Shrapit Mahel - 3 - last part books and stories free download online pdf in Gujarati

શ્રાપિત મહેલ - 3 - છેલ્લો ભાગ

Episode no. 3

અંતે ગામવાસીઓ માટે તો જાણે સુખ નો સુરજ ઉગવાનો હોય એમ એ અમાસ નો દિવસ પણ આવ્યો, જેની ગામવાસીઓ રાહ જોતા હતા. અને અઘોરીબાબા પણ એમણે આપેલા વચન ને પાળવા માટે સમયસર ગામમાં આવી ગયા. અને આવતાની વેંત એમણે આસાન ગ્રહણ કરી, ને સૌ પ્રથમ એને શુદ્ધ આત્મા ને પોકારી અને આહવાન આપ્યું અને મદદ ની દુહાર લગાવી. અને ગામવાસીઓ ની સામે એકદમ ત્યાંનું વાતાવરણ બદલાયું ગયું. એકદમ જોર જોર થી પવન ફૂકાવા લાગ્યો. કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા. વીજળી નો ગડગડાટ થવા લાગ્યો. બધા ગામવાસીઓ ની સમક્ષ એક સફેદ ઓળો પ્રગટ થવા લાગ્યો. ગામવાસીઓ ડરતા ડરતા આ બધા દ્રશ્યો જોવા લાગ્યા. અને જયારે એ સફેદ ઓળો એક માનવ આકૃતિ મા પરિવર્તિત થયો ત્યારે ત્યાં જેટલાં ઉભા હતા એના મોઢા માંથી રૂપા ના નામની ચીસ નીકળી ગઈ, કારણકે આ સફેદ ઓળો એ બીજું કોઈ નહિ પણ રૂપા ની શુદ્ધ આત્મા જ હતી અને એ જ અઘોરીબાબા ને મદદ કરવા આવાની હતી.

રૂપા આમ પ્રગટ થઇ ને અઘોરીબાબા પાસે આવી અને કેહવા લાગી કે, " બોલો બાબા હું તમારી કંઈ રીતે મદદ કરી શકું. " ત્યારે અઘોરીબાબા એ એને તેમની યોજના સમજાવી.

ત્યાર બાદ રાત પડતા અઘોરીબાબા બધી સામગ્રી અને પોતાનો જોળો લઈને એ ખંડેર થયેલા મહેલ તરફ જાય છે. અને જેવા મહેલ ના તોતિંગ દરવાઝા પાસે આવીને ઉભા રહે છે, ત્યાં તો મહેલ માંથી મોટા મોટા અટ્ટહાસ્ય સંભળાય છે, પણ અઘોરીબાબા તો મહાકાલ ના ભક્ત હતા. તે આવા પ્રપંચો થી ડરે એવા ન હતા. અને જરા પણ ગભરાયા વગર મહેલ માં અંદર દાખલ થયા, અને મોટા અવાજ માં મંત્રોચ્ચાર કરવા લાગ્યા. મહેલ ની અંદર દાખલ થયા તો સૌ પ્રથમ એક મોટો ઓરડો આવ્યો. એના મધ્ય મા અઘોરીબાબા એ મંત્રેલા કંકુ થી મોટો ગોળાકાર બનાવ્યો. અને જે મોટુ વર્તુળ કર્યુ હતુ એની અંદર બેસી ગયા. આ અભિમંત્રિત કંકુ થી આ બંનેવ દુષ્ટ આત્મા ઓ ચાહવા છતાં અઘોરીબાબા નુ કંઈ જ નહિ શકે. આમ અઘોરીબાબા પોતાની સુરક્ષા કરે છે. અને આમ અઘોરીબાબા એ વર્તુળ માં બેસી ને હવન કરવાની સામગ્રી કાઢી ને બધુ વ્યવસ્થિત ગોઠવી ને હવન કરવાનુ ચાલુ કર્યુ અને જેમ - જેમ મંત્રોઉંચ્ચાર કરતા હવન ચાલુ કર્યુ, તેમ - તેમ આ દુષ્ટ આત્માઓ એ પોતાની શક્તિઓ થી બાબા પર પ્રહાર કરવાનુ ચાલુ કર્યુ, જોર -જોર થી વીજળી પડવાનું શરૂ થયું , અને તરત પવન ફૂંકાવાનો શરૂ થયો, જેથી કરીને અઘોરીબાબા પોતાનો હવન પૂરો ના કરી શકે. પરંતુ અઘોરીબાબા એ દુષ્ટ આત્મા ઓ થી જરાપણ ગભરાતા નથી. અને બાબા રૂપા ની આત્મા નુ આવહાન કરે છે, ત્યારે રૂપા ની આત્મા ત્યાં આવે છે અને ત્યારે અઘોરીબાબા રૂપા ની આત્મા ને આ બંનેવ ની દુષ્ટ આત્મા ની સાથે લડવાનું કહે છે અને જણાવે છે કે પોતે ત્યાં બેસી ને રૂપા ને દૈવી શક્તિઓ અને એમના મંત્રોઉંચ્ચાર થી બધી શક્તિઓ આપતાં રહેશે.અને રૂપા પણ એમની મદદ કરવા તૈયાર જ હોય છે કારણકે રૂપા ને પણ એની કમોત નો બદલો લેવાનો હોય છે રૂપા પોતાની પુરી તાકાત થી અને અઘોરીબાબા ની દૈવી શક્તિઓ ની મદદ થી એ બંનેવ દુષ્ટ આત્માઓ સાથે લડાઈ કરે છે, ત્યાં સુધીમા અઘોરીબાબા એમના હવન માં આગળ ને આગળ મંત્રોઉંચ્ચાર કરે છે, અને અઘોરીબાબા મૉટે મૉટે થી મંત્રોઉંચ્ચાર કરવાનુ શરૂ કરે છે.

