The question is what is the only work .. ?? - why..?? books and stories free download online pdf in Gujarati

સવાલ એક જ શું કામ..?? - શું કામ..??

શું કામ.... હવે, પહેલાં જેવો દિવસ નથી વીતતો..??
પહેલાં જેવી સવાર નથી ઉગતી, જેમાં તાજગી હતી, એક ઉત્સાહ હતો, એક અનેરો આહલાદક ઉન્માદ હતો...!!
બપોરના ટાણે જમવા માં શાક - રોટલી કે દાળ ભાત કે બીજાં બત્રીસ જાતનાં પકવાન જોતાં જે ભૂખ લાગે એનાં થી પણ વધારે ભૂખ લાગતી એ પૂછવાની કે "તે જમ્યું કે નહીં??".... એ બપોર નથી થતી હવે....!!
સાંજે નવરાશ ની પળે, કોઈ ને કોઈ કારણસર, કોઈ પણ મુદ્દે, કોઈ પણ વાત ઉખેડી ને "લમણાઝીંક" કરીને સાંજ પણ સોનેરી નથી થતી હવે....
મોડી રાત સુધી રાહ જોઈને નીંદર તો આવી જ જાય પણ, એ નીંદરડી ને સાવ જ ગાંઠયા વગર તોછડાઈ થી રીતસર તગેડી મૂકતા તારી સાથે ના એ પ્રેમભર્યા,
તુમાખી ભર્યા, જાણીતાં છતાં અજાણ્યાં પણ વહાલ ભર્યા શબ્દો ની સાથે આંખો ને આરામ આપવો....
નથી થતું હવે.... આમાંનું કશું જ નથી થતું હવે....
શું કામ..??
.
.
.
.
એવી એક પણ કલાક નથી વીતી કે તારો ફોટો ન જોયો હોય... ગમે તેવું કામ હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, અરે ગમે તે સ્થળ હોય એક વાર તને જોઈ લઉં મન ભરાઈ જાય ત્યાં સુધી (છતાં મન ભરાતું જ નથી) પછી નિરાંત થાય છે મને....
પણ આવુ થવા પાછળ નું કારણ શું...??
એવું તો શું થઈ ગયું કે જીવવું એ "વરદાન" મટી "અભિશાપ" સાબિત થઈ રહ્યું...??
એવી તો શી ઉણપ રહી ગઇ શબ્દો માં કે વાતચીત નો જ અંત આવી ગયો...??
શું હતું એવું જે ખૂટતું હતું...??
(કે પછી કંઈક વધારે હતું..??)
કંઈક તો હશે ને..!! કોઈ તો કડી હશે.!! કે જે ખોવાઈ ગઈ છે, તૂટી ગઈ છે... જેનાથી આટલી ઉથલ પાથલ થઈ ગઈ છે....
એટલાં બધાં સવાલ છે....
જાત-જાતના ને ભાત-ભાતનાં કે, જવાબ મળ્યાં પછી પણ કદાચ એકાદ સવાલ તો રહેશે જ.....
શું કામ..?? શું કરવા..?? શું મળ્યું..??

અને, એટલે જ આટલાં દિવસ ના મનોમંથન (હા મથામણ જ) પછી મન અને મગજ ના તાર ક્યારેક તોડ્યાં, ક્યારેક જોડ્યાં પછી નક્કી કર્યું કે,
ભલે.... જે થાય તે જવાબ તો ગોતવા જ પડશે...
નહીંતર સવાલ માત્ર સવાલ બનીને નહીં પણ, એક ચાબુક બનીને છાતી પર વીંઝાતાં રહેશે, કાંટા બનીને હૃદય માં કાણા પાડ્યાં કરશે.. અને જો એ પીડા થી છુટકારો જોઈતો હોય તો..... તો પછી જવાબ ગોતવો જ પડશે.....
"જવાબ...!!??
.
.
.
મને ખબર છે, જવાબ તો મને મળશે પણ, જેવો જોઈએ તેવો નહીં મળે, મતલબ જે જવાબ થી ટાઢક વળે, સંતોષ થાય એવો જવાબ તો નહીં જ મળે... કદાચ મારા સવાલ જ અધૂરા હશે....

