Tha Kavya - 22 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૨૨

રાજા તેજમય ની આત્માં કાવ્યા ને બીજો સવાલ કરે છે.
પૈસા નું મૂલ્ય શું ?

કાવ્યા ને આ સવાલ સરળ લાગ્યો. તેની પાસે પૈસા નું મૂલ્ય કેવી રીતે કરવુ અને તેનું વર્ણન પણ સારી રીતે જાણતી હતી.

માણસ પૈસા નું મૂલ્ય સારી રીતે જાણે છે, અને તેને કેવી રીતે ઉપયોગ માં લેવો તે પણ ખબર હોય છે. પણ
જ્યારે માણસ પાસે પૈસા નથી અથવા અપેક્ષા કરતા ઓછા હોય છે, ત્યારે તેનું મૂલ્ય જાણી શકતો નથી. જરા વિચારો કે જો કોઈની પાસે પૈસાની અછત હોય તો તે કેટલું દુઃખ કારક હશે. જેમ કે અત્યાર ના ગરીબો ની હાલત.

આજના સમયમાં વ્યસનમાં માણસો ગળાડૂબ થઈને પૈસા નો ગેરઉપયોગ કરીને વેડફી નાખે છે તે સાચે પૈસા ના મૂલ્ય ની ખબર નથી હોતી કે ખબર હોવા છતાં તેઓ વ્યસન પાછળ પાણી ની જેમ પૈસા વાપરે છે તે મહામૂર્ખ છે.

બીજી બાજુ કોઈ તો એક ટક નું જેને ખાવાનું નથી મળતું તેને એક પૈસા ના મૂલ્ય ની પણ સારી રીતે ખબર હોય છે. બીમાર વ્યક્તિને પૂછો કે જેની પાસે પૈસા નથી. પૈસાની કિંમત કેટલી કિંમતી છે. આટલું કાવ્યા ને ખબર હતી. આ પૈસા ના મૂલ્ય ની વાત જેટલી યાદ હતી તે તેણે કરી નાખી પણ તેને ઉદાહરણ માં કોઈ વાર્તા યાદ આવી રહી ન હતી. એટલે કાવ્યા ચૂપ રહીને ઉભી રહી.

કાવ્યા ને ચૂપ જોઈને તે દિવ્ય આત્માં એ કહ્યું. આ સવાલ નો જવાબ તો તે સારી રીતે આપ્યો છે. પણ હજુ આ સવાલ એક વાર્તા વગર અધૂરો છે. વાર્તા કરીશ તો જ આ સવાલ પૂરો ગણાશે.
જ્યોત વધુ પ્રજ્વલિત થઈને આશ્ર્વાસન આપતી કાવ્યા ને કહ્યું. તું બસ તારી સાથે બનેલી કે કોઈ કહેલી ઘટના ને યાદ કર તને વાર્તા મળી જશે.

કાવ્યા વિચારવા લાગી ત્યાં તેને એક પડોશી કાકા ની જીવનગાથા યાદ આવી ગઈ.

કાવ્યા ના પડોશી કાકા ધીરજભાઈ તેમની બાજુમાં રહેતા. તેમને શહેરમાં એક મેડિકલ સ્ટોર હતો, આખો દિવસ તેઓ મેડિકલ સ્ટોર માં રહેતા અને દવા નો ધંધો કરતા. દવાની એટલી કમાણી હતી કે તેમની વધુ પૈસા કમાવવાની લાલચ જાગી હતી

એવું કહેવામાં આવે છે કે સંપત્તિ વ્યક્તિના મગજમાં ભ્રષ્ટ થાય છે એમ ધીરજભાઈ નું મગજ પણ ભ્રષ્ટ થઈ ગયું હતું. મોટાભાગના લોકો જાણતા નહીં હોય કે તબીબી વ્યવસાયમાં 10 રૂપિયામાં આવતી દવા સરળતાથી 70-80 રૂપિયામાં વેચાય છે. તબીબી ક્ષેત્રે, ડબલ નહીં, પણ ઘણી વખત કમાણી કરી તમને પૈસાદાર બનાવી દે છે.

એક દિવસ એક વૃદ્ધ માણસ ઉનાળા દિવસો દરમિયાન ધીરજભાઈ ના સ્ટોર પર આવ્યો. તેણે ધીરજભાઈ ને ડોક્ટર ની પ્રિસ્ક્રિપ્શન આપી. ધીરજભાઈ એ દવા વાંચી અને બહાર કાઢી તે દવાનું બિલ 560 રૂપિયા થઈ ગયું.

પણ વૃદ્ધ માણસ વિચારતો હતો. તેણે તેના બધા ખિસ્સા ખાલી કર્યા પરંતુ તેની પાસે કુલ 180 રૂપિયા જ હતા. ધીરજભાઈ તે સમયે ખૂબ જ ગુસ્સે હતા કારણ કે તેને તે વૃદ્ધ વ્યક્તિની દવા લેવા માટે ઘણો સમય લેવો પડ્યો હતો અને તેનાથી ઉપર તેની પાસે પૈસા પણ નહોતા.

વૃદ્ધ માણસ દવા લેવાનો ઇનકાર પણ કરી શક્યો નહીં. કદાચ તેને દવાઓની ખુબ જરૂર હતી. ત્યારે વૃદ્ધે કહ્યું, મારી મદદ કરો. મારી પાસે પૈસા ઓછા છે અને મારી પત્ની બીમાર છે.

પરંતુ ધીરજભાઈ એ તે સમયે તે વૃદ્ધાની વાત સાંભળી નહીં અને તેને દવા પાછી મૂકી દેવાનું કહ્યું.

જો હિસાબ કરવા જઈએ તો હકીકતમાં તે વૃદ્ધ વ્યક્તિ માટેની દવાઓની કુલ કિંમત 120 રૂપિયા હતી. ભલે ધીરજભાઈ એ તેમાંથી 150 રૂપિયા લીધા હોત, પણ તેને 30 રૂપિયાનો નફો કર્યો હોત. પણ વધુ લોભે તે વૃદ્ધ લાચાર વ્યક્તિને ધીરજભાઈ એ છોડ્યો નહીં.

ત્યારે ધીરજભાઈ ની દુકાન પર આવેલા બીજા ગ્રાહકે તેના ખિસ્સામાંથી પૈસા કાઢયા અને તે વૃદ્ધાની દવા ખરીદી આપી.પરંતુ તેની પણ ધીરજભાઈ પર કોઈ અસર નહોતી થઈ. ધીરજભાઈ એ પૈસા લીધા અને વૃદ્ધાને દવા આપી.

સમય વીતવા લાગ્યો. એક દિવસ ધીરજભાઈ ના પુત્રને કેન્સર ની ગાંઠ થાય છે. પહેલા તો ધીરજભાઈ ને ખબર નહોતી. પરંતુ જ્યારે તેનો ખ્યાલ આવ્યો ત્યારે પુત્ર મૃત્યુની ધાર પર હતો. ધીરજભાઈ દવા પાછળ પૈસા વહેતા રહ્યા પણ છોકરાની માંદગી વધુ વકરી રહી હતી.

અત્યાર સુધી કમાયા હતા તે પ્લોટ વેચાયા ગયા, જમીન વેચાઈ ગઈ અને અંતે મેડિકલ સ્ટોર પણ વેચવું પડ્યું પરંતુ તેમના પુત્રની તબિયત બિલકુલ સુધરી નથી. તેનું ઓપરેશન પણ થયું અને જ્યારે બધા પૈસા ખર્ચાય ગયા ત્યારે આખરે ડોક્ટરો એ ધીરજભાઈ ને કહ્યું તમે તમારા દીકરાને ઘરે લઈ જઈ તેની સેવા કરો. ઘરે સેવા કરતા કરતા ધીરજભાઈ ના દીકરાનું નજર સામે મુત્યુ થાય છે.

દીકરા ના અવસાન પછી ધીરજભાઈ ને લકવો થઈ ગયો. તે સમયે જ્યારે તેઓ દવા લેવા જતા ત્યારે દવા માં જતાં પૈસા તેને ડંખ મારે છે કેમકે તેઓ દવાની વાસ્તવિક કિંમત જાણતા હતા.

એક દિવસ ધીરજભાઈ એક મેડિકલ સ્ટોર પર તેમની દવાઓ લેવા ગયા. 100 રૂપિયાનું ઈંજેક્શન હતું તે ધીરજભાઈ ને તે મેડિકલ સ્ટોર વાળાએ 700 રૂપિયામાં માંગ્યા પરંતુ તે સમયે ધીરજભાઈ ના ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા હતા અને પૂરા પૈસા ન હોવાના કારણે ઇન્જેક્શન વિના મેડિકલ સ્ટોરથી ધીરજભાઈ ને પાછા આવવું પડ્યું.

તે સમયે ધીરજભાઈ ને તે વૃદ્ધ વ્યક્તિ ખૂબ યાદ આવ્યાં. તે સમયે જો મે વધુ લાલચ ન રાખી હોતતો આજે મારે આવા દિવસો જોવાનો વારો ન આવેત.

હવે જોઈએ આગળ તે દિવ્ય આત્મા કાવ્યા ને ત્રીજો સવાલ કયો પૂછે છે. વધુ આવતા ભાગમાં...

ક્રમશ...