Tha Kavya - 12 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૨

કાવ્યા એ પરી બનવાનો રસ્તો તો મળી ગયો હતો. પણ આ ઉબડ ગુફા ક્યાં આવેલી છે. તે ગૂગલ મેપ પર સર્ચ કરવા લાગી પણ તેને ઉબડ નામની ગુફા ક્યાંય મળી નહિ. તેણે ગૂગલ પર સર્ચ કરી જોયું પણ ત્યાં પણ તેને કઈ હાથમાં લાગ્યું નહિ. બસ ઉબડ ખાબડ રસ્તા જોવા મળ્યા અને તેતો બધી જગ્યાએ હોય છે. કાવ્યા નિરાશ થઈ ગઈ.

રાત્રે જમીને કાવ્યા સૂવાની તૈયારી કરી રહી હતી ત્યાં તેને વિચાર આવ્યો કે આ દેશમાં જેટલી ગુફાઓ છે તેના વિશે ગૂગલ માંથી માહિતી મેળવી જોવ. હાથમાં ફોન લઇ ગૂગલ માં સર્ચ કરવા લાગી. ત્યાં તેના ફોનમાં ગુફાઓ નું આખું લીસ્ટ આવી ગયું. એક પછી એક ગુફાઓ ના નામ કાવ્યા વાંચવા લાગી. તે જોઈ રહી કે ઉબડ નામની કોઈ ગુફા નું નામ આવી જાય. જોતી જોતી ગુફાઓ નું આખું લીસ્ટ વાંચ્યું પણ ઉબડ નામની કોઈ ગુફા હતી નહિ , પણ વચ્ચે એક કંકણ નામની ગુફા નું નામ આવ્યું હતું. ઉબડ નામ સાથે કંકણ નો કોઈ સંબંધ હોવો જોઈએ. ઉબડ એટલે ખાડા અને કંકણ એટલે કાકરા. આ વિચાર કાવ્યા ના મનમાં આવ્યો. તે કંકણ ગુફા વિશે ફરી ગૂગલ ને પૂછ્યું. તો તેના વિશે એક મોટી માહિતી સામે આવી.

કંકણ નામની ગુફા એક નાના પહાડ નીચે આવેલી છે. કંકણ ગુફા નાના કંકણ થી બનેલી છે. કંકણ ગુફામાં ની અંદર ખુબ મોટો ખજાનો છે. એવું લોકો નું કહેવું છે. પણ ખજાનો મેળવવા કોઈ ત્યાં જઈ શકતું નથી કેમકે ત્યાં જવાનો કોઈને રસ્તો મળતો નથી અને લોકો નું કહેવું છે કે અહી કોઈ જીન નો પણ વાસ છે. એટલે આ ગુફા એક નામ પૂરતી ગુફા છે. અહી જે પણ લોકો ગુફા ને શોધવા કે ખજાના માટે અહી આવે છે તે ખાલી હાથે પાછા ફરે છે. આવું કાવ્યા એ ઈન્ટરનેટ પર વાંચ્યું. કાવ્યા ને ખ્યાલ તો આવી ગયો કે આ કંકણ નામની ગુફા જ ઉબડ ગુફા છે.

હવે કાવ્યા એ જોયું કે કંકણ નામની ગુફા અહી થી કેટલી દૂર છે જાણવા મળ્યું કે તે અહીંથી ઘણી દૂર છે અને ત્યાં પહોંચવા માટે આખો દિવસ મુસાફરી કરીને પહોચી શકાય છે. તે માટે કઈ રીતે જવું અને કેવી તૈયારી કરીને જવું તે વિચારવા લાગી. વિચારતા વિચારતા તેને ઊંઘ આવી ગઈ.

બીજે દિવસે કાવ્યા કોલેજ પહોચી. કોલેજના ક્લાસ લેતી વખતે પણ એ વિચારી રહી હતી, હું કેવી રીતે કંકણ ગુફા પાસે જઈશ, ક્યારે જઈશ અને કેવી રીતે જઈશ. પણ તેણે એ વિચાર્યું નહિ કે આ કળયુગ માં ત્યાં કોઈ પહોચી શક્યું નથી તો હું ત્યાં ગુફાની અંદર કેવી રીતે જઈ શકીશ. પણ પરી બનવાનું ભૂત તેને આવા કોઈ વિચાર લાવી રહ્યું ન હતું. કોલેજ માં કાવ્યા નું મન લાગ્યું નહિ એટલે તે કોલેજ થી નીકળીને બસ સ્ટેશન પર પહોંચી અને તેણે ત્યાં પૂછ પરછ પર હાજર અધિકારી ને પૂછ્યું કંકણ ગુફા તરફ જવા માટે ક્યારે બસ મળશે.? ત્યાં ઉપસ્થિત પૂછ પરછ અધિકારીએ કાવ્યા ને કહ્યું. ચાર દિવસે એક વાર બસ ત્યાં જાય છે. પણ તે બસ ગુફા થી થોડે દૂર એક શહેર સુધી જ જાય છે ત્યાંથી ચાલીને તે ગુફા સુધી જઈ શકાય છે .

કાવ્યા એ તે અધિકારી ને ફરી પૂછ્યું હવે ક્યાં વારે બસ આવશે અને બસ નો સમય શું છે.? ત્યારે તે અધિકારી એ કહ્યું. હજુ પરમદિવસે બસ ગઈ છે એટલે એક દિવસ પછી જશે અને તેનો સમય છે રાતના બાર વાગ્યાનો છે. આભાર વ્યક્ત કરી કાવ્યા ઘર તરફ નીકળી ગઈ.

ઘરે આવીને મન બનાવું લીધું કે પરમ દિવસે હું કંકણ ગુફા પાસે જઈશ અને ત્યાં રહેનાર જીન ને મળીને મારું પરી બનવાનું સપનું સાકાર કરીશ. તે દિવસ ની રાતે કાવ્યા પરી ના સપના જોતી રહી. પહેલા ની જેમ તેને એક પરી લેવા આવતી પણ આજે તેને એક પરી તેને સાથે લઈ જાય છે અને પરીઓ ના રહેઠાણ પાસે લઈ જાય છે. આવું સપનું જોઈને કાવ્યા ખુશ થઈ જાય છે અને પરી બનવાનો વિશ્વાસ વધુ મજબૂત બની જાય છે.

કાવ્યા બીજા દિવસે કોલેજ જવાના બદલે ઘરે રહે છે. અને આંખો દિવસ તેના રૂમમાં રહીને પરી હોવાની અટિંગ કરે છે. આખો દિવસ કાવ્યા ને રૂમમાં પુરાયેલી જોઈને તેની મમ્મી રમીલાબેન તેના રૂમમાં જઈને તેના પર ગુસ્સે થાય છે અને કહે છે.
કાવ્યા પરી બનવાનું સપનું ભૂલી જા અને તારું પાગલપણું બંધ કરીને મારા કામમાં હાથ બટાવ અથવા અભ્યાસમાં ધ્યાન આપ.
એક વાત યાદ રાખજે માણસ ક્યારેય કોઈ દિવસ પરી બન્યું નથી અને બનશે પણ નહિ. હું તારી કિચન માં રાહ જોવ છું તું થોડી વારમાં આવી જજે નહિ તો ... આટલું કહી રમીલાબેન કિચનમાં ગયા.

રમીલાબેન ના કહેવાથી શું કાવ્યા હિંમત હારી જશે કે તેની ઉપરવટ જઈને કંકણ ગુફા તરફ જશે.? જોઈશું આગળ ના ભાગમાં..

ક્રમશ....