શું કરો છો..?? (દિવસ માં ખબર નહીં કેટલી વાર પૂછાયેલા સવાલ)
ક્યાં છો..??
શું કર્યું આજે..??
કેવો રહ્યો દિવસ..??
ક્યાં જાય છો..??
કોણ છે સાથે..??
ક્યારે આવીશ પાછી..??
કેમ જવાબ નથી આપતી..??
ખબર નથી પડતી હેં...??
પાગલ છો કે..??
સમજે છે શું પોતાની જાતને..?? મહારાણી..?? હેં...??
શું કામ હેરાન કરે છો મને..??
કોઈ ભૂલ થઈ છે મારાથી..?( હા... એની તો ભૂલ હોતી જ નથી કયારેય)
અચ્છા બાબા સોરી... માફ નહીં કરો..??
દુશ્મન છું હું તારો..??
ઝઘડવું નથી મારી જોડે..??
લાડ-લડાવતા તો આવડતાં નથી, ને હું લડાવું તો શું વાંધો છે તમને..??
તને નથી કીધું કે તું પણ કર... મને કરવું છે... લાડ કરીશ, ચિંતા કરીશ... અને "પ્રેમ પણ કરીશ"...
તારા થી તો થશે નહીં.... જરુરી નથી હું કરું એટલે તારે પણ કરવું..... બરોબર ને..??
હું કરું છું તો રોકે છે કેમ..??
અને આમેય તું ક્યારે મારી વાત માને છે..??
"મારી વાત માનવી!!!" એટલે જાણે મોટું પાપ થઈ જવાનું હોય... તારાથી....!!
એટલે જ હું કંઈક કહેતો પણ નથી... કેમકે ખબર જ છે મને, "મારી કોઈ પણ વાત માનવી નહીં" આ સ્લોગન કોતરાઈ ગયું છે મારાં મગજ માં એટલે એ ભૂંસાઈ એમ નથી..... એટલે કયારેક પૂછાતા સવાલ પણ હવે પૂછાતા નથી....
સવારે ઉઠતાં વેત ઉભરાતા ઉમળકા શાંત થઈ ગયાં છે....
સાંજ પડતાં થતી ઠઠ્ઠા-મશ્કરી, પજવણી, ગપ્પાબાજી ખોવાઈ ગઈ છે....
મોડી રાત સુધી ઝઘડ્યા પછી ગુસ્સા માં ગુડ નાઈટ કીધાં પછી પણ કંઇક યાદ કરી ને વળી ઝઘડે ને પછી અધૂરાં ઝઘડા ને ખતમ કર્યા વગર, મારી નીંદર બગાડી ને પોતે સૂકુન થી સૂઈ જાય... એના આ વર્તન માં ગુસ્સો ને પ્રેમ એટલા તો ભળી જતાં કે ક્યારે હું પોતે સૂઈ ગયો એની પણ ખબર નહોતી રહેતી.... હવે તો એવી નીંદર પણ ઉડી ગઈ છે....
શું કામ...?? શું ભૂલ હતી..?? વાત એટલી બધી મોટી હતી..??( કે ખેંચી તાણી ને મોટી કરી..?? )
દગો કર્યો મેં..??
વિશ્વાસ તો નથી તૂટ્યો ને..??
ના..ના..ના... જાણી બુઝી ને પણ હું એવું (કૃત્ય!?) ના જ કરું... સપનાં માં પણ નહીં.... અરે, જો એનો મારા ઉપર રાખેલો વિશ્વાસ તૂટે તો....તો.... હું જ... તૂટી જાઉં.... અને આ હકીકત થી ખુબ સારી રીતે વાકેફ છું.... રોમ-રોમમાં
"હું દગો કરું - હું ભરોસો તોડું"... આ વિચાર માત્ર થી શરીરમાં થી લખલખું પ્રસરી જાય છે.... તો શક્ય જ નથી કે ભરોસો તૂટ્યો હોય....
એનો મારાં પર રાખેલો વિશ્વાસ અખંડ, અતૂટ અને અકબંધ જ હતો, છે અને રહેશે.... જ્યાં સુધી આ શ્વાસ લઉં છું ત્યાં સુધી....
તો કારણ શું હશે..??
આમ અચાનક રસ્તો બદલી લેવાનું..??
નજર અંદાઝ કરવાનું..??
અને એ પણ આટલી હદે..??
કે મારાં કોઈ પણ સવાલ નો જવાબ આપવો મુનાસિબ નથી સમજતાં...??
કેમ.... કેમ....??
આખરે,આ એક સવાલ જ જાણે મને જીવતે જીવત સળગાવી દેશે....
શું કામ...??