Pranayama - 6 books and stories free download online pdf in Gujarati

પ્રણયમ - 6

ભાગ :૦૬

મમ્મી આ શું કહો છો.. તમે જ કહેતા હતા કે અમને હારિકા ગમે છે અને હવે... અરે અરે પૂરી વાત તો સાંભળ ત્યાં લેખન કરવા નથી જવાનું પણ લગ્ન ની વાત કરવા જવાનું છે.
ઓહહ..... અચ્છા
તરત માધવ ભાઈ કહે છે, " ઓહહ વાળી શાંતિથી ખાય લે અને જો આ વાત હારિકાને કહેવાની નથી તું આવ્યો એ પહેલાં તેના ઘરેથી ફોન હતો તેના મમ્મી પપ્પાને તું ખૂબ ગમે છે એટલે એણે હારિકાને સરપ્રાઇઝ આપવા

આ આખું નાટક ગોઠવ્યું છે.
એક તરફ હારિકાની વાતનો જટકો તેને જે હચમચાવી દીધો હતો તે વાત એ હવે હૈયે હેલી ચઢાવી રહ્યો હતો.
તરત જયદીપના મમ્મી કહે છે, " આજે તેના પપ્પા એ હારિકાને આ વિશે વાત કરી છે કદાચ એ ઉદાસ હશે કારણકે એ પણ તને પસંદ કરે છે."
હા... હા.. મમ્મી એ આજે ઉદાસ હતી અને રડી મારી પાસે. હા તો હવે સાંભળ.... લાગણીવશ થઈ તું આ ભાવિ સરપ્રાઇઝ એને કહી ના દેતો. તેને માત્ર આશ્વાસન આપજે.
રોજની જેમ હારિકા પોતાના રૂમમાં ઉદાસ ચહેરે રાતે સૂઈને ઉઠે છે જોવે છે તો ઘડિયાળમાં સાડા નવ વાગ્યા હોય છે. રસોઈઘરમાં જઈ થોડું જમી ફરી રૂમમાં આવી જયદીપને ફોન કરે છે.
હેલો, જયશ્રી કૃષ્ણ.. જય
જયશ્રી કૃષ્ણ.....
તમે સૂઇ ગયા હતા..??
ના... ના બસ સૂવાની તૈયારી કરતો હતો.
હું શું કહું છું... મને ક્યાંય નહીં ગમતું હું જો હજી જાગી... સૂઇ જ ગઈ આ વાત સાંભળીને પછી હમણાં થોડું જમી અને તમને ફોન કર્યો કે ચાલ વાત કરી થોડી ફ્રેશ થાવ.
સારું કર્યું ને ફોન કર્યો તો મને પણ ગમ્યું...કાંઈ ચિંતા ના કર બધું સરસ થઈ જશે. તારી ઈચ્છા નથી તો નહીં જ થાય તણાવમાં ના આવીશ એકદમ નોર્મલ રહેવાનું હું છું ને...
હા, તમે છો એટલે જ તો હું થોડી ફ્રેશ થઈ શકું છું. આપને હવે એક અઠવાડિયા જેવું લેખન બાકી છે મને ભૂલી નહીં જાવ ને....?
અરે...હારિકા, આપણે લેખન પૂરું થશે તો બીજી કોઈ

સરસ પ્રવૃત્તિથી સાથે જોડાયેલા રહીશું... પણ ભૂલીશ તો જરાય નહીં.
શનિવારે સાથે લેખન કરી થોડીવાર બંને બેસે છે. જયદીપ કહે છે, હારિકા તમારા હાથ ની ચા પીવડાવી દો ને પછી હું જાવ તરત હારિકા ચા બનાવી સાથે પીવે છે અને ફરી હારિકા આવતી કાલે શું થશે એ વાત થી ભાવુક થઈ જાય છે. જયદીપ આશ્વાસન આપે છે અને કહે છે Hey, Your are my strong buddy... Deal with any situation. Keep smile on your face my dear.આમ કહી જયદીપ તેના બંને હાથ હારિકા ના ગાલ ને અડાડી વ્હાલ થી કહે છે. પછી જયદીપ કહે છે, સારું ચાલ હવે હું જાઉં અને કાલે આપણે રજા રાખીશું એટલે સોમવારે મળીયે બરાબર...
જય... પ્લીઝ તમે નહીં જાવ ને... આમ કહી હારિકા રડવા લાગે છે અને તે જયદીપને વળગી રડતાં રડતાં કહે છે પ્લીઝ... જય.... જય...તમે રહોને અહીં અને તમે આવતીકાલે આવજો હોં મારા વતી આવજો હું રાહ જોઈશ.
એક હુંફાળા આલિંગન અને માથા પર સહજભાવ સાથે કરેલ પ્રથમ ચુંબન બાદ બંને છૂટા પડે છે.
રવિવારે વહેલી સવારથી તૈયારીઓ શરૂ થઇ જાય છે કે ચાલો, જલ્દી કરો મહેમાન આવતા જ હશે હો... ચાલો ચાલો.
આ તરફ હારિકાનો મૂડ સાવ જ ઉદાસ હતો અને તેમ છતાં મમ્મી પપ્પાના કહેવાથી સુંદર તૈયાર થઈ જાણે કે સુંદર અભિનેત્રી.
થોડીવાર બાદ ઘરની બહાર ગાડીનો હોર્ન વાગે છે. તરત કિશોરભાઈ કહે છે બેટા તમે રૂમમાં બેસો, મમ્મી બોલાવે ત્યાર પછી આવજે. પપ્પાની વાત માની ચૂપચાપ હારિકા રૂમમાં ચાલી જાય છે.
છાના પગલે મહેમાન આવે એવી પ્રથમ ઘટના કદાચ બની હશે.. સૌ ધીમે ધીમે મુખ્ય રૂમમાં બેસી હારિકા ક્યાં છે... શું કરે છે આવા સઘળાં સવાલો પૂછે છે.

કિશોર ભાઈ કહે એ તો સાવ ઉદાસ છે પણ તમને જોઈને એના ચહેરા પર આવતી ખુશી જોવાની મને ખૂબ તાલાવેલી છે. એક કામ કર જયદીપ તારે અહીં બેસવાનું છે એટલે એ સામેથી આવે તો સીધી રીતે તમે એને ના દેખાવ બસ તમારી બાજુમાં આપ બંને હું અને હારિકાના મમ્મી અહીં સામે બેસીશું.
કિશોરભાઈ આ સુંદર આયોજન કરી હારિકાને અવાજ કહે છે " હારિકા, દીકરા સૌ માટે ચા લઈ આવોને....."
ચહેરે ઉદાસી છતાં હિંમત સાથે રસોડામાં જઈ ચા બનાવી તે સૌ માટે ચા લઈને આવે છે.ધ્યાન તેનું નીચે જ છે કોણ બેઠું છે શું છે કશું જ એ જોતી નથી કારણકે એને ઈચ્છા જ નહોતી. તેની ઉદાસી સૌ કોઈ જોઈ રહ્યા હતા. તે તો ચા આપી જતી જ હતી ત્યાં માધવભાઈ કહે," હારિકા દીકરા, માત્ર ચા નહીં નાસ્તો કોણ આપશે...?"
તરત હારિકાને માધવકાકાનો જ અવાજ છે એ નક્કી એટલે ઝટપટ પાછળ જોયું આ તરફ સૌ એ હારિકાના ચહેરા સામે જોયું અને સૌ એકી સાથે કહી બોલ્યા ક્યાં સુધી આમ ઉદાસ રહેવું છે...? (. ક્રમશઃ)