ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-7 in Gujarati Novel Episodes by Rinku shah books and stories Free | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-7

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-7


અકીરા અને અજયકુમાર એલ્વિસના મોડા આવવા અંગે જ્યારે વાત કરી રહ્યા  હતાં.તે સમય દરમ્યાન જ ડાયરેક્ટર ત્યાં આવ્યા.

"અજયકુમારજી-અકીરા,સારું થયું તમે અહીંયા મળી ગયાં."ડાયરેક્ટરે કહ્યું.

"કેમ શું થયું?"અજયકુમારે પુછ્યું.

"એલ્વિસ આજે નહીં આવી શકે શુટીંગ કેન્સલ થયું છે."ડાયરેક્ટરે કહ્યું.આ વાત સાંભળી અજયકુમાર ચિંતામાં આવી ગયો અને અકીરાને રાહત અનુભવાઇ.

"કેમ? શું થયું તેને?તે કેમ નહીં આવી શકે?અમારી ડેટ્સ ફાલતું છે?અમે નવરા નથી.કેટલી મુશ્કેલી સાથે મારા મેનેજરે આ ડેટ્સ એરેજં કરી છે.તે સમજે છે શું પોતાની જાતને?તે હશે સુપરસ્ટાર પણ મારાથી મોટો નહીં."અજયકુમાર ખૂબ જ ગુસ્સામાં લગભગ બુમો પાડી રહ્યો  હતો.

"અજયકુમારજી,શાંત થાઓ.મારી વાત તો સાંભળો.એલ્વિસ એટલા માટે નહીં આવી શકે કેમ કે તેમનો અકસ્માત થયો છે.તેમને હાથે વાગ્યું છે અને પાટો આવ્યો છે.ડોક્ટરે તેમને બે દિવસ સંપૂર્ણ આરામ કરવા કહ્યું છે."ડાયરેક્ટરની વાત સાંભળીને અજયકુમાર ચુપ થઇ ગયો પણ તે વધુ ગુસ્સામાં અને ચિંતામાં એટલે હતો  કેમ કે એલ્વિસના ના આવવાથી તેનો પ્લાન ફેઇલ થઇ ગયો.
અકીરાએ રાહત અનુભવી અને તે જતી રહી.અકીરા પોતાના મેકઅપ રૂમમાં ગઇ તે ખુશ હતી.તેને અજયકુમારે જે કામ સોંપ્યું હતું તે ખૂબ જ ખતરનાક હતું.

એલ્વિસના અકસ્માતની ખબર તેને ચિંતા અપાવી ગયું.તેટલાંમાં તેની મમ્મી આવી.તેણે પુછ્યું કે અજયકુમારે તેને કેમ બોલાવી હતી?

અકીરાએ કોમ્પ્રોમાઇઝ વાળી વાત તેની માતાથી છુપાવી હતી.તેણે કહ્યું," મમ્મી,અજયકુમારે મને એલ્વિસ પર ખોટો રેપનો આરોપ મુકવા કહ્યું.તેમણે મને ધમકી આપી હતી કે જો મે આ ના કર્યું તો તે મને આ ફિલ્મમાંથી કઢાવી મુકશે.

મમ્મી,એલ્વિસ ખૂબ જ સારા છે.આજે હું તને કઇંક કહેવા માંગુ છું.મને એલ્વિસ સાથે પ્રેમ થઇ ગયો છે.હું તેમની સાથે લગ્ન કરીને સેટલ થવા માંગુ છું.આ દેખાડાની દુનિયા બહારથી જેવી દેખાય છે તેવી નથી.એલ્વિસ ખૂબ જ સારા છે.તેમની સાથે લગ્ન કરીને હું ખૂબ જ ખુશ રહીશ."અકીરાનું આટલું બોલતા જ તેની મમ્મી મધુબાલાએ તેને થપ્પડ માર્યો.અકીરા આઘાત પામી.
"ભાન છે તને શું બોલે છે?આ ફિલ્મલાઇનમા તને હિરોઈન બનાવવા  મે મારી જાત ધસી છે.દિવસ રાત તારી પાછળ મહેનત કરી છે અને હવે જ્યારે આ મહેનત રંગ લાવે છે ત્યારે તારે લગ્ન કરવા છે.

