Badlo - 6 books and stories free download online pdf in Gujarati

બદલો - 6

શ્રેય લગભગ 3 કલાક બેભાન રહ્યાં પછી ભાન મા આવે છે પણ પહેલા હતો એવો નથી રહ્યો એનુ મો એકદમ કદરૂપુ એને ભયાનક લાગતો હતો શ્રેય થોડીવાર માં એકદમ પહેલા જેવો થઈ જાય ને થોડીવાર માં ભયાનક પિશાચ જેવો બની જાય શ્રેય ભયાનક બની જાય ત્યારે એને ખબર જ નથી હોતી કે એ શુ કરતો હોય છે અને નોર્મલ હોય ત્યારે શ્રેય પોતાની ઈચ્છા થી ભુતકાળ ને ભવિષ્યકાળ મા જતો રહે છે ને ભવિષ્ય મા શુ બનવા નુ હોય છે એ એને ખબર પડી જાય છે અત્યારે એ પિશાચ બની ગયો હોય છે જેને કારણે શ્રેય મા પિશાચી શક્તિ આવી જાય છે .

શ્રેય ભાનમાં આવી આવતા જ અજીબ અવાજો કરે છે જેને કારણે બીક ના કારણે ને અચાનક આવા અવાજો સાંભળી ને ડો કુલકર્ણી ડો રોહિત ને કમીશનર પોતાની જગ્યાએ ઉભા થઈ જાય છે ને શ્રેય બાજુ એક જ ટસે જોયા કરે છે એ કશુંજ સમજી જ નથી શકતા કે આ થયુ શુ હજુ તો બધા વિચારે છે ને સમજાય કઈ એ પહેલા શ્રેય હવા મા મોટો કુદકો મારી ને આ બધા ની સામે આવી ને ઉભો રહી જાય છે ને કમીશનર ની ગરદન પકડીને ઉંચો કરે છે ડો કુલકર્ણી ડો રોહિત એને બચાવવા બાજુમાં પડેલી લાકડી ને જે પણ મળ્યુ એના થી શ્રેય ના માથે ને શરીર પર મારે છે જેના કારણે શ્રેય કમીશનર છોડી દે છે ને ત્યાથી જતો રહે છે એની પાછળ એને પકડવા બધા દોડે છે પણ એ કોય ના હાથ મા નથી આવતો શ્રેય ક્યા જતો રહે છે કોય ને ખબર નથી પડતી બધે જ શોધવા છતા ક્યાય નથી મળતો ને થાકી ને ઘરે પાછા આવી જાય છે.

આ બાજુ બજાજ આત્મા થી બચવા ક્યાક દૂર જવા નુ નક્કી કરે છે પણ એ એ નથી જાણતો કે એ આત્મા થી પીછો છોડાવી નહી શકે બજાજ ઘર છોડી ને ફાર્મહાઉસ જતો રહે છે જોડે એની બહેન ને પણ લેતો જાય છે આત્મા ને ક્યા કોઈ જગ્યા થી ફરક પડે છે એ એની સાથે ફાર્મહાઉસ પહોંચી જાય છે બજાજ ગળામાં લોકેટ પહેરેલું હોવાથી એને તો આત્મા કશુ નથી કરી શકતી પણ બજાજ ની બહેન ને નુકશાન પહોંચાડે છે એની બહેન બાથરૂમમાં નહાવા જાય છે ને બારણુ ધડામ થી બંધ થઈ જાય છે કાચ ઉપર લોહી થી લખેલું હોય છે હવે તુ પણ નહી બચે આટલુ વાંચે ત્યાતો કોય એનુ માથું પકડી ને પાણી ભરેલી ડોલમાં ડુબાડી દે છે બજાજ ની બહેન પાણીમાં થી માથુ બહાર નિકાળવા છટપટાવા લાગે છે બહુ જોર પછી એનુ માથુ બહાર નિકળે છે ને પડતા આખડતી એ બાથરૂમમાં માથી બહાર નિકળી જાય છે ને બજાજ પાસે પહોંચે છે બજાજ એને પુછે શુ થયુ એ પહેલા તો હવા મા ઉછળી ને દૂર ફેંકાય જાય છે તો પણ પોતાનો જીવ બચાવવા એ ત્યા થી પણ ઉભી થઈ ને ભાગે છે જ્યાં જાય ત્યાં એની પહેલાં આત્મા પહોચી જાય છે

છુપાવવા એ કબાટ મા જતી રહે છે અંદર જતા જ બારણુ બંધ થઈ જાય છે બજાજ ની બહેન ને અંદર શ્વાસ નથી લઈ શકતી કબાટ ખોલવા જતા બારણુ ખુલ્યુ જ નહીં થોડીવારમાં તો કબાટમાં થી લોહીની ધાર બહાર આવે છે ને ફટાક થી કબાટ ખુલી જાય છે બજાજ ની બહેન માથુ ને ધડ અલગ થઈ ગયુ હોય છે એ જ હાલતમાં બહાર પડે છે બજાજ એની બહેન ને બચાવી નથી શકતો ને એની બહેન નુ માથુ ને ધડ એક કરી ને એની બાજુ મા જ બેસી ને કલ્પાન્ત કરે છે બોલે છે તારી મોતનો જવાબદાર હુ જ છુ મારી લાલચે મારુ બધુ જ છીનવી લીધુ....


