Tha Kavya - 24 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૨૪


કાવ્યા ના ત્રણેય જવાબ થી રાજા તેજમય ની આત્મા ખુશ થાય છે. અને કાવ્યા ને એક વરદાન આપે છે.
કાવ્યા તું જ્યારે ઈચ્છીશ ત્યારે ગાયબ થઈ જઈશ અને તને કોઈ જોઈ નહિ શકે. પણ એક વાત યાદ રાખજે. જ્યારે તું આ શક્તિ થી કોઈ નીતિ અને ધર્મ પર ચાલનાર ને દુઃખી કરીશ તો તારી આ શક્તિ મારી પાસે આવી જશે અને તું એક સામાન્ય છોકરી બની જઈશ.

કાવ્યા ને આ અણમોલ શક્તિ મળી એટલે તેણે તે દિવ્ય આત્મા ને ખુબ ખુબ આભાર માન્યો. પણ તે અંદર થી દુઃખી હતી. તેનું સપનું પરી બનવાનું હતું. પણ તે પરી બની શકી નહિ.

કાવ્યા ને અંદર થી દુઃખી જોઈને તે રાજા તેજમય ની આત્મા એ કહ્યું. કાવ્યા તારી પાસે એવી શક્તિ આવી ગઈ છે જે આ દુનિયામાં કોઈ પણ મનુષ્ય પાસે નથી. છતાં પણ તું ખુશ કેમ નથી.? હજુ તારે કોઈ શક્તિ જોઈતી હોય તો માંગી લે. હું તારા પર પ્રસન્ન છું.

કાવ્યા ની બસ એક જ ઈચ્છા હતી પરી બનવાની. એટલે તે દિવ્ય આત્મા ને કાવ્યા એ કહ્યું. "મારે પરી બનવું છે". તમે મને આટલી શક્તિ આપી છે તો મને એકવાર પરી બનાવી આપો.

તે આત્મા એ કહ્યું. હે સર્વશક્તિમાન કાવ્યા મે પહેલા પણ તને કહ્યું હતું કે તને હું પરી કોઈ કાળે બનાવી ન શકું. આટલી શક્તિ મારી પાસે નથી. પણ તને પરી બનાવી શકે એવું એક જ છે. તે છે જીન. એ જીન ક્યાં છે એ મને ખબર નથી. પણ હા એટલું કહી શકું. કે તે બુક "હું એક પરી છું." નો બીજો ભાગ શોધીને વાંચીશ તો તને અવશ્ય ખબર પડશે કે જીન અત્યારે ક્યાં છે.

કાવ્યા સમજી ગઈ કે આ રાજા તેજમય ની દિવ્ય આત્મા મને પરી નહિ બનાવી શકે. અને પરી બનવા માટે મારે પેલી બુક નો બીજો ભાગ વાંચીને જીન સુધી પહોંચવું જ પડશે. એટલે કાવ્યા એ ફરી તે દિવ્ય આત્માને પ્રણામ કરીને ત્યાં થી ગાયબ થઈને પોતાના શહેર પહોંચી ગઈ.

કાવ્યા ચાલીને ઘરે પહોંચી. ઘરે કાવ્યા ના પપ્પા વિકાસભાઈ અને મમ્મી રમીલાબેન કાવ્યા ને ઘણા દિવસ થી રાહ જોઈ રહ્યા હતા. રમીલાબેન કાવ્યા ને જોઈને ભેટી પડ્યા.
ક્યાં હતી કાવ્યા તું...?
તારી ચિંતા અમને બહુ થતી હતી. તને કંઈ થયું તો નથી ને..? રમીલાબેન ની આંખ માંથી આશું વહેવા લાગ્યા.

અરે મમ્મી તમારી દીકરી ને કઈ થયું નથી. હું એકદમ સ્વસ્થ છું. હું મારું સપનુ સાકાર કરવા એક જગ્યાએ ગઈ હતી. તમને પૂછ્યા વગર ગઈ તે માટે મને માફ કરજે. રમીલાબેન ના આશુ લૂછતી કાવ્યા બોલી.

ત્યાં વિકાસભાઈ ગુસ્સે થઈને બોલ્યા.
હા...તારી પર પરી બનવાનું ભૂત સવાર થયું છે. એટલે તું પરી બનવા એમને પૂછ્યા વગર ઘરે થી નીકળી ગઈ.
બની ગઈ પરી તું....!???

અરે પપ્પા આટલા ગુસ્સે ન થાવ હું એક દિવસ તમને પરી બની ને બતાવીશ. જુઓ પહેલા કરતાં હું બહેતર છું ને..! રમીલાબેન ની બાહો માંથી છૂટી ને વિકાસભાઈ ના ગળે કાવ્યા વળગી રહી. દીકરી કાવ્યા ના પ્રેમ ને જોઈને વિકાસભાઈ નો ગુસ્સો પણ શાંત થઈ ગયો. કાવ્યા પર હાથ મૂકીને વિકાસભાઈ એટલું બોલ્યા. કાવ્યા તું અમારી ઈજ્જત છે, તું અમારી આબરૂ છે. એટલે ચિંતા તો થવાની બેટી.

પપ્પા હું તમારી દીકરી છું. તમારા સંસ્કાર મને વારસાગત માં મળ્યા છે. હું તમને વચન આપુ છું. તમને ઠેસ પહોંચે તેવું કામ ક્યારેય નહિ કરું. પણ એવું કામ કરીશ કે લોકો તમને કાવ્યા ના પપ્પા ના નામ થી ઓળખાશો.
કાવ્યા ના કપાળ પર વિકાસભાઈ એ ચુંબન કર્યું અને કહ્યું બેટી તું થાકી ગઈ હશે તું તારા રૂમમાં જઈને આરામ કર. કાવ્યા ને આશીર્વાદ આપીને તેઓ કામ પર નીકળી ગયા. કાવ્યા પણ તેની રૂમમાં જઈને ફ્રેશ થઈ. ઘણા દિવસ થી તે ન્હાઈ પણ ન હતી.

કાવ્યા તેના બેડ પર બેસીને તેને પહેલો વિચાર એ આવ્યો. "મારે પરી બનવું છે" આ બુક નો બીજો ભાગ શોધીને પહેલા વાંચી લવ. પછી આગળ શું કરવું તે વિચારીશ. આમ મનમાં વાત કરતી કાવ્યા એ તેની પાસે રહેલ દિવ્ય શક્તિ થી ધ્યાન કરીને શહેરમાં આવેલી લાઇબ્રેરી માં નજર કરી. પણ તેને "મારે પરી બનવું છે" બુક નો બીજો ભાગ તેને ક્યાંય જોવા ન મળ્યો.

શું "મારે પરી બનવું છે" બુક નો બીજો ભાગ કાવ્યા ને મળશે.? કે પોતાની પાસે રહેલી શક્તિ થી તે જીન ને શોધશે. જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ...