Mugdha and ornaments books and stories free download online pdf in Gujarati

મુગ્ધા અને અલંકાર

મુગ્ધા એક મનમોજીલી અને ખુબસુરત છોકરી જેની જિંદગી એટલી જ મજેદાર પિતા વ્યવસાયે શિક્ષક સાથે સાથે ખૂબ જ આધ્યાત્મિક વ્યક્તિ,
પિતાજીના ઘણા મોટા સંઘર્ષના પરિણામેં જ આજે તેઓ પાસે મોટી સંપત્તિ સમાજમાં ઈજ્જત અને સારી લાઈફ હતી.
મુગ્ધાનો નાનો ભાઈ પોતાના પિતાના જ રસ્તે હતો ભણવામાં ભાઈ બહેન બન્ને હોશિયાર પોતાના કલાસમાં ટોપ કરતા
આજદિન સુધી બન્નેના પિતાએ ભણવા માટે તો ક્યારેય રોક્યા નહોતા હા ક્યારેક ક્યારેક મા ટોકી લેતી,

પાંચ જણના આ પરિવારમાં બધું જ મોટાભાગે સરળ હતું.
મુગ્ધાને એક છોકરો ખૂબ જ પસન્દ હતો આજે તો બન્ને માસ્ટર કરીને બેઠા હતા પરંતુ બન્નેનો લવ ૧૦માં ધોરણનો,

છોકરો પોતાની કાસ્ટનો હતો સારા ઘરનો હતો માટે મુગ્ધાના પિતાએ કશું જ વધારે વિચાર્યા વિના સીધા છોકરાના ઘરે વાત કરી, અરે સાહેબ તમે ને હું તો પહેલાથી મિત્ર હતા હવે સંબંધી બનાવામાં મારા જેટલો આનંદ બીજા કોને હોય તમારી દીકરીને મેં મારી નજર સામે મોટી થતા જોઈ છે.

બન્નેને પસન્દ એટલે "જટ મંગની પટ્ટ બ્યાહ",

બન્ને સંબંધી એકબીજાનો ખભો પકડીને હસ્યાં, મુગ્ધાના પિતાએ છોકરાના પરિવારને જમણવાર પર પણ બોલાવ્યા,
"ભાભી હવે તો વેવાણ બનવાના એ ખુશીમાં જમવાનું તો થઈ જ જાય.",
એકાદ બે વાર બન્ને પરિવારોનું આવવા જવાનું થયું અને આવતા ૧૨માં મહિનામાં સગાઈ નક્કી થઈ. મુગ્ધાની ખુશી તો સાતમા આસમાને હતી
આખરે છેલ્લા ૭ વર્ષનો પ્રેમ પોતાનો થવા જઈ રહ્યો હતો. તેનાથી રાહ જોવાતી જ નહોતી મયુરે કેમિકલ એન્જીનીયર પૂરું કરીને પ્લેસમેન્ટમાંજ જોબ મેળવી લીધેલી અને નોકરી થોડી દૂર જામનગર હતી ૪-૫ મહિને એકાદ વાર મળવાનું થતું,

સમય પણ ઓછો મળતો કે કોલ પર વાત થાય ક્યારેક દિવસની ડ્યુટી તો ક્યારેક રાતની ડ્યુટી ઉપરથી વર્કિંગ લોડ મયુરને એટલું થકવી દેતું પણ પ્રિયતમાનો એક કોલ કે મેસેજ આખા દિવસનો થાક ઉતારી દેતો.
મુગ્ધા પણ એકલી પડતી એટલે આગળ ભણવાનું ચાલુ જ રાખ્યું અને એજ્યુકેશન ફિલ્ડમાં ડીગ્રી લેવા બીએડ ચાલુ કર્યું, ન તો મુગ્ધાને ખબર હતી કે ન તો મયુરને !

જિંદગીના આ સરળ ચાલતા સફરમાં અચાનક આટલું બધું બદલાઈ જશે.
કોલેજમાં પોતાનાથી નાની ઉંમરનો નવો છોકરો મુગ્ધાની જિંદગીમાં આવ્યો.
દેખાવે સરળ શાંત સ્વભાવ જોઈને જ લાગી આવે કે ઘણી નાની ઉંમરે જિંદગીના ઘણા સબક શીખી લીધા છે.
એક મેચ્યોરિટી તેની પર્સનાલિટીમાં છલકતી હતી.
આમ તો અલંકાર હમેંશા શાંત અને ઉદાસ જ જોવા મળતો કોઈપણ છોકરી સામે ઊંચું મોઢું કરીને પણ નહોતો જોતો.

મુગ્ધા તેનાથી સાવ ઊંઘી કોલેજનું એકેય એવું બાકી નહિ હોય જેની સાથે તેની દોસ્તી ન હોય એ ભલે છોકરો હોય કે છોકરી બધા સાથે મસ્તી ભર્યા સ્વાભાવે વાતો કરતી,
તેણીએ તો અલંકાર સાથે પણ વાત કરવાની ઘણી કોશિશો કરી પણ તે છોકરો જ કઈક ઊંઘી બુદ્ધિનો લાગતો.

