Ajani jagyani mulakaat - 1 in Gujarati Horror Stories by કાળુજી મફાજી રાજપુત books and stories PDF | અજાણી જગ્યાની મુલાકાત - ભાગ 1

અજાણી જગ્યાની મુલાકાત - ભાગ 1

આ વાતને ચાર વર્ષ વીતી ગયા મારી સાથે બનેલી આ એક સત્ય ઘટના ની વાત કરું છું 13 માર્ચ 2016 ના રોજ અમારી એસએસસીની પરીક્ષા છેલ્લું છેલ્લું પેપર હતુંપેપર પૂરું થયા બાદ અમારા ગામના પાદરે બધા મિત્રો ની મિટિંગ હતી .

પહેલાં હું ખેતરે ગયો ત્યાર બાદ ગામે જવા રવાના થયો આજે ખુશીનો કોઈ પાર ન હતો કારણકે બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી અને હવે તો ત્રણ માસનું વેકેશન હતું મનોમન વિચારતો હું ગામ તરફ જઈ રહ્યો હતો હજુ ખેતર થી થોડી દૂર ગયો હતો પાછળથી કોઇએ બૂમ પાડતા કહ્યું અલા એ કાળુ ઉભો રે મેં પાછળ ફરીને જોયું તો તે મારોમિત્ર દિનેશ હતો એણે મારી પાસે આવીને કયું અલા સાંભળતું નથી બોળ થઈ ગયો છે ? મેં હસતા હસતા કયું હું મારી ધૂન માં હતો એણે કયું કેવી ધુન ? અલા બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ અને હવે તો ત્રણ માસનું વેકેશન છે આ ત્રણ માસ ક્યાં આગળ વિતાવવા એની ધૂન મા હતો એટલામાં તો દિનેશ બોલ્યો ભાઈ મેં તો વેકેશનો પૂરેપૂરો પ્લાન કરી નાખ્યો છે.

એટલામાં હું બોલ્યો શુ પ્લાન કર્યો છે? ભાઈ મામાને ઘેર જવાનો આમ વાત કરતા કરતા અમે ગામના પાદરે પહોંચી ગયા . લગભગ સાંજના6 વાગી ગયા હતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી મંદિરોમાંથી ઝાલરો નો રણકાર સંભળાઈ રહ્યો હતો માલધારી પોતાના ધણ લઈને ઘર તરફ પાછા વળીએ ફરી રહ્યાં હતા પક્ષીઓનો કલબલાટ સંભળાઈ રહ્યો હતો. અને મારા બધા મિત્રો ના ચહેરા પર ખુશી લેહરાઈ રહી હતી કારણકે બોર્ડની પરીક્ષા પતી ગઈ હતી બધાએ એક જ વાત રટ લગાવીને બેઠા હતા ત્રણ મહિના વેકેશન છે હવે તો મોજે મોજ છે એમાં તો દસલો બોલ્યો અલા કાળુ આ ત્રણ મહિનાનું વેકેશન નહીં છ નું વેકેશન મળ્યું હોત તો કેટલું સારું ? મેં હસતાં-હસતાં કહ્યું ભાઈ બોર્ડની પરીક્ષામાં પાસ ન થયો તો કાયમી માટે વેકેશન છે એટલે એ બોલ્યો પરિણામનો મેલ ને આડો ( કેડો) આમ વાત કરતા કરતા લગભગ રાતના અગિયારેક વાગ્યા નો ટાઈમ થઇ ગયો હશે દશરથ બોલ્યો આજે તમારા બધા ને અહીયા રોકાવાનું છે કે ઘરે જવાનું છે દિપક બોલ્યો ભાઈ ઘરે જવાનું છે તો હવે ચાલો આટલું મોડું મત કરો હું બોલ્યો ચાલ ભાઈ દિનેશ એટલામાં દિનેશ બોલ્યો ગામે ઘર છે ત્યાં જાઉં છું તારે આવું હોય તો હેડ ના હવે મને ખેતરે જવા દે માં એકલી છે તે બોલ્યો ઠીક છે જા હું ગામ થી ખેતર તરફ જઈ રહ્યો હતો મારા ખેતર જવા માટે બે રસ્તા જતા હતા.