ખબરદાર,જો લગ્નની વાત કરી છે તો.આ વિચાર તારા મનમાંથી બહાર કાઢ નહીંતર મારાથી ખરાબ બીજું કોઇ નહીં થાય.એ બધી વાત છોડ.આ ફિલ્મ મેળવવા તે કેટલા કોમ્પ્રોમાઇઝ કર્યા છે.તે વાત તે મને ભલે ના જણાવી હોય પણ તારી માઁ આ ફિલ્મજગતમાં તારા કરતા વધુ સમય ગાળી ચુકી છે..
અત્યારે પણ તું શું કરીને આવી છે તેની નિશાની મને દેખાઇ રહી છે."મધુબાલાએ કહ્યું.

હવે આઘાત પામવાના વારો અકીરાનો હતો.તેણે પોતાના ગળા પરના નિશાન સ્કાર્ફ વળે છુપાવવાના પ્રયાસ કર્યા.તેની મમ્મીએ તે સરખો કર્યો અને બોલી,"અહીં આગળ વધવા આવું ઘણુંબધું કરવું પડશે તારે.મારી પાસે એક ઉપાય છે.જેમા આપણો બંનેનો ખૂબ ફાયદો થશે."

"તે શું છે,મમ્મી?"

"એ જ તું આજે રાત્રે આઠ નવ વાગ્યે એલ્વિસના ઘરે જા.તેની ખબર પુછવાના બહાને.કાલે તેણે તારી જે મદદ કરી તેનો આભાર માનજે અને પછી અાજે અજયકુમાર જે કર્યું અને કહ્યું તે એવીરીતે તેને કહેજે જેથી એલ્વિસને તારા પર દયા અાવે.તેની સિમ્પથી ગેઇન કરજે.

લગ્ન કરવાની ના પાડી છે તેને તારા પ્રેમના જાળમાં ફસાવીને તેને તારા ઇશારા પર નચાવવાની ના નથી પાડી."મધુબાલાની વાત સાંભળી તેના ચહેરા પર ચમક આવી ગઇ.
"ઓહ મમ્મી,યુ આર ગ્રેટ.હું આજે જ જઈશ."અકીરાએ ખુશીથી કહ્યું.તે પોતાની મમ્મીના ગળે લાગી ગઇ.

**********
અહીં એલ્વિસને હોસ્પિટલથી લઇને વિન્સેન્ટ હમણાં જ ઘરે આવ્યો.તેણે એલ્વિસને તેના રૂમમાં સુવાડાવ્યો.વિન્સેન્ટ ખૂબ જ ગુસ્સામાં હતો.તે એકતરફ ગુસ્સામાં એલ્વિસને જોઇ રહ્યો  હતો જ્યારે  બીજી બાજુએ તે ડોક્ટરની ફાઇલ અને રિપોર્ટ્સ કબાટમાં મુકી રહ્યો  હતો.

અહીં  એલ્વિસ આ બધું જોઇ રહ્યો  હતો પણ તેને કોઇ ફરક નહતો પડતો.તે તો ખોવાયેલો હતો તે સ્પર્શમાં,તે અહેસાસમાં,તે ફરીથી પ્રેમમાં પડવાના અહેસાસમાં.તેટલાંમાં ગુસ્સે થયેલા વિન્સેન્ટે કબાટનું બારણું જોરથી બંધ કર્યું.
"શું છે તને? કેમ આટલો ગુસ્સે થયેલો છે?અકસ્માત તો થયા કરે.જીવનમાં ક્યારે કોની સાથે કેવો અકસ્માત થાય શું ખબર.તું એવો ગુસ્સે થયો છે કે તારું ચાલે તો મારો બિજો હાથ તોડી નાખે."એલ્વિસે કહ્યું.

