Major Dhyanchand books and stories free download online pdf in Gujarati

મેજર ધ્યાનચાંદ હોકીનાં જાદૂગર

................
મેજર ધ્યાનચાંદ

હોકીનાં જાદૂગર

................

ઓલિમ્પિક રમતોત્સવ રંગારંગ કાર્યક્રમ સાથે પૂર્ણ થયો ત્યારે એક એવાં જાદુગરની વાત કરવી છે જેમનાં વિષે (અને જેમની રમત વિષે પણ) જ્યારે પણ ચર્ચા થઈ હશે, એ કોઈ દંતકથા સમાન લાગી હોય.

“મેજર ધ્યાનચાંદ”

રખને એમ વિચારતાં કે ઉપર "ચાંદ " લખ્યું છે એ ભૂલથી લખ્યું છે. હકીકતમાં “ચાંદ” એ મેજર ધ્યાનચંદને અપાયેલી “તખલ્લુસ” (ઉપનામ કે ઉપમા) હતી.

એમનું નામ સાચું નામ ધ્યાનસિંઘ હતું.

ધ્યાનસિંઘના પિતા બ્રિટિશ આર્મીમાં હતા અને ધ્યાનસિંઘ પણ 16 વર્ષની ઉંમરે બ્રિટિશ ભારતીય સેનામાં ભરતી થયેલા. એ વખતે કવાયતો અને ટ્રેનિંગ બાદ ફુરસદમાં પરેડ ગ્રાઉન્ડમાં હોકી ફૂટબોલ વગેરે રમતો આર્મીના જવાનો રમતા, એમાં ધ્યાનસિંઘ પણ ખરા.

જોકે હોકીની રમત પ્રત્યે અભૂતપૂર્વ લગાવ ધરાવતાં ધ્યાનસિંઘને રમત દરમિયાન કેટલીક ભૂલો સમજાઈ. આથી પોતાની રમતમાં પર્ફેક્શન લાવવાં માટે તેઓ રાત્રે ચાંદની રાતના ચંદ્રના અજવાળામાં પરેડ ગ્રાઉન્ડ પર એકલાં -એકલાં હોકી રમ્યા કરતા. કલાકો સુધી રમતાં-રમતાં એમને પરફેક્ટ ટાઈમિંગ થી પરફેક્ટ એન્ગલે પરફેકટ્ શોટ મારવાની એવી મહારથ કેળવી લીધેલી જે અગાઉ ક્યારે કોઈએ જોઈ કે શીખી નહોતી.

ત્યારબાદ આર્મીની અલગ-અલગ રેજિમેન્ટની હોકી ટોર્નામેન્ટમાં સતત ધ્યાનસિંઘની
જ ટિમ જીતતી. ધ્યાનસિંઘને ચાંદના અજવાળે રાત્રે પ્રેક્ટિસ કરવાની ટેવ હતી એટલે ટીમના અન્ય ખેલાડીઓએ એમને ધ્યાન " ચાંદ " તરીકે ઓળખવું શરુ કરેલું.

જોકે ધ્યાનસિંઘ ઓલમ્પિકમાં ગયા ત્યાં સુધી તેમને કોઈ ખ્યાતિ નહોતી મળી. પણ ઓલમ્પિક પછી ટાઈમ્સ હેરાલ્ડ અને અન્ય અંગ્રેજી અખબારો માં “ધ્યાન ચંદ” તરીકે છપાયું એટલે ભારતના અખબારો અને પાઠ્યપુસ્તકના પોપટિયા ઇતિહાસકારોએ ધ્યાન ચાંદ ને ધ્યાન ચન્દ બનાવી દીધા જે આપણે હજુય સાચું માનીએ છીએ.

હવે કલ્પનાં કરો

કે ધોનીની આગેવાની હેઠળ ભારતની ક્રિકેટ ટિમ વર્લ્ડ કપ રમવા ગઈ હોય અને વિન્ડીઝ, ઓસ્ટ્રેલીયા, ઈંગ્લેન્ડ કે શ્રીલંકા જેવી ધરખમ ટીમોને એકપણ વિકેટ આપ્યા વગર વર્લ્ડ કપ જીતી લાવે તો...? ઇમ્પોસિબલ છે ને..! કલ્પનાં પણ કરવી.

પણ, ધ્યાનસિંઘની ટીમનો જાદુ આવોજ હતો.

