પ્રતિશોધ એક આત્મા નો - 8 in Gujarati Horror Stories by PANKAJ BHATT books and stories Free | પ્રતિશોધ એક આત્મા નો - 8

પ્રતિશોધ એક આત્મા નો - 8

પ્રતિશોધ ભાગ ૮

જેમ જેમ સમય વીતતો જતો હતો તેમ તેમ ચાર્મી નો ગુસ્સો વધી રહ્યો હતો . ટેબલ ઉપર મૂકેલું છાપુ ચાર્મી એ ફાડી  નાખ્યુ એના ચહેરા ઉપર દેખાતો  ગુસ્સો જોઈ સેવક ગભરાયો એ પંડિતજીને કહેવા જવા માંગતો હતો પણ પંડિતજીની આજ્ઞા હતી કે છોકરીને એકલી ના મુકવી .

" બેન તમારા માટે પાણી લાવું ?" સેવક ગભરાતા બોલ્યો .

" ઓલા લોકો મંદિરમાંથી હજી આવ્યા કેમ નહીં ? એમને બોલ જલ્દી  આવે નહીં  તો હું  એકલી ચાલી " ચાર્મી ઍ ગુસ્સામાં સેવકનું ગળું પકડી લીધું . 

બીજી તરફ ચાર્મી  ને મંદિરમાં લાવવાની વાત પંડિતજીએ કરી ને ચારે મિત્રો એકબીજા તરફ જોઈ રહ્યા .

" ચાર્મી પોતાની મરજી થી મંદિરમાં આવશે નહીં . શું આપણે એને જબરદસ્તી મંદિરમાં લાવશું ?" રોમીલે  પૂછ્યું .

" મારી વાત સમજો અત્યારે ચાર્મી ના શરીર માં જે આત્મા છે એ ચાર્મી ની આત્મા પર હામી થઇ રહી છે જો આપણે જબરજસ્તી કરીશું તો એ કદાચ ચાર્મી ના શરીરને નુકસાન પહોંચાડી શકે અને આત્મા પૂરી રીતે ચાર્મી પર હામી થઇ જશે અને આપણું કામ મુશ્કેલ થઈ જશે પણ જો ચાર્મી  પોતાની ઈચ્છા શક્તિથી મંદિરમાં આવે તો આત્મા ની શક્તિ ઘટશે અને મંદિરમાં ઓછી શક્તિ સાથે ની આત્મા ને જુકવુ પડશે ને આપણી વાત સાંભળવી પડશે " પંડિતજી ની વાત બધાએ સમજવાનો પ્રયત્ન કર્યો પણ પૂરી રીતે સમજી શકયા નહીં .

" પંડિતજી ચાર્મી ની ઇચ્છાશક્તિ જો કામ કરતી હોય તો એ અત્યારે જ મંદિરમાં આવી જાય તમે શું કેહવા મોગો છો અમે સમજી નથી શકતા " નિષ્કા મૂંઝવણમાં હતી .

" આપણે આત્માને નહીં ચાર્મી ને મંદિરમાં આવવા મજબૂર કરવી પડશે આ લડાઇ જીતવા ચાર્મી નો સાથ જોઈશે. આપણે એવું કંઈ કરવું પડશે કે ચાર્મી ને મંદિરમાં આવું જ પડે . અચ્છા મને કહો ચાર્મી સૌથી વધુ પ્રેમ કોને કરે છે કે એના માટે પોતાનો જીવ પણ આપી શકે ? " પંડિતજી એ વધુ સમજાવવા પ્રયત્ન કર્યો .

" એના મમ્મી પપ્પા આ દુનિયામાં એના માટે એમના થી વધારે મહત્વનું કાંઈ નથી " વિકાસે જવાબ આપ્યો અને આ જવાબ સાથે જ બધા જ મિત્રો ને ચાર્મી ના મમ્મી પપ્પા ની યાદ આવી આ બધી ચિંતામાં એ લોકો ચાર્મી ના મમ્મી પપ્પાને ભૂલી ગયા હતા .

" ઓ માય ગોડ એના મમ્મી પપ્પા તો ચાર ધામ જાત્રાએ ગયા છે અને એની મમ્મી તો હાર્ટ પેશન્ટ છે આપણે એમને કેવી રીતે જણાવશું ? શું કહેશું એમને ? એમની એકની એક લાડકી દીકરી ને મારા ભરોસે મૂકી ગયા છે " નિષ્કાની આંખો ભીની થઈ ગઈ .

"જો એની મમ્મીની તબિયત સારી ન હોય તો અત્યારે એમને જણાવું બરાબર નથી ને ચારધામથી આજે ને આજે અહીં પોહચવું શક્ય નથી .આપણે બીજો કોઈ રસ્તો શોધવો પડશે " પંડિતજી ઊંડો શ્વાસ લેતા બોલ્યા .

બીજી તરફ મહા મુસીબતે સેવકે પોતાનું ગળુ ચાર્મી થી છોડાવ્યું " બેન હું એ લોકોને હમણાં જ બોલાવીને આવું છું " એટલું બોલી સેવક મંદિર તરફ દોડ્યો .

" પંડિતજી તમે જલ્દી ચાલો નહીતો એ બેન જતા રેહશે એમનું વર્તન અજીબ છે મારુ ગળુ દબાવી રહ્યા હતા " સેવક મંદિરમાં દાખલ થતા હાંફતા હાંફતા બોલ્યો . 

સેવક ની વાત સાંભળતા જ બધા જ ઉભા થઈ ઓફીસ તરફ દોડ્યા ને ઓફીસ નુ દશ્ય જોઈ બધાની આંખો પોહડી થઈ ગઈ .

ક્રમશઃ
વાચકમિત્રો મનોરંજન  માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા   મનોરંજન માટે લખાયેલી   છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં . 
ધન્યવાદ 
પંકજ ભરત ભટ્ટ .Rate & Review

Dixita Patel

Dixita Patel 2 months ago

Vipul Petigara

Vipul Petigara 2 months ago

Vijay

Vijay 3 months ago

Nayana Nakrani

Nayana Nakrani 3 months ago

Minaz Shaikh

Minaz Shaikh 3 months ago