Chal Mann fari jivi le - 8 in Gujarati Drama by PANKAJ BHATT books and stories PDF | ચલ મન ફરી જીવી લે (નાટક ) - 8

ચલ મન ફરી જીવી લે (નાટક ) - 8

ચલ મન ફરી જીવી લે ભાગ ૮


ACT 2

Scene 6

[fade in મરાઠી મ્યુઝીક શાંતા બાઇ કામ કરી રહી છે ]

શાંતા - [ પોતાની સાથે ] યે ગુજરાતી લેડીસ લોક ને અપને નવરે કો ઇતના સર પે ચડા કે રખતી હે સબ પતિ કામચોર હોતા હે કોઇ ભી ચીજ કિધરભી રખનેકા બાઇકો હે ફ્રિ કી નોકરાની પુરા દિન કામ કરનેકો . અબ બાઇકો નહિં તો પગાર વાલી નોકરાની રખલી . વૈસે તો અચ્છા હે અગર યે લોક કામ કરેગા તો મેરા ઘર કેસે ચલેગા.ગુજરાતી લોક પૈસા તો અચ્છા દેતા હે .[ ડોર બેલ વાગે ] લગતા હે આ ગયે મંદિર સે. આતી હે રે બાબા . રુકો રુકો સબ ઉધર હિ રુર્કો ઓર જુતા ઉતાર કે આઓ અભી પોતા મારા હે .

દિનેશ - ગજબની બાઇ છે માલિક ને દબડાવે છે .

વિનોદ - માસ્તર બોલવાનું બંદ કર સાંભ્ણી જશે તો કામ છોડી ને જશે ને પછી આપણે પોતા કરવા પડશે .

શાંતા - મસ્ત દર્શન હો ગયા ના ?

સુરેશ - હાં શાંતા બાઇ દર્શન હો ગયા બોહત અચ્છા મંદિર હે ઇતની શાંતી થી વહાં .

દિનેશ - વહાં શાંતી ઓર યહાં અશાંતી .

શાંતા - કયા બોલા ?

સુરેશ - વો મેરે બારે મે બાત કર રહા હે તુમ જાને દો ઉસકો . યે બતાઓ એક એક કપ ગરમા ગરમ ચાય મિલેગા કયા ?

શાંતા - હા મિલેગા લાતી હે .

દિનેશ - બિના સકર કા ચાય શાંતા બાઇ .

વિનોદ - સવારે જોગિંગ અને અત્યારે ડુંગર ચડી પગ દુખી ગયા યાર.

સુરેશ - કોઇ મસાજ વાળો મળી જાય તો મજા આવે.

દિનેશ - મસાજ વાળો કે પછી મસાજ વાળી ?

સુરેશ - જો જો આ માસ્તર ના વિચારો જો . ડેડ બેટરી સાલી.

વિનોદ - સુરેશ શું કામ ગુસ્સે થાય છે મજાક કરે છે .

સુરેશ - મજાક કરે છે ઠીક છે પણ મારા વિચારો ભ્રસ્ટ કર્યા એનુ શું . મને હવે વિચાર આવી રહ્યો છે કે મસાજ વાળી મળી જાય તો...વિન્યા મોબાઇલથી યોગા વાળી બુક કારાવી એમ મસાજ વાળી પણ બુક કરાવ્ને.

દિનેશ - હું મજાક કરવા બોલ્યો આણે તો seriously લઈ લીધુ .

વિનોદ - તારે બોલતા પેહલા વિચારવુ હતુ .

સુરેશ - વિન્યા just imagine એક સુંદર બાઇ તારો મસાજ કરી રહી છે . સાલુ imagine કરવા મા આટલી મજા આવે છે જો ખરેખર આવે તો જલસો પડી જાય .

દિનેશ - ઓ ફોટોગ્રાફર સાહેબ imagine ની દુનિયા માંથી બાહર આવો એવુ કાંઇજ થવાનુ નથી . કોઇ માલીશ વાળો મળે તો બોલાવિએ.

વિનોદ - હા માણસ મળી જશે શાંતા બાઇ નેજ પુછિએ કોઇ ને કોઇ લોકલ મા હશે .

[ શાંતા બાઇ ચા લઈ ને આવે ત્રણે એને જોયા કરે ]

શાંતા - યેલો બીના સકર કા ચાય ... એસે ક્યા દેખ રેલા એ મેરેકો.