1928ના ઓલમ્પિકમાં નેધરલેન્ડમાં ધ્યાનસિંઘની ટીમે પ્રથમ દિવસે ઓસ્ટ્રિયાને 6-0 થી હરાવ્યું બીજા દિવસે બેલ્જીયમને 9-0 થી હરાવ્યું, પાછું ત્રીજા દિવસે ડેન્માર્કને 5-0 થી હરાવ્યું, ચોથા દિવસે સેમિફાઇનલમાં સ્વિત્ઝર્લેન્ડને 6-0 થી હરાવ્યું અને પાંચમા દિવસે નેધરલેન્ડની ટીમને એમનાજ હોમગ્રાઉન્ડ પર 3-0 થી પરાજિત કરીને તમામ ટીમોના ઝીરો ગોલમાં (આઈ રિપીટ ઝીરો ગોલ) સૂપડા સાફ કરીને વિશ્વવિજેતા બનવાનું જ્વલન્ત ગૌરવ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને અપાવ્યું.

“ન ભૂતો ન ભવિષ્યો” જેવી આ ઘટના હતી. આ અગાઉ આવું ક્યારેય બન્યું નહોતું (અને કદાચ ધ્યાનસિંઘ પછી બનવાનું પણ નહોતું). ત્યારથી ધ્યાનસિંઘ “હોકીના જાદુગર” તરીકે વિશ્વભરના અખબારો અને મીડિયામાં પ્રખ્યાત થયા .

1928ના ઓલમ્પિકની સફળતા પછી આર્મીમાં એમની બઢતી લાન્સ નાયક તરીકે થઇ.

ત્યારબાદ 1932નાં ઓલમ્પિકમાં જાપાન ને 11-1 થી હરાવીને ફાઇનલમાં અમેરિકાની ટીમને એમનાજ હોમ ગ્રાઉન્ડ પર 24-1 થી હરાવીને અમેરિકાની ટીમના ચીથરાં ફાડી નાખીને ફરી ગોલ્ડ મેડલ જીતી આવ્યા. (આજની ભારતીય હોકી ટિમને સાવ લલ્લું-પંજુ ટિમ સામે પણ પાંચ ગોલ કરવામાં ફાંફાં પડી જાય છે ત્યારે અમેરિકા, જાપાન જેવી ધરખમ ટીમો સામે એ પણ ઓલમ્પિક જેવી વર્લ્ડ ટુર્નામેંન્ટમમાં ચોવીસ ગોલ એટ્લે..! આ હા..હા..! અનબિલિવએબલ).

ધ્યાનસિંઘની કરીઅરની સૌથી કપરી પળો 1936 ની ઓલમ્પિક વખતે હતી.

પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયાં બાદ ભાંગી પડેલાં જર્મનીને સુપરપાવર બનાવાંનું લક્ષ્ય લઈને નીકળેલાં હિટલરનો જર્મન રાજકારણમાં સૂર્ય મધ્યાહ્ને તપતો હતો. જર્મનીને દરેક ક્ષેત્રમાં સુપરપાવર બનાવાં ઈચ્છતો હિટલર સ્પોર્ટ્સમાં જર્મનીને સુપરપાવર બનાવાં ઈચ્છતો હતો. જર્મનીનાં હોમ ગ્રાઉંન્ડ્સ ઉપર જર્મન ટીમ અન્ય વિદેશી ટીમોને ધૂળ ચાટતી કરીદે તો વિશ્વ આખાંમાં જર્મનોનો ડંકો વાગી જાય. (સ્પોર્ટ્સ પણ પોતાનાં દેશની તાકાતનું પ્રદર્શન કરવાનું એક માધ્યમ છે. આ વાત ભારત સિવાય વિશ્વનાં લગભગ અન્ય બધાંજ દેશો સમજે છે. ઉદાહરણ -ચીન પહેલાં ઓલમ્પિક રમતોને આટલું સિરયસ નહોતું લેતું. પણ આજે ચીન દરેક ઓલમ્પિકમાં સૌથી વધુ મેડલ્સ જીતનાર દેશોમાં સૌથી મોખરાંનાં દેશોમાં હોય છે).

ખેર, 1936નો ઓલમ્પિક પૂર્વ બર્લિનમાં જર્મની દ્વારાં હોસ્ટ થવાનો હતો. જર્મની હોકી ટીમ બે વાર સળંગ વિશ્વવિજેતા બનેલી ઇન્ડિયાની ટીમને કોઈપણ ભોગે હરાવીને ફ્યુહરર હિટલર અને જર્મનીને વિજેતા બનવા ભારે તૈયારીઓ રહી રહી હતી.