આમ મંત્રોચ્ચાર થવાથી એ બંનેવ દુષ્ટ આત્મા ઓ ઢીલી પડવા લાગી. રૂપા ની આત્મા પણ એ બંનેવ માં - દીકરા ની દુષ્ટ આત્મા ને પોંહચી વાળવાની કોશિષ કરવા લાગી. પણ એ બંનેવ ની દુષ્ટ આત્મા ની શક્તિઓ પર રૂપા ની આત્મા ની શક્તિઓ ક્યારેક થોડી નબળી પડતી હોય એવું લાગતું હતુ.

પણ અઘોરીબાબા ના મંત્રોચ્ચાર થી રૂપા ની આત્મા ને બળ મળે છે અને બંનેવ ની દુષ્ટ આત્મા ને અઘોરીબાબા રૂપા ની આત્મા ની મદદ થી એક મંત્રલો કળશ માં પુરી નાંખે છે. અને રૂપા ની આત્મા એકદમ પવિત્ર અને શુદ્ધ હોવાથી એની આત્મા ને મોક્ષ અપાવે છે.

રૂપા ની આત્મા ને મોક્ષ મળવા પેહલા એ અઘોરીબાબા ને કહે છે કે, "એ એના જ ગામ માં અને એના જ પરિવાર માં પાછો જન્મ લેવા માંગે છે." ત્યારે અઘોરીબાબા રૂપા ને વચન આપે છે કે, "મહાકાલ ની કૃપા થી તે ચાહે છે એવુ જ થાશે."

આમ ગામવાસીઓ ને એ દુષ્ટ આત્માઓ થી મુક્તિ મળી જાય છે. અઘોરીબાબા એ કળશ ને એ ખંડેર થયેલા મહેલ ની દક્ષિણ ભાગ માં જ્યાં બાગ બગીચા ઓ આવેલા હતા, ત્યાં એ કળશ દાટી દીધો. અને એ મહેલ ને હંમેશા માટે મંત્રોચ્ચાર કરી ને બંધ કરી દે છે. ગામવાસીઓ અઘોરીબાબા નો ઉપકાર માને છે. અને અઘોરીબાબા નો આદર સત્કાર કરે છે. અઘોરીબાબા જતા જતા આશીર્વાદ આપે છે અને ચેતવણી પણ આપતાં જાય છે કે, "કોઈ એ પણ મહેલ ની આજુ બાજુ નહિ જવાનુ. કારણકે આ મહેલ શ્રાપિત છે."

આ વાત ને વર્ષો વીતે જાય છે. ત્યાં થોડા વર્ષો પછી વૈદ્ય ના દીકરા પં હંસરાજ ના ઘરે દીકરા નો જન્મ થાય છે. જેનું નામ પં જીવનરાજ રાખવામાં આવે છે. અને એના ઘરે એક દીકરી નો જન્મ થાય છે. દીકરી રૂપા ની જેમ રૂપ રૂપ નો અંબાર હતી. દેખાવે ખુબજ દેખાવડી હતી. વૈદ્ય તો જીવતા ન હતા. પણ એમનો દીકરો પં હંસરાજ જીવતો હતો. જયારે એણે એના દીકરા પં જીવનરાજ ને ત્યાં આ દીકરી ને જોઈ ત્યાં તો એના મોઢામાંથી શબ્દો નીકળ્યા, "રૂપા ". એટલે કે જે દીકરી નો જન્મ થયો હતો, તેનો નાક નકશો આબેહૂબ રૂપા જેવો જ હતો. ત્યારે પં જીવનરાજે પૂછ્યું કે,"તમે આમ કેમ બોલ્યા." ત્યારે પં હંસરાજ એના દીકરા ને એની ફઈ રૂપા વિશે અને અઘોરીબાબા વિશે પણ બધી જ વિગતવાર વાત કહી. એટલે પં જીવનરાજ ના ઘરે જન્મેલી દીકરી નુ નામ રૂપા જ રાખ્યું.

ધીરે ધીરે રૂપા મોટી થવા લાગી. પં હંસરાજ જોતો હતો કે આ દીકરી ની વાકછટ્ટા, એના હાવભાવ, બોલવા ચાલવાની બધી રીતભાત એમ બધુજ આબેહૂબ એની ફઈ રૂપા જેવું જ હતુ.પં હંસરાજ ને તો એમ લાગતું જાણે એની મોટી બહેન રૂપા જ સામે ઉભી છે. ધીરે ધીરે પં હંસરાજ ની ઉંમર પણ વધવા લાગી હતી, અને ઉંમર મોટી હોય આ ફાની દુનિયા ને છોડી ને જતા રહે છે.

રૂપા ધીરે ધીરે મોટી થવા લાગી. રૂપા દેખાવે તો અતિ રૂપાળી હતી. એમ બીજા બધા ગુણો પણ હતા. રૂપા રૂપ રૂપ નો અંબાર હતી. રૂપા ભણવામાં ખુબજ હોશિયાર હતી. તેથી આગળનું ભણવા માટે એના પિતા પં જીવનરાજે એણે રૂપા ને શહેર માં ભણવા મોકલી. ત્યાં રૂપા એ ખેતી વિષયક માટે ભણવાનું ચાલુ કર્યુ હતુ. અને ત્યાં પણ એ પ્રથમ આવી ને એના પિતા નુ નામ અને ગામ નુ નામ આગળ ધપાવ્યું.