દિનેશ - સુરિયા તુ પુછ .

સુરેશ - વિન્યા તારા હાથ પગ દુખે છે ને તુ પુછ .

વિનોદ - કેમ તારા હાથ પગ નથી દુખતા ? શાંતા બાઇ કયા હે મંદિર વો ડોંગર પે થા તો ચડ કે હમ લોગ થક ગયે હે ઓર પૈર બોહત દર્દ કર રહા હે યહાં કોઇ માલીશ વાલા મિલેગા ?

શાંતા - અરે માલિસ તો મે મસ્ત કરતી હે... પર ખાલી લેડિસ લોકકા . તુમ લોક્કો માલિસ કરાના હે તો સંતોસ કો બુલાઓ .

સુરેશ - કોન સંતોષ .

શાંતા - વો નાકે પે દુકાન હે ના... સંતોસ હેર ક્ટ વો માલિસ ભી કરતા હે . ઉસકા નંબર મેરે ફોન મે હે લેલો સંતોસ માલિસ હા યે લિખ લો .

દિનેશ - પૈસા કિતના લેગા ?

શાંતા - વોતો કિતના ટાઇમ માલિસ કરના વો હિસાબ સે લેગા .ઘંટે કા ૨૫૦ રુપિયા તો લેગા .

દિનેશ - કલાક ના ૨૫૦ તો વધારે કેહવાય .

સુરેશ - ઓ કંજુસ કાકા તમે રેવા દો . અચ્છા શાંતા બાઇ હમને તુમકો સબેરે વો દિપીકા કે પતિ સે બાત કરને કો બોલા થા .

શાંતા - હા વો મેને મેરે નવરે કો બોલાથા ઉસને બોલા વો બેવડા સામ કો તુમારેકો મિલને આયેગા .

દિનેશ - ઠીક હે યે તુમને અચ્છા કામ કિયા .

શાંતા - મેં આતા જાતી હે . તુમારા રાત કા ખાના બનાકે રખા હે કડી ઓર ખિચડી ગરમ કરકે ખા લેના. કલ નાસ્તે મે ક્યા લાઉ બલો.

સુરેશ - કલ કાંદા પોહા લેકે આઓ .

શાંતા - હા ઠીક હે લાઓ ૫૦૦ રુપિયા .

દિનેશ - પાછા ૫૦૦ રુપિયા ?

શાંતા - કાકા યે લો પેહલે કા હિસાબ . શાંતા બાઇ ખાલી મેહનત કા ખાતી હે બેઇમાની નહિં કરતી.

વિનોદ - યે લો ૫૦૦ રુપિયા ઉસકી બાત કા બુરા મત માનો હમકો તુમ પે પુરા ભરોસા હે .

શાંતા - શેઠ એક તુમહી સમજદાર હે ઇધર .જાતી હે મે . યે ૫૦૦ કાભી હિસાબ દેગી .

[ શાંતા જાય ને ત્રણે ચા પિતા પિતા ]

વિનોદ - હવે આપણે એક એક કરીને નાહિ લઈએ .

દિનેશ - હા ગરમ પાણિ નો શેક કરી એ એટ્લે પગ નો દુખાવો ઓછો થાય .

સુરેશ - અરે પણ માલિસ વાળા ને બોલાવાનો છે ને . એ તેલ થી મલિસ કરશે પછી પાછા નાહવાનુ ?

વિનોદ - હા બરાબર છે પેહલા એને ફોન લગાડ જો હમણા આવ્તો હોય તો માલિસ કરાવીને નાહવા જઈએ.

દિનેશ - તમે બોલાવો હું નાહવા જાઉ છુ મારે માલિસ નથી કરાવ્વી.

સુરેશ - ૨૫૦ રુપિયા બચાવી ને કયો બંગલો ખરિદીશ ?

દિનેશ - પૈસા ની વાત નથી મને નથી ગમતુ કોઇની પાસે માલિસ કરાવ્વાનુ . કોને ખબર કોણ હશે કઈ જાત કયો ધરમ .

સુરેશ - માલિસ વાળો પણ તારી જ જાત નો હવો જોઇએ ? માસ્તર છે પણ ..ધરમ ને જાત...

વિનોદ - તમે લોકો પાછા શરુ ના થતા . એને માલિસ ન કરાવી હોય તો ન કરાવે તુ ફોન લગાડ .

