separation books and stories free download online pdf in Gujarati

વિરહ



"અરે પણ યાર કેમ તારે આમ દૂર જવું છે મારાથી?!" સુરભી બોલી.

"બસ એમ જ! કેમ કે હું તને લવ નથી કરતો હવે!" મલયે કહ્યું.

"જો આવું ના બોલ તું પ્લીઝ, હું યાર બરબાદ થઈ જઈશ!" સુરભીએ સચ્ચાઈ કહી.

"સારું... દૂર જ જવું છે ને થઈ જા દૂર... પણ બસ એક વાર મને કારણ તો કહી દે!" સુરભીએ આંસુ રોકતા કહ્યું.

"કેમ કે મારી લાઇફમાં... મારી લાઇફમાં બીજી કોઈ છે!" મલયે કહ્યું તો સુરભીના પગ નીચેથી જાણે કે જમીન જ સરકી ગઈ!

"વૉટ?!" એના મોંમાંથી નીકળી ગયું.

"સારું... તો શું નામ છે એ ખુશનસીબ છોકરીનું?!" બનાવટી હસતાં સુરભી બોલી.

"સરોજ!" જાણે કે કહેવાની તૈયારીમાં જ ના આવ્યો હોય એમ મલયે કહી દીધું!

"સારું!" સુરભીએ ખાલી જ ખુશ થવાનો દેખાવો કર્યો.

"તું ભલે મને ભૂલી જા... પણ યાર હું તો તને નહિ ભૂલી શકું ને! હું તો નહિ જ જીવી શકું!" સુરભી બોલી અને એના ઘર તરફ દોટ મૂકી દીધી. એણે રડતા જોઈ મલય બસ રડી જ પડ્યો.

મલયને હજી પણ યાદ છે. ઠીક બે વર્ષ પહેલાં એ અહીં એની નાનીના ઘરે રહેવા આવ્યો હતો. ત્યારે જ એની મુલાકાત સુરભી સાથે થઈ હતી!

જ્યારે બધી છોકરીઓ ભોળા એવા મલયની મજાક ઉડાવી રહી હતી ત્યારે સુરભીએ જ એના બચાવમાં પક્ષ લીધો હતો. એ પછી તો બંનેની ખૂબ જ ગાઢ દોસ્તી જ થઈ ગઈ હતી.

બપોરે જ્યારે બધા ઊંઘી જતાં ત્યારે પણ બંને આ જ ધાબે આવીને ખૂબ વાતો કરતા. ધાબુ બાજુવાળા મકાનથી બિલકુલ અડીને જ હતું. એ મકાન સુરભીના પરિવારનું જ હતું!

બંનેના ધાબાની વચ્ચે પરધી ઉપર બંને બેસતા. સુરભીના ખોળામાં મલયનું માથું રહેતું! બસ પછી તો એમને જોઈએ પણ શું?! બંને લાંબા સમય સુધી ખૂબ બધી વાતો કરતા. બંને ખૂબ જ ઓછા સમયમાં એકમેકની બહુ જ નજીક આવી ગયા હતા!

પણ એક દિવસે મલયે એના પોતાના ઘરે જવું જ પડ્યું હતું. એ દિવસે તો ધાબા ઉપર મલયના ખોળામાં માથું રાખીને સુરભી ખૂબ જ રડી હતી. મલયને ત્યારે સમજાય ગયું હતું કે સુરભી ખરેખર એણે બહુ જ પ્યાર કરે છે! વાસ્તવમાં તો મલય પણ તો સુરભીને છોડવા બિલકુલ નહોતો માંગતો! એની આંખોમાં પણ આંસુઓ રોકાતા નહોતા!

જ્યારથી મલય એના ઘરે હતો, બંનેની કૉલ ઉપર બહુ લાંબા સમય સુધી વાતો થતી! સુરભી ઘણી વાર ફોન લઈને ધાબે આવી જતી તો વિડિયો કૉલમાં ધાબાને જોતા મલય રડી જતો!

બધું યાદ કરતા અને સાથે જ રડતા રડતા જ પાસેની દિવાલ કૂદી મલય ફટાફટ નીચે... સુરભીના ઘરે ગયો. સુરભી બેડ ઉપર તકિયાને ગળે લગાવીને રડી રહી હતી. ત્યારે એના બેડ રૂમમાં કોઈ નહોતું.

"સુરુ! આઈ એમ સો સોરી! જો જે મરી જવાના હોય ને એની સાથે વાત કરી લેવાની!" મલયે પ્યારથી એના માથે હાથ ફેરવતા કહ્યું તો સુરભી સફાળી બેઠી થઈ ગઈ.

"જો એવું ના બોલને તું પ્લીઝ! તું તારી સાથે ખુશ રહેજે! મરવાની તો હું છું!" સુરભી રડતી આંખે બોલી રહી હતી!

"જો, હું તને કૉલ કરું છું ને એ બધું મારી મોટી બહેનને ખબર પડી ગઈ! યાર હું તારાથી દૂર કેવી રીતે રહી શકું!?" મલયે સચ્ચાઈ જણાવી!

"મારી મમ્મીએ તો મને એમ કહ્યું કે તું ચિંતા ના કર... મલય સારો છોકરો છે, એની સાથે તો હું જ તારા લગ્ન કરાવીશ!" સુરભી બોલી અને મલયને વળગી જ પડી.

"પણ તું તો તારી સરોજને લવ કરું છું ને?!" સુરભીએ એનાથી દૂર જતા કહ્યું. "જા એની સાથે જ કર વાત!" સુરભીએ ઉમેર્યું.

"અરે બાપા... મારે તો બસ તારાથી દૂર જવું હતું! હું નહોતો ચાહતો કે તું મારી પાછળ આમ પાગલ થા... કેમ કે મને લાગ્યું કે આપનું લગ્ન નહિ થાય!" મલયે સ્પષ્ટતા કરી.

"અરે પાગલ! આઈ જસ્ટ લવ યુ!" સુરભીએ હવે ફરી મલયને વળગી લીધું હતું!