રૂપા જયારે કોલેજ ના છેલ્લા વર્ષ માં હતી ત્યારે એના બધા મિત્રો એ બધા એની સાથે એના ગામ માં રાજાઓ ગાળવા આવ્યા. રૂપા નવા જમાનાની હતી.

રૂપા ને નાનપણ થી વિચિત્ર અને ડરાવના સપનાઓ આવતા હતા.પણ ક્યારેય એના સપના ની વાત એના માતા પિતા ને કહી ન હતી. નાનપણ માં તો ક્યારેક જ સપના આવતા હતા. હા, પણ અમાસ ની રાત્રે તો ચોક્કસ એને આવા વિચિત્ર સપના આવતા હતા. રૂપા આવા સપના ઓ કેમ આવતા એ સમજી નો 'તી સકતી. રૂપા ને સપના માં હંમેશા ખંડેર થયેલો મહેલ આવતો હતો. મહેલ માં રૂપા ને બધુ ડરાવનું દેખાતું હતુ. કોઈ એને પોતાની પાસે બોલાવે છે એવુ લાગતું. પોતે કોઈ મહેલ માં પ્રવેશ કરે છે અને પોતે એમાં કેદ થઇ ગઈ છે. અને કોઈ ડરાવનો ચહેરો દેખાતો હોય છે, આવા બધા સપના આવતા હતા.

જેમ જેમ એ મોટી થતી ગઈ એમ એમ એના સપનાઓ પણ વધવા લાગ્યા હતા. પેહલા તો ક્યારેક જ અને અમાસ નાજ આવતા હતા પણ હવે સપનાઓ ગમ્મે ત્યારે આવતા હતા. એકવાર સપનું જોતા જોતા ઊંઘ માં જ "બચાઓ બચાઓ " ની બૂમો પાડવા લાગી, ત્યારે એ એના હોસ્ટેલ ના રૂમ માં હતી. ત્યારે એની બાજુ માં જ સુતેલી એની બહેનપણી ડરી ને ઉભી થઇ ને રૂપા ને જગાડી ને પૂછે છે કે, "શુ થયું?" પણ રૂપા ખુબજ ડરેલી હતી, એ તરત જ કોઈ જવાબ આપી શકી નહિ. ત્યારે એની બહેનપણી એને પાણી પીવડાવે છે અને એને કહે છે કે, " કોઈ ખરાબ સપનું આવ્યું હશે તું શાંતિ થી પાછી સૂઈ જા. " અને થોડીવાર માં રૂપા અને એની બહેનપણી સૂઈ જાય છે.

સવારે રૂપા ની બહેનપણી રૂપા ને રાત ની ઘટના વિશે પૂછે છે તો રૂપા ફરીથી ડરવા લાગે છે. રૂપા કહે છે કે, "એને નાનપણ થી ડરાવણા સપના આવે છે. " ત્યારે એની બહેનપણી પૂછે છે કે, " કેવા સપના આવે છે? "

ત્યારે રૂપા કહે છે કે, " એક મહેલ છે જે ખંડેર થઇ ગયો છે. પણ જયારે એ ખંડેર થયેલા મહેલ માં જાય છે ત્યારે અચાનક મહેલજે ખંડેર માંથી જાણે જાજરમાન મહેલ હોય એવો દેખાય છે. અને ચારે બાજુ થી મહેલ શણગારેલો હોય એવો લાગવા મંડ્યો, અને જ્યારે પોતે મહેલ ની અંદર જાય છે ત્યારે ચારે બાજુથી પ્રકાશ ફેલાય છે, પછી ધીરે ધીરે મહેલ ના અંદર ના ઓરડા માં જાવ છું ત્યારે અચાનક જ કોઈ મને બોલાવતું હોય એવુ લાગે, અને જાણે કે મને કોઈ બુમ પાડતું હોય, મને એની પાસે બોલાવતું હોય એવુ લાગે છે. પછી અચાનક ક્યાંક થી એકદમ ડરાવણા ચેહરા વાળી આકૃતિ મારી પાસે આવે છે, અને જોર જોર થી હસવા લાગે છે, અને એના તિક્ષણ દાંત જાણે હમણાં જ મને ખાઈ જશે એવુ લાગે. એટલું ડરાવનું દ્રશ્ય હોય છે કે મને ખુબજ ડર લાગવા મંડે છે. "

ત્યારે રૂપા ની બહેનપણી માયા એને સાંત્વના આપે છે અને વિચારવા લાગે છે કે, રૂપા ને જ આવા સપના કેમ આવે છે. પછી માયા એના બીજા મિત્રો ને પણ રૂપા ના આવા વિચિત્ર સપના ની વાત કરે છે. ત્યારે બધા મિત્રો મળી ને નક્કી કરે છે કે છેલ્લી પરીક્ષા પુરી થાય એટલે રજા માં રૂપા ના ગામે જઈને થોડું રૂપા માટે આ વાત્તાવારણ બદલી સકાય.

પણ નિયતિ એ શુ લખ્યું છે રૂપા ના ભાગ્ય માં એ કોને ખબર?

આમ બધા પરીક્ષા પુરી થયાં પછી બધાજ રૂપા ની સાથે રૂપા ના ગામ માં રજાઓ ગાળવા પોંહચી ગયા . રૂપા પણ એના બધા મિત્રો સાથે પોતાના ગામ માં હંસી મજાક માં રજાઓ ને પસાર કરવા લાગ્યા.

