Dasta a Bulding - 17 - 18 books and stories free download online pdf in Gujarati

દાસ્તાને બી બિલ્ડિંગ - 17 અને 18

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 17

આગળ ભાગમાં જોયું કે વિદ્યા જનકને લાઈબ્રેરીમાથી બુક લઈને જતાં જોયું છે. હવે આગળ

જનક પોતાના ઘરે આવે છે. પોતાના રુમમાં મોટા ટેબલ પર બુક મુકે છે. એ બુક નું નામ પારસમણિ હતું. જનક એ બુક વાંચે છે.
અરે આ બુકમાં પારસમણિ કયાં છે ત્યાં લખ્યું છે
આટલી મોટી બુક
બુકનાં કયાં પાનાં ઉપર લખ્યું હશે?
કયાં છે પારસમણિ?
જનક પોતાના રુમમાં વિચાર કરે છે. થોડાં પાના વાંચી જનક ઊંધી જાય છે.

🌻🌻🌻🌻🌻🌻🌻

વિદ્યા વિચારે કોઈ સવાલ નો જવાબ મળતો ન હતો. હું ફરી બોદ્ધ મઠ જવી આવું નકકી કંઈ મળશે ત્યાં પણ હા જીયાને પણ લઈ જવી પડશે ને તો મમ્મી ફરી સવાલ કરતાં કરશે. સવારે ઊઠીને વિદ્યા બોદ્ધ મઠ જવાનું વિચારે છે.

સવારે સોમ સરસ્વતી સોસાયટી નવા પ્રવેશ ઉત્સવ માટે સોસાયટીની ઓફિસે જાય છે. પાંચ દિવસ બાકી હતાં આ પ્રવેશ ઉત્સવમાં સોમ વિચારે છે કે આ સમયે કઈ રીતે બધું આયોજન કરવું પણ વિચારે છે કે સોસાયટી પ્રવેશ ઉત્સવ તો સાંજે છે વાગે ચાલુ થશે અને પુનમનો ચાંદ તો આખી રાત છે સાંજે જેવી પાર્ટીમાંથી 8 વાગે આસપાસ તક મળશે ત્યારે પારસમણિ બહાર કાઢીશ પણ બધું સાવચેતીથી કરવું પડશે. સોમ વિચારે થોડી પર પછી સોસાયટી ના કામમાં ધ્યાન આપે છે.

" મમ્મી હું નીકળું છું "

" કયાં? "

" જીયા નો ફોન આવ્યો હતો કે મારા સાથે બહાર આવનું છે એને કંઈ કામ છે "

" ઓકે
જલ્દી આવજે "

" બાય મમ્મી "

" બાય "

વિદ્યા જીયાને લઈ એકટિવા લઈ નીકળી પડે છે. જીયા પણ વિદ્યાને સવાલ પૂછતી હતી કયાં જઈ છે? પણ વિદ્યા કંઈ જવાબ આપતી ન હતી. પણ આગળ જતાં રામ ચોક પર તેની એકટિવા ખરાબ થઇ જાય છે. વિદ્યા ધણાં પ્રયત્ન કરે છે પણ એકટિવા ચાલુ થતી ન હતી પણ હાશકારો બંનેને એ હતો કે રામ ચોક આગળ એક ગેરેજવાળો હતો. પણ ગેરેજભાઈ કહી દીધું કે બે કલાક થઈ જશે. જીયા તો વિદ્યા પર ખુબ ગુસ્સા પર હતી કેમકે એક તો કહ્યા વગર લઈ આવી અને હવે આ એકટિવા પણ વિદ્યા તો બોદ્ધ મઠ જવું હતું એ હવે કંઈ રીતે જવું તે જ વિચારતી હતી. પણ સરસ્વતી એજ રસ્તા પરથી જતી હતી એટલે એ બંનેને રામ ચોક પર જોઈને પોતાની કાર ઊભી રાખે છે. સરસ્વતી પોતાની કાર સાઈટ પર કરીને બહાર નીકળે છે. જીયા અને વિદ્યા હોય તે તરફ જાય છે.

