Pollen 2.0 - 45 books and stories free download online pdf in Gujarati

પરાગિની 2.0 - 45

પરાગિની ૨.૦ - ૪૪




આશાબેન ચિંતામાં આવી ગયા હોય છે. તેઓ પરાગને ફોન કરે છે અને બધી વાત કહે છે... પરાગ અને રિની ફટાફટ ઘરે આવે છે. પરાગ દરવાજો તોડી નાંખે છે.. જોઈ છે તો દાદા અંદર સૂતા હોય છે. પરાગ દાદાને ઢંઢોળે છે પણ દાદા ઊઠતા નથી... દાદાનો શ્વાસ ચાલુ હોય છે. પરાગ એમ્બ્યુલન્સને બોલાવે છે. એમ્બ્યુલન્સમાં દાદા સાથે આશાબેન અને રીટાદીદી જાય છે . પરાગ અને રિની ગાડી લઈને હોસ્પિટલ પહોંચે છે. પરાગ ગાડી ફટાફટ મૂકીને ડોક્ટર પાસે પહોંચે છે અને પહેલેથી કહી દે છે કે હમણાં ઘરનાં બીજાલકોઈ પણ સદસ્યને તમે બ્રેઈન ટ્યૂમરની વાત ના કરતાં..!

ડોક્ટર ફટાફટ દાદાની ટ્રીટમેન્ટ ચાલુ કરે છે. રિની આમ તો ઢીલી થઈ ગઈ હોય છે પરંતુ બતાવતી નથી. પરાગને ખબર હોય છે કે રિની ઢીલી થઈ ગઈ છે. પરાગ રિનીને કહે છે, તું મમ્મી અને રીટાદીદીને સાચવજે... હું ડોક્ટર સાથે વાત કરી આવુ...! ડોક્ટર ચેકઅપ કરે છે અને અમુક ટેસ્ટ કરાવવાનું કહે છે. પરાગનાં પૂછવા પર ડોક્ટર કહે છે, બ્રેઈન ટેયૂમરના લીધે તેમને ચક્કર આવ્યા હશે અને ટ્યૂમરનાં લીધે મગજમાં સરખું લોહીનું પરીવહન ના થાય તેના લીધે તેમને થોડું ઝાંખુ પણ દેખાતુ હશે...!

પરાગ- આગળ શું કરવાનું છે?

ડોક્ટર- બેઝીક ટ્રીટમેન્ટ તો કરવી જ પડશે... જો નહીં કરાવે તો આવું જ રહેશે તેમને....

પરાગ- તો તમે ચાલુ કરી દો....! આગળનું જોઈ લઈશ...

ડોક્ટર તેમની ટ્રીટમેન્ટ ચાલુ કરી દે છે.

પરાગ રિની પાસે જાય છે. રિની તરત પરાગને પૂછે છે કે દાદાને શું થયુ?

પરાગ- ડોક્ટરનું કહેવું છે કે દાદાને સવારથી ચક્કર આવતા હશે તો જ આવું થાય.. અને ઉંમરના હિસાબે તેઓ આરામ ઓછો કરતા હશે...!

આશાબેન- આરામ તો કરતાં જ નથી... પરાગ બેટા... બાપુજીને સારૂં થાય એટલે તું જરાં એમને સમજાવજે...

પરાગ- હા, ચોક્ક્સ... મમ્મી તમે અને રીટાદીદી ઘરે જતા રહો.. હું અને રિની રોકાઈ જઈશુ... ચિંતા કરવા જેવુ કંઈ છે નહીં...

આશાબેન- હા... હું જમવાનું બનાવીને એશા અને નિશા સાથે મોકલાવીશ... તમે બંને જમી લેજો... અને રિની તું.. કોઈ નાટકો ના કરતી... પરાગને હેરાન ના કરતી...

રિની- મમ્મી.....

પરાગ- ચિંતા ના કરો તમે મમ્મી... માનવ બહાર ઊભો છે તે તમને ઘરે મૂકી જશે..!


આશાબેન અને રીટાદીદીનાં ગયા બાદ પરાગ રિનીને બેસાડે છે અને પરાગ કહે છે, એક વાત કહેવી છે પરંતુ તુ ગુસ્સે નહીં થાય અને શાંતિથી વાત સાંભળીશ અને દાદાને મનાવવામાં મારી મદદ કરીશ..!

રિનીને કંઈ ખબર નથી પડતી કે પરાગ શું કહેવા માંગે છે..? તે પરાગને કહે છે, શું થયુ પરાગ? કંઈ વાત છે?

પરાગ રિનીનો હાથ પકડીને કહે છે, દાદાની વાત છે.. મને થોડા દિવસો પહેલા જ આના વિશે ખબર પડી છે અને આ વાત હું અને દાદી જ જાણીએ છે.

