Tha Kavya - 7 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૭

મહાદેવ જીનલ ને પરી બનવાનો રસ્તો બતાવતા કહે છે.
અહી થી દસ માઈલ દૂર પચિમ બાજુએ એક અતિ પ્રાચીન ગુફા આવેલી છે. તે ગુફાનું નામ છે ઉબડ. તે ઉબડ ગુફામાં એક જીન ફક્ત રાત માટે જ રહે છે. દિવસે ત્યાં થી કોઈ બીજી જગ્યાએ જતો રહે છે. તે જીન એટલો શક્તિશાળી અને બુદ્ધિશાળી છે કે તેની સામે કોઈ માણસ ટક્કર લઈ શકે નહિ. તે જીન થકી તારું પરી બનવાનું સપનું સાકાર થશે. પણ એક વાત યાદ રાખજે જીન નું દિલ તારે જીતવું પડશે. જો જીન નું દિલ જીતીશ તો પરી બનીશ નહિતર મારું વરદાન છે કે તું સામાન્ય કન્યા બની જઈશ. તારો ચહેરો સુંદર થઈ જશે. આટલું કહી મહાદેવ અંતરર્ધ્યાન થઈ ગયા.

રાત્રી ના સમય ની જીનલ રાહ જોવા લાગી. તેને ખબર હતી કે ઉબડ ગુફામાં જવા માટે રાત્રી નો સમય જ યોગ્ય છે. આ સમયે હું છૂપી રીતે ત્યાં આશાની થી પહોચી શકીશ. અને મહેલ ના પાછળ ના દરવાજે થી નીકળી જઈશ એટલે કોઈને ખબર પણ નહી પડે.

રાત્રી ની શરુઆત થઈ એટલે જીનલે એક કાળું કપડું અને એક રાણી વિભા ની કટાર લઈને મહેલ ના પાછળના દરવાજે થી ઉબડ ગુફા તરફ ના રસ્તે ચાલવા લાગી. તે રાત્રિએ પૂનમ હતી એટલે ચંદ્ર ની વિરુદ્ધ દિશામાં જીનલ ચાલવા લાગી અને તેને ખબર હતી કે પૂનમ ના ચંદ્ર ના અંજવાળે તે ઉબડ ગુફા ને આશાની થી શોધી શકશે.

જીનલ તો ચાલવા જ લાગી. ધીરે ધીરે ચંદ્ર માથે આવી રહ્યો હતો તેમ તેમ એક સફેદ ચાદર પૃથ્વી પર છવાઈ રહી હતી. જાણે કે દિવસ હોય તેવું લાગી રહ્યું હતુ. તેને એક વિશ્વાસ હતો સવાર સુધીમાં હું ઉબડ ગુફા પાસે પણ જઈશ અને જીન પાસે થી પરી બનવાનું વરદાન પણ માંગી લઈશ. ચાલતી ચાલતી તેની નજર એક મોટા પહાડ પર પડી તે પહાડ હતો એક પણ ઉબડ ખાબડ નાની નાની ટેકરી થી ઘેરાયેલો. તે પહાડ ચંદ્ર ના પ્રકાશ થી ચમકી રહ્યો હતો. જીનલ તે પહાડ ને જોઈને સમજી ગઈ કે આ પહાડ નીચે જ ઉબડ નામની ગુફા આવેલી છે. અને અહી જ જીન વાસ કરતો હશે.

જીનલ તે પહાડ ની પાસે પહોંચી ત્યાં તેની નજર સામે એક મોટો ગોળ પથ્થર હતો. જીનલ આ ગોળ પથ્થર ને જોઈને સમજી ગઈ કે ગુફા ની અંદર જવાનો રસ્તો આ જ છે. પણ પથ્થર એટલો મોટો હતો કે તેને ખચેડવો જીનલ માટે મુશ્કેલ હતો. જીનલ તે ગોળ પથ્થર ની વધુ નજીક જઈને પથ્થર ની તિરાડ માંથી ગુફાના અંદર ના ભાગને જોવા લાગી. તેને એ જાણવું હતું કે આ ગોળ પથ્થર ની પાછળ જ ગુફા છે ને. કે ખાલી પથ્થર અહી પડ્યો છે. પણ જોતા એવું લાગે કે કોઇએ આ પથ્થર રાખ્યો હશે. જીનલે પથ્થર ની એક બાજુએ નજર કરી તો અંદર અંધારા સિવાઈ કઈ દેખાયું નહિ. પછી તે બીજું બાજુએ જઈને નજર કરી તો અંદર એક સફેદ પ્રકાશ દેખાયો. આ જોઈને જીનલ સમજી ગઈ કે આ પથ્થર ની પાછળ જ ગુફા આવેલી છે. પણ આ પથ્થર ને કેમ હટાવવો અને અંદર કેમ પ્રવેશ કરવો, તે વિચારવા માટે તેણે પથ્થર ની બાજુમાં બેસી ગઈ. અડધી રાત સુધી ચાલી ને જીનલ થાકી ગઈ હતી. એટલે તેને ઊંઘ આવી ગઈ તે ખબર રહી નહિ.

જીનલ ની ઊંઘ ઉડતા તે આંખો ખોલીને જુએ છે તો તે ગુફા માં હોય છે. અને હજુ રાત્રી નો પહોર જ હોય છે. તેણે આજુ બાજુ નજર કરી તો ગુફા હતી અને તેમાં ચાર રસ્તા હતા. ગુફાના ત્રણ રસ્તે સફેદ પ્રકાશ આવી રહ્યો હતો. જીનલે એક પછી એક એમ ચારેય રસ્તા ને બારિકી થી તપાસ કરી અને વિચારવા લાગી. આ ત્રણેય રસ્તે થી મુખ્ય સફેદ પ્રકાશ ક્યાંથી આવી રહ્યો છે, તેને એવું લાગ્યું સફેદ પ્રકાશ ત્યાંથી જ આવે જ્યાં કોઈ શક્તિ કે જીન હોય. પણ આ ગુફા માં જીન તો એક જ છે તો પછી ત્રણેય રસ્તે થી સફેદ પ્રકાશ કેમ આવી રહ્યો છે અને એક રસ્તે ફક્ત અંધારું જ કેમ છે.!?

જીનલ ત્યાં બેસીને વિચારવા લાગી કે હું ક્યાં રસ્તે પહેલા જાવ. કેમ કે તેને સવાર પડે તે પહેલા જીન ને શોધીને તેને મળવાનું હતું. જો સવાર થઈ જાય તો જીન ત્યાં થી બીજી જગ્યાએ નીકળી હશે. અને જીનલ ને બીજી રાત થાય ત્યાં સુધી ફરી જીન ની રાહ જોવી પડશે.

શું જીનલ યોગ્ય રસ્તે થી જશે કે રસ્તો ભટકી જશે. આ રાત્રિએ જ જીનલ જીન ને મળી શકશે કે આમ જ સવાર થઈ જશે. જોઈશું આગળ ના ભાગમાં...

ક્રમશ...