Nasib Prem nu - 1 books and stories free download online pdf in Gujarati

નસીબ પ્રેમ નું... - ભાગ - 1


દૃશ્ય -1
વિનય ભાઈ ખુબ જ ઉતાવલે પગે કૃતિ બેન ને બધું સમજવી ઘર ની બહાર જઈ રહયા હતા ત્યાં બુમ સાંભળી તે સાંભળીને તોઓ દરવાજા પાસે જ ઉભા રહી ગયા..
વિનય ભાઈ ને તેમની એક માત્ર ખુબ જ લાડકી દીકરી નંદી બોલાવી રહી હતી .. નંદી દોડતી દોડતી તેના પપ્પા પાસે આવી અને તેની કાલી ઘેલી ભાષ માં પુછવા લાગી પપ્પા તમે ક્યાં જાવ છો .વિનય ભાઈ નંદી ને કહ્યું હું જલ્દી આવીશ અને વિનય ભાઈ કૃતિ બેન ને નંદી નું ધ્યાન રાખવા કંઈ ને ઉતાવળા પગે ઘર ની બહાર જતા રહ્યાં
નંદી ને પોતાની વાત નો જવાબ ન મળતા તે તેની મમ્મી પાસે જાય છે અને પુછે છે મમ્મી પપ્પા ક્યાં ગયા કૃતિ બેન નંદી ને જવાબ આપતા કહે છે પપ્પા જલ્દી આવી જશે કૃતિ બેન ને વિનય ભાઈ ની ચિંતા થાય છે .નંદી ને ભૂખ લાગે છે એટલે તે કૃતિ બેન પાસે જમવાનું માંગે છે કૃતિ બેન નંદી ને જમવા લઈ જાય છે

(વિનય ભાઈ ખુબ જ પ્રામાણિક વ્યક્તિ તેઓ ગામ થી શહેર માં કમાવા આવ્યા હોય છે તમનો ખૂબ જ નાનો પરિવાર .તેમના પરિવાર માં માત્ર 3 વ્યક્તિ હતા વિનય ભાઈ પોતે કૃતિ બેન અને નંદી .નંદી તેમની એક માત્ર દીકરી હતી તેથી તેમને અને ખૂબ જ લાડ લડાવતા વિનય ભાઈ
એક બંગલા માં નોકર તરીકે કામ કરતા હતા તેઓ નો સ્વભાવ સાવ સામાન્ય હતો તેઓ ઈમાનદારી માં માનતા
વિનય ભાઈ જયા કામ કરતા ત્યાં ક્યારેક નંદી ને પણ લઇ જતા . વિનય ભાઈ ના શેઠ નું નામ કિશોર ભાઈ હતું તેમનો
પોતાનો ખુબ મોટો બિઝનેસ હતો .વિનય ભાઈ ના શેઠનો એક દીકરો હતો.તેમના દિકરા નું નામ નક્ષ હતું.જે નંદી ની ઉંમર નો જ હતો જયારે નંદી ત્યાં જયા ત્યારે તે એની સાથે રમતો તેના પિતા ને તે ન ગમતું પરંતુ તે કોઇ ની વાત ન માનતો અને નંદી સાથે રમતો તે નાનો હોવાથી કિશોર ભાઈ ની ઇચ્છા ન હોવા છતાં તેને કંઈ ના કહેતા નક્ષ અને નંદી વચ્ચે ખુબ પાકી મિત્રતા થઇ ગઈ હતી આ બધું કિશોર ભાઈ ને ગમતું ના હતું .અને તેઓ નક્ષ ને પણ કંઈ કહી શકતા ન હતા તેથી તેમને નક્ષ ને ભણવા માટે હોસ્ટેલમાં મોકલી દે છે .નક્ષ ની ઇચ્છા ન હોવા છતાં હોસ્ટેલ માં જવું પડે છે .ત્યારથી નક્ષ અને નંદી અલગ પડી જાય છે)

કૃતિ બેન ને હજુ પણ વિનય ભાઈ ની ચિંતા માં હતા
નંદી તમને ક્યારની બોલાવી રહી હતી પરંતુ તેઓ ખુબ ઊંડા વિચારોમાં ખોવાયેલાં હતા .અંતે નંદી એ તમને હલાવ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે નંદી તમને કયારની બોલવી રહી છે નંદી કહે છે મમ્મી કયારનોય કોઈ નો ફોન આવે છે નંદી ની વાત સાંભળીને તેઓ ફોન ઉચકે છે ફોન માં વાત કરવા દરમિયાન તેઓ ખુબ જ ગભરાઇ જાય છે અને તમેના હાથ માંથી મોબાઈલ પડી જાય છે તેઓ નંદી ને લઇ ને ફટાફટ ઘર ની બહાર તાળું મારી ને નીકળે છે...

વિનય ભાઈ શા માટે ગભરાયેલા હોય છે ?અને તેઓ ક્યાં જાય છે ? કૃતિ બેન ને કોનો ફોન આવ્યો હોય છે જેથી તે આટલા બધા ગભરાય જાય છે ? આ બધા સવાલ ના જવાબ આગળ ના ભાગ માં ...
ક્રમશ....
(આ મારી નવલકથા નો પહેલો ભાગ છે પ્રતિભાવ આપી જણાવજો કેવો લાગ્યો)