Variable mind revives (drama) - 9 - last. in Gujarati Drama by PANKAJ BHATT books and stories PDF | ચલ મન ફરી જીવી લે (નાટક ) - 9 - છેલ્લો.

ચલ મન ફરી જીવી લે (નાટક ) - 9 - છેલ્લો.

ચલ મન ફરી જીવી લે ભાગ ૯ છેલ્લો.


ACT 2

Scene 7

[fade in music દિપીકા ચિંતા મા આંટા મારી રહી છે શાંતા કિચન માથી આવે ]

દિપીકા - શાંતા કયાં છે આ લોકો મને બોલાવી ને પોતે ગાયબ છે .કયાં ગયા છે કયારે આવ્શે ?

શાંતા - માલુમ નથી છે . મે સવારે ચાય નાસ્તા લાઇ તબ સબ તૈયાર થે . ફટાફટ ચાય નાસ્તા કિયા ઓર કિધર તો ગયા . મેરે કો બોલા દિપીકા મેડમ આયેગી તો ઉસકો રુકાકે રખના હમ લોગ જલ્દી આ જાયેગા .

દિપીકા - મને શું કામ ૯ વાગ્તામા બોલાવી છે ? તને કાંઇ ખબર છે?

શાંતા - નહિં મરેકો કુછ માલુમ નહિં હે લેકીન કલ તુમારે નવરે કો વો લોગ ને મિલને કો બુલાયા થા.

દિપીકા - મારા પતિ.... ને શું કામ બોલાવ્યો એ લોકો એ ?

શાંતા - મેરે કો કયા માલુમ . વો આયા હોગા શામ કો તભી તો મે ઇધર થી ભી નહિં.

દિપીકા - હે ભગવાન એ લોકો ને ના પાડી હતી કાંઇપણ કરવાની. એ લોકો ને ખબર નથી મારો પતિ કેટલો ખરાબ માણસ છે .

શાંતા -આપ ચિંતા મત કરો સબ ઠીક હોગા વો લોગ અભી આતે હી હોંગે .[ ત્રણે આવે ] લો શેતાન કા નામ લીયા ઓર શેતાન આ ગયે સબ બીના બિવિ કે હે સો સાલ જીયેંગે .

દિપીકા - તમે લોકો મારા પતિ ને મળ્યા હતા ?

દિનેશ - કોણે કહ્યુ તને ?

દિપીકા - આ શાંતા કે છે કે તમે મારા પતિ ને અહિં મળવા બોલાવ્યો હતો .

સુરેશ - તુ પેહલા શાંતી થી બેશ અમે તને બધી વાત કરીએ છિએ.

દિપીકા - અરે એ ખુબ ખરાબ માણસ છે તમને નુકસાન પોહચાળ્શે .

વિનોદ - જો તુ પેહલા શાંત થા ને લે પાણી પી અને શાંતી થી સાંભળ અમે એને અહિં બોલાવ્યો હતો અને સમજાવ્યો કે તને છુટા છેડા આપી દે .

દિપીકા - એ નહિં આપે તમે એને ઓળખતા નથી.

સુરેશ - જો એ છુટા છેડા આપવા તૈયાર થઈ ગયો છે અમે એને અહિં ૧૦ વાગે બોલાવ્યો છે. એ અહિં આવ્શે ને divorce પેપર પણ તૈયાર છે તુ સાઇન કરીને રાખ એ પણ સાઇન કરશે અને આજે તુ એની જાળ માથી આઝાદ થઈ જઈશ.

દિપીકા - એ માની ગયો ?

સુરેશ - હા માની ગયો.

દિપીકા - એમજ.. તમે એને શું કહ્યુ ?

વિનોદ - અમે એને થોડા પૈસા આપ્શુ એટલે એ સાઇન કરી દેશે .

દિપીકા - કેટલા પૈસા ?

દિનેશ - ૧૦ લાખ !

દિપીકા - ૧૦ લાખ રુપિયા...મારી પાસે આટ્લા બધા પૈસા નથી.

વિનોદ - પૈસા નો બંદોબસ્ત થઈ ગયો છે અમે એના માટે જ બહાર ગયા હતા.

