Human defense books and stories free download online pdf in Gujarati

માનવ સંરક્ષણ

"માનવ સંરક્ષણ"


'પૃથ્વી જ આપણું ઘર છે'


શું આં પૃથ્વી પર માનવ જીવનનો અંત થઈ જશે ? આં જીવનને ઉદભવવાં માટે કેટલાંય કરોડો વર્ષો લાગી ગયાં, તે પછી આપણાં જેવાં પુર્ણ જીવોની ઉત્પત્તિ થઈ છે. પરંતુ હવે એવું દેખાઈ રહ્યું છે કે થોડાજ વર્ષોમાં આ જીવનનો અંત આવી જશે ?


જો ૨૦૨૦ અને ૨૦૨૧ નાં ​​વર્ષમાં મનુષ્ય મોઢાં પર માસ્ક પહેરીને ફરજિયાત પણે જીવન જીવવા માંડ્યો છે. મતલબ એમ કે તે તેની એક રોજિંદી આદતો બની ગઈ છે. એક કે બે વર્ષ પેહલાં લોકોને આનો અંદાજ પણ ના હતો કે આવાં જીવલેણ વાયરસનાં લીધે મનુષ્યને પોતાનાં મુખને ઢાંકીને રાખવું પડશે. પણ જોવો કેવો સમય આવી ગયો છે કે જે કદી આપણે વિચાર્યુ પણ ના હોય.


તો પછી હવે નજદીકનાં ભવિષ્યમાં શું બનશે તે તો કોઈ નથી જાણતું. પરંતુ એક વિચાર પ્રમાણે નજદીકનાં ભવિષ્યમાં મનુષ્યને ઓક્સિજન બોટલ સાથે પણ જીવવું પડશે કા તો પોતાનાં શરીરને પુર્ણ ૧૦૦% કવર કરીને જીવવું પડશે. બની શકે કેે બધાં મનુષ્ય પોતાની સાથે ઓકસીજનની બોટલ સાથે રાખીને ફરતાં હોય. બની શકે કે ફક્ત તે એકલો હોય ત્યારે જ ખુલ્લે આમ જીવી શકે, પણ બધાં સાથે નહીં. કારણ કે એક મનુષ્ય કે પ્રાણીનો શેપ, વાયરલ, વાયરસ બીજા મનુષ્યને જલ્દી જ લાગે છે.


"જેટલો મનુષ્ય આગળ વધે છે એટલો જ તે પાછળ પણ જઈ રહ્યો છે"


આ બધી જ ઘટનાઓનો આધાર આ કુદરત અને પ્રકૃતી પર રહેલો છે. આજે કુદરતી સંપત્તિ ઓછી અને કુત્રિમ સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે. જો મનુષ્ય આ પ્રકૃતિની રક્ષાં અને જતન નહીં કરે તો તેનો અંત બહું જલ્દી જ આવી જશે. પણ જો તેનું રક્ષણ કરવાનું ચાલું કરે તો એમ બની શકે તે થોડા લાંબા સમય સુધી જીવન જીવી શકે. તે ફકત પોતાનાં માટે જ નહીં પણ પોતાની આવનારી પેઢીઓ માંટે વિચારે તો સારું કહેવાય.


આ પ્રકૃતિનું સરક્ષણ એટલે જ માનવનું સરક્ષણ, આપણાં માટે જેટલી જરુરીયાતની વસ્તુઓ છે તેટલો જ ઉપયોગ કરવો જોઈએ.


"વિશિષ્ટ વસ્તુઓ અને ગુણોથી આ દુનિયાં શોભાયમાન છે, તેમાથી જરૂરીયાત પુરતી વસ્તુઓ અને સારાં લાગતાં ગુણોનું સેવન કરવું જોઈએ"


ચાલો થોડા ઉદાહરણ જોઈએ..કે આ મહાન મનુષ્ય શું શું કરી રહ્યો છે?