આખા જર્મનીની શેરીઓમાં ધ્યાનસિંઘની તસ્વીર વાળા પોસ્ટરો લાગ્યા હતા.

"જીવતો જાદુ જોવા ઓલમ્પિક સ્ટેડિયમ પધારો" !!!!

(નો ઓફેન્સ પણ કદાચ આટલી ખ્યાતિ ગાંધીજી-નહેરુનેય આખાં જીવનમાં નઈ મળી હોય. કદાચ ઘ્યાનચંદની આ અભૂતપૂર્વ ખ્યાતિને લીધેજ ગાંધી-નહેરુપ્રેમી ઇતિહાસકારોએ ધ્યાનચંદને હાંસિયામાં ધકેલી દીધાં હશે).

ખેર, હિટલર પોતે હોકીનો રસિયો હતો. ફાઇનલ જોવા હિટલર “સાક્ષાત” આવવાનો હતો.

સ્વાભાવિક છે જબબરજ્સ્ત માહોલ જામવાનો હતો. જર્મન ટીમને સુપરપાવર બનાવા હિટલર દ્વારાં જર્મન ટીમને તમામ સુવિધાઓ આપવામાં આવી હતી. જ્યારે ભારતીય ટિમ માર્સેલ્સ થી થર્ડક્લાસ માં ટ્રેઈનમાં ટ્રાવેલ કરીને બર્લિન પહોંચેલી.

પ્રથમ દિવસે ભારતીય ટીમે હંગેરીને 4-0 થી હરાવી, બીજાદિવસે યુએસને 7-0 થી હરાવ્યું, ત્રીજા દિવસે જાપાનના 9-0 થી હરાવીને છોતરા કાઢી નાંખ્યાં અને સેમિફાઇનલમાં ચોથા દિવસે ફ્રાન્સ ને 10-0 થી હરાવીને ભુકાં કાઢી નાંખ્યાં.

જસ્ટ ઈમેજીન...!

હારી ચૂકેલી હંગેરી, US કે પછી જાપાનની ટીમનાં ખેલાડીઓની માનસિક હાલત શું હશે...!? રીતસરનાં વાવાઝોડાં જેવાં ધ્યાનચંદ અને તેમની ટીમ સામે આ ટીમોનાં ચીંથરાં ઊડી ગયાં હતાં. એમાંય આ ટીમો તો સમ ખાવાં પૂરતો કે પોતાની આબરૂ બચાવાં પૂરતો એક ગોલ પણ નહોતી કરી શકી. આટલી ભયાનક હાર પછી બેશક આ ટીમોનાં ખેલાડીઓની માનસિક હાલત “ડિપ્રેશન”નાં દર્દી જેવી હશે.

હવે એ પણ ઈમેજીન કરો, કે અત્યંત ઓછી સુવિધાઓ છતાંય કોઈ શક્તિશાળી દેવાતાંની આર્મી જેવી મજબૂત ધ્યાનચંદની ભારતીય ટીમ સામે જે ટીમને હવે મેચ રમવાની હતી એ જર્મન ટીમનાં ખેલાડીઓની માનસિક હાલત શું હશે.? મેચ પહેલાંની એ રાત એ ટીમ માટે તો “કયામતની રાત” હશે.

એ કયામતની રાત પછી હિટલરની મહત્વકાંક્ષી ટીમ સામે ભારત ફાઇનલ રમવાની હતી.
1928નાં ઓલમ્પિકનો ભારતનો બધી ટીમના ઝીરો ગૉલ માં સૂપડા સાફ કરવાનો record ધ્યાનસિંઘની ટીમે જર્મનીમાં 1936 માં રિપીટ કરેલો.

વિશ્વનું હોકી જગત અને જર્મની, એ કયામતનીરાત્રે આવતીકાલે શું થશે એની ફિકરમાં સુઈ નહતું શક્યું.

બીજે દિવસે ખચોખચ ભરેલા સ્ટેડિયમમાં ધ્યાનસિંઘની ટીમની મેચ રમવાં ઉતરી. અભૂતપૂર્વ રસાકસી અને દાંત ચાવવાં મજબૂર કરીદે એવી પળો વચ્ચે ભારતની ટીમે 4 ગૉલ કર્યા, જર્મન ટીમ હજી સુધી એકપણ ગૉલ નહોતી કરી શકી.