એક દિવસ બધા જ મિત્રો મળી ને બહાર ફરવા જવાનુ નક્કી કર્યુ. અને બધા મિત્રો રાત બહાર રોકવાનુ નક્કી કર્યુ, અને રૂપા ના પિતા ની આજ્ઞા લઇ ને બધા ફરવા નીકળી ગયા. ફરતા ફરતા બધા એ જ મહેલ પાસે પોંહચી ગયા. એ જ મહેલ જે ખંડેર થઇ ગયો હતો. એ જ જગ્યા એ બધા પોંહચી ગયા. જ્યાં એ ખંડેર થયેલા મહેલ પર રૂપા ની નજર પડે છે કે તરત જ એના મોઢા માં થી ચીસ નીકળી જાય છે. એટલે બધા મિત્રો દોડી ને એની પાસે પોંહચી ગયા, અને બધા એકી સાથે પૂછે છે કે, " શુ થયું? "

ત્યારે રૂપા ડરતા ડરતા હાથ ના ઈશારા થી કહે છે કે, "માયા આ તો એજ ખંડેર છે, જે મારા સપના માં આવે છે."

ત્યારે માયા કહે છે કે, " આ ખંડેર તારા ઘર થી તો આટલો નજીક છે તો તે ક્યારે પણ જોયો નથી? "

ત્યારે રૂપા કહે છે કે, " મારા બાપુજી મને આ બાજુ ક્યારે પણ આવવા નથી દેતા, એટલે મેં આ મહેલ ક્યારે પણ નથી જોયો. "

માયા કહે છે કે, " તે ક્યારે પણ આ મહેલ જોયો નથી તો તારા સપના માં કેવી રીતે આવે છે? "

રૂપા આ વાત સાંભળી ને વિચાર માં પડી જાય છે કે, " આ કેવી રીતે બની શકે કે પોતાની સગી આંખે આ મહેલ ક્યારે પણ નથી જોયો તેમ છત્તા મારા સપના માં આવે છે?"

રૂપા ને આમ વિચારતી જોઈ ને બધા મિત્રો રૂપા ને કહે છે કે, " રૂપા, કાંઈક તો ગડબડ છે, અને તારા અજીબો અને વિચિત્ર સપનાનો ઈલાજ એક જ છે, કે આપણે બધા આ ખંડેર માં જઈએ અને જોઈએ કે અંદર શુ છે?"

આમ બધા જ મિત્રો નક્કી કરે છે અને જેવા એ મહેલ ના ખંડેર ની અંદર ના તોતિંગ દરવાજા પાસે પોહચે છે, એવોજ અચાનક સુસવાટા સાથે પવન ફૂકાવા નો ચાલુ થઇ જાય છે, એટલો જોર જોર થી પવન ફૂકાતો હતો કે ત્યારે નજીક ઉભા રહેલા મિત્રો એ એકબીજા ના હાથ પકડી રાખવા પડ્યા હતા, તેમ છતાં પણ એકબીજા ના ચેહરા પણ જોઈ શકાતા ન હતા.આજુ - બાજુ થી સુકાયેલા પાંદડા હવા માં લેહરાય ને ચારે કોર ઉડવા લાગ્યા. જાણે સુકા પાંદડા પર કોઈ ચાલતું હોય એવા અવાજો લાગ્યા. કોઈ અજાણી શક્તિ બધાને એ મહેલ ના અંદર ના ભાગ મા ખેંચતી હોય એવુ લાગતું હતુ. ખાસ તો રૂપા ને એવુ લાગતું હતુ કે કોઈ એને બોલાવે છે.

જેમ -જેમ બધા મહેલની અંદર પોંહચે છે ને અચાનક સુસવાટા વાળો પવન બંધ થઈ જાય છે, જેવાએ બધા મહેલ ના મુખ્ય દરવાજા પાસે પાસે પોંહચે છે એવો જ મહેલ નો મુખ્ય દ્વાર ખુલી જાય છે. બધા ખુબ ડરી ગયા કે અચાનક જ આ દરવાજો કેવી રીતે ખુલી ગયો, પણ કોઈ ને કંઈ જ સમજાતું જ નથી. બધા એટલા બધા ડરી ગયા હતા કે એમની સમજણશક્તિ જ કોઈ ની પણ કામ નો'તી કરતી. બધા વિચારવા લાગ્યા કે અંદર જાવું કે નહિ. છેલ્લે બધા નક્કી કરે છે કે અંદર નઈ જવાનુ. બધા પાછા વળવા મંડ્યા ત્યાંતો અંદર થી જોર થી રડવાનો અવાજ આવા લાગ્યો, કોઈ " બચાઓ બચાઓ " ની બૂમો પાડવા માંડ્યું, એવો અવાજ આવવા લાગ્યો.

બધા વિચારવા લાગ્યા કે કોઈ વ્યક્તિ ત્યાં અંદર ફસાઈ હશે, અને એને મદદ ની જરૂર હશે. એમ વિચારીને બધા મિત્રો મહેલ ની અંદર દાખલ થઈ ગયા.

જેવા બધા જ મહેલ ની અંદર દાખલ થયાં એવો જ મુખ્ય દ્વાર જેમ આપમેળે ખુલી ગયો હતો એમજ બંધ પણ થઈ ગયો, ત્યારે બધા એટલા બધા ગભરાય ગયા કે કોઈ ના મોઢા મા થી અવાજ પણ નો 'તો નીકળતો. ડર ના માર્યા બધા એક-બીજા નુ મોઢું જોવા લાગ્યા બધા ના આંખો મા એક જ પ્રશ્ન હતો કે હવે આગળ શુ થાશે?