હું જો રોડ થઇને જવું તો મારું ખેતર 6 કિલોમીટર દૂર પડતું જ્યારે હું કબ્રસ્તાનના અંદર થઈને જવું ત્રણ કિલોમીટર દૂર પડતું હતું આજે મારે ઘણું મોડું થઈ ગયું હતું આમ તો આ રસ્તે હું ઘણીવાર ચાલેલો પણ મમ્મી એમ કહેલું બપોરના બાર થી એક વચ્ચે આ રસ્તે ચાલવું નહીં પણ આજે તો મારે મોડું થઈ ગયું છે એટલે મારે આ રસ્તો જવું જ પડશે અડધો કલાકમાં ઘરે પહોંચવું છે આમ વિચારતા વિચારતા કરતા કરતા હું કબ્રસ્તાનનું રસ્તે ચાલવાનું નક્કી કર્યું મારા મનમાં એક જ વિચાર વારંવાર આવતો હતો રાતના બાર વાગ્યા છે ભૂત 😈😈😈😈બીજું તો નહી હોય ને મનને મનાવતાં મેં કહ્યું ભૂતો હોતા જ નથી આમ હું પોતા ને વાત કરતા કરતા મેં કબ્રસ્તાનમાં પ્રવેશ કર્યો એકદમ વાતાવરણ પલટાઇ ગયું એવું મને લાગ્યું પણ હિંમતજતાવતા હું આગળ વધ્યો એકદમ શાંતિ હતી કુતરાઓનો રડવાનો અવાજ અને તેજ હવાને કારણે પાંદડા નો અવાજ સંભળાઈ રહ્યો હતો હું ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો અચાનક એવો આભાસ થયો કે મારું શર્ટ પાછળથી કોઈકે પકડ્યું હવે મારામાં આટલી હિંમત નહોતી કે હું પાછળ ફરીને જોઈ શકું પણ ધીરે ધીરે મનમાં જય બજરંગ બલી બોલતા બોલતા મેં પાછળ જોયું તો મારું શર્ટ વાયર માં ફસાયેલું હતું .
મે રાહત ની સાહસ લીધી અને હું આગળ વધ્યો કબ્રસ્તાન થી બહાર નીકળી ગયો હતો હવે મારું ખેતર બિલકુલ નજીક હતું અચાનક મારે કાને કોઈ નાના છોકરાના રડવાનો અવાજ સંભળાયો મેં વિચાર્યું આટલી રાતે કોણ રડતું હશે? પણ અવાજ તો કબ્રસ્તાનમાં થી આવે છે પણ આટલી રાતે કબ્રસ્તાનમાં કોણ હશે? એકવાર કબ્રસ્તાનમાં જઈને જવું જોઈએ ન જાણે કોઇ ને મદદની જરૂર હશે આમ વિચારીને મેં પાછો અંદર પ્રવેશ કર્યો અવાજની દિશામાં ચાલતા ચાલતા અચાનક હું એક દૃશ્ય જોઈને ચોંકી ગયો આઠેક વર્ષની બાળકી કબર ઉપર બેઠી બેઠી રડે છે મારા કંપન ભરેલા અવાજથી પૂછ્યું કોણ કોણ છે અહીંયા શા માટે બેઠી છે તારા મમ્મી પપ્પા ક્યાં છે બાળકીએ રડવાનું બંધ કરીને મારી સામે જોયું મેં પણ એને જોઈને સ્મિત આપ્યું બેટા તારું નામ શું? મેં કહ્યું પણ બાળકી કંઈ ન બોલી બેટા તને ગુજરાતી નથી આવડતી બોલી મને ગુજરાતી આવડે છે પણ આ કબ્રસ્તાનમાં શા માટે બેઠી છે મારી મમ્મી ખોવાઈ ગઈ છે તેને શોધતા-શોધતા અહીં આવી ગઈ અને ના જડી એટલે રડવા માંડી મેં કહ્યું ઠીક છે બેટા હું તારી મદદ કરીશ તારી મમ્મીને શોધવામાં પણ બેટા તારું નામ શું ? મારું નામ ફરીદા બેટા તારું ગામ ધાખા ફરીદા બોલી નહીં મારું ગામ ઈકબાલગઢ પણ બેટા તું આ ગામમાં કેવી રીતે આવી ફરીદા એ રડતાં રડતાં કહ્યું અમારી કાર નો એક્સિડન્ટ થઇ ગયો છે મમ્મી મદદ માટે કોઇને બોલાવવા ગઇ તી મને પપ્પા પાસે બેસવાનું કીધુ હતું મેં મારી મમ્મીની ઘણી વાર રાહ જોઈ પણ મમ્મી આવી નહીં એટલે હું મમ્મીને શોધવા ચાલી ગઈ બેટા જલ્દી ચાલ ક્યાં આગળ એક્સિડન્ટ થયો છે એલા રોડ ની પાસે એ ભગવાન શું થયું છે બેટા પપ્પાને શું થયું ? અંકલ પપ્પા બોલતા ન હતા અને દરવાજો નહતો ખૂલતો મમ્મીએ ઘણી કોશિશ કરી એટલે મમ્મી મદદ માંગવા ચાલી ગઈ એમ એ ફરીદા કયું આમ વાત કરતા કરતા અમે રોડ પાસે પહોંચી ગયા મારી ઘડિયાળ માં બે વાગ્યા હતા પણ રોડ પર તો કોઈ માણસ અને ગાડી પણ નહોતી મેં પાછળ ફરીને ફરીને પૂછવા જતો હતો ત્યાં તો પણ ફરીદા પણ ગાયબ મેં આજુબાજુ જોઈને બુમ મારી એ ફરીદા બેટા તું ક્યાં છે? અચાનક મારી નજર પડતા ફરીદા એક બોર્ડ પાસે ઊભી હતી મેં એની પાસે જઈને પૂછ્યું બેટા ગાડી અને ક્યાં છે ? બેટા પપ્પા ક્યાં છે ? અહીંયા તો કોઈ નથી બેટાવાળા આમ કેમ કર્યા છે કેમ કંઈ બોલતી નથી અચાનક તેનો ચહેરો જોતા ની સાથે હું ગભરાઈ ગયો મોટા મોટા દાંત લોહીલુહાણ ચેહરો મારી સામે જોઈને જોરજોરથી હસવા લાગી એના પછી શું થયું મને કાંઈ ખબર નહીં જ્યારે મારી આંખ ખુલી ત્યારે મને બાટલો ચડતો હતો અને મારી પાસે મારા મમ્મી પપ્પા પાસે બેઠા હતા.


અનુસરે ભાગ-૨ માં

લેખક કાળુજી મફાજી રાજપુત

Rate & Review

Dharmishtha

Dharmishtha 9 months ago

Vipul Petigara

Vipul Petigara 9 months ago

SMIT PATEL

SMIT PATEL 9 months ago

Janki Patel

Janki Patel 9 months ago

Minaz Shaikh

Minaz Shaikh 9 months ago