[ ડોર બેલ વાગે ]

દિનેશ - જાઓ દરવાજો ખોલો .

સુરેશ - તુ ઉભો છે તુજ ખોલ .

વિનોદ - તમે બન્ને રેહવાદો હું ખોલુ છુ .

દિનેશ - સોરી તને મારી વાત નું ખોટુ લાગ્યુ હોય તો . મારો કેહવાનો એ મતલબ નોહતો .

[ વિનોદ અને વિઠલ અંદર આવે ]

વિઠલ - નમસ્તે શેઠ લોક મને શંભૂ...શાંતા નો પતિ . એણે કહ્યુ તમે મને મણવા માંગો છો મારુ કાંઇ કામ છે .આપણે સવારે મળ્યા હતા .

સુરેશ - હા આવ બેશ અમારે તારી સાથે અગત્યની વાત કરવી છે .

વિઠલ - મારી સાથે અગત્યની વાત મને કાંઇ સમજાયુ નહિં હું તો તમને ઓળખતો પણ નથી.

વિનોદ - હું ઓળખાણ કરાવુ મારુ નામ વિનોદ છે ને આ મારા મિત્રો સુરેશ અને દિનેશ . અમે અહિં હવાફેર માટે આવ્યા છીએ .

વિઠ્લ - તમને મળી ને આનંદ થયો. હું તમારી શું મદદ કરી શકું.

દિનેશ - દિપીકા અમારી યોગા ટિચર છે એણે અમને જણાવ્યુ તુ એનો પતિ છે .

વિઠલ - હા બિલકુલ સાચી વાત છે . હું એને ખુબ પ્રેમ કરુ છુ .

સુરેશ - હા પણ તમે સાથે નથી રેહતા .

વિઠલ - હા એ અમારો નાનો ઝઘડો થયો છે. ને એ રિસાઇ ગઈ છે.

વિનોદ - તુ કામ શુ કરે છે ?

વિઠ્લ - બેંક મા કેસીયર તરીકે કામ છું.

વિનોદ - કરે છે કે કરતો હતો ?

વિઠ્લ - સાહેબ તમે મને આટ્લા સવાલ કેમ કરો છો . હું તમારા કોઇ પણ સવાલ ના જવાબ આપવા બંધાયેલો નથી . તમે મારો ને તમારો સમય બગાડી રહ્યા છો .મુદ્દાની વાત કરો આમ ગોળ ગોળ વાતોથી કાંઇ હાસલ નહિં થાય .

સરેશ - મુદ્દાની વાત એછે કે દિપીકા ને તારાથી divorce જોઇએ છે.

વિઠલ - એ અમારો પર્સનલ મેટર છે . મને નથી ખબર દિપીકા એ તમને મારા વિષે શુ વાત કરી પણ હું એને ખરેખર ખુબ પ્રેમ કરુ છુ.

વિનોદ - હવે તુ ગોળ ગોળ વાતો કરી રહ્યો છે .તારા કેરેકટર વિષે અમે બધુજ જાણિએ છીએ .૫ વર્ષ થી તમે અલગ છો .તારી પાસે નોકરી નથી .સવાર સાંજ દારુ પિવે છે ,જુગાર રમે છે ,બેંક મા ચોરી કરી હતી. તે એ છોકરી ના આટલા વર્ષો બરબાદ કર્યા છે હવે એને શાંતી થી જીવ્વા દે.

વિઠલ - વેલ તમે મારા વિષે ઘણુ જાણો છો ગુડ . પણ હું તમારા વિષે કાંઇજ જાણતો નથી. તમે દિપીકા ના કોઇ સગાવાહલા છો ? ના આતો તમારો જીવ એના માટે આટલો બળેછે એટલે પુછુ છુ કેમકે મે તમને આટલા વર્ષો મા કયારેય જોયા નથી.

સુરેશ - અમે એના મિત્રો છીએ.

વિઠલ - ૪૦ વર્ષ ની સ્ત્રીના ૬૦ વર્ષ ના મિત્રો થોડુ અજીબ લાગે છે. કેટ્લા વર્ષોથી કે મહિનાઓ થી કે પછી કેટ્લા દિવસો થી તમારી આ મિત્રતા છે ?મારા ખયાલ થી તમારી મિત્રતા માત્ર એકજ દિવસથી છે .

