Premni Kshitij - 7 books and stories free download online pdf in Gujarati

પ્રેમની ક્ષિતિજ - 7

ભવિષ્ય...... નિયતિએ નિશ્ચિત કરેલું રૂપાળું શમણું અને શમણાંઓ ના સાગર માં નિશદિન રોજ એક નવી સફર આદરતું માનવીનું મન.... દરેક વ્યક્તિની પોતાની એક હોડી, જે પોતાને ગમતા રંગોથી શણગારેલી હોય છે.

આલય અને મૌસમ એકબીજાના નામથી અપરિચીત પણ જાણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય તેવી આત્મીયતા માં એકબીજાને સ્મરણોમાં પરોવી દે છે અને લેખા? ચાલોજોઈએ લેખા ના મનમાં શું ચાલી રહ્યું છે?

લેખા મૌસમની વાતને મનમાં મમળાવી બાલ્કની માં બેસી, આંખો બંધ કરી, સોનેરી ભવિષ્ય ને વિચારે છે ....તેના ધોયેલા ટપકતા લાંબા કાળા વાળની લટમાંથી ટપકતા જળ બિંદુઓ જાણે તેની મનની નિર્મળતાને તાદ્રશ્ય કરે છે.

'આલય ' નામ સાંભળ્યું તો મને મારું પોતાનું લાગે છે સાથે મનમાં પવિત્ર ભાવ ઊભો થાય છે લેખા આલય દેસાઈ કેવું લાગે? મનમાં ને મનમાં આમ વિચારી લેખા શરમાઈ જાય છે જાણે આલય સામે જ ઉભો છે અને પોતાને જોઈ રહ્યો છે..... મન જાણે લીલુંછમ થઈ ગયું અને અચાનક જ મમ્મી સાથે કૈક વાત કરવાનું યાદ આવતા મમ્મી પાસે જાય છે

લેખા :-"મા....માં...

કુસુમબેન :-"હા બોલ બેટા જલ્દી કર. હજી કેટલું બધું કામ બાકી છે બેડશીટ કુશન ચેન્જ કરવા છે, થોડોક નાસ્તો બનાવો છે, ઘણું બધું કામ છે...."

લેખા :-"બસ મા આટલું બધું ન વિચાર પછી કંઈક તને ન ગમતું થશે તો પછી તું ઉદાસ થઈ જઈશ."

કુસુમબેન :-"શરૂઆતમાં જ કેમ આવું બોલી લેખા?? આપણે હંમેશાં હકારાત્મક ભાવ જ સાથે જ કોઈ પણ આવનારા સમયને આવકારવાનો હોય. સમીર જે રીતે વર્ણન કરે છે તે જોતાં છોકરો સારો અને સંસ્કારી હશે અને જો તારી સાથે વેવિશાળ થઈ જાય તો સોનામાં સુગંધ ભળે. અત્યારના સમયમાં તારા જેવી છોકરી પણ કોઈ નસીબદારને જ મળે.

અનંતભાઈ:-" જેવી રીતે મને કુસુમ મળી ગઈ તેમ ખરું ને?

લેખા :-"સો ટકા પપ્પા."

અનંતભાઈ :-"લેખા તારા મનમાં શું ચાલે છે અત્યારે?"

લેખા :-"બસ પપ્પા ખાસ કઈ નહીં, મમ્મીની વાતોથી મારી ચિંતા તો નથી થતી મને.... પણ એક પ્રશ્ન જરૂર છે હું પહેલી વાર કોઈ છોકરાને મળું છું એક લાંબા ગાળાના સંબંધો માટે અને બહુ ઓછા સમય માટે તો તાત્કાલિક હા કે ના કઈ રીતે કરવી?

અનંતભાઈ:-"ફક્ત હા કે ના નહીં લેખા પણ' હા' ની સાથે તેના સંપૂર્ણ રીતે કુટુંબ સાથે ભળી જવાનું અને' ના 'ની સાથે ભવિષ્યની જવાબદારી અને અનિશ્ચિતતાઓ હસતા મોઢે સ્વીકારી લેવી

લેખા:-"હું કઈ સમજી નહિ પપ્પા."

અનંતભાઈ:-"એટલે એમ કે જો તું હા કહે તો તરત જ તે સેકન્ડથી જ સમજુ બની ફ્કત આલય જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવાર ની સારી નરસી બાબતોને સ્વીકારી લેવી્ અને ના કહે તો ભવિષ્યમાં આલય કરતાં ચડિયાતું કે ઉતરતું પાત્ર મળે તો પસ્તાવા વિના સહર્ષ સ્વીકારી લેવું."

