Our Story - 1 books and stories free download online pdf in Gujarati

Our Story - 1

બહુ બધી તકરાર અને આક્ષેપો પછી સાંજે ચાર વાગે એને જેલમાં પૂરવામાં આવ્યો .
પ્રેમ ,લાગણી ,ઈચ્છાઓ ,ઈજ્જત ,આબરૂ ,નોકરી બધું જ છોડી જેલની અંદર એને પહેલો પગ મૂક્યો.

તમને એ વિચાર આવશે કે ગુનો કર્યો હોય તો જેલમતો જવું જ પડે , ઈજ્જત આબરૂ ની આટલી બધી ચિંતા હોય તો ગુનો કરાય નહીં.

સાચી વાત છે! તમે તમારી જગ્યા પર સાચા છો. તમે પેલી કહેવત તો સાંભળી જ હશે``તમે કરો એ લીલા અને અમે કરીએ તે ભવાઈ '' બસ આવું જ થયું છે હેનીલ સાથે .

હેનીલ મધ્યમ વર્ગ ફેમિલીમાં જન્મેલો સીધો છોકરો દેખાવમાં સીધો સાદો.
કુટુંબ ની જવાબદારી નાની ઉંમર થીજ આવી ગયેલી .
તેના પરિવારમાં હેનિલ,એક નાની બહેન,અને મમ્મી અને એના
પપ્પા ..હેનીલ પાંચ વર્ષનો થયો ત્યારે જ ગુજરી ગયેલા આથી કુટુંબની બધી જવાબદારી એ અને એની મમ્મી પર આવી ગયેલી. મમ્મી નાના મોટા કામ કરી ગુજરાન ચલાવતી અને એની અને તેની બહેનને ભણાવતી.

હેનીલ દસમા ધોરણમાં આવ્યો ત્યારે જ તેને ભણવા સાથે કામ મળી ગયેલું , જેનાથી એની મમ્મીને આર્થિક રૂપે મદદરૂપ થઈ શકતો.
એની ઇચ્છા હતી કે મોટો થઈ એન્જીનિયર બનવું અને પોતાના પરિવારને આ મધ્યમ વર્ગી આ અવસ્થામાંથી બહાર લાવવા, બહેન ને સારું શિક્ષણ અપાવવું. અને સામાન્ય માણસ ના સપના હોય એ બધીજ સવલતો મેળવવી.
૭ વર્ષ પહેલા.....
દસમું ધોરણ પાસ કર્યા પછી હેનીલ રોજગારી મળી રહે અને એનું ભવિષ્ય બનાવી સકે માટે તેણે આઇ ટી આઇ મા પ્રવેશ મેળવ્યો . અને સાથે સાથે ગેરેજમાં પાર્ટ ટાઈમ કામ પણ કરવા લાગ્યો. જેથી કરીને એનો ખરચો જાતેજ ઉપાડી સકે .
દસમા ધોરણ પછી તેણે ડિપ્લોમા કરવાની ઈચ્છા હતી પરંતુ માર્ક ઓછા હોવાના કારણે તેણે ડિપ્લોમાં પ્રવેશ ના મળી શક્યો આથી તેણે " આઇ. ટી .આઇ" પછી ડિપ્લોમા પ્રવેશ મેળવવા વિચાર્યું.
કોલેજ નો પહેલો દિવસ ...
જ્યાં જોવે ત્યાં બધા છોકરા છોકરીઓ ગ્રુપ બનાઈ ફરતા વાતો કરતા અને મસ્તી કરતા. પણ હેનીલ એકલો થોડો ગભરાયેલો ... એ સીધો એના રૂમમાં જઈ બેસી ગયો . જમણી બાજુ છોકરાઓ અને ડાબી બાજુ છોકરીઓ બેસેલા હતા . હેનીલ લાસ્ટ બેન્ચ પર જઈ બેસી ગયો ત્યાંજ ઇન્સ્ટ્રક્ટર આઇ ગયા અને ક્લાસ ચાલુ થયો .
સ્વાભાવિક છે કે પહેલો દિવસ હતો આથી ઇન્સ્ટ્રક્ટર એ બધા નો પરિચય આપવા માટે કહ્યું. એક પછી એક બધા જ લોકો પોતાનો પરિચય આપ્યો તે પછી ઇન્સ્ટ્રક્ટરે બધાને બેસવાની જગ્યામા ફેર બદલ કરી .
અલગ-અલગ બેઠેલા છોકરા અને છોકરીઓને સાથે બેસવા માટે કહ્યું જેથી કરીને રૂમમાં શાંતિ જળવાઈ રહે.
હેનીલ ની લાસ્ટ બેન્ચ પર એની સાથે પણ એક છોકરી બેઠી. આ જોઈ હેનીલ બેન્ચ ના છેલ્લા ભાગ પર ખસી ગયો.
છોકરી એ તેનો પરિચય આપતા કહ્યું hi I am નીલમ
હેનીલ થોડા સ્મિત સાથે હું હેનીલ .

