Premni Kshitij - 3 in Gujarati Novel Episodes by Khyati Thanki નિશબ્દા books and stories PDF | પ્રેમની ક્ષિતિજ - 3

પ્રેમની ક્ષિતિજ - 3

પ્રાર્થનાં શબ્દોની, હૃદયની,પોતાના માટે કે પ્રિયજન માટે હંમેશાં શાંતિ અને સંતૃપ્તિ આપનારી હોય છે. પ્રાર્થના નું બળ જીવવા માટે પ્રેરે છે. કોઈપણ નિર્ણય કરવાનો આત્મવિશ્વાસ આપે છે,અને આપે છે એક આનંદથી તરબતર હૈયું.....જેમાં આસપાસ નું વાતવરણ પણ ઓતપ્રોત થઇ જાય છે.

( દૂર દેખાતી ક્ષિતિજ અને તેને જોનારા આપણી વાર્તાના ત્રણ મુખ્ય પાત્રો આલય,મૌસમ અને લેખા...તેને તો આપણે ઓળખી લીધા હવે જોઈએ તેઓના પ્રેમની નૈયા તેને કેવી રીતે ધસમસતા પ્રવાહમાં ખેંચી જાય છે.)

કુસુમબહેન અને અનંતભાઈ લેખા ને આલય વિશે વાત કરવા માંગે એ પહેલાં મૌસમ મંદિરે જવા આવી જાય છે....હવે જોઈએ આગળ...

લેખા:-" પહેલા કહે તો કોણ નીકળી જશે?"

મૌસમ:-"પેલો બ્લુ શર્ટ વાળો છોકરો."

લેખા:-"કોણ બ્લુ શર્ટ વાળો?"

મૌસમ:-"જે તને જોવા રોજ મંદિરે આવે છે બ્લુ શર્ટ પહેરીને તે."

લેખા:-"તને કેમ ખબર કે મને જૉવા આવે છે?"

મૌસમ:- મે જ કહ્યું કે તને બ્લુ કલર બહુ ગમે. આપણી કૉલેજ માં જ છે,અને રોજ તારી સામે એકીટશે જુવે અને હું તેની સામે તો મને થયું કે ચાલ એવું કૈક કરું કે અમારા બંનેનું કામ થઈ જાય.".

લેખા: -"શીટ યાર શું કરવા આવું કહ્યું?"

મૌસમ:- "કારણકે બ્લુ શર્ટ પહેરીને તે આવે ત્યારે તેને જોવો મને બહુ ગમે."

લેખા:-"હદ છે તને યાર હવે તો સુધર."

મૌસમ: -"અરે મેડમ હું સુધરેલી છું અને હદમાં છું. મેં ક્યાં ઍવુ કઈ કહ્યું કે બીજું કંઈ ગમે? બસ?"

લેખા::-"આવું બોલાય પણ નહીં."

મૌસમ:-"તું ના બોલતી..., તું ક્યારેય ન બોલતી.... અને બોલી પણ ન શકે વાંધો નહીં મારે તારી જેમ આદર્શ નથી થવું. હું તો મનમાં જે વિચાર આવે તે બોલી જાવ. તારી જેમ મનમાં જ ન રાખું.

લેખા:-"બહુ સારું બોલી નાખ... અને જો એવો જ ગમતો હોય ને તો હું અંકલને વાત કરું."

મૌસમ:-"એમાં કે.ટી. શું કરે ?મને તો ખાલી જોવો ગમે .જોવા માટે થોડું રોજ ઘરે બોલાવાય."

લેખા:-"તો?"

મૌસમ:-"તો કંઈ નહીં ખાલી જોઇને આનંદ કરાય અને કાલે કઈ બીજું જોઇને આનંદ આવશે."

લેખા:-"એવા પતંગિયા જેવો આનંદ શું કામનો જે સ્થિર ન હોય?"

મૌસમ:-"જીવંત આનંદ પતંગિયા જેવો હોય. આનંદ એક જગ્યાએ સ્થિર થઈ જાય તો મૃત્યુ પામે જેવી રીતે લગ્નજીવનમાં પ્રેમ મૃત્યુ પામે તેમ."

લેખા:-"જરાય નહીં લગ્ન પછીનો પ્રેમ વધારે આગળ ઉર્ધ્વ દિશામાં જાય અને નવા શિખરો સર કરી શકે."

મૌસમ:-"એક જ દિશામાં જાય ને? અને જો લગ્ન ન કરીએ તો બધી ઈચ્છાઓ ખુલ્લી રહે."

લેખા:-"એવો પ્રેમ છીછરો હોય છે જેના મૂળ એક જગ્યાએ ટકતા નથી."

મૌસમ:-"હું ક્યાં એમ કહું? પ્રેમ તો ઊંડો જ કરાય પણ લગ્ન કરીને પ્રેમને જમીનમાં દાટી નો દેવાય."