રૂપા ના મિત્રો એ દરવાજો ખોલવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ દરવાજો હલતો સુદ્ધા નો'તો. થાકી હારી ને છેલ્લે એ લોકો બેસી જ ગયા. ત્યારે આખા મહેલ માં થી અટ્ટહાસ્યો નો અવાજ આવવા લાગ્યો. આ રાક્ષશી અટ્ટહાસ્યો સાંભળી ને તો મક્કમ મન ના માણસો ને પણ એટેક આવી જાય, ત્યારે આ તો કોમળ મન ના જુવાનિયા જ હતાને. એ બધા ખુબજ ડરી ગયા કે પોત-પોતાની આંખો બંધ કરી ને ભગવાન નુ રટણ કરવા લાગ્યા.

પણ, આ અટ્ટહાસ્યો વધારે જોર જોર થી આવા લાગ્યા. એટલે રૂપા હિંમત કરી ને ઉભી થઈ અને જ્યાંથી અટ્ટહાસ્યો આવતા હતા ત્યાં ઉભી રહી અને મોટા અવાજે પૂછે છે કે, " કોણ છે તું? ", "શુ જોઈએ છે?" "શાને માટે અમને હેરાન કરે છે?" "અને અમને અહીં કેમ કેદ કરી લીધા છે?" પણ સામેથી કોઈ જવાબ આવતો નથી. ખાલી જોર જોર થી કોઈક નો હસવાનો અવાજ આવતો રહે છે.

એટલે રૂપા પાછો સવાલ પૂછે છે કે, "જવાબ આપ અમને અહીં કેમ કેદ કરી ને રાખ્યા છે?"

ત્યારે અટ્ટહાસ્યો બંધ થયાં અને એક કર્કશ અવાજ મા કોઈ બોલતું હતુ કે, "મને તું જોઈએ છે, હું વર્ષો થી તારી રાહ જોય રહ્યો છું." આ અવાજ ખુબ જ ડરામણો હતો. બધા અવાચક બની ને બધુ જોય રહ્યા હતા. કોઈ કશુજ બોલતા ન હતા.

રૂપા બહુ બહાદુરી થી કહે છે કે, " જે હોય તે સામે આવી ને વાત કર." રૂપા ના આટલુ કેહવા બાદ મહેલ નુ વાતાવરણ એકદમ બદલાય ગયું, વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. મહેલ માં અંધારા ની જગ્યાએ એકદમ ઉજાસ ફેલાઈ ગયો. આખા મહેલ મા પ્રકાશ જ પ્રકાશ પથરાઈ ગયો. પણ મહેલની બહાર નુ વાતાવરણ મા કાળા કાળા વાદળો થવા લાગ્યા, જોર-જોરથી પવન ફૂકાવા લાગ્યો, વીજળી નો ગડગડાટ થવા લાગ્યો, જોરદાર વરસાદ નુ તોફાન ચાલુ થઈ ગયું અને વાતાવરણ એકદમ ભયાવહ થઈ ગયું, ત્યાં બેસેલા બધા ને જ કાંઈ સમજાતું ન હતુ. બધા એટલા ડરી ગયા હતા કે જાણે જીવ જ નીકળી જવાનો હોઈ એવી અનુભૂતિ થવા લાગી હતી.

રૂપા પણ ત્યાં ઉભા-ઉભા આ બધુ જ જોઈ રહી હતી એને પણ મન માં થોડી ડરી રહી હતી. પણ રૂપા એ બધી હિંમત એકઠી કરીને એણે નક્કી કર્યુ કે હવે કાંઈ પણ થાઈ આ મુશ્કેલી નો સામનો કરીશ. હવે આર યા પાર કરી જ લેવું છે.

એમ હિંમત ભેર રૂપા એની જ જગ્યા એ ઉભી રહીને પાછી એ દુષ્ટ આત્મા ને પડકારે છે, રૂપા પોકારી ને કહે છે કે," આમ તું મને ડરાવી નહિ શકે. તું કોઈ પણ હોય મારી સામે આવ. આમ ડરપોક માણસ ની જેમ છુપાઈ ને શુ હેરાન કરે છે, સામે આવ. "

રૂપા એ દુષ્ટ આત્મા ને ખુલ્લું આહવાન આપે છે. રૂપા પાછી પોકારી ને બુમ પાડે છે કે" તું જે કોઈ બી હોય સામે આવ. "

ત્યારે આખો મહેલ ધ્રુજવા લાગ્યો, જાણે ધરતીકંપ થયો હોય એમ આખે આખો મહેલ સુકા પાંદડા ની જેમ ધ્રુજવા લાગ્યો. ત્યાં અચાનક મહેલ મા એક કાળો ધુમાડો આવતો દેખાવા લાગ્યો. બધા નુ ધ્યાન એ કાળા ઓળા પર જ હતુ. એ કાળા ધુમાડા માંથી જોર જોર થી હસવાનો અવાજ આવવા લાગ્યો. ત્યારે રૂપા હિંમત થી કાળા ઓળા ને કેહવા લાગી કે, "તું જે હોય તે માનવ આકૃતિ મા આવ તો જ સમજાશે."

એટલે એ કાળો ધુમાડો હસતાં હસતાં માનવ આકૃતિમા પરિવર્તિત થવા લાગ્યો. અને જયારે સંપૂર્ણ માનવ આકૃતિ મા પરિવર્તિત થઈ ગયો તો એ રાજા પામરસેન થઈ ગયો.

