Prem ni Parakastha... - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમની પરાકાષ્ઠા.... - 3

આપણે આગળ જોયું કે દેવેનનો મિત્ર વિશાલ તેને એના વર્તનના બદલાવ માટેનું કારણ પૂછે છે. શું દેવેન એને જવાબ આપશે કે કેમ..જોઈએ


" તારે જાણવું જ હોય તો સાંભળ, તું જેને ભાભી કહેતો એ પ્રિયા મારાથી સારો છોકરો મળ્યો એટલે મમ્મી પપ્પાની મરજીનું બહાનું કરીને મેરેજ કરી લીધા બીજા સાથે. આટલું કાફી છે ઓકે." - આખી ઘટનાને દેવેન થોડાં જ શબ્દોમાં કહી દે છે.

" અચ્છા, તો એનો મતલબ એવો થોડો હોય છે કે બધી છોકરીઓ એવી જ હશે એમ."

" હા, બધી જ છોકરીઓ એવી જ હોય છે. પ્રેમને વધારે માનતી હોય તો કોઈ પ્રેમને છોડીને પૈસા પાછળ ના જાય ઓકે. આ દુનિયામાં જો પૈસા હશે ને તો આવી હજારો છોકરીઓ આગળ પાછળ ફરશે."

" હા, તો તારી પાસે પણ ગાડીને ઘર છે ને પોતાનું. અને તું તો એકનો એક દીકરો છે. " અને વધુમાં વિશાલ ઉમેરે છે, " જો દેવેન, છોકરીઓ બધી એવી ના હોય. ઘણી હોય છે જે પ્રેમ માટે ઘર ના છોડી શકે. તો એમાં એની ભૂલ ના કઢાય."

" તને એટલો વિશ્વાસ હોય તો તું તારા પ્રેમના ગાન કર. બાકી જ્યારે તારા જીવનમાં આવું બનશે ત્યારે આ જ શબ્દો બોલીને બતાવજે. ઓકે. " - દેવેન એકદમ ગુસ્સામાં આવીને ખાસ મિત્ર વિશાલ સાથે પણ આવું ગેરવર્તન કરે છે.

આ બધી વાર્તાલાપ એક વ્યક્તિ સાંભળી રહ્યું હતું. દેવેન પોતાના શબ્દો પુરા કરીને જેવો ત્યાંથી નીકળવાની તૈયારી કરે છે ત્યારે આ વ્યક્તિ દેવેનને રોકતા કહે છે, " દેવેન, મને નથી ખબર કે પ્રેમ માટે કોણ શું વિચારે છે? પણ હા, એટલું જરૂર કહીશ કે જો સાચા પ્રેમની પરિભાષા જાણવી હોય ને તો એકવાર રાધાકૃષ્ણના પ્રેમની પરાકાષ્ઠા જાણવી ખૂબ જ જરૂરી છે. પ્રેમની પરિભાષા કઈ આમ અલગ થવાથી બદલાય ના જાય."

" કાવ્યા તું? તું પ્રેમની વાત કરે છે? તને ખબર પણ છે પ્રેમ શું હોય એ? " - દેવેન પોતાના ક્લાસની સાવ ગામડાની સીધીસાદી છોકરી કાવ્યાને પણ આવો જવાબ આપે છે. ને પોતાને આવી ગરીબ અને આવ સાદી છોકરીઓ એને ગમતી નથી એટલે આવો જવાબ આપ્યો એમ માને છે.

" લે આ ચોપડી, સાવ નાની છે. એકવાર વાંચજે. જો તને સાચો જવાબ ના મળે તો આ ચોપડી ફેંકી દેજે કાં તો સળગાવી દેજે બસ." - એમ કહીને કાવ્યા પોતે લખેલી રાધાકૃષ્ણની પ્રેમગાથાની ચોપડી દેવેનના હાથમાં મૂકે છે. ને દેવેનના સવાલમાં કોઈ ઉમેરો કરતી નથી ને પોતાના વિચારો પણ દેવેન પર લાદી દેવાની કોશિશ કરતી નથી. બલ્કે સમજદારીથી જવાબ આપે છે.

દેવેન મો બગાડતો બુક લઈને ઘરે જવા અને એ બુક બેડ પર ફેંકીને કલાક જેવું સુઈ ગયો. અને ઉઠીને એની નજર જેવી એ બૂક પર પડી તો એને કાવ્યાએ કહેલા શબ્દો યાદ આવ્યાં. દેવેન મનોમન વિચારે છે , " એને એટલો વિશ્વાસ કેમ છે? શું એ ગવાર જેવી છોકરીએ પણ પ્રેમ કર્યો હશે? આ બુકમાં કદાચ એની જ સ્ટોરી હોય તો શું ખબર? લાવ જોવ તો ખરા." - એમ વિચારતો દેવેન એ બુક લઈને વાંચવા બેઠો.

કાવ્યાના શું વિચારો હશે? શું ભાવના હશે?

શું કાવ્યાને દેવેન પ્રત્યે હશે કે માત્ર પ્રેમની પરિભાષા સમજાવી રહી હશે?

શું આ બુક દેવેનના જીવનમાં કંઈ અસર કરશે?

જોઈશું આગળના ભાગમાં

ક્રમશઃ....

■ દરેક પાત્ર, ઘટના, પરિવેશ કાલ્પનિક છે જેને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી જેની નોંધ લેવી.■