લેખા :-"હા પપ્પા એ વસ્તુમાં તો હું પણ માનું કે કોઈને હા કહ્યા પછી સંપૂર્ણ વફાદારી પ્રથમ સ્થાને આવી જાય અને જો આપણા તથા સામેવાળાના હૃદયને વફાદાર રહીએ તો એકબીજાનું સુખ શોધવા નથી જવું પડતું."

અનંતભાઈ :-"આમ છતાં તારા મનમાં જે કંઇ પ્રશ્ન હોય તે બિન્દાસ પૂછી લેવાનું લેખા... તેમાં જરા પણ મૂંઝાવું નહીં."

લેખા:-"હા પપ્પા ,મારે આ બાબતમાં જ મમ્મી સાથે થોડી વાત કરવી હતી ત્યાં તમે મારી મનની વાત સમજી ગયા."

અને લેખન ચહેરા પરની હળવાશથી અનંતભાઈ ની અડધી ચિંતા ઓછી થઇ ગઇ.

લાઈટ ગ્રીન અને પિંક ડ્રેસ ના કોમ્બિનેશને જાણે લેખા ની સુંદરતામાં ચાર ચાંદ લગાડી દીધા .લેખા ફટાફટ હળવા નિખાર સાથે તૈયાર થઈ ગઈ આવનારા સમયની પળોને માણવા.

અને આલય "હાશ' નામના લેખાના ઘરમાં પ્રવેશે તે પહેલાં જ વાઇલ્ડ સ્ટોનની મહેકથી લેખા તરબતર થઈ ગઈ. પોતાની મનપસંદ મહેકથી લેખા નું મન અને હૃદય ખુશ થઈ ગયું. જાણે બધું જ સ્વીકારવા તત્પર.....

💕તારી સુગંધ શ્વાસ માં...
તારો પગરવ વિશ્વાસમાં...
તારો અહેસાસ હૃદયમાં💕

કુસુમબેન:-"લેખા બેટા પાણી લઈ આવ તો."

નાના ક્લચ થી સમેટાયેલા લેખા ના લાંબા વાળ જ બધાનું ધ્યાન આકર્ષવા માટે પૂરતા હતા. વિરાજ તેને જોઈને આનંદીત બની ગઈ તો ઉર્વીશભાઈ આલય અને લેખાના સુખની કલ્પના કરવા લાગ્યા.
અને આલય લેખાની સુંદરતાને નિખાલસતાથી મનમાં ને મનમાં વખાણી રહ્યો. લાંબા વાળ સાથેનું સૌંદર્ય અનાયાસે સોનેરી વાળ ની યાદ અપાવી ગયું અને મનોમન સરખામણી થઈ ગઈ.
આજે ઈશ્વર જાણે પરીક્ષા લઈ રહ્યો છે એક તરફ સોનેરી સપના છે અને બીજી તરફ વાસ્તવિક ભવિષ્ય.... આ મીઠી મૂંઝવણ માં જ વારંવાર લેખા ની સામે જોઈ રહેલા આલયની નજરને લેખા પામી ગઈ અને તેના મોઢા પર નાનકડું સ્મિત આવી ગયું, તેના સ્મિતનો પ્રત્યુત્તર આલયે પણ સ્મિત થી આપ્યો...
ઉર્વીશભાઈ ના ધ્યાન બહાર આ રહ્યું નહીં અને તરત જ તેને આલય અને લેખા માટે મોકળાશ કરી આપી.

ઉર્વીશભાઈ :-લેખા સમીર મને વાત કરતો હતો કે તને ફૂલો અને પુસ્તકોનો ખૂબ શોખ છે આલયને તો બતાવ તારૂ collection...

અનંતભાઈ :-"હા ચોક્કસ બેટા બતાવ.."

અને આલય અને લેખા પોતપોતાના મનનુ સંગીત સાંભળતા સાંભળતા લેખાના રૂમની બાલ્કનીમાં જઈને અટક્યા....

હવે આપણે પણ અહીં અટકીએ?
આવતા ભાગમાં જોશું આલય અને લેખા પોત પોતાની મૂંઝવણ માંથી બહાર આવી શકે છે કે નહીં?

(ક્રમશ)






Share

NEW REALESED