Daityaadhipati - 26 books and stories free download online pdf in Gujarati

દૈત્યાધિપતિ - 26

‘બટ વી વેર એટ ખોલીનોએ’સ ફંડ રેસર.’

‘ઓહ, યુ અટેન્ડેડ થેટ ઇવેંટ?’

તે પોતાના નખ હોઠ પર મૂકે છે, ‘હિસ વર્કસ વેર જસ્ટ મેગનીફીસન્ટ. ધ આર્ટ વોસ વિસપરિંગ ટુ મી..’

‘વી વેર ગોઇંગ ટુ અટેન્ડ ઈટ, બટ યૂ નો માઈ ફાધર એં’ ઓલ.’

‘આઈ નો યુ વૂડ ડીપલી મિસ હિમ. હોપ હિસ સોલ રેસ્ટસ ઇન પીસ. આઈ એમ પલિસેડ ટુ મીટ યુ.’

‘સેમ હિયર, સુનશ્યા.’

હાઈશ, સુધા વિચારે છે, ગઈ! પાછળ રહેલા દરવાજાને જોતાંજ તે લોક ખોલી અંદર ગઈ. અંદર પોહંચતાજ સુધાએ જોરથી ઊલટી કરી. ગઈ સવારનો બધો પુલાઓ જમીન પર હતો. તેમાંથી બદબૂ આવી રહી હતી. સુધાના નાક માંથી પિત્ત ટપકી રહ્યું હતું. પેટ પર હાથ મૂકી તે નીચે પડી ગઈ. તેના મોઢા માંથી લાળ પાડવા લાગી. આંખોમાં પાણી આવી ગયું. આખી જમીન પર તે અપચેલો ખોરાક.. ત્યાં તો ફરી તેણે ઊલટી કરી. હવે તો ચક્કર આવાં લાગશે.

દિલ્હી પોહંચતા સુધા તેની જગ્યાથી હલી ન હતી. બસ બેસી રહી. અહીં રાત્રે ત્રણ વાગ્યે પહોંચી, અને ગાડી બંધ થઈ ગઈ. તે ડરી ગઈ. હવે શું કરશે? રસ્તો સૂમસામ હતો. કોઈ હાઇવે હતો. ગાડીના કાચ બંધ હતા. તે ચાલુ હતી. આજુ બાજુ ઘોર શાંતિ હતી.

તેણે અમેયને ફોન કર્યો. સુધા હારી ગઈ. પણ ત્યાં બેઠા, પરાજય પણ ખુબજ સુંદર લાગતી હતી. અમેય જેવી. ફોન સ્મિતાએ ઉપાડયો.

તેણે એકદમ શાંતિ થી આ ગાડીને ફરી ચાલુ કઇ રીતે કરવી, ‘destination’માં શું મુંકવું અને પોહંચ્યા પછી શું કરવું તે કીધુ. તેમ સુધાએ કર્યુ. અઢાર માળની ચાર બિલ્ડિંગો હતી, થોડીક અંદર, કોઈ ભદ્ર જગ્યાએ.

