ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-10 in Gujarati Novel Episodes by Rinku shah books and stories Free | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-10

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-10


(અકીરાએ એલ્વિસને અજયકુમારના ઇરાદા વિશે જણાવ્યું.તેણે એલ્વિસને પોતાની જાળમાં ફસાવવાની કોશીશ કરી પણ એલ્વિસ અને વિન્સેન્ટે તેના પ્લાનને નિષ્ફળ બનાવી દીધો.હાથની ઇજા ઠીક થયા પછી એલ્વિસ જાનકીવીલામાં ગયો.જ્યા તેને તેની સ્વપ્નસુંદરીનું નામ જાણવા મળ્યું.તે કિઆરાને કોલેજ તેની ડ્રોપ કરવા જતો હતો.તે ખૂબ જ ખુશ હતો કેમકે તેની સ્વપ્નસુંદરી તેની બાજુમાં બેસવાની હતી.)

એલ્વિસ સાતમાં આકાશ પર હતો.તેની ગાડીમાં આજે તેની સ્વપ્નસુંદરી બેસવાની હતી.તે ખુબજ સુંદર લાગી રહી હતી.મરૂન કુરતી અને સફેદ પાયજામામાં તેના કમર સુધીના વાળમાં ઢીલો ચોટલો વાળેલો હતો.તે અન્ય મોર્ડન છોકરીઓ કરતા સાવ અલગ હતી.કિઆરા એક મોહક સ્માઇલ આપીને તેની ગાડીમાં બેસી.

"એલ્વિસ,યાર તું  તો ગયો.આજે કિઆરાને જોવાના ચક્કરમાં ગાડી ના ભટકાવી દેતો."એલ્વિસ કિઆરાની સ્માઇલથી ઘાયલ થતાં સ્વગત બોલ્યો.

"મિ.સુપરસ્ટાર,મને લેટ થઇ રહ્યું છે."કિઆરાનો મધુર અવાજ એલના કાને પડ્યો.તે આવીને ડ્રાઇવિંગ સીટ પર બેસ્યો.કિઆરા પણ તેની બાજુમાં બેસી.એલ્વિસના પરફ્યુમની સુગંધ અને એક અલગ અહેસાસ કિઆરાને છેક અંદર સુધી મહેકાવી ગયો.

આજ પહેલા ક્યારેય પણ કોઇ છોકરાની સાથે આ રીતે એકલી  નહતી બેસી.ગાડીમાં બેસવાની વાત દુર રહી તેણે કોઇ છોકરા સાથે વાત પણ નહતી કરી.

એલ્વિસની આસાપાસ ગ્લેમરની કે સુંદરતાની કોઇ જ કમી નહતી.કિઆરાની સાદગી,સરળતા અને પવિત્રતા તેની વાત જ અલગ હતી.તે લોકો એલ્વિસની મોંધી કારમાં બેસીને કિઆરાની  કોલેજ જવા નિકળ્યાં.આજે પહેલી વાર એલ્વિસ એકસાઇટેડ હતો.એવું નહતું કે આ પહેલા તેની બાજુમાં કોઇ છોકરી નહતી બેસી પણ કિઆરાની વાત અલગ હતી.

અડધા રસ્તા સુધી બન્ને ચુપ હતા.કિઆરા ચુપચાપ બારીની બહાર જોઇ રહી હતી.કિઆરા વિચારી રહી હતી કે તે શું વાત કરે આટલા મોટા સુપરસ્ટાર સાથે.તેનું હ્રદય જોર જોરથી ધડકી રહ્યું  હતું.જેનું કારણ તે સમજી નહતી શકતી.

જ્યારે એલ્વિસે આ ચુપકીદી તોડવાનો નિર્ણય કરતા કહ્યું,
"હાય કિઆરા,તે દિવસ માટે સોરી.હું મોબાઇલમાં વ્યસ્ત હતો અને સામે તમે દેખાયા નહીં.તમને વાગ્યું નહતુંને?"એલ્વિસે વાતની શરૂઆત કરી.

"અરે ના ના,ખાલી બુક્સ જ પડી હતી."કિઆરા કાંપતા અવાજે બોલી.

"લાગે છે કે તમને વાંચવાનો ખુબજ શોખ છે.કેટલી બધી બુક્સ હતી!"એલ્વિસે કહ્યું.

