Kabrasthan - 6 books and stories free download online pdf in Gujarati

કબ્રસ્તાન - 6

દ્રશ્ય છ -
" મારા બાળપણ ની આ વાત છે હું લગ્ન કરી ને ગામ માં આવી હતી અને તે સમયે ગામ માં એક પરિવાર કોય બીજા ગામ માં થી આશરો લેવા આવ્યો તેમને ગામ માં આશરો લેવાની પરવાનગી પણ મળી ગઈ અને તેમને ગામ માં એક નાનું ઘર બનાવડાવ્યું દેખવાથી તો સુખી પરિવાર હતો. તેમાં બે ભાઈ તેમની બે પત્ની અને તેમના બેબે છોકરા એની સાથે એમના માતા પિતા. નાની વહુ ના બે નાના નાના છોકરા હતા જે જોડકા હતા એક દિવસ તેણે પોતાના છોકરાઓને શેતાન ને બલી આપી અને ત્યારથી એમના ઘરની દુર્દશા શરૂ થઈ. શેતાન એમની ઘરમાં આવી ગયો હતો અને નાના છોકરાના શરીર ને એને વશ માં કર્યું હતું. નાના છોકરા ના કેહવથી નાના ની વહુ ને છોકરાઓને માર્યા હતા. પછી તેની પાસે આદૃતિય શક્તિઓ આવી ગઈ. શેતાન એની કુરબાનીની ખુશ હતો. એને એટલા માં શાંતિ મળી નહિ અને તે શક્તિઓ માં ગાંડો થયી ને ઘરમાં બધા ને હેરાન કરવા લાગ્યો. મોટી વહુ ઘર માં ધાર્મિક હતી તેને ઘર ના બધાને બચાવા ઘણા પ્રયત્નો કર્યા હતા એમનું નસીબ ભયાનક મોત લઈ ને આવ્યું હતું. એ રાત જોયા પછી હું ક્યારે ભૂલી નથી ગામ આખ્ખું તે રાત યાદ કરી ને આજે પણ ધ્રૂજે છે. મોટી વહુ કામ થી ગામ ની બહાર ગઈ હતી ને દિવસે શેતાન ને એક પછી એક એમ આખ્ખા ઘર ને ભયાનક મોત આપી મોટી વહુ ઘરે આવી ને ઘરમાં જોવે છે તો ઘર ની બહાર એને સાસુ સસરા નું સબ લોહી થી લતપત પડ્યું હતું. એના ઘરમાં એના નાના છોકરાઓનું સબ અને પતિ નું સબ પણ પડ્યું હતું. ત્યાં દુનિયા તૂટી પડી હોય એટલું દુઃખ એની દિલ પર આવી પડ્યું હતું. ઘર ના ખૂણામાં નાનો છોકરો અને વહુ લોહીથી લતપત્ બેસી ને તેની પર હસતા હતા.
એ જોઈ ને મોટી વહુ ને પોતાનો આક્રોશ સાંભળી ના શકી અને તે બંને ને પોતાની હાથથી મારી નાખ્યાં. પછી તે ગામ માં આવી અને નાની વહુ ના છોકરાઓ ની કબર ની બાજુ માં એમના પૂરા પરિવાર ની કબર બનાવી અને તેમાં નાના છોકરાની કબર ને અલગ કાળા પત્થર ની બનાવી જેથી તેને કોય ત્યાંથી બહાર ના નીકળે. તેને પણ પોતાના પરિવાર સાથે જીવતા કબરમાં સમાધિ લીધી અને છેલ્લા સમયે કહેતી ગયી જ્યારે શેતાન કબર માંથી બહાર આવશે ત્યારે હું સમાધિ માંથી બહાર આવીશ અને ફરી શેતાન ને કેદ કરીશ જ્યાં સુધી એનુ અસ્તિત્વ છે ત્યાં સુધી હું મારું અસ્તિત્વ રાખીશ."
" જો શેતાન ને ફરી કેદ કરવો હોય તો આપડે મોટી વહુ ની કબર તોડવાની છે અને તેને બહાર લેવાની છે."
" ના એવું કઈ નથી એના કર્મોથી એ ક્યારે કોય કબર માં કેદ હોય એવું શક્ય નથી આપડે તેને લેવાની જરૂર નથી તે જાતે જ આપડી મદદ માટે આવશે એવું મારું માનવું છે."
" સરોજ બા શું ત્યાં સુધી આપડે તે રાક્ષસ ને લોકો ને ગામ માં હેરાન કરવા દેવાના અને નિર્દોષ લોકો ની મારવાની રાહ જોવાની." કાળુ ને પોતાનો સવાલ સરોજ બને કર્યો. આ સાંભળી ને આખું ગામ એમને પૂછવા લાગ્યું કે શું કરવાનુ છે. પણ તેને જવાબ સરોજ બા પાસે પણ નહતો.
ગામમાં એક ભય હવા સાથે વેહતો હતો. ગામના લોકો ઘરની બહાર જવાથી પણ ડરતા હતા. દિવસ પણ ભયાનક લાગતો હતો અને હવે તો રાત પડવા થયી હતી. લોકો માં એક જ ભય હતો કે હવે કોની દુર્દશા થવાની છે.
દિવસ થી રાત્રી નો સમય પડી ગાયો. પવન ના સૂસવાટા અને ખાલી રસ્તા પર ઊડતી રેત અને કબ્રસ્તાન માં ખૂણાના પડેલો મગન. મગન ની આંખ ખુલે છે ને આજે ફરી થી એ કાળો છાયો કબર માંથી બહાર આવી ને મગન ની સામે જોઈ ને ભયાનક હસી જે હવામાં ગુંજતી હતી ને ત્યાંથી ગામ બાજુ નીકળે છે.
ગામ માં કોય ઊંગ્યું નથી ને કાળો છાયો એક પછી એક લોકો ના મન ની બીક જોઈ ને આગળ વધતો જાય છે. આગળ મનું નો વારો હતો અને મનું પણ તે જાણતો હતો.