Tha Kavya - 38 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩૮

બીમાર પડેલ તાંત્રિક ન છૂટકે તેનો જીવ બચાવવા જીન ને પોતાની શક્તિ પાછી આપી દે છે અને જીન ને કહે છે.
જીન મને અત્યારે તે જગ્યાએ લઈ જા અને મારી બીમારી ઠીક કરી આપ.

આજ્ઞા મળતા જીન તેને ખંભા પર બેસાડી ને એક જંગલ તરફ લઈ જાય છે. જ્યાં આયુર્વેદિક વનસ્પતિ નો ખજાનો હોય છે. એક કુટીર બનાવી ને જીન તાંત્રિક ની સેવા કરવા લાગે છે. જંગલ માંથી આયુર્વેદિક વનસ્પતિ શોધી ને તાંત્રિક ને રોજ પીવડાવે છે. અને આયુર્વેદિક વનસ્પતિ ના કારણે તાંત્રિક જીવતો રહે છે.

તાંત્રિક ના ગયા પછી રાજા તેજમય અહી મહેલમાં વાસ કરવા લાગ્યા અને મહેલ ની સુરક્ષા કરવા લાગ્યા.

જીન આગળ વાત કરતા અટકી જાય છે એટલે..
જીનલ જીન ને પૂછે છે કે તાંત્રિક નું શું થયું.?
ત્યારે જીન જવાબ આપે છે.
જેમ જીનલ જીન પાસેથી સાંભળી રહી છે તેમ કાવ્યા જીવન સાહેબ પાસેથી વાર્તા નો બીજો ભાગ સાંભળી રહી છે.

તાંત્રિક ની આયુર્વેદિક ઈલાજ થઈ રહ્યો હતો ત્યાં સુધી તાંત્રિક જીવી રહ્યો હતો. પણ દિવસે આખો દિવસ જીન તે તાંત્રિક ની સેવામાં રહેતો. રાત્રિ દરમિયાન તાંત્રિક બીમારી ના કારણે સૂઈ રહેતો. ત્યારે જીન ને મહેલ યાદ આવવા લાગ્યો હતો પણ તેના માલિક ને આવી હાલત માં છોડી ને જવું યોગ્ય લાગી રહ્યું ન હતું. હા જીન ને મહેલ યાદ આવી રહ્યો હતો પણ તે લાચાર હતો.

એક દિવસ તાંત્રિકે જીન પાસે થી થી વચન લીધું કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તારે મારી દિવસે સેવા સાકરી કરવી પડેશે. જીન તેને તાંત્રિક ને વચન આપે છે કે આપ જીવસો ત્યાં સુધી હું તમારી દિવસે સેવા કરતો રહીશ.

જીનલ ને જીન કહે છે. જીનલ તે દિવસ થી હું દિવસે તાંત્રિક ની સેવામાં હાજર રહું છું અને રાત્રિ ના સમયે મહેલ આવી જાવ છું. તાંત્રિકે એકવાર મારી પર દયા કરીને મને મારો ચિરાગ પાછો આપી દિધો હતો એટલે હું અહી તેમાં વાસ કરું છું.

જીનલ વિનંતી કરતા કહે છે.
હે... જીન હું તમારી મદદ લેવા આવી છું... આપ મારી સાથે ચાલો..
મારા નગરમાં એક મહાકાય માણસ આવી ચડ્યો છે તે તમારા હાથ થી જ મરી શકે તેમ છે એટલે આપ મારી સાથે ચાલો.

જીન કહે છે હું વચને બંધાઈ ગયો છું એટલે હું દિવસે તારી સાથે નહિ આવી શકું તું કહે તો રાત્રિ ના સમયે તારી સાથે આવી શકું.

જીનલ જાણતી હતી કે તે મહાકાય માણસ ને રાત્રે મારવો મુશ્કેલ છે એટલે જીનને કહે છે. તમે દિવસે મારી સાથે આવી શકો તેવું કઈક કરો..

ત્યારે જીન કહે છે જ્યાં સુધી તાંત્રિક નું મૃત્યુ નહિ થાય ત્યાં સુધી હું તારી પાસે ન આવી શકું. મારે દિવસે તેની સેવામાં હાજર રહેવું પડે છે.

તાંત્રિક ને જ હું મારી નાખું તો જીન આઝાદ થઈ શકે તેમ છે. આ વિચાર થી જીનલ કહે છે.
હે.. જીન હું કાલે સવારે જ તાંત્રિક ને ખતમ કરી નાખીશ પછી તો આપ મારી સાથે આવશો ને.?

જીન હા પાડતાં કહે છે. હા જીનલ.. જો તાંત્રિક મરી જશે તો હું અવશ્ય મુક્ત થઈ જઈશ. પણ જીનલ તું એક વાત જાણે છે. હું તાંત્રિક ની સુરક્ષામાં છું એટલે હું જ્યાં સુધી તાંત્રિક પાસે રહીશ ત્યાં સુધી મારે તાંત્રિક ની સુરક્ષા કરવી પડશે. તે સમયે તું તાંત્રિક ને મારવા આવીશ તો હું તારો સામનો કરીશ.

જીનલ સમજી ગઈ કે જીન દિવસે તાંત્રિક ની સુરક્ષામાં હોય છે એટલે તાંત્રિક ને મારવો મુશ્કેલ છે પણ રાત્રે તો એથી મુશ્કેલ છે કેમ કે રાત્રે તેની પાસે અપાર શક્તિ આવી જાય છે.

જીનલ ને યાદ આવે છે. તાંત્રિક નું મોત અડધી નસ્ટ થઈ ગયેલી રાક્ષસ ની મૂર્તિમાં છે. જો તેને જ હું નષ્ટ કરી નાખીશ તો તાંત્રિક આપો આપ મૃત્યુ પામશે.

આવનારી રાત્રિ ની જીનલ રાહ જોવા લાગી. રાત્રિ થઈ એટલે જીનલ ઉડીને તાંત્રિક પાસે પહોંચે છે. પથારી વશ તાંત્રિક પોતાના ભગવાન રાક્ષસ ની મનમાં સાધના કરતો હોય છે. તેની સામે અડધી નષ્ટ થઈ ગયેલી મૂર્તિ હોય છે.

બધું નિરીક્ષણ કરીને જીનલ તેની પાસે રહેલી છડી થી એક શક્તિ નો પ્રહાર મૂર્તિ પર કરે છે. પહેલા પ્રહારે તે મૂર્તિ પર કોઈ અસર થતી નથી. બીજો પ્રહાર કર્યો. ત્રીજો કર્યો પણ તોય મૂર્તિ પર કોઈ જ અસર થઈ નહિ આખરે જીનલે પેલા સૂતેલા તાંત્રિક ને ઉંચકીને મૂર્તિ પર ફેક્યો ત્યાં તો...

મૂર્તિ અને તાંત્રિક નું શું થયું હશે. જીનલ ની વહારે જીન આવશે કે નહીં તે જોઈશું આગળના ભાગમાં....

ક્રમશ...