સુરેશ - પૈસા ને divorce પેપર બ્ન્ને તૈયાર છે એ આવે એટ્લે એને પૈસા આપશું એ સાઇન કરશે ને તુ આઝાદ .

દિપીકા - તમે ...આ શું બોલી રહ્યા છો તમે મારા માટે આટલી મોટી રકમ કેમ આપશો .હું તમને આ પૈસા પાછા કેવી રીતે આપીશ? એ માણસ જરા પણ ભરોસો કરાય એવો નથી. પૈસા લઈને પણ મને હેરાન કરશે .તમે એને ના પાડી દો કોઇ પૈસા આપવાના નથી. હું જીવીશ ત્યાં સુધી કેસ લડીશ ને ભગવાન ની ઇચ્છા હશે ત્યારે મને એનાથી છુટકારો મળ્શે. હું તમારા પૈસા લેવાની નથી આ પેપર ઉપર સાઇન પણ નહિં કરુ .મને તો એજ સમજાતુ નથી તમે મારા માટે આ બધુ શું કામ કરી રહ્યા છો. આપણો સંબધ શું છે. તમે તો મને બરાબર ઓળખતા પણ નથી.

દિનેશ - ઘણીવાર એવુ બને કે કોઇની સાથે આપણે વર્ષો સુધી રહિને પણ એને ઓળખતા નથી ને કોઇ ને એક્વાર મળી ને એમ લાગે જાણે જન્મો ની ઓળખાણ હોય .

સુરેશ - તેજ હમણા કહ્યુ કે જ્યારે ભગવાન ની ઇચ્છા હશે ત્યારે તને આઝાદી મળ્શે .ભગવાન એમના કાર્યો પુરા કરવા જાતે નથી આવતા કોઇ ને નિમિત બનાવે છે. સમજ કે આ હુકમ એ ભગવાને જ અમને કર્યો છે .

[ડૉર બેલ વાગે ]

શાંતા - મે ખોલતી હે

[શાંતા દરવાજો ખોલવા જાય વિઠલ આવે ]

વિઠલ - good morning everybody .તમે ૧૦ વાગે બોલાવ્યો હતો પણ હું થોડો જલ્દી આવી ગયો. હાઇ દિપીકા કેમ છે ? મને ખબર નહોતી તુ પણ અહીંયાજ હોઇશ.

સુરેશ - હવે ખબર પડી ગઈ ને ? બેશી જા કાંઇ ચા પાણી ?

વિઠલ - no thank you .કાંઇજ નહિં સમય બગાળ્યા વગર જે કામ માટે આવ્યો છુ એ પુરુ કરીએ .

વિનોદ - બિલકુલ મને તારી આ વાત ખુબ ગમી મુદ્દાની વાત કરવાની આ રહ્યા તારા પૈસા ગણી લે .

વિઠ્લ - આ ૧૦ લાખ છે ?

દિનેશ - હા બે હજારની નોટો છે એટલે પાંચ બંડલ મા પુરા ૧૦ લાખ . ગણી લે .

વિઠ્લ - ગણવાની શી જરુર છે બેંક ના બંડલ છે વજન થીજ સમજી જવાય .

સુરેશ ‌- અરે હા તુતો બેંક મા કેશિયર હતો . તો લે આ પેપર ને સાઇન કર .

વિઠલ - હવે મને એક ગલ્લાસ પાણી આપો . હું પેપર વાંચી લઊ.

[ શાંતા પાણી લેવા જાય ]

વિનોદ - હા... હા.. જરુર વાંચી લે એમાં લખ્યુ છે કે હવે તારો દિપીકા સાથે કોઇજ સંબધ નથી. તમે બન્ને તમારી મરજી થી અલગ થઈ રહ્યા છો. તારે વળતર રુપે દિપીકા ને કાંઇજ આપવાનુ નથી . અને ભવિષ્યમા તુ એને મળવાની કોશિશ નહિં કરીશ .

[ શાંતા બાઇ પાણી લાવે વિઠલ પાણી પિવે ને ખિસ્સા માથી બંદુક કાઢે ]

વિનોદ - આ શું છે ?

