ASTIK THE WARRIOR - 24 books and stories free download online pdf in Gujarati

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-24

"આસ્તિક"
અધ્યાય-24
ભગવન વશિષ્ઠજી આશ્રમાંથી વિદાય લે છે. આશ્રમમાં આતિથ્ય પામેલાં ભગવન બધાને આશીર્વાદ આપે છે અને અગમ વાણીથી માઁ જરાત્કારુને સમજાવે છે. માઁ જરાત્કારુ ભગવન જરાત્કારુને કહે છે. તમે મને વશિષ્ઠજીનાં કરેલાં વિધાન સમજાવજો. ત્યારે ભગવન જરાત્કારુ માર્મિક હસતાં કહે છે. દેવી આપણાં મિલનની ક્ષણો અને સંવાદ યાદ કરો.
માઁ જરાત્કારુ એ શુભ ઘડી યાદ કરતાં કહે છે ભગવાન મને બધું યાદ છે મારાં મન હૃદયમાં અંકિત થઇ ગયું છે એ કેમ ભૂલાય ? નાગકુળનો નાશ અટકાવવા માટે આપે મારી સાથે પાણીગ્રહણ કરેલું છે. તમારાં સહવાસ અને સાથથી આસ્તિકનો જન્મ થયો છે અને આસ્તિક નાગકૂળને બચાવશે. મારો આસ્તિક ખૂબ જ્ઞાની અને બહાદુર છે. જ્ઞાનનો ભંડાર છે બધાનાં આશિષ અને વરદાન મેળવીને એ સંપૂર્ણ પુષ્ટ થયો છે.
ભગવાન જરાત્કારુએ કહ્યું બસ આમ હકારાત્મક વચનો યાદ રાખો. હવે આશ્રમ જાણે ખાલી ખાલી લાગે છે. દેવી મને વિશ્રામ લેવાની ઇચ્છા છે તમે મને સંપૂર્ણ વિશ્રામ લેવા દેજો હું વિશ્રામ લેવા માટે સમાધિમાં જઇ રહ્યો છું વિક્ષેપ ના કરશો.
માઁ જરાત્કારુએ કહ્યું ભગવન આપ પધારો મારાં ખોળામાં માથું રાખી આપ વિશ્રામ કરો. હું તમને કોઇ અડચણ નહીં પહોચાડું તમારુ માથું દાબીને તમારી સેવામાં સમર્પિત થઇ જઇશ. પછી માઁ એ ભગવાનનાં વિશ્રામ માટે ચટાઇ પાથરી અને આસ્તિકને સૂચના આપી કે ભગવન વિશ્રામ માટે જાય છે તમે આશ્રમનું ધ્યાન રાખજો.
આસ્તિકે કહ્યું માઁ હું અને ઋષીપુત્ર બંન્ને આશ્રમની આગળનાં પ્રાંગણમાંજ રહીશું પિતાજીને વિશ્રામ કરાવો એમ કહી આસ્તિક આશ્રમનાં આગળનાં પ્રાંગણમાં ગયાં. માઁ એ સૂચના આપી હતી ગમે તેટલો સમય થાય પિતાશ્રીનાં વિશ્રામમાં વિઘ્ન ના આવે તેઓ સમાધીમાં જાય છે.
ભગવન જરાત્કારુ શાંત ચિત્તે માઁ જરાત્કારુમાં ખોળામાં માથું મૂકીને વિશ્રામ કરવા આડા પડે છે અને માઁ જરાત્કારુ હળવે હાથે એમનું માથું દબાવીને સેવા કરે છે ઘણાં દિવસનો શ્રમ હોય છે ભગવન જરાત્કારુ થોડીવારમાં સમાધીમય થાય છે.
એક પછી એક પ્રહર વીતતાં જાય છે. આશ્રમમાં નિરવ શાંતિ પથરાઇ ગઇ હોય છે. સંઘ્યા વીતે છે. આકાશમાં પક્ષીઓ એમનાં માળા તરફ ગમન કરી રહ્યાં હોય છે મીઠો મંદ મંદ પવન વાઇ રહ્યો છે. રાત્રીનો સમય આવી ગયો ભગવન સંપૂર્ણ સમાધીમગ્ન થાય છે માઁ જરાત્કારુ એમની સેવા કરી રહ્યા છે.
અર્ધરાત્રીએ માઁ જરાત્કારુની પણ આંખો મીંચાઇ જાય છે નીંદ્રાધીન થાય છે. આમ આશ્રમમાં સંપૂર્ણ શાંતિ છે. પ્રહર એક પછી એક વીતે છે. ભગવન જરાત્કારુ અને માઁ જરાત્કારુ નીંદ્રાધીન હોય છે. બ્રહ્મમૂહૂર્ત થાય છે અને માઁ જરાત્કારુની આંખો ખૂલે છે. એમણે જોયું કે ભગવન જરાત્કારુ હજી સમાધીમાં છે એમને વિશ્રામની જરૂર છે.
