી દેજે દેવેન."

તારી વ્હાલી,
પ્રિયા.

આટલું વાંચીને દેવેનની આંખે અશ્રુની ધારા વહી ગઈ. તે એક નજર પ્રિયાને જોતો જ રહ્યો. પ્રિયાની આંખોમાં પણ ઉદાસી સાફ દેખાતી હતી. પણ જાણે પ્રિયાને દેવેનથી દૂર જવાનો ડર કે દુઃખ ન હતું. ખરેખર દુઃખ બતાવવું નહોતું. તેથી પ્રિયા પોતાના ચહેરા પર કોઈ ઉદાસી આવવા દેતી નથી. એટલે તે આસાનીથી દેવેનને કહે છે, " દેવેન, આ જીવનમાં તો હું કોઈ બીજાની થઈ ગઈ. હું જાઉં છું. તું તારું ધ્યાન રાખજે."

દેવેન પ્રિયાના શબ્દોને કોઈ પ્રતિઉત્તર આપી ન શક્યો. એને માત્ર રડતી આંખે પ્રિયાને વિદાય આપી દીધી.

આશરે 2 અઠવાડિયા પછી પ્રિયાના લગ્ન થઈ ગયા. અને આ તરફ દેવેન પ્રિયાની દગાબાજીથી પોતાને એટલી હદે બદલી નાખ્યો કે તે કોઈના પર વિશ્વાસ કરવા તૈયાર જ નહતો. દેવેન હવે ખાલી પોતાની નિજી જિંદગીને જેટલી જલ્દી બને એટલી જલ્દી પુરી કરવા માંગતો હતો.

પણ કહેવાયને જીવન અને મૃત્યુ ઉપરવાળાના હાથમાં હોય છે. છતાં તે નિયતિ વિરુદ્ધ પગલાં ભરવાનું વિચારે છે. પણ એકાએક ઘરની યાદ આવતા તે મરવાને બદલે જીવવાનું નક્કી કરે છે. પણ તે પહેલાંની જેમ જીવવા તૈયાર નહોતો. એટલે તે હવે નફરતની જિંદગી જીવવા તૈયાર થયો હતો. કોઈ કદાચ સારી રીતે વાત કરવા આવે તો પણ દેવેન એ વ્યક્તિને એકદમ રુડલી જ જવાબ આપે. તરત ઉતારી પાડે, સરખો જવાબ પણ ના આપે.

એક દિવસ દેવેનનો મિત્ર વિશાલ એને કહે છે, " દેવલા, આ બધું શું માંડ્યું છે. તું સાવ આમ કેમ બદલાય ગયો. એવું તો શું બન્યું કે તું બધા સાથે આવું ગેરવર્તન કરે છે."

" વિશાલ હું તને પણ એક સલાહ આપું છું. પેલી રશ્મિની પાછળ નય ભાગ. એ તને ક્યારે દગો આપીને જતી રહેશે તને ખબર પણ નય પડે. " - દેવેન વિશાલના જવાબ આપવાને બદલે સલાહ આપે છે અને આંખોમાં ખાલી ગુસ્સો બતાવે છે.

" પણ બોલ તો ખરો, એવું તો શું થયું કે તું સાવ આમ બદલાય ગયો.?" - વિશાલ દેવેનના ખભે હાથ મૂકીને ફરી એ જ સવાલ પૂછે છે.


શું દેવેન પોતાનું વર્તન પહેલા જેવું કરશે કે પછી આનાથી વધારે ખરાબ વર્તનમાં પરિવર્તન પામશે?
શુ દેવેનને એની પરિસ્થિતિના જવાબ મળશે?

જોઈશું આગળના ભાગમાં.

ક્રમશઃ...


નોંધ :- પાત્ર, ઘટના, ઘટનાવસ્તુ, પરિવેશ સંપૂર્ણ કાલ્પનિક છે. જેને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.