કલાસમા એવો એકપણ દિવસ ન જાય કે જ્યા અલંકાર વિશે વાત ન થઈ હોય. અંલકાર કોલેજ આવતો પાછળની છેલ્લી બેન્ચ પર બેસી જતો બેગમાં જાણે કેવી બુક્સ ભરી લાવતો એ વાંચ્યા કરતો અને ટાઈમ થાય એટલે ઘરે,

એવું પણ બિલકુલ નહોતું કે કોઈ જોડે વાત જ નહોતો કરતો,હા એના મિત્રો હતા એ પણ છેલ્લી બેન્ચવાળા મસ્તીખોર વાતોડિયા લેકચરરને હેરાન કરવા વાળા કલાસમાં લેટ આવવા વાળા,
અલંકારને એક નજરમાં જોઈને તો કોઈ જ ન ઓળખી શકે કે આ માણસની પ્રકૃતિ કેવી છે.
મુગ્ધાને તો આ છોકરો બીલકુલ પસન્દ નહોતો પોતાની કોઈ બહેનપણી આગળ જો તેની વાત નીકળે તો મજાક બનાવતા કહેતી કે,
શુ માણસ છે લી આ !!
ગજબનો છે પોતાની જ અલગ દુનિયા બનાવીને જીવે છે અને અલગપણ કેવી એના જેવી બોરિંગ !!
આની વાઈફ સાથે શુ કરશે આ સુહાગરાત હશે ત્યારે દૂધના ગ્લાસની જગ્યાએ ચોપડી લઈને જશે અને પેલીને સુવડાવી પોતે વાંચ્યા કરશે.
" મુગુ એની મજાક ના બનાવ તેની એક બહેનપણીએ મુગ્ધાને અટકાવતા કહ્યું,
કોને ખબર શાયદ તેના જીવનમાં સાચેમાં જ તકલીફો હોય! તું કે હું તેને જાણતા નથી એટલે મજાક ના કરવી અને મેં તો ક્યાંક સાંભળ્યું છે કે એની મમ્મી નથી શાયદ એ કારણ હોઇ શકે કે તેની નવી મમ્મી ત્રાસ આપતી હોય અને એ આવો હોય?
આપણે એને પૂછીને મદદ કરવી જોઇએ યાર મજાક નહિ!!
મુગ્ધા આવી વાતોમાં પણ ક્યારેય સિરિયસ નહોતી થતી પણ આજે ન જાણે કેમ થઈ ગઈ.
આવતીકાલે મારી બર્થડે છે ને તો ચોકોલેટ આપવાના બહાને જ પૂછી લઈશ બધાની સામે જોઇને મુગ્ધાએ જવાબ આપ્યો.
બીજા દિવસે મુગ્ધાએ પહેરેલા બ્લ્યુ કલરના ટોપ જીન્સ પર યુવાની ખીલીને બહાર આવી રહી હતી.
ખુલ્લા ચમકતા કાળા વાળ નાની નાની આખો તેનું રૂપ સુંદર તો હતું જ પણ આજે તેણીએ કઈક વધારે જ ધ્યાન આપ્યું હતું પોતાના પર જેના પરિણામે કોલેજનું એકપણ વ્યક્તિ જોયા વગર રહી શકતું નહોતું.

...જે પણ મળે બર્થડે વિશ કરી રહ્યું હતું લેક્ચર્સ પુરા થતા એના મિત્રોએ રાખેલી સિક્રેટ પાર્ટી માટે બધા હોલમાં ભેગા થયા.
બર્થડે સેલિબ્રેટ થઈ બધાએ કેક ખાધી ચોકલેટ્સ ખાધી અને ઘરે જવા માટે નીકળ્યા અચાનક પોતાની એક્ટિવા પર બેસતા જ તેણીને યાદ આવ્યું કે બધા મળવા આવ્યા પણ પેલો અલંકાર જ ન આવ્યો કેવો માણસ છે
યાર આજના દિવસે તો મળતો મને.
હું તો નહીં જ મળું એને આવવું હશે તો આવશે બધા આવે અને એ ના આવે ??

ભાળમાં જાય એમ કરીને એક્ટિવા ચાલુ કરી, ઓય મુગુ કયા જાય? પાછળથી એની બહેનપણીઓનો અવાજ આવ્યો.
પાર્ટી?
એમાંથી એકે કહ્યું,
હા આપીશને મુગ્ધાએ જવાબ આપ્યો.
ચાલો બધા ઘરે મમ્મીને કહીને જ આવી છું કે જમવાનું રેડી રાખે મુગ્ધા બધાને ઘરે લઈ ગઈ ભેગા મળીને બધાએ ખૂબ જ મોજ કરી ખાધું પીધું અને સાંજે પોતપોતાના ઘરે ગયા.પોતાના ફોનમાં રિંગ વાગતા એણે જોયું તો
મયુરનો કોલ હતો.
રિસીવ કરી વાત કરી, હાય મેરી જાન ક્યાં કિયા આજ?? સામેથી મયુરએ મસ્તીભર્યા અંદાજમાં કીધું.
પછી બન્ને કોલ પર લાગી ગયા અને ૮ ક્યાં વાગી ગયા મુગ્ધાને ખબર જ ન પડી એમપણ એને કોઈ કામ હોતું નહિ ઘરનું બધું કામ તો એની મમ્મી જ કરી નાખતી આજદિન સુધી એક નાનું સરખું કામપણ મુગ્ધાની મમ્મીએ એને કરવા નહોતું દીધું.

અંદાજ ત્યાં જ લગાવી લેવાય કે મુગ્ધા ૨૫ વર્ષની થઈ હતી પરંતુ તેને ચા બનાવતા નહોતું આવડતું.
મયુરનો કોલ કટ કરી મુગ્ધાએ વોટ્સએપ ઓન કરવાનું વિચાર્યું
ડેટા ઓન થતા ઘણા જ મેસેજ આવી રહ્યા હતા, હેપ્પી બર્થડે
મુગુ, હેપી બર્થડે મુગગી,હેપ્પી બર્થડે મુગડી,કેટ કેટલાય મેસેજની વચ્ચે એક અજાણ્યા મેસેજ પર તેની નજર પડી !