રિની- હા... પણ વાત શું છે?

પરાગ- ઘણાં સમયથી દાદાની તબિયત સારી નથી રહેતી... તે નોટીસ કર્યુ હશે કે દાદાને ચક્કર બહુ આવે છે.

રિની- હા... ઘણી વખત આવ્યા છે.

પરાગ- તેઓ મને ઓફિસ પર મળવા આવ્યા હતા... લગભગ બે અઠવાડિયા પહેલા અને તેઓ એક લેટર મારા ટેબલ પર ભૂલી ગયા હતા.. મેં વાંચી લીધો હતો જેમાં લખ્યુ હતુ કે તારા ફેમીલીની જવાબદારી હું લઉં... તેમને મારી પર વિશ્વાસ છે કે તમને બધાને હું સાચવી લઈશ...

રિની- શું તે લેટર હજી છે તમારી પાસે?

પરાગ- ના... દાદા લઈ ગઈ હતા... અને એમાં એમને બધી તેમની ઈચ્છાઓનું લીસ્ટ બનાવ્યુ હતુ.... પછી આ વાતમાં દાદીને કરી... કેમ કે દાદાને સૌથી વધારે એ જ ઓળખે છે... આપણા બધા કરતા...!

રિની- હા....

પરાગ- જ્યારે મારી મમ્મીનો એક્સીડન્ટ થયો હતો અને આ જ હોસ્પિટલમાં એડમીટ કર્યા હતા ત્યારે તું અને દાદી આવ્યા હતા... ત્યારે દાદીએ દાદાને એક ડોક્ટર પાસે ચેકઅપ કરાવતા જોયા હતા... પછી મેં મારી રીતે તપાસ કરાવી ડોક્ટરને બધુ પૂછ્યુ ત્યારે ખબર પડી કે દાદાને બ્રેઈન ટ્યૂમર છે..!

આ સાંભળી રિનીનું મગજ સૂન થઈ જાય છે. તેને શોક લાગે છે. બે ઘડી માટે તે કંઈ બોલતી નથી. પરાગને ખબર હતી કે આવું કંઈક જ થશે.... તે રિનીને ગળે લગાવી લે છે. રિની પરાગની છાતી પર તેનું માથું દબાવીને રડી પડે છે. પરાગ તેને શાંત કરે છે.

રિની- ઓપરેશન થાય એવું નથી?

પરાગ- મેં બધી જ વાત કરી... દાદાની ઉંમરના હિસાબે ઓપરેશન થાય એમ નથી..! હા, પણ જો બેઝીક ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ તો દાદા અત્યારે જે પીડા માંથી પસાર થાય છે તેમાંથી રાહત મળશે અને મેં ડોક્ટરને તે ટ્રીટમેન્ટ ચાલુ કરવાનું કહી દીધુ છે. અને હા... હમણાં ઘરે મમ્મી, રીટાદીદી કે એશા-નિેશાને કહીશ ના... તે લોકો ટેન્શન લેશે...! આ ટ્રીટમેન્ટ બાદ જો દાદાને સારૂં રહેશે તો આપણે બધાને કહી દઈશુ...! બસ તું હિંમત રાખજે તો દાદાને હિંમત રહેશે...

રિની- હા.... થેન્ક યુ પરાગ...!

પરાગ- બસ હવે...

એટલામાં નર્સ પરાગને બોલાવતા કહે છે, મિસ્ટર પરાગ શાહ તમને ડોક્ટર બોલાવે છે. પરાગ અને રિની બંને ડોક્ટરની કેબિનમાં જાય છે. ડોક્ટર કહે છે, દાદાની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે.. બે કલાક બાદ તેમને ભાન આવી જશે...!

પરાગ- થેન્ક યુ ડોક્ટર...

કલાક બાદ એશા-માનવ અને નિશા-સમર જમવાનું લઈને હોસ્પિટલ આવે છે. ચારેયને સાથે જોઈને પરાગ તેમને કહે છે, રિની બહુ મોટું અને ભારે ટિફીન લાગે છે કે ચાર જણાને ઉંચકીને લાવુ પડ્યુ...!

રિની હસી પડે છે.

સમર- ભાઈ, હવે સમજી જાઓને....!

પરાગ- હા, કેમ નહીં...! મને તો સમજાય ગયુ...!