વિઠલ - તમને શું લાગે છે ? ક્યાંક તો જોઇ હશે સાચી નહિં તો ખોટી . દિવાળી મા કે ફિલ્મો મા .આ સાચી છે .આને કેહવાય Gun..ગુજરાતી મા બંદુક આમા ગોળી ઓ હોય ને આ એનુ triger કેહવાય આને દબાવી એ તો ગોળી છુટે ને જેને વાગે એનુ રામ નામ સત્ય થઈ જાય .

દિપિકા - મે તમને કહ્યુ હતુ ને આ માણસ પર ભરોસો ના કરાય .

વિઠલ - વિનાશ કાળે વિપરીત બુધ્ધી. થાય માણસ માત્ર ભુલ ને પાત્ર.

સુરેશ - તુ આ બરાબર નથી કરી રહ્યો. તે વાયદો કર્યો હતો કે પૈસા લઈ ને તુ પેપર સાઇન કરીશ .

વિઠલ - આને cheating કેહવાય .મને તો નાનપણથી cheating કરવાની આદત છે. આપણી બેટિંગ થઈ જાય એટલે ઘરે જતા રેહવાનુ હું બિજાને કયારેય બેટિંગ આપતો નથી.

દિનેશ - ડર ઉપરવાળા થી ડર એ બધુ જ જોઇ રહ્યો છે .

વિઠલ - કયાં છે.. કયાં છે ઉપરવાળો ? આ બંગલાની ઉપર તો કોઇ માળજ નથી કોણ જોવે છે ? just joking.. i know ફાલતુ જોક હતો મારા સિવાય કોઇ હસ્યુ નહિં.

વિનોદ - તુ સાઇન કરે છે કે નહિં ?

વિઠલ - તમારા મા કાંઇ અક્કલ જેવુ છે કે નહિં .સાઇન કરવી હોતતો આ બંદુક શું કામ કાઢત ? idiots.. 3-idiots .હવે મુદ્દાની વાત આ પૈસા લઈ ને હું જઈ રહ્યો છુ કોઇ એ રોકવાની કિશિશ કરી તો ગોળી ચાલશે .

સુરેશ - એક મિનીટ ભાઇ એક મિનીટ. તારે જવુ હોય તો જા પણ અમારી પણ એક મુદ્દાની વાત સાંભળતો જા. અહિંયા ઉપરવાળો જોવે છે ત્યાં એક નાનો કેમેરો લાગે લો છે અહિંયા જે કાંઇ થયુ એ બધુ એમા રેકોર્ડ થઈ ગયુ છે.

વિઠલ - વાહ તમે તો ખુબ હોશિયાર નિકળ્યા . પણ બુધ્ધી હજી એ ઓછી છે . બંદુક મારી પાસે છે એટલે આ કેમેરો મને ગિફ્ટ્મા આપીદો.

વિનોદ - આ નવી technology છે . આમાં વાઇ ફાઇ છે .આનાથી આપણે facebook અને youtube પર live વિડીઓ બતાવી શકીએ.

દિનેશ - અમે સવારે પોલિસ સ્ટેશન ગયા હતા. અમે એમને બધુજ જણાવી દીધુ છે . live વિડીઓ જોઇ ને એ લોકો આવતાજ હશે.

વિઠલ - હું તમને નહિં છોડીશ બધાને મારી નાખીશ .

વિનોદ - અમને મારીશ તો ફાંસિ થશે અને મને નથી લાગતુ તારિ હમણા મરવાની ઇચ્છા છે . જો તુ હમણા આ પેપર પર સાઇન કરીશ તો અમે તારા પર કોઇ કેસ નહિં કરીએ અને તને ઓછી સજા થશે.અને જો તુ સાઇન નહિં કરે તો અમે તને કોર્ટ્મા ખરાબ સાબિત કરશું એટલે divorce તો મળીજ જશે અને તારે વધારે જેલ મા સળવુ પડશે .

[ ઇનસ્પેકટર દોડતો આવે અને ગન વિઠ્ઠલ તરફ તાકે ]

ઇનસ્પેકટર - આપ સબ ઠીક હે .. ? મેને જૈસે હી ઇસકો ગન નિકાલ તે દેખા મે તુંરત હી નિકલ ગયા .ગન દે . ઓર ચુપચાપ પેપર સાઈન કર.