ઓપન કરીને જોયું એક ઇમોજી હતું અને સાથે લખ્યું હતું હેપ્પી બર્થડે સોરી ફોર લેટ, મુગ્ધા વિચારમાં પડી કોણ હશે??
પ્રોફાઈલ ઓન કરી ફોટો પર ટેપ કર્યું તો જોયું કે !!
અરે ! આ તો પેલો બોગ્ગો છે.
હમણાં ટાઈમ મળ્યો છે આને?? આજે તો કલાસ લેવા દે બરાબર !
ના ના હું શું કામ મેસેજ કરું?
તેણીએ થેન્ક યુ કહી વોટ્સએપ બંધ કરી દીધું અને જમવા ચાલી ગઈ.
બેટા ચલ આજે તો તારી પસન્દનું જમવાનું બનાવ્યું છે,
ચીજ વાળી ભાજી અને થેપલા સાથે રાયતું. ઓહ ગ્રેટ હવે નહિ રહેવાય ઝડપથી કાઢો જમવાનું ચાલો.

જમ્યા પછી મુગ્ધાની મમ્મીના કહેવાથી તેણે મયુરને કોલ કર્યો,હેલો મોમને વાત કરવી છે તારી જોડે ફોન આપી મુગ્ધા તેના કાકાનું સામે જ ઘર હતું ત્યાં જતી રહી.
આશરે દશેક મિનિટ પછી મુગ્ધાની મમ્મી પણ આવી. લે આ તારો ફોન અને તારી કોઈ ફ્રેન્ડનો ફોન આવતો તો, કોણ હતું મુગ્ધાએ પૂછ્યું,
ખબર નહિ તું કોલ કરી લેજે ને!!
સારું એમ કહી મુગ્ધા વોટ્સએપ ઓન કરતી કરતી ઘરે ગઈ,પાર્ટી? અલંકારનો મેસેજ હતો.
હવે તો આજે આનું કામ લીધા વિના નહિ છોડું.
મુગ્ધાએ વિચાર્યું અને ચેટિંગ કરવાનું ચાલુ કર્યું.
યાર તું આવો છે?
હે ભગવાન !! તો પછી કોલેજમાં કેમ આ રીતે ફરતો હોઉં છું? મેં તો સપનામાં પણ એજ્યુમ ન્હોતું કર્યું કે તું આ પ્રકારનો હોઈશ.
આશરે ૨ એક કલાક વાતો કર્યા પછી મુગ્ધાને ખબર પડી કે અલંકાર જેવો દેખાતો હતો તેવો હતો નહિ તેની ઉદાસીનતા પાછળ તો એક મોજીલી મસ્તમગન અને લાઈફ ઓરીએન્ટેડ પર્સન હતો જેના ઘણા સપના હતા.

એ રાત પછી મુગ્ધા બીજે દિવસ કોલેજ ગઈ આજે તો એ અલંકારને પોતાની પાસે બોલાવી બધા આગળ એનો ભાંડો ફોડવાનું વિચારતી હતી પણ એવું થયું નહિ તેની પાસે ન તો અલંકાર આવ્યો કે ન તો એના વિશે એ કોઈને કહી શકી.
મુગ્ધા આપણે વાત કરીશું સારા મિત્રો પણ ખરા બટ ક્યારેય હું અને તું કોલેજમાં નહિ મળીએ કે ન તો વાત કરીશું. મને નથી ગમતું.
જબરો માણસ છે યાર તું તો 'સિકકો છે', હું તને સિક્કો કહી શકું??
તારે જે કહેવું હોય એ અને હું તને સરુ કહીશ ચાલશે ને?? અલંકારએ કહ્યું,
વોટ્સએપના મેસેજ હવે ટેક્સ્ટ મેસેજમાં ફેરવાઈ ગયા હતા. મુગ્ધા એના ફિયાન્સ સાથે ઓછી અને અલંકાર સાથે વધારે વાતો કરતી.
કોલેજમાં એકબીજાથી દુર રહીને એકબીજાને જોતા રહેતા વર્કશોપ હોય કે સેમીનાર એકબીજાનું કામ કરી આપવું કોઈને પણ ખબર ન પડે તેમ,
આમ કરતા કરતા ૬ મહિના વીતી ગયા દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ.
અલંકાર જાણતો હતો કે મુગ્ધા એન્ગેજડ છે.
સરુ મને નથી લાગતું કે આપણે રિલેશનશિપમાં આવવું જોઈએ યાર તારી સગાઈ થઈ ગયેલી છે. તો શું છે? યાર મારી સગાઈ મારી પરિવારની મરજીથી થઈ છે મને એ સહેજ પણ નથી ગમતો,
એવું તો શું છે કે તને નથી ગમતું મયુર સારો છે દેખાવડો છે જોબ કરે છે સારી સેલેરી છે તારી કાસ્ટનો છે અને હું ? મારા હજી કોઈ ઠેકાણા નથી ખબર નહિ મને આ ગ્રેજયુએશન પછી પણ જોબ મળશે કે કેમ મારા ઘરના પણ ઘણા પ્રોબ્લેમ છે.

અલંકાર અને મુગ્ધા કોલ પર વાત કરી રહ્યા હતા.
સરૂ હું તને ચાહું છું ના નથી તું પહેલી ગર્લ છે જેને મેં દિલથી ચાહી છે અને તારા વગર તો મને હવે ચાલતું પણ નથી. મારા સપનાઓમાં જેવી ગર્લ મેં વિચારી રાખી તી બિલકુલ એ ટાઈપની તું ગર્લ છે તારામાં કોઈ જ ખોટ નથી પણ શાયદ કુદરતને તું બીજા કોઈના હાથમાં આપવાનું મંજુર હતું હું તને ન અપનાવી શકું યાર કેમ નથી સમજતી તું?

