Kabrasthan - 8 books and stories free download online pdf in Gujarati

કબ્રસ્તાન - 8

દ્રશ્ય આંઠ -
મગન ને જીગા નો આવાાજ ગામનાા વચ્ચે લઈ ને આવી ગયો.
" જીગા....જીગા મારા દીકરા તું ક્યાં છે. જો હું આવી ગયો." મગન ને એટલામાં જીગા ની આત્મા દેખાઈ એને ગામ ની એ સાંકડી ગલી માં બેસેલા નાના છોકરાઓ ની સામે આંગળી કરી અને ત્યાં થી ગાયબ થયી ગયો. મગન એના બતાવેલા દ્રશ્ય ને જોઈ ને નીચે જમીન પર બેસી ગયો. અને જોર થી બુમ પાડી ને રડવા લાગ્યો..." આ મે શું કર્યું મારા બદલા માં નાના બાળકો ને પણ ભોગવવાનો વારો આવ્યો...હે ભગવાન...હું શું કરું મારી આ ભૂલ ને કારણે નાના બાળકો નું જીવન જોખમ માં આવ્યું છે." એ ગલી ના નાના બાળકો એ કાળા છાયા ની કાબૂ માં હતા. તેમના નાના અને કોમળ ગાલ પર કાળા નિશાન પડેલા હતા. નીચે બેસી ને પત્થર થી પોતાની આંગળીઓ તોડી ને હસી હસી ને રમતા હતા.
મગન નું હૃદય તૂટી ગયું જ્યારે તેને આવું ભયન ચિત્ર જોયું. પોતાને મન થી કોસ્વા લાગ્યો. એ નીચે બેસી ને માત્ર બાળકો ને ઘડીવાર તો જોયી જ રહ્યો. મગન ને હવે સંપૂર્ણ ભાન આવી ગયું હતું. જીગો ફરી થી મગન ની પાસે આવ્યો અને ગામ માં થયેલી આ મહામારી ને બતાવતા બોલ્યો. " હું તમારી પાસે નથી એમાં તમારો કોય વાંક નથી પણ આજે જે કઈ પણ આ નિર્દોષ બાળકો સાથે થયું છે તેના જવાબદાર તમે છો. ગામ માં મૃત્યુ પામેલા લોકો ના પરિવાર ના દોશી તમે છો."
મગન જીગા ની વાત ને સાંભળી ને પચતાવા લાગે છે તે જીગા નો હાથ પકડી ને તેને માફી માગવાનો પ્રયત્ન કરે છે જેવો તે જીગા નો હાથ પકડે છે જીગો ફરી થી ત્યાંથી ગાયબ થયી જાય છે. પચતાયેલો મગન ગામ માં ચાલતો ચાલતો આગળ વધે છે. કોય વ્યક્તિ એવું ના હતું જેને કાળા છાયા ને પોતાની વશ માં ના કર્યા હોય. સિવાય કે કાળુ અને મગન કાળુ પોતાના પિતા, મિત્ર અને રામા ની સાથે ઘર બંદ કરી ને એક ખૂણા માં બેસ્યો હતો. બીક ના કારણે તેના શરીર પરથી પરસેવો વેહવા લાગ્યો હતો. એના પોતાના લોકો સાથે બનેલા બનાવ જોઈ ને તે ડરી ગયો હતો. મગન ગામ માંથી મદદ લેવાનું વિચારતો હતો પણ તેના સિવાય કોઈ પણ વ્યક્તિ ભાનમાં હતી નઈ.
કાળુ ના રૂમ માં કાળો છાયો આવે છે કાળુ સિવાય ગામ માં કોય બચ્યું નથી જેને કાળા છાયા ને વશ માં ના કર્યો હોય અને હવે કાળુ નો વારો હતો. તેની હાજરી નો અનુભવ કાળુ ને થયી જાય છે કાળુ પોતાને બચાવવા માટે ઘરની બહાર દોડવાનું શરૂ કરે છે એની પાછળ નિરાતે હસતો ને પોતાની મયા ને બતાવતો એ કાળો છાયો આવે છે. કાળુ રસ્તા પર આમ તેમ ભાગી ને પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરે છે તે કાળા છાયા ના સ્પર્શ ને રોકતો આગળ દોડ્યા કરે છે. કાળુ સામે એક નાનું મંદિર જોઈ ને એક છેલ્લી વાર પોતાની પૂરી શક્તિ થી દોડી ને તેની અંદર જાય છે. કાળો છાયો એની પાછળ આવી ને મંદિર ની આગળ ઉભો થયી જાય છે. તે મંદિર માં પ્રવેશી શક્યો નઈ જેના થી કાળુ નો જીવ માંડ માંડ બચી ગયો. ને કાળુ ના મન ને ઘડી શાંતિ થઈ.
બાકી નો સમય કાળુ મંદિર માં વિતાવે છે. અને સવાર ની પેહલા કિરણ સાથે કાળો છાયો એની સામે થી ગાયબ થયી જાય છે. કાળુ મંદિર ની બાર ડરતા આવે છે હજુ તેને વિશ્વાસ નથી આવતો કે કાળો છાયો ત્યાંથી જતો રહ્યો છે. પણ મગન ને સામે થી આવતા જોઇ ને તે દોડતો ત્યાંથી બહાર આવી ને મગન ની બાજુ જાય છે. મગન પોતાના એક પગ ને કપડાથી બધી ને લંગડાતો આવતો કાળુ ને જોઇ ને કદાચ જીવન માં એક વાર ખુશ થયો હસે. કાળુ તેને સામે જોઈ ને. વિચારે છે " શું તને ભાન આવ્યું તું ઠીક છે....કોય માણસ બચ્યું છે જેને ભાન હોય." કાળુ ની વાતો સાંભળી ને મગન પેહલા તો કઈ નથી બોલતો પણ પછી તે એક જ પ્રશ્ન કરે છે " શું સાચે તે મારા દીકરા ને નથી માર્યો." કાળુ આ સમયે આવો પ્રશ્ન સાંભળી ને ક્રોધ માં આવી જાય છે " હજુ તને મારી પર વિશ્વાસ નથી ....ના મે તારા દીકરા ને નથી માર્યો. અને જેને માર્યો છે તે બાબુ છે એ ઘરડો બાબુ જેને તું તારો મિત્ર ગણે છે." કાળુ બાબુ ના વિશે આવું બોલ્યો કે જે ને સાંભળી ને મગન પણ ક્રોધ માં આવી ગયો." શું સમજે છે તું પોતાને તું જે કંઈ પણ કહીશ એ હું માનીશ." કાળુ મગન નો જવાબ સાંભળી ને તેનો હાથ પકડી ને બાબુ ના ઘર ની સામે લઈ જાય છે અને ત્યાં આંગણ માં બેઠેલો બાબુ ને બતાવી ને કહે છે. " જો બાબુ શું બોલે છે."