જેવો એ કાળો ઓળો રાજા પામરસેન મા પરિવર્તિત થઈ ગયો એવુજ રૂપા ને બધુ સ્પષ્ટ દેખાવા લાગ્યું. રૂપા ને એનો આગલો જન્મ પણ યાદ આવી ગયો. રૂપા ને જે પણ સપના આવતા હતા, અડધા પુરા એ બધા જ સ્પષ્ટ દેખાવા લાગ્યા. હવે રૂપા ને બધુજ સ્પષ્ટ થઇ ગયું હતુ, રૂપા ને બધુ જ યાદ આવી ગયું હતુ કે આગલા જન્મમા રાજા પામેરસેન એ કેવી રીતે એને મજબૂર કરી હતી મરવા માટે. એના કમોત માટે રાજા પામેરસેન જ જવાબદાર છે. હજુ રૂપા આ બધુ વિચારતી હતી, ત્યાંજ પામેરસેન ની દુષ્ટ આત્મા એકદમ રૂપા ની નજીક આવી ગયો.અને રૂપા ને ગંદી નજર થી જોવા લાગ્યો. અને જોર થી અટ્ટહાસ્ય કરવા લાગ્યો.

રાજા પામેરસેન ની દુષ્ટ આત્મા રૂપા ના મોઢા ની એકદમ નજીક એનું બિહામણું મુખ લાવી ને રૂપા ને કેહવા લાગ્યો, "રૂપા, તારા કારણે મારી આ અવદશા થઈ છે, હું તને છોડીશ નહિ, એ સમયે તું છટકી ગઈ હતી, અને હું તને પામી શક્યો ન હતો, હું તારાજ કારણે હજી પણ ભટકી રહ્યો છું. પણ હું તને પામીને જ રહીશ. તું મારી શક્તિઓ થી હજી અજાણ છે. મારી અસુરી શક્તિઓ થી આજે પણ ખુબ શક્તિશાળી છું. મારી માઁ ની પણ બધી જ શક્તિઓ મારી પાસે છે. તું મારી શક્તિઓ ની સામે ટકી નહિ શકે."

ત્યારે રૂપા પણ હસવા લાગે છે અને કેહવા લાગી કે, "તું કેટલો પણ શક્તિશાળી હોય, મારી માઁ ભવાની થી વધારે શક્તિશાળી નથી, તું તારા ખરાબ ઈરાદા મા ત્યારે પણ સફળ નો'તો થઈ શક્યો, અને આજે પણ તું તારા બદ ઈરાદા મા સફળ નહિ થઈ શકે. ત્યારે પણ તું જ હાર્યો હતો અને આજે પણ તું જ હારીશ. તારી અને તારી માં ની આ અવદશા ના જિમ્મેદાર તમે ખુદ પોતે જ છો. તમારી દાનત જ ખરાબ હતી એટલે ભોગવાનું પણ તમારે પોતે જ છે."

રૂપા નુ હિમ્મતભેર આવું બોલવાથી પામરસેન અને એની માઁ ની પ્રેત આત્મા ખુબ ગુસ્સે ભરાઈ. અને ગુસ્સા માં રૂપા ના બધા મિત્રો પર એની લાલ આંખો થી આગ છોડવા લાગી. દુષ્ટ આત્માઓ એ બધા પર મહેલ મા પડેલી બધો સામાન હવા મા ફેંકવા લાગ્યા. અને પોતાનો દેખાવ એટલો બિહામણો કરવા લાગ્યા. જાણે ચેહરા ની જગ્યા એ માંસ ના લોચા હતા. એમાંથી લોહી ની ધાર નીકળતી હતી. આંખ ની કિકી ની જગ્યા એ જાણે લાલ બલ્બ લગાડ્યા હોય એવુ લાગતું હતુ. લાલ લાલ આંખ માંથી બધા પર આગ નીકળતી હતી. ત્યાં જાણે સડેલી લાશ હોય એમાંથી એટલી ખરાબ દુર્ગંધ આવતી હતી કે સામાન્ય માણસ શ્વાસ જ ના લઇ શકે.બધા પર એ દુષ્ટ આત્માઓ આગ ના ગોળા ફેંકતા હતા. બધા આ આગથી બચવાં માટે આમ તેમ દોડતા હતા. એક હાડ માંસ ની આકૃતિ રૂપા ની નજીક આવવા લાગી, પણ રૂપા આવા પ્રલોભાન થી જરા પણ ડરતી ન હતી. અને એ એની જગ્યા પર થી હલી પણ ન હતી. જાણે રૂપા આ પીશાચો ની સાથે લડી લેવા માંગતી હતી. રૂપા પોતાના આગલા જન્મ ના કમોત નો અને આ જન્મ મા નાનપણ થી હેરાન થતી હતી એનો બદલો લેવા માંગતી હતી.

રૂપા મા આવું પરિવર્તન જોઈ ને બધા અવાચક જ થઈ ગયા, બધા વિચારવા લાગ્યા કે, રૂપા મા અચાનક કેવું પરિવર્તન આવી ગયું. કેટલી ગભરુ હતી અને કેટલી હિમ્મતવાળી થઈ ગઈ.

રૂપા મા જાણે ઔલોકિક શક્તિ આવી ગઈ હતી, અને એ જરાપણ ડરતી ન હતી.રૂપા ને પોતાના કુળદેવી માઁ ભવાની પર પુરે પુરી શ્રદ્ધા હતી.

