Nasib Prem nu - 3 books and stories free download online pdf in Gujarati

નસીબ પ્રેમ નું... - ભાગ 3

( આગળ જોયું કે નંદી નું એક્સિડન્ટ થાય છે .ડૉક્ટર કહે છે કે તેની હાલત બોવ જ ખરાબ છે ડૉક્ટર ૨૪ કલાક નો ટાઈમ આપે છે વિનુભાઈ નંદી ના હોશ માં આવવાની રાહ જોતા હોય છે હવે આગળ .....)

સવાર ની સાંજ પડી જાય છે પણ હજુ સુધી નંદી ને હોશ આવ્યો ન હતો વિનુભાઈ ને નંદી ની ખુબ જ ચિતા થાય છે એટલા માં જ નર્સ વિનુભાઈ ને જણાવે છે કે નંદી ને હોશ આવી ગયો છે તમે અને મળી શકો હું ડૉક્ટર ને બોલાવી લાવું વિનુભાઈ જેવા નંદી પાસે જાય છે નંદી વિનુભાઈ ન પૂછે છે તમે કોણ છો વિનુભાઈ ને આ સાંબળી ને ખુબ જ નવાઈ લાગે છે નંદી વિનુભાઈ ને પૂછે છે હું કોણ છું એટલી વાર માં ડૉક્ટર આવે છે અને નંદી ને ચેક કરે છે ડૉક્ટર નંદી ને પુછે છે તને કેવું ફીલ થાય છે ત્યારે નંદી જવાબ આપતા કહે છે હું અહીં કેવી રીતે આવી
મારું નામ શુ છે તમે કોણ છો નંદી ના આવા સવાલ સાંભળીને વિનુભાઇ ને નંદી ની ખુબ ચિતા થવા લાગી નંદી ની આવી હાલત જોતાં ડોક્ટરે વિનુભાઇ ભાઈ ને બહાર આવવા કીધું વિનુભાઇ અને ડોક્ટર બહાર જાય છે

ડોક્ટર વિનુભાઇ ને પુછે છે કે તમે નંદી ના પિતા છો વિનુભાઇ જવાબ આપતા કહે છે નંદી ના માતા પિતા મૃત્યુ પામ્યા છે એનું આ દુનિયા માં મારા સિવાય કોઇ નથી ડોક્ટર વિનુભાઇ ને કહે છે ઍક્સિડન્ટ ને કારણે નંદી ને માથા માં ખુબ જ ઈજા થાય છે તેથી તેને કંઈ યાદ નથી વિનુભાઇ ડોક્ટર ને પુછે છે તેને કેટલા સમય માં બધું યાદ આવશે ડોક્ટર જવાબ આપતા કહે છે તે કહેવું મુશ્કેલ છે અને જો તેને યાદ કરવાની કોશિશ કરવા માં આવશે તો દિમાગમાં વધુ જોર આવવા ના કારણે કોમા માં જઈ શકે છે એટલે તેને જયાં સુધી જાતે બધું યાદ ના આવે ત્યાં સુધી તેને યાદ કરવાની કોશિશ ના કરતા ડોક્ટર આટલું કહી ને જતા રહે છે

વિનુભાઈ નંદી પાસે જાય છે તે જેવા નંદી પાસે જાય છે નંદી પુછે છે તમે કોણ છે તમે મને ઓળખો છો મારું નામ શું છે મારા માતા પિતા કોણ છે તમે મારા માતા પિતાને ઓળખો છો મને કંઈ યાદ નથી આવતું નંદી ને વાત સાંભળીને વિનુભાઇ ડોક્ટર ની વાત યાદ આવે છે અને નંદી ના માથા પર હાથ ફેરવતા કહે છે તું મારી દીકરી છે તારું નામ નંદી છે તું મારી દીકરી છે અને તારું ઍક્સિડન્ટ થયું હતું જેના કારણે તું બધું ભૂલી ગઇ છું ડોક્ટરે તેને આરામ કરવા કીધું છે દિમાગ પર વધું જોર ના આપ તારી તબિયત ખરાબ થઈ જશે ડોક્ટરે કીધું છે તેને જલ્દી બધું યાદ આવી જશે નર્સ આપેલ દવા ને કારણે નંદી ને ઊંઘ આવી જાય છે

નંદી ના સુઈ ગયા પછી વિનુભાઈ રૂમ ની બહાર જાય છે રૂમ ની બહાર જતા જ વિનુભાઈ ને રૂમ ની સામે હોસ્પિટલ માં રહેલું મંદિર દેખાય છે વિનુભાઈ ત્યાં જાય છે ભગવાનને પાર્થના કરતા કહે છે કે મને માફ કરશો મેં નંદી ને ખોટું કીધું ડૉક્ટર ના કીધું અમે જયાં સુધી અને જાતે યાદ ના આવે ત્યાં સુધી અને યાદ અપાવાની કોશિશ ના કરવી જો હું એને બધું સાચું કહી દેત તો એ સહન ના કરી શકેત આજ થી એ મારી દીકરી હું અને મારી દીકરી ની જેમ જ ઉછેરીશ જ્યાં સુધી અને જાતે યાદ ના આવે ત્યાં સુધી હું અને કઈ યાદ નઈ આપવું જયાં સુધી એ સમજાણી નઈ થયાં ત્યાં સુધી અને માતા પિતા સાથે શુ થયું તે નઈ જણાવું વિનુભાઇ આટલી પાર્થના કરી નંદી ના રૂમ પાસે જતા રે છે...વધુ આગળના ભાગ માં..
ક્રમશ્...
(શું નંદી ને બધું યાદ આવશે ? તેને તેના માતા પિતા વિશે ખબર પડશે?વિનુભાઇ ને કયા રાજ વિશે ખબર છે?જે વાત તેઓ નંદી ને અત્યારે જાણવા નથી માંગતા? નંદી ના માતા પિતા સાથે શુ થયું ?તેમને પેલા વ્યક્તિ એ શા માટે મારી નાખ્યા ?શું આ બધી વાત ની નંદી ને ખબર પડશે અને ક્યારે ખબર પડશે ?)
( નંદી એ એના નસીબ ના કારણે તેના માતા પિતા ને ગુમાવ્યા ત્યાં જ બીજી બાજુ તેના નસીબ ને કારણે તેને પિતા રૂપે વિનુભાઇ ને મેળવ્યા આ નવલકથા નંદી તેને નસીબ ને કારણે કંઈક ગુમાવતી રહશે અને બીજી બાજુ તેના નસીબ ને કારણે મેળવતી રહશે..)