"હા ખુબજ.મને વાંચવાનો ખુબજ શોખ છે.સીટી લાઇબ્રેરીમાં રેગ્યુલર જઇને બુક્સ લાવું છું.હું ક્રિમિનોલોજીનું સ્ટડી કરું છું  તો તેના વિશે હું વાંચતી રહું છું.
તે સિવાય મને નોવેલ વાંચવી પણ ગમે છે.હિન્દી ,ગુજરાતી અને ઇંગ્લીશમાં રોમેન્ટિક નોવેલ મને બહુ જ ગમે છે."પુસ્તકોનું નામ આવતા જ કિઆરા એકદમ ઉત્સાહિત થઇ ગઇ.તેના ચહેરાની આ ઉત્સુકતા એલ્વિસ ભાળી ગયો.

"તો તો તમારે મારા ઘરે આવવું જોઇએ.મારા ઘરે ખૂબ જ મોટી લાઇબ્રેરી છે અને વર્લ્ડ બેસ્ટ બુક્સ.એ પણ ઓથર સાઇન્ડ  કોપી"એલ્વિસે ગપ્પુ માર્યુ.

"સાચે?"કિઆરા એકદમ ઉત્સાહિત થઇને બોલી.

"હા તો.આ મારો નંબર  સેવ કરી લો.તમે મને મેસેજ કરો હું નંબર સેવ કરી લઉં તમારો.તો તમે મને  ફોન કરજો હું પર્સનલી તમને આવીને લઇ જઇશ."એલ્વિસે સ્માર્ટનેસ વાપરીને કિઆરાનો નંબર લઇ લીધો.

કિઆરાની કોલજ આવી ગઇ.ગાડીમાંથી ઉતરીને કિઆરા જવા લાગી અચાનક પાછી આવીને બોલી,
"થેંકસ મિ.ડેશિંગ સુપરસ્ટાર  ફોર  ધ લિફ્ટ અને હા તમારી વર્લ્ડ બેસ્ટ લાઇબ્રેરીની મુલાકાત લેવા જલ્દી  જ આવીશ."

"શ્યોર તમારા ફોનની રાહ જોઇશ.મિસ.બ્યુટીફુલ."એલ્વિસ કિઆરાની આંખોમાં જોઇને બોલ્યો.તેણે કિઆરા તરફ પોતાનો હાથ લંબાવ્યો.કિઆરાએ તે હાથ પકડી લીધો.એક ક્ષણ માટે બંનેએ તે એકબીજાનો હાથ પકડી રાખ્યો.પાછળ ગાડીનો હોર્ન વાગતા તે બંનેએ હાથ છોડાવ્યો.

"બાય મિ.સુપરસ્ટાર." આટલું કહી કિઆરા હસીને જતી રહી.

"બાય." એલ્વિસે કહ્યું.

એલ્વિસ ખુબ થઇ ગયો પણ સાથે ટેન્શનમાં આવી ગયો કેમ કે તેના ઘરે લાઇબ્રેરી તો હતી જ નહીં.લાઇબ્રેરી તો દુર બુક પણ નહતી.

"ઓહ ગોડ,જીસસ આ શું કરી દીધું મે?ઉત્સાહમાં અને ઉત્સાહમાં આવીને કહી દીધું કે મારા ઘરે મોટી લાઇબ્રેરી છે પણ મારા ઘર તો એક પણ બુક નથી."એલ્વિસ બોલ્યો.તેણે ફટાફટ વિન્સેન્ટને ઘરે બોલાવ્યો.

વિન્સેન્ટ ફટાફટ ઘર અાવ્યો.તે ખૂબ જ ટેન્શનમાં હતો.

"એલ,શું થયું?મને આમ અચાનક કેમ બોલાવ્યો?"વિન્સેન્ટે પુછ્યું.

"બહુ મોટી પ્રોબ્લેમ ઊભી થઇ ગઇ ,દોસ્ત."એલ્વિસે કહ્યું.

"શું ? પેલી અકીરાએ કઇ કર્યું?"વિન્સેન્ટે પુછ્યું.

"ના,આજે મને મારી સ્વપ્નસુંદરીનું નામ જાણવા મળ્યું.તેનું નામ કિઆરા લવ શેખાવત છે."એલ્વિસે કહ્યું.

"તો તેનું નામ પ્રોબ્લેમ છે કે તેને મળ્યો એ પ્રોબ્લેમ છે?"

"ઓહ,ના તે પ્રોબ્લેમ નથી.મે તેને ગાડીમાં લિફ્ટ આપી.તે મારી કારમાં મારી સાથે બેસી હતી."એલ્વિસ બોલ્યો.

"ઓહ તો આ પ્રોબ્લેમ છે?"

