dasta a bulding - 14 books and stories free download online pdf in Gujarati

દાસ્તાને બી બિલ્ડિંગ - 14

દાસ્તાને " બી " બિલ્ડિંગ ભાગ 14

આગળના ભાગમાં જોયું કે મહેન્દ્ર જન્મ દિવસની પાર્ટી થઈ રહી હતી સાગર કંઈ વાત કેહવા સોમ અંકલને મળવા આવે છે ત્યારે સરસ્વતી પોતાના મધુર સ્વરમાં ગીત ગાતી રહી હતી. આ બાજુ વિદ્યા બી બિલ્ડિંગ નીચેના સ્ટોર રુમમાં હતી તેને એ રુમમાં સ્ટાઈલ ખસતા નીચે જવા માટે લાકડાંની સીડી મળે છે. હવે આગળ

વિદ્યાએ શું કરવું કંઈ સમજાતું ન હતું તેનાં મનની અંદર વિચારોનો ધોડા દોડી રહયાં હતાં. શું એકલી આ સીડી ઉતરીને નીચે જોવા જામ? શું પપ્પાને જ આના વિશે ? શું મારે અત્યારે નીચે શું છે તે જોવા જવું જોઈએ? શું મારા મિત્રો ને જાણ કરીને એને સાથે લઈ જામ? શું સાગરને કંઈ કહું આના વિશે? ધણાં બધા વિચારો વિદ્યા મન મસ્તિષ્કમાં દોડી રહયાં હતાં. આખરે વિદ્યા વિચારે છે કે નીચે જઈને જોઈ આવું કંઈક અજીબ જગ્યા લાગશે તો ફટાફટ ઊપર આવી જઈશ આમ વિચારી વિદ્યા લાકડાંની સીડી પરથી નીચે ઉતરે છે અને ફોનની ટોચ ચાલુ કરે છે. વિદ્યા એક નીચે બનાવેલી ગુફામાં આવી જાય છે. એ ગુફામાં ચારે તરફ અંધારું જ હતું. વિદ્યા ફોનની લાઈટની મદદથી આજુબાજુ નું નિરક્ષણ કરે છે. આ એવી જ ગુફા હતી જે આજે બપોરે તેનાં સ્વપ્નમાં આવી હતી. આબેહૂબ સ્વપ્નમાં જોયેલી એવી જ ગુફા હતી. વિદ્યા થોડી ડરી ગઈ હતી કેમકે સ્વપ્નવાળી જ ગુફા હતી. ગુફામાં આગળ વધવા એનું મન અને પગ હવે તૈયાર થતાં ન હતાં. એક અજાણ્યો ડર એનાં મનની અંદર ફરી રહ્યો હતો. પણ અહીં થોડી કોઈ એવી વસ્તુ છે જેનાથી મારે ડરવું જોઈએ અને કંઈ એવું હશે તો હું તરત જ પાછી જતી રહીશ એમ પોતાની જાતને જ સમજાવતા વિદ્યા આગળ વધે છેછે.

" દાસ્તાને દાસ્તાને
બી બિલ્ડિંગ " (એવું back ground સંગીત વાગે છે.)

વિદ્યા એમ વિચારીને ધીમે ધીમે ગુફા પાર કરે છે. સુકાં પાંદડા પણ ચાલતો પોતાનો જ અવાજ પણ તેનાં અંદરની હ્રદયનાં ધબકારાને તેજ કરી દે છે. તો ધણી વાર અચાનક વધી જતી હવાની ઝડપ પણ તેને ડરાવી રહી હતી. પણ એની અંદરની જિજ્ઞાસા કોઈ પણ રીતે કંઈ પણ જાણયા વગર પાછળ ફરવા દેતી ન હતી.

" દાસ્તાને દાસ્તાને
બી બિલ્ડિંગ " (એવું back ground સંગીત વાગે છે.)