વિનોદ - અમારી મિત્રતા એક દિવસની હોય કે એક જનમની .તુ તારા મતલબની વાત કર દિપીકા ને divorce આપવા ના બદલા મા શું લઈશ ?

વિઠલ - ઓ ..હો.. તમે દિપીકા ને ખરીદવા માંગો છો .

દિનેશ - જબાન પર કાબુ રાખ. અમે એને તારા ત્રાસ માથી છોડાવા માંગીએ છીએ.

વિઠ્લ - એક પારકી સ્ત્રી માટે એક દિવસ મા આટલી હમદરદી સારી નહિં .

વિનોદ - જો divorce તો તારે આપવાજ પડશે . તને સમજાવ્વાના અમારી પાસે બીજા પણ રસ્તા છે.

વિઠલ - ના...ના... હું તો ડરી ગયો સાહેબ તમે જેમ કેશો એમ કરીશ.મને ખાલી એટલુ જણાવો કે મારાથી છોડાવી તમે એનુ કરશો શું? તમારા માંથી કોઇ એની સાથે લગ્ન કરશે કે પછી ત્રણે વચ્ચે એક ને રાખ્શો ?

સુરેશ - નાલાયક તને તો હમણાંજ પતાવી દઇશ .છોડો મને .

[ વિનોદ અને દિનેશ એને રોકે ]

વિનોદ - શાંત થા સુરેશ એ આપણને જાણી જોઇ ને ઉશ્કેરી રહ્યો છે.

દિનેશ - એ ઇચ્છે છે કે આપણે એને મારી એ એટલે એ પોલિસ મા complain કરી શકે .

વિઠલ - સમજાવો સાહેબ તમારા મિત્ર ને મારી પાસે તો ખોવા માટે કાંઇ નથી પણ તમારા બધાની ઇજ્જ્ત આ ઉમરે ઉછળે એ સારુ નહિં. હવાફેર કરવા આવ્યા છો તો આરામ કરો ને હેમખેમ પોતાના ઘરે પાછા જાઓ.

વિનોદ - જો વિઠલ અમને ખબર છે તુ પૈસા માટે દિપીકાને divorce નથી આપી રહ્યો . એની કામ ની જગાએ જઈ તુ એને હેરાન કરે છે બ્લેક મેલ કરે છે. એ પોલિસ સ્ટેસન જવાથી ડરે છે એ વાત નો તુ ફાયદો ઉઠાવે છે . તને કેટલા રુપિયા જોઇએ છે બોલ તારે ફક્ત divorce પપેર પર સાઇન કરવાની છે .

વિઠલ - હવે મુદ્દાની વાત કરી સાહેબ મુળ વાત....તો પૈસાની જ છે . પણ કેટલા મને વિચાર કરવા માટે થોડો સમય આપો . શું છે હુ ખુબ નાનો માણસ છુ મારી જરુરતો પણ સાવ ઓછી છે એટ્લે જરુરત પ્રમાણે દિપીકા પાસે માંગ્યા કરુ મને એવો અંદાજો જ નહોતો કે કોઇ દિવસ આવી પણ ઓફર મળશે. હું તમને કાલે કહું તો ચાલે ?

વિનોદ - કાલે નહિં આજે અને અત્યારે બોલ કાલે તો તારે divorce પપેર પર સાઇન કરવાની છે .

વિઠલ - હું માંગીશ એટ્લા રુપિયા કાલે મળી જશે ?

વિનોદ - મળી જશે એ પણ રોકડા રકમ બોલ ?

વિઠલ - રોકડા.. તો સાહેબ મને ૧૦ લાખ રુપિયા આપો તો હું divorce આપી દઈશ .

દિનેશ - ૧૦ લાખ ....જીંદગી મા ક્યારે જોયા છે ૧૦ લાખ ?

વિઠ્લ - શું સાહેબ હું બેંક મા કેશિયર હતો રુપિયા તો મે ઢગલા બંદ જોયા છે .પણ હા પોતાના ૧૦ લાખ તો કાલે જોઈશ . બોલો મંજુર છે આ સોદો ?

વિનોદ - મંજુર છે .

સુરેશ - વિનોદ પાગલના બન આ માણસ લાયક નથી આ લાતો નો ભુત છે .