" હાય તમે બંને અહીં "(સરસ્વતી)

" હાય " વિદ્યાએ કહયું
" અમારી એકટિવા ખરાબ થઇ ગઈ છે " જીયાએ કહયું

"ઓહો "(સરસ્વતી)

" હા
સારું કે ગેરેજ અહીં જ હતું " જીયાએ કહયું

"હા
તમારે કશે જવું હોય તો હું તમને ડ્રોપ કરી દેમ " (સરસ્વતી)

" હા
પણ જવાનું છે કયાં "(જીયા) (આમ બોલીને વિદ્યા તરફ પ્રશ્ર્નાર્થ ભાવથી જોય છે. કેમકે એને તો ખબર જ ન હતું કયાં જવું પણ અને લાગ્યું તો ખરું આ નક્કી બોદ્ધ મઠ જવાની હશે એવું અનુમાન એને રામ ચોક આવીને લાગ્યું
હવે જોઈએ વિદ્યા શું કહે
જીયા મનમાં વિચારે છે.)

" ના
થાક યુ
એકટિવા રીપેર થઈ જશે "(વિદ્યા)

" શું ના ?
રિપેર થતાં બે કલાક થશે " (જીયા)

" બે કલાક
ત્યાં સુધી તમે અહીં જ રહેશો? "(સરસ્વતી)

" ના
મારે નથી રાહ જોવી "(જીયા)

" પણ સરસ્વતીને કંઈ કામ હશે "(વિદ્યા )

" ના
હું તો બસ ફરવા નીકળી છું "(સરસ્વતી)

" હવે તો વિદ્યા....... "(જીયા)

" ઑકે
સારું "(વિદ્યા)

" કયાં જવાનું છે તમારે? "(સરસ્વતી)

"(રસ્તો બતાવતાં) બોદ્ધ મઠ તરફ"(વિદ્યા)

" તે બાજુ સારું વાતાવરણ છે
પ્રકૃતિથી ઘેરાયેલી જગ્યા છે "(સરસ્વતી)

"હા(મને ખબર જ હતી આ બોદ્ધ જવાની હશે પણ કેમ?) "(જીયા)

" ઑકે તો નીકળ્યે "(સરસ્વતી)

" હા "(જીયા અને વિદ્યા)

સરસ્વતી કાર ચાલુ કરે છે. આગળની સીટ પર વિદ્યા અને પાછળ જીયા બેસેલી હતી.

🌻🌻🌻🌻🌻🌻🌻

સવારે બુક જોતાં જોતાં જનકનાં હાથમાં નકશો લાગી જાય છે. એ નકશો બીજો કોઈ નહીં પણ બી બિલ્ડિંગ તરફની નીચેની ગુફા તરફનો હતો. જનક એ નકશાને ધ્યાનથી જોય છે પણ થોડી વાર એ નકશા જોતાં એને કંઈ ખબર પડતી ન હતી. એટલે એ નકશો મુકી બુક બંધ કરી દે છે.
એ નકશો બી બિલ્ડિંગનો હતો.

વિદ્યાને બોદ્ધ મઠ જઈને શું જાણવા મળશે?


જનક પારસમણિ વિશે શું જાણે છે?


રહસ્ય જાણવા માટે વાંચતા રહો બી બિલ્ડિંગનો આગળનો ભાગ


દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 18

આગળના ભાગમાં જોયું કે સરસ્વતી વિદ્યા અને જીયાને બોદ્ધ મઠ પર ડ્રોપ કરવા જતી હતી. હવે આગળ

થોડી વાર પછી બોદ્ધ મઠ આવી જાય છે. વિદ્યાના મનમાં વિચાર ફરી રહયો હતો કે જીયા અને સરસ્વતી બોદ્ધ મઠમાં આવ્યા તો બંને ને બધું ખબર પડી જશે. હવે કંઈ તો કરવું પડશે ને તો કંઈ પુછયા વગર જ અહીંથી નીકળી જવું પડશે. વિદ્યા ને પણ કંઈ રીતે બોદ્ધ મઠમાં આવતાં અટકાવું તે ખબર પડતી ન હતી. ત્રણેય જણાં કારમાંથી ઉતરી જાય છે.

" હું બોદ્ધ મઠમાં નથી આવતી તમે જઈ આવો" સરસ્વતીએ કહયું કેમકે એનાથી તો મઠની અંદર આવી જ ન શકાતું હતું કેમકે એ બોદ્ધ મઠની અંદર આવે તો સરસ્વતી કોણ છે એ ખબર પડી જાય એટલે સરસ્વતી પોતે જ ના પાડે છે. સરસ્વતી નહીં આવાથી વિદ્યા ને એક ચિંતા ઓછી થાય છે.