"હા મન તો એવું જ થાય છે.તને સામે આવેલી દિવાલ  ના દેખાય.તું એવી તો કેવી ધૂનમાં ગાડી ચલાવતો હતો."વિન્સેન્ટે કહ્યું.

સવારે રનબીરને મુકીને જાનકીવિલામાંથી નિકળેલો એલ્વિસ અડધો પાગલ થઇ ચુક્યો હતો.તેના હોઠે તેના ગાલ પર કરેલા સ્પર્શે તેને મદહોશ કરી નાખ્યો હતો.તે ધૂનમાંને ધૂનમાં ગાડી ચલાવીને ઘરે આવી ગયો સેટ પર જવાની જગ્યાએ.ઘરની બહાર સિક્યુરિટી ગાર્ડ્સ દરવાજો ખોલે તે પહેલા ફરીથી પ્રેમમાં પડવાના અહેસાસમાં ખોવાયેલો એલ્વિસ દરવાજો તોડીને સામે દિવાલે ગાડી લઇને અથડાયો.આગળનો કાચ ધડાકાભેર તુટી જતા.તેણે પોતાના ચહેરાને બચાવવા હાથ ચહેરા આડો કરી દેતા તે બચી ગયો પણ તેને હાથે વાગ્યું હતું.

"ચિલ,એર ક્રેક જ છે.મટી જશે.તું એક વાત સાંભળીશને તો તારો ગુસ્સો ગાયબ થઇ જશે.તને ખબર છે તારા ભાઇની આ હાલત કેમ થઇ.કેમ કે આઇ એમ ઇન લવ."એલ્વિસે જોરથી ચિસ પાડી અને પોતાના ગાલને સહેલાવવા લાગ્યો.
વિન્સેન્ટ સુખદ  આશ્ચર્ય પામ્યો
"વોટ!ઓ ગોડ! કોણ છે તે?પેલી અકીરા?"વિન્સેન્ટે પુછ્યું.

"ના,તેનું  નામ મને નથી ખબર.આજે સવારે જ એક ક્ષણમાં તે મારા હ્રદયમાં વસી ગઇ એવીરીતે કે જાણે વર્ષોથી તે તેના માલિકીની જગ્યા  હોય."એલ્વિસ બોલ્યો.તેણે સવારે બનેલી ઘટના કહી.વિન્સેન્ટ એલ્વિસ પાસે આવ્યો જે તેના ગાલને સહેલાવી રહ્યો  હતો.તે એલ્વિસની આ હાલત જોઇને હસ્યો.
"એલ્વિસ,તારો ચહેરો ખૂબ જ ગંદો છે.લાવ ફેસ વાઇપ્સથી ક્લિન કરી દઉં."વિન્સેન્ટ તેને ચિઢવવા બોલ્યો.

"ચલ હટ,આ ચહેરો તો એક અઠવાડિયા સુધી નહીં ધોઉં."પ્રેમમાં પાગલ થયેલો એલ્વિસ બોલ્યો.

"એલ,તે છોકરી તારા કહેવા પ્રમાણે તારાથી દસથી બાર વર્ષ નાની છે.કદાચ તે તારું સ્ટેટ્સ અને ફેઇમને જોઇ તારા પ્રેમમાં પડી પણ જાય.તો શું? આ સંબંધ લાંબો સમય નહીં ટકે.

આજકાલના છોકરા છોકરીઓ મેચ્યોર એટલે કે પરિપક્વ નથી હોતા.તે ખૂબ જ એમ્બીશિયસ હોય છે.બની શકે તે તારો ઉપયોગ કરે તેનો લક્ષ્ય પુરો કરવા.એલ,તું મારો દોસ્ત,મારો ભાઇ અને મારા પરિવાર જેવો છે.હું તને વિનંતી કરું છું.

આ વખતે પ્રેમમાં પડવામાં ઉતાવળ ના કર.આપણે તે છોકરીને મળીશું.તેના વિશે જાણીશું.પછી નિર્ણય લઇશું."વિન્સેન્ટે કહ્યું.