રમતનો ફર્સ્ટ હાલ્ફ (પ્રથમ અંતરાલ) પૂરો થઇ ગયો.

નેક્સ્ટ હાફ શરૂ થયો.


સેન્ટર પર ધ્યાનસિંઘનો અભૂતપૂર્વ જાદુ ચાલી રહ્યો હતો. હોકીનો બોલથી ગોલ કરવાની જગ્યાએ જાણે ધ્યાનસિંઘ જાણે બોમ્બ વરસાવી રહ્યાં હતાં. થોડીજ વારમાં ધ્યાનસિંઘે બીજા બે ગૉલ ફટકારી દીધા.

મેચનો સમય પૂરો થવા નજીક હતો.

લોકો બેઠક પરથી ઉભા થઈને ઓલરેડી વિનર માની ચૂકેલી ટીમ ઇન્ડિયાને એપ્લોઝ કરીને ચીયર અપ કરવાં લાગ્યાં હતાં.

ખુદ હિટલર પેવેલિયનમાં પોતાની બેઠક છોડીને રેલિંગ સુધી પહોંચી ગયો અને નિર્ણાયક ઘડીઓને જોઈ રહ્યો હતો. !!!!

જર્મનીએ એકપણ ગૉલ હજુ નોંધાવ્યો નહતો.

(હિટલરે પોતે એ ક્ષણોને એના જીવનની સુધી અઘરી ક્ષણો ગણેલી).

ધ્યાનસિંઘ છેકસુધી પરફેકટ્ જ રમ્યા પણ છેલ્લી ઘડીએ ઇન્ડિયન ટીમના એક અન્ય ખેલાડીની ભૂલથી બોલ જર્મન્સ તરફ પાસ થયો અને અંતે જર્મની 1 ગૉલ કરીને ઇજ્જતના કાંકરા થતા બચ્યાં. છતાં, ભારત સામે તેઓ 8-1 થી હાર્યા અને ભારત સલન્ગ ત્રીજીવાર વિશ્વવિજેતા બનીને ઓલમ્પિકમાં ગોલ્ડ મેડાલીસ્ટ બન્યું.

જર્મનીની હાર થયેલી છતાં હજારો પ્રેક્ષકો સાથે હિટલર પણ રેલિંગ પાસે ઊભાં-ઊભાં ધ્યાનસિંઘના જાદુ પર તાળીઓ વરસાવતો હતો, આ તસ્વીર બીજે દિવસે વિશ્વભરના અખબારોમાં છપાઈ પણ હતી.

એ રાત્રે હિટલરે ધ્યાનચંદને મળવા મેસેજ મોકલ્યો.

બીજે દિવસે હિટલરે મોકલેલી કારમાં તેની પ્રખ્યાત સુટ્સસ્ટાફેલ પોલીસ (SS) એસ્કો્ટ્સને ધ્યાનસિંઘને તેડવાં મોકલ્યા. SS એસકોર્ટ્સ સાથે ધ્યાનસિંઘને હિટલરની ચેમ્બરમાં લઇ જવાયા જ્યાં પેસેજમાં SSના ટોપ ક્લાસ અધિકારી ગણાતા લોકો “હોકીના જાદુગર” ધ્યાનસિંઘને જોવા લાઈનમાં ઉભા હતા.

હિટલરે સામે ચાલીને ધ્યાનસિંઘનું અભિવાદન કર્યું અને SSના વડાઓની હાજરીમાં પૂછ્યું-

"તમે હોકી ના રમતા હોવ ત્યારે શું કરો છો?"

"હું ઇન્ડિયન આર્મીમાં છું" ધ્યાનસિંઘે જવાબ આપ્યો.

"તમારો રેન્ક શું છે ?" હિટલરે બીજો પ્રશ્ન પૂછ્યો.

"હું ત્યાં લાન્સનાયક છું" ધ્યાનસિંઘે જણાવ્યું

હિટલરે સીધો પાસો ફેંક્યો "તમે જર્મની આવી જાઓ...હું તમને જર્મન સિટીઝનશિપ આપીને ઈમીડિએટ ઇફેક્ટથી જર્મન આર્મીમાં ફિલ્ડ માર્શલ બનાવીશ...!”

હોલમાં પીંનડ્રોપ સાયલેન્સ છવાઈ ગઈ.