" પણ તેમની "(જીયા)

" બસ એમજ
મારે આ રમણીય પ્રકૃતિ ને નિહાળું અને મારે ફોટા પણ પડવાનાં છે" (સરસ્વતી)

" અરે હા ફોટા તો મારે પડવાનાં છે "(જીયા)

" તમે લોકો નથી આપવાના "(વિદ્યા)

" ના
હું પણ સરસ્વતી સાથે અહીં જ છું
તું જઈ આવ "(જીયા)

" ઑકે "(વિદ્યા)

જીયા અને સરસ્વતી નથી આવતાં વિદ્યા ખાલી એકલી જ બોદ્ધ મઠ જાય છે.

બોદ્ધ મુર્તિ ને વિદ્યા નમન કરે છે.
" નમસ્તે " વિદ્યા બોદ્ધ સાધુ આનંદ ને જોઈને બોલે છે.

" શું સવાલ નાં જવાબ મળ્યા
કે પછી "

" ના "

" શું જાણવા આવી છે? "

" બી બિલ્ડિંગ નીચે એક ગુફા છે....... "વિદ્યા સવિસ્તાર બી બિલ્ડિંગની ગુફાની વાત કહે છે.

" તું તારા પુનર્જન્મની ખુબ નજીક છે"

" પણ આ બધું શું છે? "

" મા કાળિકા ના દર્શન જ તને પુનર્જન્મ વિશે જણાવશે "

" શું હું કહી સમજી ન શકી"

" તારી મિત્ર અત્યારે તારી સાથે આવી છે તે તને મદદ કરશે "(બૌદ્ધ સાધુ જીયા વિશે નહીં પણ સરસ્વતીની વાત કરે છે પણ વિદ્યા સમજી શકતી ન હતી કે બૌદ્ધ સાધુ શું કહેવા માગે છે.)

" કોણ જીયા"

" તું સમજી જશે" બૌદ્ધ સાધુએ હસતાં કહ્યું

" પણ તમે સરખું જણાવો તો ખરું "

" બસ તારી કિસ્મત તને ત્યાં લઈ જશે જ્યાં ત્યારે જવાનું છે "

" પણ કયાં?
અને આ બી બિલ્ડિંગ ની ગુફા, દરિયો આ બધું શું કોઈ આનાં વિશે જાણે છે"

" એ તને સમય આવતાં ખબર પડશે "

" નમસ્તે " વિદ્યા બૌદ્ધ સાધુને પ્રણામ કરની ને નીકળે છે. બૌદ્ધ સાધુએ શું કહેવા માગતાં હતા તેની વિદ્યાને કંઈ ખબર પડી ન હતી. સરસ્વતી, વિદ્યા, જીયા ત્રણેય જણાને સોસાયટી તરફ જવા નીકળી પડે છે.

🌻🌻🌻🌻🌻🌻🌻

જનક બુક ને લાઈબ્રેરીમાં મુકવા જાય છે. લાઈબ્રેરીમાંથી નીકળતા એ સોમ અંકલ સાગર સાથે ફોન ફરવાત કરી રહયાં હતાં તે એણે સાંભળી.

" હા પણ બી બિલ્ડિંગની ગુફાનો નકશો મળતો નથી "

" કદાચ તમે ઓફિસમાં કે ઘરે મુકી દીધો હશે "

" હા હું એક વાર ચેક કરી લેમ
પછી કોલ કરું"

" હા "

" ઑકે "
સોમ અંકલ ફોન કટ કરે છે.

જનક વિચારે છે કે કદાચ આ પારસમણિમાં બુક છે તે જ નકશાની તો વાત નથી કરતા ને? મારે સૌથી પહેલાં પારસમણિ પર પહોંચવું છે જનક ફટાફટ લાઈબ્રેરી જઈને બુક લઈને ચુપચાપ ઘરે જતો રહે છે.

🌻🌻🌻🌻🌻🌻🌻

પારસમણિ નું શું રહસ્ય છે?

પુનર્જન્મ શું રહસ્ય છે?

સરસ્વતી કોણ છે?

રહસ્ય જાણવા માટે વાંચતા રહો દાસ્તાને બી બિલ્ડિંગનો આગળનો ભાગ