[ વિઠલ ગન આપે ને પેપર પર સાઇન કરે ઇનસ્પેકટર એને ગિરફતાર કરે ]

ઇનસ્પેકટર - યે પૈસે મે અભી લે જાતા હું ફોરમાલિટિસ પુરી હોને કે બાદ આપ પોલિસ સ્ટેશન આકે લે જાઇ એ .

વિનોદ ‌- નો પ્રોબલમ... thank you આપ ટાઇમ પે આગયે .

ઇનસ્પેકટર - કમિશનર સાહબ કા ફોન આયાથા તો જ્યાદા ધ્યાન રખના પડતા હે .

વિનોદ - મે ઉનસે બાદ મે ફોન પે બાત કર લુંગા.

[ ઇનસ્પેકટર વિઠ્લ ને લઇ જાય ]

સુરેશ - દિપીકા આજ્થી તુ આઝાદ છે . પોલીસ આના પર એટલા ગુના દાખલ કરશે કે એ હવે બાહર નહીં આવી શકે. બંદુક લાવીને એને આપણુ કામ આશાન કરી દીધું. લોકઅપ મા એવી ખાતરદારી થશે કે તને આ જન્મમાં હેરાન કરવાનું વિચારશે પણ નહીં.

દિપીકા - આટ્લા મોટા ઉપકાર ના બદલામા હું તમને શું આપીશ ?

વિનોદ - તારે અમને કાંઇજ આપવાનુ નથી હા પણ ઉપરવાળો જ્યારે કોઇની મદદ માટે તને નિમિત બનાવે ત્યારે તુ બીજાની મદદ કરી દેજે.

દિનેશ - હવે સ્વાસ મા સ્વાસ આવ્યો બંદુક જોઇને તો મારી હાલત ખરાબ થઈ ગઈ હતી.

શાંતા - અરે વાટ તો મેરા લગ ગયાથા મેરેકો લગા આજ મેરા આખરી દિન હોગા બચ ગયા રે બાબા . બોહત ડેરીંગ હે તુમારે લોક મે .

દિપીકા - જો એણે બંદુક ના કાઢી હોત ને સાઇન કરી દિધી હોત તો?

સુરેશ - તો એ રુપિયા લઈ ને જાત ને પોલિસ ના આવત. અમે નક્કી કરેલુ કે જો એ ઇમાનદારી થી પોતાનો વાય્દો પુરો કરે તો એને જવાદેવાનો ને પછી હેરાન કરવા આવે તો આ વિડીઓ એને બતાવી દેવાનો .

દિનેશ - પણ એણે લાલચ કરી એટ્લે પૈસા પણ ગયા ને જેલમા પણ ગયો.

દિપીકા - એક જ રાત મા પૈસા પેપર ને આ કેમેરો.

વિનોદ - ઓળખાણ એ સોનાની ખાણ અને કેમેરાનુ કામ તો આ વિન્યાનુ છે છેલ્લા ૪૦ વર્ષોથી ફોટોગ્રાફી કરે છે .

દિપીકા - તમારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે.

સુરેશ - થેન્ક્યુ તો અમારે તેને કહેવું જોઈએ તારા લીધે અમને અમારુ આગળનું જીવન જીવવાનું મકસદ મળી ગયું. શું કહો છો દોસ્તો ?

વિનોદ , દિનેશ અને સુરેશ - આપણી યારી સઉથી ભારી તેલ લેવા જાય દુનિયાદારી.

[ મ્યુઝિક blackout ]

સમાપ્ત

વાચકમિત્રો અને માતૃભારતી નો ખુબ ખુબ આભાર. નાટક રૂપે લખાયેલી કાલ્પનીક વાર્તા કેવી લાગી એ જણાવવા વિનંતી.
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ

Rate & Review

Foram Shah

Foram Shah 9 months ago

Sabera Banu Kadri

Sabera Banu Kadri 9 months ago

Pradyumn

Pradyumn 9 months ago

Jagruti Upadhyay

Jagruti Upadhyay 9 months ago