રૂપા ત્યાંજ બેસી ગઈ અને માઁ ભવાની ની સ્તુતિ કરવા લાગી. રૂપા માઁ ભવાની ની સ્તુતિ મોટા મોટા અવાજો મા કરવા લાગી. અને રૂપા નો અવાજ આખા મહેલ મા ગુંજવા લાગ્યો. આવા પીશાચો, આવી દુષ્ટ પ્રેતઆત્માઓ પાસે કેટલી પણ આસુરી શક્તિઓ હોય તો પણ એ માઁ ભવાની અને માઁ ચામુંડા ની શક્તિઓ ની આગળ તો તુચ્છ જ હોય છે. માઁ ની શક્તિ ની આગળ આવી આસુરી શક્તિઓ ને ટકવી ખુબ મુશ્કેલ છે એ વાત રૂપા ખુબ સારી રીતે જાણતી હતી. અને એટલેજ એને આ પ્રેતઆત્માઓ થી જરા પણ ડર લાગતો ન હતો.

એટલે રૂપા એ તરત જ ત્યાં જ મહેલ ના આગળ ના ભાગ માં જ્યાં આ બંનેવ પ્રેત આત્મા હતી, ત્યાંજ રૂપા પણોઠી વાળીને બેસી ગઈ અને રૂપા માતાજી ની સ્તુતિ કરવા લાગી. રૂપા ના શરીર માં થી એક અલગ જ ઔલોકિક શક્તિ નો જન્મ થયો હોય એમ એના ચેહરા પર અનેરું તેજ દેખાતું હતુ. રૂપા ને માતાજી એ દીધેલી શક્તિઓ પર ખુબ જ વિશ્વાસ અને પુરે પૂરી શ્રદ્ધા હતી. રૂપા એ માઁ ભવાની ની સ્તુતિ કરવાનુ અને મંત્રોચ્ચાર કરવાનાં ચાલુ જ રાખ્યા. આમ માઁ ની સ્તુતિ ના મંત્રો ની શક્તિ આગળ એ બંનેવ પીશાચો ની શક્તિ નબળી પાડવા લાગી. એ બંનેવ દુષ્ટ આત્મા એ પોતાની બધી આસુરી શક્તિઓ નો ઉપયોગ કર્યો પણ માતાજી ની સામે ક્યારેય એવી આસુરી શક્તિઓ ટકી નથી શક્તિ એમ ધીરે-ધીરે આ બંનેવ પીશાચો ની શક્તિ ઢીલી પાડવા લાગી. થોડીવાર સુધી રૂપા ની સ્તુતિ ના મંત્રો બોલવાના ચાલુ જ હતા. ત્યારે અચાનક રૂપા ને જાણે દૈવી સંકેત મળ્યો હોય એમ એની જગ્યા પર થી ઉભી થઈ અને સ્તુતિ બોલતા બોલતા જ મહેલ ના પાછળ ના ભાગ મા આવી ને જ્યાં અઘોરીબાબા એ માતાજી ની ઉપાસના કરીને એ બંનેવ પીશચોની દુષ્ટ આત્મા ઓ ને કળશ માં કેદ કરી લીધા હતા, અને કળશ જમીન મા દાટી દીધા હતા. એ જગ્યા એ રૂપા આવી ને ઉભી રહી ગઈ.

રૂપા બરાબર એ જ જગ્યા એ આવી ને ઉભી રહી ગઈ, ત્યારે એની સાથે એના મિત્રો પણ ઉભા રહી ગયા પણ થોડા દુર. અને રૂપા ના મિત્રો તો આ બધુ જે ચાલી રહ્યું હતુ એ ફાટી આંખે જોઈ રહ્યા હતા.

રાત્રી ના સમયે આકાશ મા જોર-જોર થી વીજળી પડતી હતી, વીજળી નો ચમકારો થતો હતો, જાણે કે કોઈ જોર થી અટ્ટહાસ્ય કરતુ હોઇ. રાત્રી ના અંધકાર મા પવન પણ જોર થી ફૂકાતો હતો, ત્યાં નુ વાતાવરણ એટલું ભયાનક હતુ કે રૂપા ના બધા મિત્રો થર થર ધ્રુજતા હતા. પણ રૂપા ના ચેહરા પર જરા પણ ડર ન હતો, અને રૂપા સતત અવિરત માઁ ભવાની ની સ્તુતિ મોટા અવાજે કર્યે જતી હતી. જેમ જેમ રૂપા માતાજી નુ સ્મરણ કરતી હતી તેમ તેમ એને પોતાના મા નવી શક્તિ નો સંચાર થતો હોઇ એવું મેહસૂસ થાતું હતુ. એના મા અનેકગણી હિમ્મત આવી ગઈ હોઇ એવુ લાગતું હતુ.