દિનેશ - વિનોદ ઉતાવળ ના કર આપણે વિચાર કરીએ . તુ અમને થોડો ટાઇમ આપ વિચાર કરવા .ને આટ્લી મોટી રકમ નો બંદોબસ્ત કરતા સમય લાગે .

વિઠલ - કાલની વાત નહિં સાહેબ કાલે તો મારે સાઇન કરવાની છે .આજે ને અત્યારે ફાઇનલ કરો.બોલો મારી ઓફર મંજુર છે કે નહિં ?

વિનોદ - મેં એકવાર કહ્યુ ને મંજુર છે . તુ કાલે સવારે ૧૦ વાગે આવી જજે સાઇન કરવા .

વિઠ્લ - સાઇન કરવા ને રુપિયા લેવા .

વિનોદ - હા પેહલા રુપિયા ગણજે ને પછી સાઇન કરજે .

વિઠલ - ઓ કે સાહેબ મને તમારી જબાન પર ભરોસો છે કાલે સવારે મળ્શું .

[ વિઠલ જાય ]

સુરેશ - તારુ મગજ ખરાબ થઈ ગયુ છે એ માણસ ને આટલા રુપિયા ના અપાય.

દિનેશ - ને શું બોલ્યો તુ કાલે સવારે આવી જજે અરે રાતોરાત આટલા રુપિયા કયાં થી આવશે ?

વિનોદ - એની ચિંતા તમે ના કરો પૈસા નો બંદોબસ્ત થઈ જશે . ૧૦ લાખ શું એ ૫૦ લાખ માંગત તો પણ આપી દેત .

દિનેશ - શું બોલે છે તુ તને ભાન છે ?

વિનોદ - જે પૈસા એ મને આખી જીંદગી ગુલામ બનાવી ને રાખ્યો. જો એ પૈસા કોઇની આઝાદી અપાવી શકતા હોય તો આ સોદો ફાયદાનો છે.

સુરેશ - તુ ખોટી ઉતાવાળ કરી રહ્યો છે અરે આપણે કમસે કમ દિપીકા જોળે તો વાત કરવી જોઇએ . એની મંજુરી જરુરી છે વિનોદ.

વિનોદ - જુઓ આપણી પાસે વધારે સમય નથી હું પૈસા ને divorce પેપર નો બંદોબસ્ત કરુ છુ . દિપીકા ને સવારે બોલાવીલો ને એને સમજાવ્વાની જવાબદારી તમારી.

દિનેશ - મને આ બધુ બરાબર નથી લાગતુ આપણે ઘરેથી શું વિચારી ને નિકળ્યા હતા ને આ શું કરી રહ્યા છિએ મને કાંઇ સમજાતુ નથી .

વિનોદ - જો આપણે ઘરેથી આનંદની ખોજ મા નિક્ળ્યા હતા . મને સમજાઇ ગયુ છે ખરો આનંદ લેવામા નહિં આપવામા છે .જો આપણા લીધે કોઇના દુઃખ કે તકલીફ ઓછા થતા હોય , કોઇની જરુરત પુરી થતી હોય ,એના ચેહરા પર સ્મિત આવતુ હોય તો આજ આજ છે સાચો આનંદ . મારી પાસે આપવા માટે પૈસા સિવાય બીજુ કાંઇજ નથી. જો આ પૈસા કોઇની ખુશીઓ ખરીદી શકે તો એથી સારુ બીજુ શું.મને તો મારુ બચેલુ જીવન જીવ્વાનુ લક્ષ મળી ગયુ છે .મારા ગયા પછી મારી મિલ્કત મારા પૈસા ટ્રસ્ટ વાળા વાપરે એના કરતા હુંજ ના વાપરુ .પણ તમારા સાથ વગર એ શક્ય નથી . મારી વાત માની મારી સાથે આવ્યાછો હવે મારો સાથ છોડતા નહિં .

સુરેશ - સાથ છોડવાનો તો સવાલજ નથી આવતો આતો બસ..

દિનેશ - ઠીક છે જે થાસે જોયુ જશે આપણી યારી સોથી ભારી તેલ લેવા જાય દુનિયાદારી .

[ ત્રણે ભેટે music blackout ]

ક્રમશઃ

Rate & Review

Jagruti Upadhyay

Jagruti Upadhyay 9 months ago

Pradyumn

Pradyumn 9 months ago

Shreya

Shreya 9 months ago