મને કોઈનો ડર નથી ન મારી ફેમિલીનો કે ન તારી, જો તારી સગાઈ ન થયેલી હોત તો હું ઘરે આવીને તને માંગી લેતો બટ નાવ ઇટ્સ વેરી લેઈટ માય ડીયર,

અકકુ સમજને મને પ્લીઝ હું પણ તને ખૂબ જ પ્રેમ કરું છું મને નથી ખબર કે મને શું થઈ ગયું છે તારા જેવો મને ક્યાંય નહીં મળે તું કેટલો કેરિંગ છે
તારું સેન્સ ઓફ હ્યુમર મને તારી પાસે ખેંચી લાવે છે. મુગ્ધાએ કહ્યું.
અલંકાર પ્રેમમાં એટલો પાગલ થઈ ગયો કે તેને સાચા ખોટાની સમજ જ ના રહી બન્ને રિલેશનમાં આવી ગયા.
હવે તો મળવાનું સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું રાતના ૪-૪ વાગ્યા સુધી વાત કરવાની જે છોકરો ઘરમાં એના પપ્પાની સામે ક્યારેય ફોન પકડીને બેસતો નહોતો
એ આજે આખી રાત વાતો કરતો ડર્યા વગર અને સવારમાં વહેલા ૫ વાગ્યાનો ઉઠીને ચાલવા જવાના બહાને વાતો કરતો.

અલંકારના પપ્પાને ક્યાંકને ક્યાંક શક જતો રહ્યો હતો કે તે કોઈને પસન્દ કરવા લાગ્યો છે એટલે તેમણે પોતાના મિત્ર પ્રોફેશરને કીધું કે ધ્યાન રાખજો આના પર શુ કરે છે અને કોની સાથે વધારે રહે છે.
પોતાનો દીકરો મોટો થાય એટલે દરેક માબાપને ચિંતા થવા માંડતી હોય છે દીકરો કે દીકરી આ ભયાનક રસ્તા પર ન ચઢી બેસે કારણ કે દરેક માબાપને અનુભવ હોય છે
આ 'પ્રેમ' નામનો રસ્તો એ માણસને બદલી પણ નાખે અને બરબાદ પણ કરી નાખે.
અલંકારના પપ્પાનો ડર માત્ર એ હતો કે પોતાની જિંદગીમાં જે થયું એ અલંકાર સાથે ન થાય!!
વારંવાર એની મમ્મી સમજાવતી અરે આપણો દીકરો એમ કોઈપણ છોકરીના ચક્કરમાં ફસાઈ જાય એમ નથી તમે ખોટી ચિંતા ના કરો.
તે છતાં એક દિવસ ન રહેવાયુ એટલે અલંકારને બેસીને પૂછી જ લીધું, ભય ક્યાં આજકાલ આટલો બધો ફોન બીજી આવે છે અને આ શું છે સવારમાં ચાલવા જાઉં છું તો ફોન શુ કામ લઈ જાય છે?

કાલથી મૂકીને જજે, અલંકાર એના પપ્પાથી ઘણો ડરતો આજદિન સુધી પોતાના પપ્પાને પપ્પા કહીને એણે બોલાવ્યા નહોતા કઈક જોઈએ કે કંઈક કહેવું હોય તો તેની સ્ટેપ મમ્મી પાસે કહેવડાવતો. આજે ખબર નહિ એનામાં એ જૂનુન ક્યાંથી આવી ગયું કે બોલી ગયો,
એ છોકરી ફક્ત મારી દોસ્ત છે અને હમણા એ ડિપ્રેશનમાં છે એટલે મદદ કરું છું બસ હું તો! તે શુ ઠેકો લઈ રાખ્યો છે બધાનો?
અલંકારના પપ્પા ગરમ ગયા પણ તેની મમ્મીએ શાંત કરતા અલંકારને કહ્યું તું જા તારા રૂમમાં.અરે !

તમે પણ શું નાનો છોકરો છે એના પર ભરોસો તો રાખો.
સરૂ તું સગાઈ તોડી નાખ ઘણા લોકો તોડી જ નાખતા હોય છે ને પછી આપણે મેરેજ કરી લઈશું.
ના અકકુ એવું શક્ય નથી મુગ્ધાએ જવાબ આપ્યો.
કેમ પણ?
દિકા સમાજમાં પપ્પાની ઘણી જ ઈજ્જત છે અને એવું કંઈક તો હોવું પણ જોઈએને કે સગાઈ તોડી નાખું.
ચલ આપણે ભાગી જઈએ મુગ્ધાએ કહ્યું,
ના હું ભાગીને લગ્ન નહિ કરું તારા પપ્પાની ઈજ્જત તને વહાલી છે તો મને નથી?
મારા પપ્પાની પણ ઘણી ઈજ્જત છે. હું ક્યારેય ભાગીને લગ્ન નહિ કરું અને મારી જિંદગીમાં મેરેજનું ઘણું મહત્વ છે મારે તારી સાથે સાત ફેરા ફરી સિંદૂર પુરીને મંગળસૂત્ર સાથે ઘરે લાવવી છે.
બેબી એવું શક્ય નથી મુગ્ધા રડવા લાગી.અલંકાર સમજી ગયો હતો કે હવે આગળ કઈક કહીશ તો એને પણ આંસુ આવી જશે.
બન્ને એકબીજાના એટલા નજીક થઈ ગયા હતા કે હવે તો ૧૮-૧૮ કલાક વાતો કરવા લાગ્યા.

મુગ્ધા પણ મયુરનો કોલ આવે તો કોલેજનું કામ છે એમ કહી કટ કરી દેતી.
આજે ૧ વર્ષ વીતી ગયુ આ સમયમાં મુગ્ધાએ પોતાનો બેસ્ટ ફ્રેન્ડ છે એમ કહીને અલંકારનો પરિચય પોતાના ઘરે પણ કરાવી દીધો.
અલંકાર એટલો સંસ્કારી હતો કે મુગ્ધાના મમ્મી પપ્પાને ખૂબ જ પસન્દ આવી ગયો પછી તો આવવા જવાનું થયું અઠવાડિયામાં એક વખત અલંકાર મુગ્ધાના ઘરે જવા લાગ્યો ખાસ તો કોઈ ઘરે ન હોય એ દિવસ જતો આમ બન્ને ઇન્ટિમેટ પણ થઈ ગયા.
મુગ્ધા અલંકારના પ્રેમમાં એટલી ગાંડી થઈ ગઈ કે બન્નેને સાચા ખોટાનું કઈજ ભાન ન રહ્યું કે કોણ કોને દગો આપી રહ્યું છે.
અલંકાર કામમાં હોશીયાર હતો અને મુગ્ધાના પપ્પાની ખાસી મદદ કરતો એટલે ક્યારેક તો મુગ્ધાની મમ્મી જ અલંકારને ફોન કરીને ઘરે બોલાવતી.

કેટલો સંસ્કારી છોકરો છે
આપણી મુગુ આની સાથે રહેશે તો ચોક્કસ કઈક સારું શીખશે.
હા એ સાચું કીધું હન તે,
મુગ્ધાના પપ્પાએ એની મમ્મીને કહ્યું.
કોલેજ છૂટીને મને મળજે મુગ્ધાએ અલંકારને મેસેજ કર્યો, પણ સરૂ મારા સાથે દોસ્તો હશે અલંકારએ રીપ્લાયમાં કીધું.
હું કઈ ન જાણું તું મને મળજે અને કોઈ હોય ના જોડે પ્લીઝ ! સારું એમ કહીને અલંકારએ ફોન મૂકી દીધો બેગમાં. કોલેજ છૂટી મુગ્ધા પોતાનું એક્ટિવા લઈને ઘરે જવા નીકળી આજુબાજુ તેણીએ જોયું પણ અલંકાર ન જોવા મળ્યો એટલે ગુસ્સે થઈ સાઈડ પર પોતાની એક્ટિવા ઉભી રાખી અને મેસેજ ટાઈપ કરવા લાગી,

ઓય ક્યાં છું હું રાહ જોઇને તડકામાં ઉભી છું યાર !
૧૦ મિનિટ સુધી તેણીએ રાહ જોઈ પણ કોઈ જ જવાબ ન આવ્યો એટલે ગુસ્સામાં એક્ટિવાના એક્સેલરેટર પર હાથ દબાવ્યો અને ઘરે પહોંચી ગઈ.

ઘરે પહોંચીને જોયું તો ગુસ્સે ભરાયેલી મુગ્ધા શાંત પડી ગઈ.
અલંકારનું બાઇક તેના ઘરની બહાર ઉભું હતું.અલંકાર તું કોલનો રીપ્લાય તો કર હું ક્યારની કરું છું સારું થયું ચલ તું આવી ગયો મમ્મીએ સ્પેશિયલ તારા માટે આજે જમવાનું બનાવ્યું છે.
ઓહો આંટી કઈ ખુશીમાં આજે?
ખુશી નથી ડોબ્બા બર્થડે છે આજે મારી મમ્મીની, સાંભળતા જ અલંકાર સોફા પરથી ઉભો થયો અને આંટીના પગે પડી 'જય શ્રી કૃષ્ણ' બોલ્યો.
ચલ બેટા હવે તમે બન્ને જમી લો હું સામે કાકાને ત્યાં જાઉં છું મુગુ એને જે જોઈએ એ બરાબર જમાડજે એની પસન્દનું જમવાનું બનાવ્યું છે.
હા મમ્મી હું જમાડી દઈશ તું જા !
અલંકાર અને મુગ્ધા રસોડામાં ગયા મુગ્ધાએ કંઈપણ આજુબાજુ જોયા વગર પહેલા તો અલંકારને હગ કરી લીધું.
ઓ કોઈ જોઈ જશે છોડ,
ના કોઈ નહિ જોવે મમ્મી સામે ગઈ છે ભાઈ કોલેજ અને ડેડ સ્કૂલ કોઈ નથી રહેવા દેને મને આમ જ સારું લાગે છે તારી જોડે.
સારું વાળી મુક મને ભૂખ લાગી છે જમવું છે ચલ! હા ચલ હું મારા હાથે જમાડુ તને આજે મુગ્ધાએ બન્નેને થાય એટલુ એક જ ડિશમાં કાઢ્યું.
સરૂ મારાથી આટલું બધું નહિ ખવાય કાઢી લે, ગાંડુ એકલા તારા માટે નથી ચલ આવ મારી પાસે હું જમાડુ તને આજે.

મુગ્ધાએ અલંકારની થાઇસ પકડી પોતાની તરફ ખેંચી લીધો.
આવું કેટલીએ વખત થયું જ્યારે પણ ટાઈમ મળે એટલે મુગ્ધા
અલંકાર ઘરે જ બોલાવી લેતી જેટલી વખત બન્નેએ સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો એટલા જ નજીક આવી ગયા હવે તો સમય એવો હતો કે મુગ્ધાનો એક મેસેજ જો ન આવે તો અલંકારના હાથ ધ્રુજવા લાગતા હૃદય ધીમું પડી જતું તેનું મગજ તેનો સાથ નહોતું આપતું.
આદત પડી ગઈ હતી બન્નેને એકબીજાની સાથે રહેવાની,
સરખી જ હાલત મુગ્ધાની પણ હતી.
એક દિવસ બન્ને સાથે ઘરમાં બેઠા હતા મુગ્ધા અલંકાર માટે પાણી લેવા ગઈ એટલામાં જ તેના ફોન પર મયુરનો કોલ આવ્યો અલંકારએ જોયું પણ અજાણતા બની બોલ્યો,
મુગ્ધા કોલ આવ્યો તારા ફોન પર,
મુગ્ધા ઝડપથી આવી અને કોલ રિસીવ કરી બહાર ચાલી ગઈ ૧૦ મિનિટ વાત કર્યા પછી પાછી આવી. યાર પેલાનો કોલ હતો એની મમ્મી કઈક આજે બિમાર છે તો મારે એના ઘરે જવું પડશે. અલંકાર કઈજ ન બોલ્યો હા,
જા અને ચલ મારે પણ જવું પડશે મોડું થઈ જશે.

પણ અકકુ હજી તો ઘણી વાર છે ને આટલું જલ્દી કેમ? બેસને અને છોડ એને યાર એની મમ્મીને કામ કરવુ હોય તો કરે મારે નથી જવું હું કઈ કામ વાળી થોડી છું.
યાર તારે જવું જોઈએ આંટી બીમાર છે બિચારા જા કામ કરીને આવતી રહેજે જો ન ફાવે તો ,
ઠીક છે અને ચલ હું નીકળું એમ કહી અલંકાર બહાર નીકળી ગયો અને પોતાની બાઇક ચાલુ કરી દીધી હવે મુગ્ધા પાસે તેને રોકવા માટે કોઈ જ શબ્દ નહોતો એટલે એ બોલ્યા વગર ઘરમાં જતી રહી અને અલંકાર મુગ્ધાની મમ્મીને જય શ્રી કૃષ્ણ કરી નીકળી ગયો.
રસ્તામાં અલંકારના મગજમાં આજે કેટલાય સવાલ હતા યાર આ સાચેમાં સારી છે કે મને ખાલી બનાવે છે?
જો સાચી હતી તો પછી કોલ કેમ આવ્યો અને આવ્યો તો ઠીક પણ બહાર જઈને શુ કામ વાત કરવી પડે?
ના ના એવું કંઈ નહીં હોય એ તો આવ્યો હશે અને મને ખોટું ના લાગે એટલા માટે એવું કર્યું હશે છોડને એમ કહી અલંકારએ પોતાની જાતને મનાવી લીધો.
ફરીથી આવું જ થયું મુગ્ધાએ પોતાનું લેપટોપ અલંકારને આપ્યુ,
અકકુ આમાં કોઈક ફાઇલ ડેડએ મર્જ કરીને એમના મેલ પર મોકલવા કીધું છે કરી દેજે ને હું આવું છું ૧૫ એક મિનિટમાં કાકાના ઘરે જઈને.
મુગ્ધાના ગયા પછી ૨ જ મીનીટમાં અલંકારએ કામ પતાવી દીધું આવું કામ રોજનું હતું એટલે સમય નહોતો લાગતો,
ફરી પડેલ અલંકારની આંગળીઓ કોમ્પ્યુટર ફાઇલની ફોટો સેક્શનમાં ગઈ અને ત્યાં જોતા જ મુગ્ધા-મયુર નામનું ફોલ્ડર મળ્યું પહેલા તો અલંકાર શોકડ થઈ ગયો તેની હિંમત ન ચાલી ઓપન કરવાની પણ જેમતેમ હિંમત ભેગી કરી ઓપન કર્યું, ફાઈલમાં જોયું તો ,
ત્યાં જ તેની આંખોમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા,
ઝડપથી સ્ક્રોલ કર્યું અને ૫૦૦ જેટલા ફોટોસ જોયા પછી તેણે ગુસ્સામાં કમ્પ્યુટર બંધ કરી ત્યાં સોફા પર નાખ્યું અને કોઈને કીધા વગર બાઇક ચાલુ કરી જતો રહ્યો. બાઇક ચાલુ થવાનો અવાજ આવતા મુગ્ધા બહાર આવી તો અલંકારનું બાઇક નહોતું તે ઘરમાં ગઈ જોયું તો અલંકાર પણ નહોતો લેપટોપ ત્યાં પડેલું હતું તેણીએ પોતાનો ફોન લીધો અને કોલ કર્યો પણ
અલંકારએ ઉપાડ્યો નહિ એટલે મેસેજ કર્યો,

શુ થયું દિકુ?
હું આવી ગઈ કેમ ચાલ્યો ગયો પાછો આવ!
મુગ્ધાને કઈજ ન સમજાયું કે શું થયું? એ રાહ જોતી બેસી રહી અંતે ૨ કલાક પછી ટ્રીન...
અવાજ થતા બેડમાંથી ઉભી થઇ અલંકારનો મેસેજ હતો.
જો મુગ્ધા મારે જે જોવાનું હતું એ જોઈ લીધું છે મેં ઘણો સરસ બનાવ્યો તે મને હે ને?
હું જ પાગલ થઈ ગયો હતો તારી પાછળ બકા આમ કોઈના દિલ સાથે મજાક ન કરાય તું એની જોડે જ રે એ સારો જ છે અને આજ પછી મને ક્યારેય કોલ કે મેસેજ ના કરીશ પ્લીજ!!
મુગ્ધાએ રીપ્લાયમાં લખ્યું, શુ થયું અકકુ આમ કેમ બોલે છે આચાનક?
શુ થયું વાહ !!
તું માણસ છે યાર એમ કહે પહેલા તો!
છું જ ને ગાંડા માણસ છું એટલે તો તારી સાથે છું હસવા વાળા ઇમોજી સાથે મુગ્ધાએ રીપ્લાય કર્યો.
હસીસ ના મારી જિંદગી સાથે પ્લે કરીને હવે હસે છે તું તારું લેપટોપ ખોલ અને જે તમારા બન્નેના એટલા સરસ ફોટા છે એ જોઈને હસ મને ના કર મેંસેજ મહેરબાની કરીને.
મુગ્ધાએ સમજી ગઈ કે અલંકારએ શું જોઈ લીધું હતું. અરે! અકકુ એ યાર એ તો મારી સગાઈના ફોટોસ છે.