હવે એલ્વિસને વિન્સેન્ટ પર ખૂબ જ ગુસ્સો આવ્યો.
"વિન્સેન્ટ,શટ અપ હવે મારી પુરી વાત સાંભળ.કિઆરાની સાથે ગાડીમાં વિતાવેલો સમય બેસ્ટ હતો અને તે પ્રોબ્લેમ નથી.વાત એમ છે કે આપણે રાતોરાત મારા આ ઘરમાં મોટી લાઇબ્રેરી બનાવવી પડશે."એલ્વિસે કિઆરા આગળ જે બાફ્યું હતું તે કહ્યું.

વિન્સેન્ટને ખૂબ જ ગુસ્સો આવ્યો.તે ખુરશી પર ચઢીને તાલી પાડવા લાગ્યો.
"વેરી ગુડ સુપરસ્ટાર એલ્વિસ બેન્જામિન.કોન્ગ્રેચ્યુલેશન્સ તમે પ્રેમમાં પાગલ થઇ ગયા છો અને હું આ પાગલપનમાં તમારી સાથે બિલકુલ નથી."વિન્સેન્ટે ગુસ્સામાં કહ્યું.

"પ્લીઝ દોસ્ત,મારા પ્રેમની ગાડીનો કંટ્રોલ તારા હાથમાં છે.તેનો એક્સિડેન્ટ ના કરાવીશ." એલ્વિસે માસુમ ચહેરો બનાવતા કહ્યું.

"એક તો  આ તારો બેબી ફેઇસ મને હંમેશાં મજબુર કરી દે છે.થઇ જશે બે દિવસમાં તારા આ મહેલમાં વર્લ્ડની તો નહીં પણ બેસ્ટ લાઇબ્રેરી બની જશે અને કિઆરા એલ્વિસ બેન્જામિનની પસંદગીના વિષયની પુસ્તકો પણ આવી જશે."વિન્સેન્ટે હસતા કહ્યું.

"આઇ લવ યુ વિન્સેન્ટ .કેટલું સારું લાગે છે સાંભળીને.કિઆરા એલ્વિસ બેન્જામિન.આઇ લવ હર.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું."એલ્વિસે કહ્યું.

"એ પણ ખૂબ જ જલ્દી થશે.મારા દોસ્તને ના પાડે તેવી કોઇ શક્યતા નથી.હા એલ,મિ.અગ્રવાલના ત્યાં આજે સાંજે એક પાર્ટી છે તેમા તારે જવું પડશે.મિ.અગ્રવાલ ખૂબ જ લાંબા સમયથી આપણી સાથે જોડાયેલા છે."વિન્સેન્ટે કહ્યું.

"હા પણ મને આવી બધી પાર્ટીમાં કંટાળો આવે છે."એલ્વિસે કહ્યું.

"એલ,એક કલાક માટે જઇ આવજેને પ્લીઝ."વિન્સેન્ટે કહ્યું.

"ઓ.કે." આટલું કહીને એલ્વિસ ફર

****

કિઆરા એલ્વિસની ગાડીમાંથી ઉતરીને કોલેજના ગેટ પાસે ગઇ જ્યાં બસના ધક્કામુક્કીથી પરેશાન અહાના કિઆરાની રાહ જોઇને ઊભી હતી.

"ઓહો અમે બસમાં ધક્કા ખાતા ખાતા આવીએ છીએ તો પણ સમયસર આવી જઇએ છે અને એક આ રાજકુમારીજી ગાડીમાં ડ્રાઇવર મુકવા આવે તો પણ મોડા આવે.".અહાના સ્વગત બોલી.તેટલાંમાં તેનું ધ્યાન કિઆરા કોઇ અન્યની ગાડીમાંથી ઉતરતી દેખાઇ.તેના ચહેરા પર સ્માઇલ હતી.

"આ કોની સાથે આવી છે?અને કેમ હસે છે?"અહાનાએ વિચાર્યું.કિઆરા અહાના પાસે આવી અને કોઇ કારણોસર ખડખડાટ હસી પડી.

"તું મારા પર સવાલોની ઝડી વરસાવે તે પહેલા જ હું તને બધું જણાવી દઉં.મારી દરેક વાત સાંભળીને આજે તું જલીબુજીને રાખ થઇ જઇશ."કિઆરાએ કહ્યું.

"એ તો વાત સાંભળીને જ નક્કી કરીશું."અહાનાએ કહ્યું.કિઆરા અને અહાના પોતાના ક્લાસ તરફ ચાલતા વાતો કરતા હતા.

