Tha Kavya - 40 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૪૦

જીનલ અને જીન બંને ગુફા ની બહાર બેસીને વિચારવા લાગ્યા કે આ મહાકાય માણસ ને ગુફા માંથી બહાર કેમ લાવવો ત્યારે જીનલ એક રસ્તો જીન ને બતાવે છે.
જો ગુફા ને આપણે આપણી શક્તિ વડે કંપન ઉભુ કરવામાં આવે તો ડર નો માર્યો તે મહાકાય માણસ ગુફા માંથી બહાર આવશે. અને બહાર નીકળતાની સાથે આપણે તેની પર હુમલો કરી દેશું જેથી તે મહાકાય માણસ મૃત્યુ પામે અને પ્રજાં ને આ મહાકાય માણસ ના ડર માંથી મુક્તિ મળે.

જીન અને જીનલ બંન્ને ગુફાની વધુ નજીક જઈને એક સાથે બંનેએ પોતાની શક્તિ નો ઉપયોગ કરી ગુફામાં કંપન ઉભુ કર્યું. જાણે કે ગુફા ની અંદર ધરતી કંપ આવ્યો હોય તેમ ગુફા ડોલવા લાગી. કંપન ના કારણે ગુફા માંથી જોરદાર શિસો સંભળાવવા લાગી.
બચાવો....
એમને કોઈ બચાઓ....

આ અવાજ સાંભળી ને જીનલ ને ખબર પડી ગઈ. ગુફા ની અંદર આ એક મહાકાય માણસ નથી સાથે બીજા સામાન્ય માણસો પણ હશે. હવે જે થવાનું હતું તે થઈ ગયું. બસ તે મહાકાય માણસ ગુફા માંથી બહાર ક્યારે આવે તેની જીન અને જીનલ રાહ જોવા લાગ્યા.

ધરતી ધ્રુજાવતો મોટા અવાજ કરતો તે મહાકાય માણસ ગુફા માંથી બહાર આવ્યો. તે મહાકાય માણસ બહાર આવતા જ તેના શરીર નું કદ વધારવા લાગ્યો. તેને ખબર પડી ગઈ હતી કે મને કોઈ મારવા માટે ગુફા સુધી આવ્યું છે. તે મહાકાય માણસે એટલું મોટું કદ વધારી દીધું કે જીન પણ તેની આગળ બાળક લાગવા લાગ્યો. આ જોઈને જીનલે જીન ને કહ્યું.
જીન જલ્દી કર...
તું પણ તારું કદ તેના કરતાં બમણું કરી દે.
નહિ તો મુશ્કેલી આવી પડશે.

જીનલ નો આદેશ મળતા જીન પોતાના શરીર નું કદ વધારવા લાગ્યો. આ બાજુ પેલો મહાકાય માણસ પણ પોતાનું કદ વધારી રહ્યો હતો.

જીન અને મહાકાય માણસ એટલું મોટું કદ વધારી દીધું કે હવે તે બંને વાદળો ને પણ આંબી ચૂક્યા હતા. ગુફા માંથી ડર નો માર્યો મહાકાય માણસ મોટું કદ વધારી ને હવે તે ચાલવા લાગ્યો અને જંગલ અને બીજી વસ્તુઓ નો કચરઘાણ કરવા લાગ્યો. આ જોઈને જીનલ સાદ કરતી જીન ને કહે છે..
હે... જીન તું જલ્દી આ મહાકાય માણસ ને ખતમ કરી નાખ નહિ તો આ જંગલ અને ઘણા નગરો ને નષ્ટ કરી નાખશે.

જીનલ નો જીણો અવાજ સાંભળીને જીન સમજી ગયો. પેલા મહાકાય માણસ ને પકડવા તેની પાછળ દોડ્યો. અને પોતાનું ભુજાઓ થી મહાકાય માણસ ને જીને પકડી લીધો. આટલો મહાકાય માણસ ચૂપ તો રહી શકે તેમ હતો નહિ એટલે તેણે પણ પોતાનું બળ અજમાવ્યું. જીન ના ભુજાઓ માંથી છૂટી ને પોતાના હાથ થી જીન ને પકડી લીધો. અને જોર થી જીન ને ફેરવી ને આકાશ તરફ જીન ને ઘા કર્યો.

હવામાં જેમ ફુગ્ગો ઉડે તેમ જીન આકાશ માં ઉડવા લાગ્યો. માંડ માંડ જીને પોતાના શરીર નું સંતુલન કરી ને સ્થિર થયો. અને મહાકાય માણસ સામે જીન ઊભો રહ્યો. આ વખતે જીન સજાગ થઈ ગયો હતો. મહાકાય માણસ ના પ્રહાર પહેલા તે પ્રહાર પહેલા કરવા માંગતો હતો એટલે મહાકાય માણસ ને પાછળ થી પકડી ને આકાશ તરફ ફેંકવાનો પ્રયાસ કર્યો પણ તે એટલો ભારે હતો કે જીન થી તે મહાકાય માણસ ઉચકી પણ શક્યો નહિ. ગુસ્સે થયેલ મહાકાય માણસ ફરી જીન ને ઉંચકીને આકાશ તરફ ફેક્યો. જીન ફરી પાછો પોતાનું સંતુલન જાળવી લીધું.

જીન સમજી ગયો આ મહાકાય માણસને બળ પૂર્વક હરાવવો મુશ્કેલ છે. જીન આમ તો બહુ બુદ્ધિશાળી હોતા નથી તેની પાસે રહેલ શક્તિ અને બળ નો પ્રયોગ કરે. આ જીને પણ આવું જ કર્યું. આગળ શું કરવું જીન ને સમજ પડતી ન હતી. જો આવી રીતે લડાઈ થતી રહેશે તો હું ઘાયલ થઈ જઈશ. તેને હરાવી નહિ શકું. જો વધુ સમય વેડફિશ તો આ મહાકાય માણસ ઘણું બધું નષ્ટ કરી દેશે. જીન વિચારવા લાગ્યો.

આગળ કોઈ રસ્તો ન સુજતા જીન જીનલ પાસે પોતાનું કદ ઘટાડી ને આવે છે. બંને વચ્ચે નું યુદ્ધ અને જીન ની હાર થતી જોઈને જીનલ પણ ઉદાસ થઈ ને જોઈ રહી હતી.

જીનલ સામે જીન આવી ને જીનલ ને કહે છે.
જીનલ આ મહાકાય માણસ મારાથી મરી શકે તેમ નથી. આટલો શક્તિશાળી માણસ મે ક્યારેય જોયો નથી. તું જ મને રસ્તો બતાવ જેથી હું આ મહાકાય માણસ ને મારી શકું.

ત્યારે જીનલ આ મહાકાય માણસ ને કઈ રીતે મારવો તેનો રસ્તો બતાવે છે.

જીનલ એવો કયો રસ્તો બતાવશે જેમાં મહાકાય માણસ નું મોત લખ્યું હશે. જોઈશું આગળના ભાગમા...

ક્રમશ...