શ્રેય ભાગી જાય છે જ્યારે એ ભાગે છે ત્યારે એસીડ મેન બની ગયો હોય છે એને કંઈજ ખબર નથી હોતી એ કરી શુ રહ્યો છે બહાર રસ્તા પર આવતા બધી બાજુ તબાહી કરવા લાગે છે શ્રેય એટલો ખુંખાર બની ગયો હોય છે એના રસ્તા મા જેટલા આવે એ ને ફંગોળી દે છે મારી નાખે એ સમયે એના દાંત પણ જાનવર જેવા થઈ જાય છે જેને કારણે એ કોય ને બચકું ભરે તો પણ માણસ લોહીલુહાણ થઈ જાય છે આવા માણસ ને જોઈ ને આખા શહેરમાં ભાગમભાગ થઈ જાય છે બધા પોતાનો જીવ બચાવવા લાગ્યા છે આજ ના યુગ નો જીવતો સેતાન બની ગયો હો છે આ અફડા તફડી મા વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે પોલીસ તરત જ મોટા કાફલા સાથે એ જગ્યાએ પહોંચી જાય છે પણ શ્રેય ને જોય ને પોલીસ પણ ગભરાઈ જાય છે તેમ છતા એને પકડવાની નાકામ કોશિશ કરે છે જેટલુ શ્રેય ને પકડવા જાય છે એ એટલો જ શક્તિશાળી બનતો જાય છે ચણા મમરા ની જેમ માણસ ને પગ ની નિચે કચડતો જાય છે જે હાથે ચડ્યાં એની મોત પાક્કી થોડો સમય આમ જ ચાલ્યા કરે છે ને શ્રેય ત્યા થી બીજી જગ્યાએ જાય છે પોલીસ એની પાછળ જાય છે પણ એને પકડી નથી શકતી શ્રેય એક જગ્યાએ જાય છે જ્યાં કોઈ નથી હોતુ એ જગ્યા હોય છે સ્મશાન થોડીવાર ત્યા રહ્યા પછી શ્રેય માણસ જેમ નોર્મલ બની જાય છે એને કશુંજ યા નથી હોતુ કે એ શુ કરતો હતો ભાનમાં આવતા જ પોતે સ્મશાન કેવીરીતે પહોંચી ગયો વિચારે છે ને ત્યા થી બહાર પોતાના ઘરે જવા નિકળે છે...

સ્મશાન થી હજુ થોડોક જ આગળ ગયો હોય છે ત્યા ડો કુલકર્ણી ડો રોહિત પહોંચી જાય છે ને એને ફરી પોતાની સાથે લઈ જાય છે શ્રેય ધણા સવાલો કરે છે પણ ડો કુલકર્ણી ડો રોહિત એક પણ સવાલ નો જવાબ નથી આપતા અને શ્રેય પર ગુસ્સો કરી ને કહે છે તારો સમય એમે વેચાતો લીધો છે અમે શુ કરી શુ નહી તારે જાણવા ની જરુર નથી શ્રેય મા એક બીજી તાકાત આવી ગઈ હોય છે જેને કારણે એ ભવિષ્ય મા શુ થવાનુ છે એ જોઈ શકે છે શ્રેય ને અચાનક આંખે અંધારા આવે છે ને ભવિષ્ય મા થવાની બધી જ ધટના એને દેખાય જાય છે શ્રેય ગભરાઈ જાય છે ને ત્યા થી કેવીરીતે નિકળવું વિચારવા લાગે છે......

બીજી બાજુ બજાજ પોતા ની બહેન ને આત્મા થી બચાવી નથી શકતો હવે એ આત્મા બજાજ ને પડ કોય ને કોય રીતે નુકશાન પહોંચાડે છે આત્મા બજાજ ને અડી નથી શકતી એ કારણે હવા મા ઉછળી ને ખુરશી ટેબલ બધુ બજાજ બાજુ ફેંકે છે આમા પોતાની જાત ને બચાવવા જતા ગળામાં પહેરેલો દોરો પડી જાય છે તરત જ આત્મા બજાજ પાસે પહોંચી જાય છે ને બજાજ પર હાવી થઈ જાય છે બજાજ ના જ શરીર મા જઈ ને બજાજ ને પછાડે છે એનુ માથુ દિવાલ સાથે અથડાવે છે બજાજ ના દાંત હથોડી મારી ને તોડી નાખે છે એના જ શરીર ને તલવાર ના ધા મારે છે ને બજાજ ની હાલત બગડી નાખે છે એના શરીર માથી નિકળી ને આત્મા કે છે બલી નઈ આપે તો હવે તને પણ મારી નાખીશ રીબાવી રીબાવી ને આટલુ કહી ને પેલી આત્મા ત્યાથી જતી રહે છે........

(શ્રેય ને શુ ખબર પડી બજાજ શુ કરશે જાણવા વાંચો આના પછી નો ભાગ)