બીજો પ્રહર વીત્યાં પછી ગગનમાં સૂર્યનારાયણ ધીમે ધીમે ઉદય પામી રહ્યાં છે માઁ જરાત્કારુ ભગવત સ્મરણ કરી રહ્યાં છે. એમને થયું સ્વામીનો પૂજા અર્ચનતો સૂર્યનારાયણનાં અર્ધ્યનો સમય થઇ ગયો સ્વામી હજી સમાધીમાં છે મારે જાગૃત નથી કરવા ભલે સુઈ રહયાં.
માઁ જરાત્કારુ હળવે હાથે ભગવન જરાત્કારુનાં કપાળે હાથ ફેરવી આરામ આપે છે. તેઓ જાગૃત ના થાય અને આરામ ફરમાવે એવું ઈચ્છે છે કેટલાય દિવસથી તેઓએ વિશ્રામ નથી લીધો આમ પણ એમની ઈચ્છા વિશ્રામની હતી.
ભગવન જરાત્કારુ હજી સમાધીમાંજ છે. અસ્તિકનો ઓમકાર સાંભળી ભગવન જારસત્કારૂની આંખ ખુલે છે તેઓ હળવેથી ઉઠે છે જોયુતો સૂર્યનારાયણ ઉદય પામી ગયાં છે એમને ખૂબ મોડું થઈ ગયું હોય છે..તેઓ માઁ જરાતકરુને કહે છે તમે મને જાગૃત ના કર્યો?? મારો પૂજા સ્તવનનો સમય કાળ વીતી ગયો. મારું નિત્યકર્મ ના કરી શક્યો. તમે મારું નિત્યકર્મ ઉથાપ્યું તમે કારણરૂપ છો તમે આવું કરી પાપમાં નાખ્યો મારું તપ બગાડ્યું.. તમારે મારાં નિત્યકર્મ અને તપસ્યાનું ધ્યાન રાખવાનું હતું. તમે તમારો ધર્મ ભૂલ્યા છો. હું આ માફ નહીં કરી શકું.
તમે મારાં કહ્યામાં નથી મારી અવજ્ઞા કરી છે. તમે મારી શરતનો ભંગ કર્યો છે હવે મારે આ શરત ભંગ પછી અહીં નહીં રહી શકાય હું તમારો ત્યાગ કરુ છું દેવી તમે શરત યાદ નથી રાખી તમે ભૂલ્યાં છો એટલે હવે હું ત્યાગ કરું છું.
માઁ જરાત્કારુ ભગવનનાં આવાં ક્રોધભર્યા કડવા વચન સાંભળીને ગભરાયાં તેઓ આક્રંદ કરવા લાગ્યા એમણે કહ્યું ભગવન તમારો નિત્ય કાર્ય અને અર્ધ્ય નો સમય થઇ ગયો હતો મને વિચાર આવ્યો પણ તમને વિશ્રામ જરૂરી હતો એવું જાણીને આપને ઉઠાડ્યા નહીં.. સ્વામી આમાં મારો કયો વાંક છે ? છતાં સ્વામી આપને ના ગમ્યું હોય તો હું આપની ક્ષમા માંગુ છું મને માફ કરો.
ભગવન જરાત્કારુએ તીખાવેણ કહેતાં બોલ્યાં દેવી તમે શરત ભંગ કર્યો છે મે લગ્ન પહેલાં તમારી પાસેથી વચન લીધું હતું કે મારી ઇચ્છા વિરૂધ્ધ તમે કોઇ કાર્ય કે વર્તન નહીં કરો મારો ધર્મ નિભાવવા સાથ આપશો..પણ તમે આજે એ વચનનો ભંગ કર્યો છે. મારે વિશ્રામની ભલે જરૂર હતી પણ મારો ધર્મ અને નિત્યકર્મ વધુ જરૂરી છે મારું તપોભંગ થયું છે. તો એ શરતભંગનાં વચન પ્રમાણે હું તમારો આજ ઘડીએ ત્યાંગ કરુ છું એમ કહીને ભગવન ઉભા થઇ ગયાં.
ભગવન જરાત્કારુએ ક્રોધમાં હાથમાં કમંડળ અને દંડ લઇને જવા માટે તૈયાર થઇ ગયાં.