"તને ખબર છે કે આજે મને કોલેજ મુકવા કોણ આવ્યું હતું?સુપરસ્ટાર એલ્વિસ બેન્જામિન."કિઆરાએ કહ્યું.તેની વાત સાંભળીને અહાના આશ્ચર્ય પામી.
તેણે અત્યારે બનેલી બધી જ વાત કરી.
"વાઉ તારી પાસે ડેશિંગ સુપરસ્ટાર એલ્વિસ બેન્જામિનનો નંબર છે!તેમણે તને એમના ઘરે આવવા આમંત્રિત કરી?મને વિશ્વાસ નથી આવતો."અહાનાએ કહ્યું.
કિઆરાએ તેને એલ્વિસનો ફોટો બતાવ્યો વોટ્સએપ પ્રોફાઇલમાં.
"એક વાત બીજી કહું.તે મને સ્પેશિયલ અહીં મુકવા આવ્યાં હતા."
"અને તે તું કેવીરીતે કહી શકે?"અહાનાએ પુછ્યું.

"કાલે ગુગલમાં સર્ચ કરતા સમયે મને તેમની હાલમાં ચાલી રહેલી ફિલ્મનું શુટીંગ વેન્યુ જાણવા મળ્યું જે અહીં થી એકદમ વિરુદ્ધ દિશામાં છે.મતલબ તે મને સ્પેશિયલ મુકવા આવ્યા હતા પણ કેમ?"કિઆરાએ પુછ્યું.
"તું કેટલી લકી છે.એક કામ કર તેમના ઘરે જાય ત્યારે પુછી લેજે."અહાનાએ કહ્યું .

"હા ત્યાં તો જઇશ ત્યારે જઇશ પણ આજે આયાનની બર્થ ડે પાર્ટીમાં જવાનું છે.એક વાત મને નથી સમજાતી આટલા મોટા છોકરાની બર્થ ડે પાર્ટી કોણ રાખે?"કિઆરાએ કહ્યું.

"કિઆરા,તું ખરેખર ખૂબ લકી છે.એક તરફ આયાન જેવો કોલેજનો હેન્ડસમ ડ્યુડ તારી પાછળ છે અને બીજી તરફ ડેશિંગ સુપરસ્ટાર એલ્વિસ બેન્જામિન."અહાનાએ નિસાસો નાખતા કહ્યું.
જવાબમાં કિઆરા માત્ર હસી.

સુંદર સોહામણી સાંજ હતી આયાનના વિશાળ ગાર્ડનવાળા બંગલામાં ખૂબ જ ચમક ધમક હતી.ધીમેધીમે મહેમાન આવવાના શરૂ થયા.

આયાને પોતઅ પિતા અપુર્વ અગ્રવાલને કહ્યું,"થેંક યુ પાપા,આટલી ગ્રાન્ડ પાર્ટી માટે અને મેઇન તો કિઆરાના ઘરે આવીને પર્સનલ ઇન્વીટેશન આપવા માટે."
"મારો દિકરો કોઇના આટલા ગાઢ પ્રેમમાં હોય તો મારે તેને મદદ તો કરવી પડેને.ક્યાં છે તારી કિઆરા?"અપુર્વ અગ્રવાલે કહ્યું.

"બસ આવતી જ હશે."આયાનનું આટલું કહેતા જ કિઆરા તેના પુરા પરિવાર સાથે આવી.
બ્લેક  કલરના લોંગ સ્લિવલેસ ગાઉનમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.તેના વાળ ખુલ્લા હતા.ગળામાં ડાયમંડ નેકલેસ શોભી રહ્યો  હતો.

બરાબર તે જ સમયે એક શાનદાર ગાડી આવીને ત્યાં ઊભી રહી.
અપૂર્વ અગ્રવાલ બોલ્યા,"અરે એલ્વિસ સર આવી ગયા.આયાન ધ ડેશિંગ સુપરસ્ટાર ઇઝ હિયર.લેટ્સ વેલકમ હિમ ટુગેધર."

શું કિઆરા અને એલ્વિસ આ પાર્ટીમાં એકબીજાને મળી શકશે?
એલ્વિસની લાઇબ્રેરી તૈયાર થઇ શકશે કેકિઆરા આગળ તેનો રાઝ ખુલી જશે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Mamta Patel

Mamta Patel 1 month ago

yogesh dubal

yogesh dubal 2 months ago

Varsha Prajapati

Varsha Prajapati 3 months ago

Munjal Shah

Munjal Shah 4 months ago

Neelam Luhana

Neelam Luhana 4 months ago