મુગ્ધા હું જાણું છું અને સમજુ છું કે સગાઈના કેવા હોય અને નોર્મલ કેવા હોય.
અકકુ તું બધું જ સમજે છે તો પછી આ જે વાત વાતમાં શક કરે છે એ કરવાનું બંધ કર અને પ્લીઝ મારા કેરેકટર પર આંગળી ઉંચી ના કર ઓકે?
હા હું માનું છું એ ફોટોસ મારા છે પણ તને એ ખબર હોવી જોઈએ કે એ ટાઈમ તું નહોતો મેં મારી જિંદગી સાથે સમજોતો કરી લીધો હતો અને હું કોશિશ કરતી હતી એની સાથે સેટ થવાની બસ ઇનફ હું કેમ મારી સાચા હોવાની સાબિતી આપી રહી છું જો તને તારા પ્રેમ પર જ વિશ્વાસ નથી તો!

મુગ્ધાના આ મેસેજ પછી સવાર સુધી કોઈ જ રીપ્લાય ન આવ્યો બીજા દિવસ રવિવાર હતો એટલે મળવાનું પણ થાય એમ નહોતું. મુગ્ધાએ વારંવાર મેસેજ ટાઈપ કરતી અને કાઢી નાખતી સામે અલંકાર પણ મેસેજ ટાઈપ કરતો,
"સરૂ સોરી ગુસ્સામાં કઈક વધારે જ બોલી ગયો. મને પૂરો ટ્રસ્ટ છે મારા પ્રેમ પર",
૨-૩ વખત ટાઈપ કરી કાઢી નાખ્યા પછી અલંકારએ સામેથી જ મેસેજ કરી દીધો અને બધું ક્લિયર થઈ ગયું. બન્ને પાછા રોજિંદા જીવનમાં આવી ગયા.

૨ વર્ષ વીતી ગયા કોલેજ પુરી થઈ ગઈ આજે કોલેજનો છેલ્લો દિવસ હતો.
અકકુ આજે આપણે બન્નેએ એટલા ફોટોસ સાથે લઈ લેવાના કે જીંદગી ભરની યાદ રહી જાય હા સરૂ ચોક્કસ, બન્નેએ સાથે ફોટોસ લીધા અને ઘરે જવાનો દિવસ આવ્યો. બન્નેને તો સાથે જ ઘરે જવું હતું પણ મિત્રો સાથે નક્કી થયેલું કે કોલેજનો છેલ્લો દિવસ છે તો આજે બહાર જમવા જવાનું એટલે વધારે ન મળી શક્યા એ દિવસ ,

પોતાના મિત્રો માટે દિવસ છે એમ કરીને એકબીજાને મેસેજ પણ ન કર્યો.
કોલેજ પુરી થઈ ૨ મહિના વીતી ગયા.
અકકુ આજે મારી મેરેજની ડેટ કાઢવાના છે તું કઈક કરને પ્લીઝ મારે નથી કરવું મેરેજ.
મુગ્ધા કોલ પર રડી રહી હતી.
અલંકાર ન રહી શક્યો અને બોલ્યો,
ચલ બેબી કાલે જ આપડે બન્ને ભાગી જઈએ હું રેડી છું મારા પપ્પા પછી માની જશે.
ના અકકુ હવે એ પોસીબલ નથી મારે મેરેજ કરવા જ પડશે પણ હું તને ક્યારેય નહીં છોડું લગન પછી મારે એની સાથે રહેવા જવાનું થશે તું ત્યાં ઘર લઈ લેજે આપણે જોડે રહીશું. 'હું તારા વગર નહિ રહી શકુ અકકુ',

મુગ્ધાની લગ્ન ની તારીખ જોવાઇ ગઈ અને જાન્યુઆરીમાં લગ્ન કરવાનું નક્કી થયું આજે ડિસેમ્બર મહિનો ચાલુ થયો હતો.

અલંકાર રાહ જોતો ક્યારે મુગ્ધા કોલ કરે મેસેજ કરે, મુગ્ધા હવે ફ્રી રહેતી જ નહોતી લગનની તૈયારીમાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે ૨ દિવસે ક્યારેક મેસેજ કરતી.

અલંકાર ધીરે ધીરે તૂટતો જતો હતો એને પાક્કી લાગણી થઈ ગઈ હતી કે ક્યાંકને ક્યાંક કઈક અજીબ એની સાથે થઈ રહ્યું છે જે તે સમજી નથી શકતો આટલો સમય પ્રેમના નશામાં તેની આંખોએ જે જોવાની હતું તે જોઈ રહી નહોતી એટલે જ ક્યારેક મુગ્ધાનો મેસેજ આવે તો અલંકાર ફક્ત એક જ જવાબ માંગતો,
સરૂ કેમ મારી સાથે આવું કરે છે?

હું તારા વગર રહી શકું એમ નથી હા હું સમજુ છું કે તૈયારીમાં વ્યસ્ત હોતી હોઈશ પણ યાર દિવસનો એટલીસ્ટ ગુડ મોર્નિંગ ગુડ નાઈટ મેસેજ તો કર મને એટલામાં સંતોષ થઈ જશે.

યાર અલંકાર તને મારી સહેજ ફિકર થતી નથી !
આવા તાપમાં હું કેમ કેમ બધું મેનેજ કરતી હોઈશ મારાથી બહાર ન જવાય એવી પરિસ્થિતિમાં પણ હું બહાર જતી હોઉં છું પણ ના તને તો ક્યાં સમજાશે તને તો વાતો જોડે જ પ્રેમ છે.