માં જરાત્કારુને ખૂબ આઘાત લાગ્યો એમણે ભગવન જરાત્કારુમાં પગ પકડી લીધાં અને ચોધાર આંસુએ રડતા રડતાં કહ્યું ભગવન આવી કેવી લીલા ? હું એક અબળા સીધુ સ્વામી વિનાની હું શું કરી શકીશ ? મને ક્ષમા કરો મારાંથી ભૂલ થઇ ગઇ છે સ્વામી તમે આવાં કહું અને સખત વચનો ના બોલો મારું હૃદય તૂટી ગયું છે સ્વામી તમારી નિશ્રામાં જ આ જરાત્કારુ જીવવા ટેવાયેલી છે મારો અનાદર ના કરો મને વિયોગ ના આપો હજી આસ્તિકને તૈયાર કરવાનો છે. પિતા તરીકે તમારી ઘણી ફરજો બાકી છે સ્વામી આમ અમને એકલા મૂકીને ના જાવ અમારો ત્યાગ ના કરો. માઁ જરાત્કારુ ખૂબજ રડી રહ્યાં છે પછી એ બોલ્યાં એવો કેવો કાળમુખો કાળ આવ્યો કે તમે અમારો ત્યાગ કરો છો ? હું ના સમજ છું મને ક્ષમા કરો મારી વાણી એવી કેમ નીકળી તમને મેં ના જગાડ્યા તમારો તપોભંગ થયો... સ્વામી ક્ષમા કરો. તમારાં વિના અમારું જીવન અધુરુ છે.
માઁ જરાત્કારુ ભગવન જરાત્કારુને કારગરી રહ્યાં છે વારંવાર ક્ષમાં માંગીને વિનવી રહ્યાં છે. આસ્તિકનું કારણ આગળ કરી રોકવા પ્રયત્ન કરી રહ્યાં છે પરંતુ ભગવન જરાત્કારુ, ટસના મસ નથી થઇ રહ્યાં. માઁ જરાત્કારુએ આસ્તિકને પોકારીને બોલાવ્યો. આસ્તિક એક પોકારે માઁ પાસે આવે છે.
માઁ જરાત્કારુ સ્વામી તરફ દ્રષ્ટિ કરતાં કહે છે. આસ્તિક બેટા તારા પિતા આશ્રમ છોડી આપણો ત્યાગ કરીને જઇ રહ્યા છે એમને રોકી લે.. દીકરા રોકીલે.. એમ કહીને આક્રંદ કરવા લાગ્યાં.
આસ્તિક પિતાનાં ચરણોમાં પડી ગયો અને વિનવવા લાગ્યો પિતાશ્રી અમારો ત્યાંગ કરીને ક્યાંય ના જાવ એવી અમારી શું ભૂલ થઇ છે ? ભગવન તમે અહીં રહો. ભગવન જરાત્કારુનાં એક પગમાં માઁ જરાત્કારુ છે અને બીજા પગમાં આસ્તિક એમની ખૂબ વિનવણી કરે છે.
ભગવન જરાત્કારુએ કહ્યું શરત ભંગ થયો એજ ભાગ્ય હતું હવે એ ભાગ્યનાં કથન પ્રમાણે મારે તમારો ત્યાગ કરવો રહ્યો. પુત્ર આસ્તિક તું તારી માતાનું ખૂબ ધ્યાન રાખજે તું નાનો છે પણ સમજદાર છે. વિધીનાં વિધાન નિષ્ફળના જાય હું તારાં પરાક્રમ પછી જરૂરથી પાછો આવીશ હવે આજ તમારું ભાગ્ય છે એમ કહીને તેઓએ એમનાં ચરણથી માઁ જરાત્કારુ અને આસ્તિકને દૂર કર્યો અને કમંડળમાંથી જળ કાઢી આસ્તિકનાં માથાં ઉપર છાંટીને આશીર્વાદ આપતાં કહ્યું તું ખૂબ જ્ઞાની અને પરાક્રમી થઇશ. તું નાગકૂળનો નાશ થતો અટકાવીશ બધાને બચાવીશ હું સૂક્ષ્મ સ્વરૂપે તારી સાથમાં રહીશ પિતા તરીકે દૂર રહીને પણ ફરજ હું બજાવીશ. વિજયી બનો સુખી રહો. એમ કહીને ભગવન જરાત્કારુ દંડ અને કમંડળ લઇને આશ્રમનો અને માઁ જરાત્કારુ ત્થા આસ્તિકનો ત્યાગ કરે છે અને આશ્રમની બહાર નીકળી જાય છે થોડે સુધી તેઓ નજરમાં રહે છે પછી અંતર ધ્યાન થઇ જાય છે.
વધુ આવતા અધ્યાયે - અધ્યાન ----25