દુરસંચારનો દુરુપયોગ:


આજનો સમય એટલે માર્કેટિંગનો યુગ. ઘણાં લોકો કહે છે કે ૨૧ મી સદી એટલે ઓનલાઇન માર્કેટિંગની સદી. જેટલું માર્કેટિંગ વધારે એટલાં લોકો વધારે આકર્ષણ અને જેટલાં લોકો આકર્ષાય છે તે જે બિનઉપયોગી છે તે વસ્તુઓને પણ ખરીદે છે. જેટલું માર્કેટિંગ વધારે એટલુજ પ્રોડક્શન પણ વધારે અને પ્રોડક્શન વધારવાં માટે પ્રકુતિનો વિનાશ કરે છે. તો શું આ ચાલાક મનુષ્યને સમજવું ના જોઈએ કે જેટલી તેની જરુરીયાત અને જે તેને જીવન નિર્વાહ કરવા માટે જરુંરી છે તેટલીજ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.


"We must protect ourselves from artificial life"


"આપણી જાતને કૃત્રિમ જીવનથી બચાવ કરવો જોઈએ"


આપણે પોતાની જાતને આ કુત્રિમ જીવન એટલે કે ટેલિવિઝન અને મોબાઇલથી બચવું જોઈએ.


ભોજનનો બગાડ:


આજે એક ભાઈનો જન્મદિવસ છે. તો તેને માટે કેક લાવશે. પણ કેક તો ખાવાની હોય, પણ તે તેનો બગાડ કરશે. જેમ કે માથા પર અને મોઢા ઉપર લગાડીને. તો શું આ બગાડ નથી. આજે મનુષ્ય ઘરનું ભોજન છોડીને બહારનું ભોજન આરોગે છે. ત્યાં પણ ભોજનનો બગાડ ફક્ત પોતાનાં આનંદ માટે. હોટેલમાં ભોજન બહાર ફેકી દેવામાં આવે છે.


સાચો ખોરાક રોટલી, રોટલા છે જેની એડવર્ટાઇઝિંગ નહીં પણ ચોકલેટ, બિસ્કીટની એડવર્ટાઇઝિંગ થાય છે. કારણ કે તે ફકત આવકનો સ્ત્રોત છે.


પાણીનો બગાડ:


આજે બધાનાં ઘરે નાહવા માટે ફુવારા અને સવીમીગ પુલ. નાહવાં માટે ફકત એક ડોલ જેટલું પાણી ઘણું છે. પણ મનુષ્યને તો આનંદ જ લેવો છે.


કપડાનો બગાડ:


આજે જોવા જઈએ તો દુનિયામાં કપડાનો બગાડ સૌથી વધારે થતો હશે. કારણ કે આ યુગ ફેશન અને ટેલિવિઝનનો પણ યુગ. મનુષ્ય ને સારા દેખાવાં માટે બે, ત્રણ જોડી કપડા નહીં પણ ૧૫-૨૦ જોડી કપડા પેહરે છે અને આનંદ ના આવે તો પછી ફેકી દે છે.


ઈંધણનો બગાડ:


જયાં જોવો ત્યાં વાહનો અને તેના ધુમાંડોઓ અને ઝેરી ગેસ. વાહનનો ઉપયોગ પોતાને એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવાં માટે કરવાનો હોય છે, પણ જોવો ફક્ત પોતાના મોજ શોખ માટે તે રસ્તાઓ પર નકામાં નીકળી પડે છે. ખાસ કરીને યુવાનોને આ મોજ શોખ હોય છે.


આ બધી જ વસ્તુઓ આપણને ફક્ત આ પૃથ્વી ઉપર રહેલ કુદરતી સંપત્તિ માથી જ મળે છે. તો તેને જરૂર હોય તેટલો જ ઉપયોગ કરવો જોઈએ અને સાથે સાથે તેનુ સરક્ષણ અને જતન જરૂર કરવું જોઈએ.


'જો પ્રકૃતી છે, તો જ મનુષ્ય જીવન છે'"પ્રકૃતીનુ સરક્ષણ એ એક ઉત્તમ કરમ કર્મ છે"

He is a God.


મનોજ નાવડીયા

Manoj Navadiya

E mail: navadiyamanoj62167@gmail.com