ખાલી વાતો કરવાથી જ પ્રેમ મળે એમ ને?

તું પહેલા જેવું સમજતો હતો એવું આજે નથી સમજતો છોડ મારી તો જિંદગી જ બેકાર છે.સરૂ હું એવું નથી કહેતો દીકૂ ચલ છોડ તું જમી એમ કે પહેલા તો?
હા મુગ્ધાએ વોટ્સએપની ચેટમાં જવાબ આપ્યો.

હવે આ બન્નેનો પ્રેમ ફક્ત વોટ્સએપ ટેક્સ્ટ સુધી સીમિત રહી ગયો હતો છેલ્લા ૬ મહિનાથી મળવાનું નહોતું થયુ અને આ ૨૫ એક દિવસથી તો મુગ્ધાએ અલંકારને કોલ પણ નહોતો કર્યો.
અલંકારને સમજણ જ નહોતી પડી રહી કે કરે શુ તેનો સ્વાભાવ બદલાઈ ગયો હતો જે હોય તેની પર ચિઢાઈ જતો એની મમ્મી વારંવાર પૂછતી શુ થયું બેટા!
કેમ આટલો ઉદાસ ઉદાસ ફરે છે અને જમવામાં ધ્યાન પણ નથી તે જિમ બંધ કરી દીધું છે વાંચવાનું બંધ કરી દીધું છે કોઈના ઘરે જતો નથી તારા દોસ્તનો કોલ આવ્યો તો મારી પર ગઈકાલે કે તું એમની સાથે વાત નથી કરતો.
મુગ્ધાએ કઈક કહ્યું?
તારે એની સાથે જ મેરેજ કરવું છે ને?
ચલ હું ને તારા પપ્પા એમને ત્યાં જઈ આવીશું બસ!
ખુશ?
આજદિન સુધી અલંકારના મમ્મી પપ્પા એ નહોતા જાણતા કે એમનો દીકરો જેને પ્રેમ કરે છે એ છોકરી ઓલરેડી સગાઈ કરેલી છે.
આજે પણ જ્યારે અલંકાર આ વાત વિશે વિચારે છે ત્યારે એને મનમાં થાય છે કે એને કહી દેવું જોઈતું તું ઘરે શાયદ જે અંધકારમાં એ ધકેલાઇ ગયો એ આવ્યુ જ હોત અને સાચી વાત છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ મંદિરમાં રહેલા ભગવાન પાસે તમને મળે કે ન મળે પણ તમારા ઘરમાં રહેલા માતા પિતા પાસે જરૂર મળી જશે એટલે ગમે તે રસ્તે જાઓ પહેલા મમ્મી પપ્પાને જરૂર કહો એમની સલાહ લો પછી જ આગળનું પગલું માંડો એક ભૂલ આખી જિંદગી અફસોસ કરાવતી હોય છે.

ડિસેમ્બર મહિનાનો હવે અંત આવવા સાથે અલંકાર

ડિપ્રેશનમાં જતો રહ્યો છે જે છોકરો જીવનમાં ક્યારેય સોપારી નહોતો ખાતો એ આજે સિગરેટ અને દારૂ પીને પોતાના મગજને શાંત પાડી રહ્યો છે.
રાત્રે ઊંઘવા માટે ઊંઘની ગોળીઓ ખાય છે. આખા મહિનામાં ગણીને મુગ્ધાના ૪ જ દિવસ મેસેજ આવ્યા હતા.આજે પાંચમો દિવસ હતો,

મુગ્ધાનો ટેક્સ્ટ મેસેજ જોઈ અલંકાર ખુશ થઇ ગયો એણે ચેટ બોક્સ ઓપન કર્યું ૬ મેસેજ વારાફરતી આવ્યા હતા.

તેણે વાંચવાનું ચાલુ કર્યું,
"અલંકાર ,
આજ પછી મારો કોન્ટેકટ ના કરતો પ્લીઝ મારો નમ્બર અને મારા ઘરના જે પણ નમ્બર હોય બધા ડીલીટ કરી દેજે અને મને બ્લોક કરી દેજે,
'મારા મમ્મી પપ્પા માટે આટલુ કરજે ઘરમાં બધાને ખબર પડી ગઈ છે હવે શું થશે એ મને નથી ખબર તું આ મેસેજનો રીપ્લાય પણ ના કરીશ. બાય જય શ્રી કૃષ્ણ,"

હાથમાં ધ્રુજારી સાથે અલંકારની આંખોમાં આંસુ હતા એક જ ઝટકામા જાણે કોઈએ એના દિલ પર કુહાડી મારી હોય એવો દર્દ તેના દિલમાં થઇ રહયો હતો.
પોતાના કોલ લોગમાં માંથી મુગ્ધાનો નમ્બર ડાયલ કર્યો પણ જવાબ મળ્યો,

"આપને જીસ નમ્બર પર કોલ કિયા વૉ અભી વ્યસ્ત હે",
અલંકારએ વારાફરતી બધા નમ્બર ટ્રાય કર્યા એકપણ નમ્બર ન લાગ્યો એ સમજી ગયો કે હવે એનો કોન્ટેકટ થઈ શકે એમ નથી અને અલંકારએ બીજી વખત ક્યારેય ટ્રાય કરવાની કોશિશ પણ ના કરી.

સમાપ્ત

" સંબંધો ક્યારેય ટાઈમપાસ માટે નથી બન્યા
જરૂર ઘણા લોકો કરતા હશે પણ એકવખત જરૂર વિચાર કરવો કે જે કરી રહયા છો તેમાં ક્યાંક કોઈની જિંદગી પર સવાલ આવીને ઉભો રહી જાય છે !!"