જયારે મહેલ ના પાછળ ના ભાગ મા બધા આવી ગયા અને બરાબર એ જ જગ્યા એ રૂપા ઉભી રહી ત્યાં થી માતાજી ની સ્તુતિ બોલતા બોલતા જ એના મિત્રો ને ઈશારો કર્યો એ બાજુ ની જમીન ખોદવા માટે. પણ રૂપા ના મિત્રો પાસે જમીન ખોદવા માટે કોઈ સાધનો હતા નહિ, પણ બધા મિત્રો એ એકબીજા ની મદદ થી અને હાથ થી જ ખાડો ખોદવાનું ચાલુ જ રાખ્યું. એમને ખાડો ખોદવામાં મુશ્કેલી પડતી હતી પણ કહ્યું છે ને કે, હિમ્મતે મર્દા તો મદદે ખુદા. " માતાજી ના આર્શીવાદ સાથે હોઇ પછી તો જોવાનું જ ન હોઇ ને. છેવટે બધા મિત્રો મળી ને ખાડો ખોદાઈ ગયો, અને ખાડા મા થી એક મોટો કળશ નીકળ્યો, એ કળશ મા થી સહન ના થાઈ એવી દુર્ગંધ આવતી હતી, બધા નાક પકડી ને ઉભા રહી ગયા, માથું ફાટી જાઈ એવી દુર્ગંધ આવતી હતી. રૂપા એમને એમજ ઉભી હતી અને માતાજી ની સ્તુતિ કર્યે જતી હતી, જે એ કળશ બહાર કાઢ્યો એ કળશ મા જ એ બંનેવ દુષ્ટ પીશાચો ની આત્મા કેદ હતી. કળશ મા થી જે અઘોરીબાબા એ વિધિ કરી ને કઁકાલો ને મોટા કળશ મા ભરી દીધા હતા, એને કાઢી ને બાજુ મા કાઢ્યા, રૂપા એ માતાજી સ્તુતિ ચાલુ જ રાખી અને સ્તુતિ કરતા કરતા એણે એના મિત્રો ને ઈશારા થી બાળવા કહ્યું. પણ બાળવા માટે કેરોસીન નો'તું, એટલે બધા મળી ને પોતે પહેરેલા કપડામાં થી થોડાક કપડા ફટાફટ ફાડી ને કંકાલ ને અને એ કળશ ને લપેટી લીધા. અને એ લપેટી લીધેલા કંકાલ ને બાળવા કહ્યું.

રૂપા ના એક મિત્ર પાસે લાઈટર હતુ, એ એને અચાનક યાદ આવ્યું, એટલે એણે લાઈટર કાઢ્યું. રૂપા એ ઈશારા મા આ કામ જલ્દી પતાવાનું કહ્યું. એટલે બધા એ જેમ બને એમ ફટાફટ આ કંકાલ ને અગ્નિદાહ આપવાનું કાર્ય કર્યુ. અને જેવા આ કઁકાલો ને અને સાથે સાથે કળશ ને અગ્નિદાહ દેવાયો, ત્યાં તો જાણે મહેલમાં જોરથી જાણે બૉમ્બ ફૂટ્યો હોઇ એવો ધડાકો થયો.

આ બાજુ રૂપા એ માતાજી ની સ્તુતિ ના મંત્રોચાર ચાલુ જ રાખ્યા હતા, આ દૈવી મંત્રોચ્ચાર ને કારણે અને એ દુષ્ટ આત્મા ને અગ્નિદાહ દેવાના કારણે અતૃપ્ત આત્માઓ ને મુક્તિ મળી ગઈ. અને પૂર્વ જન્મ ના રૂપા ના શ્રાપ મા થી પણ એ દુષ્ટ આત્માઓ ને અને સાથે સાથે મહેલ ને પણ શ્રાપ માંથી મુક્ત થઇ ગઈ.

હંમેશ માટે આ મહેલ એ પીશાચો ની આત્મા ને કારણે જે ભયાનક ખંડેર થયો હતો એમાંથી મુક્તિ મળી ગઈ.

રૂપા માતાજી ના મંત્રોચ્ચાર બંધ કરી ને અને આંખ બંધ કરી ને ત્યાં જ બેસી ગઈ. અને નિરાંત નો દમ લીધો, એને એના ખરાબ સપનાઓ થી પણ મુક્તિ મળી ગઈ હતી. અને એ ગામ મા પણ બધા ને આ પીશાચો થી પણ મુક્તિ મળી ગઈ. ત્યાં તો સુખ ના ઉગતા સુરજ ની કિરણો એ ધરતી પર ફેલાવા લાગી.

રૂપા પાસે જ એના બધા મિત્રો બેસી ગયા, અને રૂપા ને ગળે વડગાડી ને ખુશ થઇ ગયા. બધા મિત્રો ના આંખ માં ખુશી ના આશું આવી ગયા.

છેવટે રૂપા એ મહેલ ને, પોતાને અને આખા ગામવાસી ઓ ને આવા પીશાચો થી મુક્તિ અપાવી દીધી. અને એ પીશાચો ને પણ પ્રેત યોની મા થી મુક્તિ અપાવી દીધી.

આમ, આખી રાત્રી નો ઉજાગરો હોવાથી બધા થાકી ગયા હતા. એટલે બધા ડર્યા વગર મહેલ મા જઈ ને આરામ કરવા લાગ્યા.

પછી, રૂપા અને એના મિત્રો આરામ કરી ને પાછા રૂપા ના ગામમાં આવ્યા. અને ઘરે આવી ને બધા રૂપા ના માતા -પિતા ને, અને ઘર ના બધા જ સદસ્યો ને જે કંઈ પણ બન્યું એ આખો બનાવ વિગતવાર જણાવ્યો. રૂપા ના માતા પિતા આ સાંભળી ને પેહલા તો ડરી જાય છે પણ બધી હકીકત જાણ્યા પછી પોતાની દીકરી ના માથે પ્રેમ થી હાથ મૂકે છે. અને બધા પરિવાર જણો રાહત નો શ્વાસ લે છે

રૂપા ના પિતા આ વાત આખા ગામ મા પણ જણાવે છે ને બધા રૂપા ના ખુબ જ વખાણ કરે છે,અને રૂપા ને બધા આશીર્વાદ આપે છે.

********