ત્યાં અંદર આવતા પહેલા તેણે ચોકીદારને પોતાનું લાઇસન્સ અને કોઈ કાર્ડ દેખાળ્યું. એક જગ્યાએ આવી પાર્ક કર્યુ. ત્યાંજ બેસી રહી. ગાડીમાં પેટ્રોલ પતી ગયું. પણ તે બેસી રહી. અને ઊંઘી ગઈ. બે કલાકમાં સવારના ૬ વાગ્યા. દિવસ ઊગ્યો. ગાડી માંથી ઉતરી તે ૧૩માં માળે ગઈ. અને તે ભૂરી બિલ્ડિંગના હ્રદયમાં પહોંચતા તેની આંખો ખુલ્લી રહી ગઈ. નીચે સફેદ રંગની શેતરંજી હતી. દરેક ખૂણામાં લાઇટો હતી. દર પાંચ ફિટના અંતરમાં એક દરવાજો હતો. અને દરરેક દરવાજાની બહાર એક ફૂલ દાન હતો. જેને જોઈ ‘મને આ જોઈએ છે’ તેવું સુજે તેવું સર્વ અહીં હોય તેમ લાગતું હતું. છેલ્લા દરવાજે પહોંચતા પગના અવાજ સંભળાયા. કોઈ સુંદર છોકરી હતી. હવે તે શું કહે?ત્યાં તો બીજી એક છોકરી બાજુના દરવાજા માંથી જ બહાર નીકળી. તેણે સુધા તરફ જોયું, સ્મિત પણ આપ્યું. અને પેલી ચાલતી છોકરી સાથે વાત કરવા લાગી. પેલી બાજુના દરવાજા વાળી છોકરી સ્મિતા સાથે વાત કરવા ગઈ, તે ત્રણેય ઊભા જ રહી ગયા. પેલી બંનેવ વાત કરતી અને સ્મિતા જોઈ રહી. ક્યારેક યસ કે આઈ હોપ સો તેમ જવાબ આપતી. આ લોકોની વાતો તેની પરે હતી. પછી જ્યારે તેઓ ગયા...

સુધા તેની નીચે જોવા લાગી. પછી પાછળ દરવાજા તરફ જોયું. કોઈ આવું ન જોઈએ, તેમ વિચારતી સુધાને ખબર હતી કે કોઈ આવવાનું પણ ન હતું. આ ઘરની જમીન લાકડાની હતી, દીવાલો લાલ રંગની, અગાસી સફેદ અને પીળા રંગની વચ્ચે કોઈ રંગની. સામેજ પડદા હતા, તે પણ અગાશીના રંગ ના. બીજુ કઇ ન હતું. ઘર એકદમ ખાલી હતું.

અંદર જતાં સુધા તેના કપડાંના ડાઘ જોવા લાગી. અને ધોવાજ પડશે, નહીં તો આ વાસ.. દરવાજા સફેદ રંગના હતા, એક દરવાજા પાછળ બાથરૂમ હતું કાળા અને તાંબાના રંગો થી બાથરૂમ પણ સજાયલું હોય તેમ લાગતું. ત્યાંથી એક નળ ચાલુ કરતાં તેણે પાણી લીધું અને કપડાંના ડાઘ સાફ કર્યા. બીજા દરવાજા પાછળ એક બેડ હતો (કાળા લાકડાનો, મોટ્ટો) અને બાજુમાં એક લાંબો આયનો હતો. બીજુ કશુંજ નહીં. રસોડામાં કઈક હોય તેમ લાગતું. ઘણું જમવાનું. કાળા અને સફેદ વાસણ, જમીન પર કાળી ધોળી ટાઇલ્સ. ત્યાં એક કપડું હતું. પોતું તો ન જ હતું, છતાં તેનો ઉપયોગ કરતાં દરવાજા આગળનુ દ્રશ્ય સાફ કર્યુ . પછી જઈને બેસી.

હાય, હાય! ફોન તો નીચેજ રહી ગયો. પણ હવે તે શું કરશે?

ક્યાં જશે? કાઈજ ખબર પડતી ન હતી.

ક્યાંય પણ અહીં નહીં. તે કીડનેપ થઈ ગઈ હતી. એના કરતાં સારું ભાગી જવું છે. નાસી જવું. પણ જઈ - જઈને ક્યા જવાનું. ટ્રેન થી જવું? કે બસ થી? અહીં બસ કે ટ્રેન સ્ટેશન ક્યાં હતા? પેલા ચોકીદાર ને પૂછે?

પછી તેણે ખબર પડી જશે. આજુ બાજુ ના લોકો સાથે વાત કરતાં તેમણે પણ પડશે. તેઓ ને અચૂકતું લાગશે. લોકો કદાચ તેણા ઘરે આવે. બાદ મનસ્કારા મરી ગઈ તો? તે લોકો સુધાને પૂછવા આવશે. આહ!

જોરથી સુધાએ ચીસ પાડી, અને તરતજ મોઢા પર હાથ મૂકી દીધો.

કોઈ સાંભળી જશે તો?