તેની વાતો સાંભળીને એલ્વિસ વિચારમાં પડી ગયો.તેણે હકારમાં માથું હલાવ્યું.તે બોલ્યો,"એક વાત તો છે.તારા ભાઇનું હ્રદય તો તે છોકરી પાસે જ છે.મને મળવું છે તેને ફરીથી."

"તે છોકરી મેચ્યોર હોય કે ના હોય.મારો ભાઇ તો મેચ્યોર નથી જ.તું છેને કોલેજમાં ભણતા છોકરા જેવું કરે છે."વિન્સેન્ટ હસીને બોલ્યો.

"મને શું ખબર કોલેજમાં ભણતા છોકરાઓ શું કરતા હોય?હું ક્યાં કોલેજ ગયો છું.૧૨માં સુધી માંડ ભણી શક્યો છું.તે તો ભલુ થજો વિલિયમ અંકલનું જેમણે મારી લાઇફને જળમૂળથી બદલી નાખી.ગલીમાં ભટકતા એલને ડેશિંગ સુપરસ્ટાર એલ્વિસ બેન્જામિન બનાવી દીધો."એલ્વિસ બેફિકરાઇથી હસીને બોલ્યો.

"સારું એલ,તેનું નામ શું છે?"

"નથી ખબર."

"વેરી ગુડ.નામ પણ ખબર નથી અને ભાઇ પ્રેમમાં પડી ગયાં."

એલ્વિસે તેની સામે મોહક સ્મિત આપી.તેણે પોતાના મોબાઇલમાંથી તેનો ફોટો વિન્સેન્ટને બતાવ્યો.
*****
અહીં કિઆરા અને અહાના કોલેજ ખતમ કરીને જાનકીવિલામાં આવ્યા.કિઅારાનું ધ્યાન આજે આયાનની વાતોમાં અને સવારે મળેલા તે પુરુષમાં હતું.

તેણે તેના વિશે જાણવાનું નક્કી કર્યું.ડ્રોઇંગરૂમમાં બેસેલા રનબીરને તેણે પુછ્યું,"હાય રનબીર,કેમ છે? કેવું ચાલે છે?"

"બસ એકદમ મસ્ત.તું કેમ છે?"

"સરસ,અમ્મ રનબીર સવારે આપણા ઘરે કોઇ આવ્યું હતું?"અંતે તેણે હિંમત કરીને પુછી લીધું.

"ના કેમ?"

"અરે કોઇક તો આવ્યું  હતું.તે મને જોરથી બહાર..."તે બોલવા જતા અટકી ગઇ

"અરે હા,એલ્વિસ આવ્યો હતો.મારો નવો મિત્ર.સુપરસ્ટાર એલ્વિસ બેન્જામિન."રનબીરે કહ્યું.

"તે કોણ છે?" કિઆરાએ પુછ્યું.
"તને નથી ખબર?" રનબીરે પુછ્યું.
"ના." કિઆરાએ માસુમીયત સાથે કહ્યું.
"ગુગલમાં સર્ચ કરજે.ખબર પડી જશે."રનબીર હસતા હસતા જતો રહ્યો.

"એલ્વિસ બેન્જામિન,હમ્મ જાણવું પડશે.તેમના વિશે.સવારથી મારા મન પર અને મારા વિચારો પર છવાયેલા છે."કિઆરા સ્વગત બોલી.

"કોણ છવાયેલું છે?" સામે આવીને કોઇ બોલ્યું.

કિઆરા ડરીને સામે જોવા લાગી.

શું અકીરા એલ્વિસને પોતામા પ્રેમજાળમાં ફસાવી શકશે?
શું થશે જ્યારે અકીરા એલ્વિસને મળવા આવશે?
એલ્વિસ શું કરશે તે છોકરીનું નામ જાણવા માટે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Mamta Patel

Mamta Patel 1 month ago

yogesh dubal

yogesh dubal 2 months ago

Dipti Koya

Dipti Koya 2 months ago

Heena Suchak

Heena Suchak 4 months ago

ATULCHADANIYA

ATULCHADANIYA 4 months ago