**********


સિમિત સવારે કંપની પર આવે છે પરંતુ સિક્યોરિટી તેને અંદર આવવા નથી દેતી...! એડમિનીસ્ટ્રેશન માંથી એક માણસ આવે છે અને સિમિતને કહે છે, પરાગ સરે કડકાઈથી કહ્યુ છે કે તમને કંપનીમાં પ્રવેશવા ના દે..! સિમિત પરાગને ફોન કરે છે અને કહે છે, પરાગ આ બધુ શું છે? મને કેમ કંપનીમાંથી કાઢી મૂક્યો..?

પરાગ- મેં હજી કેસ નથી કર્યો તારી પર એટલે તું હાશકારો અનુભવ... ફક્ત કાઢી જ મૂક્યો છે. રિનીએ કરેલ ડિઝાઈન તુ બીજાને આપી આવ્યો... મારી પાસે સબૂત પણ છે કે ડિઝાઈને કરેલ ડ્રેસ તૈયાર પણ થઈ ગયો છે...!

સિમિતને હતુ કે પરાગને કંઈ ખબર નહીં પડે...!

સિમિત કંઈ જવાબ નથી આપતો પરંતુ પરાગને કહે છે, હું પાછો જરૂર આવીશ અને તે વખતે તો તું મને બહાર કાઢી પણ નહીં શકે..!

પરાગ- ત્યારનું ત્યારે જોયુ જશે..!

આટલું કહી પરાગ ફોન મૂકી દે છે.


હોસ્પિટલમાં દાદાને હોશ આવી ગયો હોય છે. પરાગ અને રિની તેમની પાસે બેઠા હોય છે અને તેમને સમજાવતા હોય છે. આશાબેન અને રીટાદીદી પણ દાદાને મળવાં આવે છે. દાદી પણ દાદાને મળવા આવે છે.


પરાગે જે વ્યક્તિને તેના નાના ભાઈને શોધવાનું કામ સોંપ્યુ હોય છે તેનો ફોન પરાગ પર આવે છે અને તે કહે છે, સર... તે વ્યક્તિનું ઘર લોક છે અને આજુબાજુ વાળાને પૂછ્યુ તો તેઓ કહે છે કે એક છોકરો અહીં રહે છે પરંતુ કોઈ સાથે બહુ વાતચીત નથી કરતો...! પહેલા કદાચ તેની મમ્મી સાથે રહેતો હતો પરંતુ બે-ત્રણ મહિનાથી એકલો જ રહેતો હતો... અને અત્યારે અઠવાડીયાથી તે અહીં નથી...!

પરાગના નાના ભાઈનું નામ પારસ હોય છે... પારસને પરાગ વિશે બહુ માહિતી નથી હોતી પરંતુ તેને ખબર હોય છે કે તેનો કોઈ ભાઈ છે. લીનાબેનના કહેવા પર તે પૂને જતો રહ્યો હોય છે.

બે દિવસ બાદ દાદાને સારૂં થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દે છે. પરાગ આશાબેન અને રીટાદીદીને દાદાની દેખરેખ રાખવાનું કહે છે અને નિશાને કહે છે કે તે દિવસમાં બે વખત દાદાનું બીપી ચેક કરતી રહે...!


બધુ સારૂં ચાલી રહ્યુ હોય છે... ઘરમાં કામ કરતી નોકરાણી લીનાબેનનાં રૂમમાં નાસ્તો લઈને જાય છે... લીનાબેનને સૂતેલા જોઈ તે લીનાબેન ઉઠાડે છે પરંતુ તેઓ ઉઠતા નથી.... તે નોકરાણી પરાગનાં રૂમનો દરવાજો ખખડાવે છે.. પરાગ દરવાજ ખોલે છે અને નોકરાણી પરાગને કહે છે, સર.. લીનામેમ ઉઠતા નથી... મેં એમને આખા હલાવી નાંખ્યા પરંતુ તેઓ ઉઠતા નથી... પરાગ ફટાફટ તેના મમ્મી પાસે જાય છે અને શ્વાસ ચેક કરે છે.. શ્વાસ ચાલતો હોય છ. પરાગ લીનાબેન ઢંઢોળે છે પરંતુ લીનાબેન ઉઠતા નથી... પરાગ તેમને ગાડીમાં સુવડાવી હોસ્પિટલ લઈ જાય છે. ચેકઅપ કર્યા બાદ ડોક્ટર પરાગને કહે છે, તમારા મધર કોમામાં સરી પડ્યા છે... ક્યારે ઉઠશે તેનું કંઈ નક્કી નથી... પરાગ ઢીલો પડી જાય છે.. તેને હજી હમણાં જ તેની મમ્મી મળી હોય છે... અને પાછું આવું થાય છે...!





સિમિત કેવી રીતે પાછો કંપનીમાં આવશે?

પરાગ અને રિનીની લવસ્ટોરીમાં કોઈ ટવીસ્ટ આવશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૪૫