લેખા:-"બસ મારી હવે શક્તિ નથી તારી સાથે દલીલ કરવાની. તારે જે વિચારવું હોય , જે દિશામાં વિચારવું હોય તે વિચાર બસ..."

મૌસમ: "જોયું લેખી કેટલી જલ્દી તું સમજી ગઈ?"

લેખા:-"પહેલા હું આને સમજાવી દઉં."

મૌસમ:-"કોને?"

લેખા સ્કૂટર પર થી ઉતરી મંદિરના ગેટ પાસે ઉભેલા યુવાન પાસે પહોંચી જાય છે...

લેખા:-"હેલો."

યુવાન:-"હા મને બોલાવ્યો (ખુશ થઈ ને)

લેખા:-"સોરી થોડા દિવસોથી હું જોઉં છું કે તમે અહીંયા મંદિરે તો આવો છો અને બહાર જ ઉભા રહો છો?"

યુવાન:-"હા સાચી વાત તમે બરાબર સમજ્યા હું તમને જોવા જ આવું છું."

લેખા:-"કેમ?"

યુવાન:-"બસ તમે મને ગમો છો એટલે."

લેખા:-"સારું થયું તમે મને કહી દીધું તમારી ગેરસમજ દૂર કરી દઉં. મને આવું ગમવું- ગમાડવું જરા પણ નથી ગમતું. કાલથી તમારો સમય મારી પાછળ વેડફવાની જરા પણ જરૂર નથી અને હવે પછી તમારી હાજરી મને તકલીફ આપશે તો હું વિચારીશ કે મારે આગળ શું કરવું છે."

(યુવાન કંઇ બોલ્યા વિના ચાલ્યો જાય છે)

મૌસમ:-"અરે શું કહ્યું તે એને?"

લેખા:-"કંઈ નહીં ખાલી ગેરસમજણ દુર કરી દીધી."

મૌસમ:-"એવી રીતે કહ્યું હશે કે હવે મને કોઈ દિવસ તેના દર્શન કરવા નહીં મળે."

લેખા:-" કરવું પણ શું છે તેને જોઈને તારે?"

મૌસમ:-"તું કંઈ જ ન કરતી તારા કેશવ ના દર્શન કરી લે ને. ચાલ જલ્દી, કાલથી મારે કંઈક બીજું વિચારવું પડશે."

લેખા:-"શું વિચારવું પડશે હવે?"

મૌસમ:-"કંઈ નહિ લેખી હવે તો સાચે જ હું તને કંઈ નહીં કહું. પ્રેમમાં પડીશ તો પણ તને તો કંઈ નથી કહેવું બિચારો તારું લેકચર સાંભળીને મને છોડી દેશે."

લેખા:-"હવે દર્શન કરી લેવા દે પછી તને સમજાવું."
(લેખા દર્શન કરવા જાય છે અને મૌસમ ત્યાં ઓટા પર જ બેસે છે.)

મૌસમ આંખો બંધ કરી ઈશ્વરને પ્રાર્થી રહી "હે મારા કાનુડા મારા માટે કંઈ નથી માગતી બસ આ મારી ભોળી ને સાચવી લે જે... તેના માટે બહુ ડાહ્યો છોકરો મોકલી આપજે."

અને મંદિરની અંદર લેખા પોતાનાં કેશવ ને મનાવી રહી હતી"હે કેશવ મારી આ ચંચળ સખીને નટખટ પણ વિચારોમાં સ્થિર યુવાન નો સાથ આપજે જે મોસમી ને પ્રેમની સાથે-સાથે વિચારોને વિહરવાનું આકાશ પણ આપી શકે."

આ બંને સખીઓ પોતાના મનની મહેચ્છાઓ જણાવી રહી હતી ત્યારે શ્રી માધવ તો એક નવી પ્રાર્થના પણ સાંભળી રહ્યા હતા. એ પ્રાર્થના હતી વિરાજની પોતાના લાડકા પુત્ર આલય માટેની....

વિરાજ:-"હે ઠાકોરજી તું તો સમજે છે ને મને મારો આલય ખૂબ જ ડાહ્યો છે.... તેને તેના જેવી જ ડાહી અને સમજુ પત્ની આપજે. હું એમ તો નથી કહેતી કે લેખા સાથે જ એના લગ્ન થઈ જાય કેમકે હું ઇચ્છું તેના કરતાં તું વિચારે એ વધારે સારું હશે, બધું જ તારી પર છોડુ છું હે માધવ બસ આ ઘરની ખુશીઓ સદા આવીને આવી રહે."

❣️ તારી ને મારી આ નાનકડી ઈચ્છાઓ....
હ્રદયમાં ઉઠતી ઝંખનાઓ.....
સાંકળી લેશે હંમેશા માટે બંધનોમાં....❣️.
(ક્રમશ)

Rate & Review

Vipul

Vipul 10 months ago

Prabhu

Prabhu 11 months ago

Usha Dattani Dattani
Pankaj Dave

Pankaj Dave 11 months ago

Khyati Thanki નિશબ્દા