વિદ્યા ગુફાની અંદર ચાલતી ચાલતી વિચારે છે આ ગુફા વિશે કોઈને ખબર ની હશે? પપ્પા અને સાગર કંઈ વાત છુપાવી રહયાં છે? આ ગુફાની અંદર કોઈ રાઝ કે બસ એમજ બનાવી છે? શું મને કંઈ જાણવા મળશે? વિચારોનો ઘોડાપુર ગુફાની અંદર ચાલતા ચાલતા એનાં મનમાં ફરી રહ્યાં હતાં. આખરે આમ વિચારતાં તેના મનમાં થોડો ડર ઓછો થાય છે અને આખરે વિદ્યા ગુફામાં અંતિમ છેડા પર આવી જાય છે. ગુફાથી બહાર જવાનો રસ્તો વિદ્યા ને દેખાતો ન હતો.

" દાસ્તાને દાસ્તાને
બી બિલ્ડિંગ " (એવું back ground સંગીત વાગે છે.)

વિદ્યાને સ્વપ્નની વાત આવતા તે આજુબાજુ દરવાજા ખોલવા માટે કંઈ શોધી રહી હતી. આમ તેમ જોતાં તેને સામેની બાજુ લોખંડનો નાનો દિવાલ પર દંડો દેખાય છે વિદ્યા તરત તે દંડાનો જમણી બાજુ ખસડે છે કે દંડાને ખસેડતાં જ ગુફાનો દરવાજો ખુલી જાય છે. વિદ્યા એ દરવાજા તરફ આગળ વધે છે.

🌻🌻🌻🌻🌻🌻🌻

આ બાજુ વિદ્યાની હાજર વર્તવા લાગી.

" આન્ટી વિદ્યા " મહેન્દ્ર

" અરે એ હજુ નથી આવી!? " વિદ્યાની મમ્મી માધવી બોલે છે.

" ના આન્ટી "

" કયારની ઘરે તારું ગિફટ લેવા ગઈ હતી
કયા રહી ગઈ? "

" આવતી જ હશે આન્ટી "

" બેટા જીયા " આન્ટી જીયાને બુમ પાડી બોલાવે છે.

" હા આન્ટી બોલો "

" બેટા જરાં વિદ્યા બોલાવી લાવશે?
જોને કયાં રહી ગઈ
ઘરેથી ગિફટ લઈને હજુ આવી નથી "

" હા
હું અત્યારે જ બોલાવી લાવું "

એમ કહીને જીયા વિદ્યાને બોલાવા જાય છે. માધવી ફરી મહિલા મંડળ સાથે વાતો કરવા ઉપડી જાય છે. મહેન્દ્ર બીજા મહેમાનો સાથે વાતો કરે છે. નયન અને જનક પોતાના જુના મિત્રો સાથે ગપ્પા મારતાં હતાં. સોમાભાઈ અને સાગર અલગ ખુણા શાંતિથી વાતો કરવા જાય છે. સાગર શું કામ ફરી ઉપર આવ્યો હશે એ વિચાર સોમનાં મગજમાં ફરી રહયો હતો. સરસ્વતી સોસાયટીનાં બધાં લોકો સાથે મળી રહી હતી.

સાગર સોમને શું કેવા આવ્યો હશે?


સાગર અને સોમ કંઈ વાત જાણે છે જેનાથી બધા સોસાયટીવાળા અજાણ છે?


વિદ્યા શું ગુફાની બહાર જશે?


સરસ્વતી કોણ છે?


શું રહસ્ય બી બિલ્ડિંગ ની અંદર છે?


(આ ભાગમાં બી બિલ્ડિંગનું એક પાનું ખુલ્લું થયું છે કે બી બિલ્ડિંગ નીચે કોઈ ગુફા છે. )


રહસ્ય જાણવા માટે વાંચતા રહો દાસ્તાને " બી " બિલ્ડિંગ નવો ભાગ