હિટલર સાથે ઉભેલા જર્મન આર્મી, એરફોર્સ અને નેવીના ટોપ ક્લાસ અધિકારીઓના ધબકારા વધી ગયા કે આ માણસ ફ્યુહરરની (હિટલરની) ઓફર સ્વીકારી લે તો સીધો આપણો સમકક્ષ બની જશે.

થોડીવાર વિચારીને ધ્યાનસિંઘ બોલ્યા " આભાર, પણ હું ઇન્ડિયાની આર્મીમાં ખુશ છું અને ત્યાંજ રહેવા માગું છું….!”

એક કોહીનૂર ઘુમાવવાનો હોય એવી ખિન્નતા સાથે હિટલર એ જણાવ્યું " ભલે , જેવી તમારી ઇચ્છા...!"

ઔપચારિક વાતો સાથે મુલાકાત પુરી થઈ.

હિટલરે ધ્યાનચંદને પોતે જોયેલાં સૌથી શ્રેસ્ઠ ખિલાડી ગણાવ્યાં હતાં.

આવી વિશ્વવિખ્યાત વ્યક્તિ ધ્યાનસિંઘને આઝાદીની લડતમાં તો બહુ કવરેજ ના મળ્યું પણ આઝાદી પછીય નહેરુ-ગાંધીની ચમચાગીરી કરતા અખબારી મીડિયાએ ધ્યાનસિંઘની કોઈ પ્રસસ્તી ના કરી. તથાકથીત ઈતિહાસકારો/શિક્ષણવિદ્દોએ આજસુધી ધ્યાનસિંઘની સિદ્ધિઓ અને સ્કિલ્સને બિરદાવતું એકેય ચેપ્ટર પાઠ્યપુસ્તકોમાં ના રાખ્યું (કેટલીય માથાકૂટો પછી ઔપચારિકતા પૂરતું માંડ એક નાનકડું નીરસ શબ્દોનું ચેપ્ટર લખવામાં આવ્યું).

ધ્યાનસિંઘ રિટાયર્ડ થઈને ઝાંસીમાં સેટલ થયેલા પણ સરકારે પેન્શનથી વિશેષ કઈ નહતું આપ્યું.

કરોડો કમાતાં ક્રિકેટરો, “અરે યાર ...વાઉ વાઉ” બોલીને એક્ટિંગના નામે ફાલતુ મજાક કરી ખાતાં “નવાબી” એકટરોને “ભારત રત્ન” કે પદ્મ પુરસ્કારો ચણા-મમરાની જેમ “વહેંચી” દેવાય છે. પણ ધ્યાનસિંઘને જેવાં ભાગ્યેજ પેદાં થતાં અદ્ભુત ખેલાડીઓને (સરકારની ચમચાગીરી કરી ખાતાં બેવકૂફ “ઇતિહાસકારો”ને લીધે) ઈતિહાસના પાઠ્યપુસ્તકોમાં પણ સ્થાન નથી મળતું.

જોકે મારાં અંગત મતે...

ધ્યાનસિંઘ જેવી હસ્તીઓ આવાં સરકારી સમ્માનોની મોહતાજ નથી.

ભારત સરકાર માટે તેઓ “ભારત રત્ન” હોય કે ના હોય પણ તેમને ચાહનારા દરેક માટે તેઓ “ભારત રત્ન” જ રહેશે.

નૌસેનાંમાં (નેવીમાં) સમુદ્રમાં યુદ્ધ લડતાં શાહિદ થયેલાં નાવિકો માટે એક સુંદર કહેવત છે.

“The sea always remembers its own”

“સમુદ્ર પોતાનાં પુત્રોને (નાવિકોને) હમેશાં યાદ રાખે છે”

આ કહેવત ધ્યાનસિંઘ જેવાં લોકોને પણ એટલીજ લાગું પડે છે.

લોક હ્રદયમાં સ્થાન પામી ચૂકેલાં આવાં લોકોને “ઈતિહાસકારો” યાદ રાખે કે ના રાખે પણ ઈતિહાસ હમેશાં યાદ રાખતો હોય છે.

ઓલિમ્પિકની પૂર્ણાહુતી નિમિત્તે ફરી એકવાર

“હોકીના જાદુગર” મેજર ધ્યાનસિંઘને સત સત નમન...!

..........

નોંધ: શ્રી ધ્યાનસિંઘ વિષે વધુને વધુ લોકો જાણે એ આશયથી Whatsappમાં આવેલાં મેસેજમાં અનેક સુધારાંઓ સાથે આ લેખ લખ્યો છે.