એટલું બોલી હેનિલ ચૂપ થઈ ગયો અને લેક્ચર પર ધ્યાન આપવા લાગ્યો. નીલમ અને બધાજ લેક્ચરમાં ધ્યાન આપવા લાગ્યા . અને કોલેજ નો પહેલો દિવસ પૂરો થયો .

કોલેજ પૂરી થયા પછી હેનીલ ઘરે જવા માટે નીકળ્યો ત્યાં જ રસ્તામાં નીલમ અને તેની ફ્રેન્ડ ઊભેલી હતી .આ જોઈને હેનીલ નીલમ સામે જોઈ ત્યાંથી પસાર થવા લાગ્યો.

નીલમે એની ફ્રેન્ડ ને કહ્યું જો મારી બાજુમાં આ બેઠો છે . શાંત અને શરમાળ છે. આ સાંભળીને એની ફ્રેન્ડ્સ બોલી : નીલમ આતો ગામડિયો છે એમ કહી હસવા લાગ્યા .

હેનીલ એમની વાત સાંભળી નજરઅંદાજ કરી ઘર તરફ ચાલતો થયો . ઘરે પહોંચી હાથ મોઢુ ધોઈ થોડું જમીને અને કપડાં બદલી તરત જ ગેરેજ જવા માટે નીકળી પડ્યો.

ગેરેજ પર પહોંચી અને ત્યાં શેઠને મળ્યો અને તેના કામ પર લાગી ગયો . કામમાં એક સ્કુટી આવેલી હતી રીપેરીંગ માટે અને સેઠ ના જણાવ્યા પ્રમાણે એને જલ્દીજ ઠીક કરી પરત મોકલવાની હતી .કારણ કે એ સ્કુટી સેઠ ની છોકરીની હતી . થોડીજ વાર પછી નીલમ ની ફ્રેન્ડ ત્યાં આઇ અને હેનીલ કઈ બોલે એ પહેલાંજ સેઠ બોલ્યા " બેટા સબનમ તું કેમ અહીંયા હું હેનીલ સાથે તારી સ્કુટી મોકલવાનો જ હતો" આ એજ ફ્રેન્ડ હતી જેને હેનીલની મજાક ઉડાવેલી . પણ હેનીલ કઈ થયું જ નહોય એમ વર્તન કરવા લાગ્યો અને સેઠને કહિયું :સેઠ સ્કુટી ઠીક થઈ જઈ છે .

સેઠ: હેનીલ તું એક ચક્કર લગવીને આવ તપાસ કરીલે કઈ પ્રોબ્લેમ તો નથીને સ્કુટીમાં નૈતર સબનમ રસ્તામાં હેરાન થશે .

હેનીલ: હા સેઠ હું તપાસ કરી લઉં ચલાવીને .

સેઠ: સબનમ બેટા તું અહીંયા મારી ઓફિસમાં બેસ હેનીલ આવે ત્યાં સુધી.

સબનમ:ના અબ્બુ માટે મોડું થયા છે ક્લાસિસ જવામાનું .તો હું રિક્ષામાં ચાલી જઈશ .

સેઠ: હેનીલ્ તું સબનમ ને તેના ક્લાસિસ મૂકીને આવ .

હેનીલ: ઠીક છે સેઠ.

ક્રમશ: