Dasta a Bulding - 23 books and stories free download online pdf in Gujarati

દાસ્તાને બી બિલ્ડિંગ - 23

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 23

આગળનાં ભાગમાં જોયું કે સોમ 100 વર્ષ પહેલાંની વાત સાગરને જણાવે છે. વિદ્યા પણ એ લોકોની વાત સંતાઈને સાંભળે છે. હવે આગળ

સોસાયટીની જન્મ દિવસમાં બધાં લોકો લાગી જાય છે. હવે એક જ દિવસ એટલે કાલે જ સરસ્વતી સોસાયટી નો જન્મ દિવસ હોય છે. પણ આજે વિદ્યા પોતાનો પુનર્જન્મ વિશે જાણી જશે. સવારે સોસાયટીમાં મંડપવાળા આવી જાય છે. એ લોકો મંડપ લગવાનુ કામ શરૂ કરી દે છે. સવારના નવ વાગી ગયાં હતાં. જનક ને પારસમણિ જોઈતી હતી તો, સોમ અને સાગરને પરંપરા મુજબ પારસમણિ બહાર કાઢવાની હતી અને આ બંને વિશે જાણતી વિદ્યા ને હજુ એનાં પુનર્જન્મ વિશે ખબર ન હતી. આગળનાં પુનર્જન્મમાં શારદા જ વિદ્યા હતી. સોમ સોસાયટીની તેની તૈયારી માટે બહાર નીકળે છે. વિદ્યા સોસાયટીમાં નીચે આવી કાલની તૈયારી જોઈ રહી હતી. વિદ્યા સોસાયટીમાં આમ તેમ આટાં મારે છે. અચાનક એને બૌદ્ધ મઠ આનંદ સાધુનું વાત યાદ આવે છે.
(વિદ્યા ને મઠનો સંવાદ યાદ આવે છે.

" તું તારા પુનર્જન્મની ખુબ નજીક છે"

" પણ આ બધું શું છે? "

" મા કાળિકા ના દર્શન જ તને પુનર્જન્મ વિશે જણાવશે "

" શું હું કહી સમજી ન શકી")

વિદ્યા વિચારે છે કે હું કોઈ વાર તો કાળિકા માતાના મંદિરે ગઈ નથી. ત્યાં જઈને મને કદાચ મારાં પુનર્જન્મ વિશે ખબર પડી શકે આનંદ સાધુએ પણ આ તરફ જ કદાચ ઈશારો કર્યો હશે. વિદ્યા બપોરે બી બિલ્ડિંગની ગુફામાં જવા નીકળે છે કારણ કે બપોરે વધારે ચહલપહલ હોતી નથી. વિદ્યા બી બિલ્ડિંગની ગુફામાં જાય છે. ફટાફટ એ મા કાળિકાના મંદિરમાં આવે છે. મંદિર પાંચેક પગથિયાં પાર કરી એ મા કાળિકાના મંદિરમાં પ્રવેશ કરે છે. એમ તો મંદિર નાનું જ હતું. બે બાજુ કાણા વાળી ફુલ વાળી ડિઝાઇન હતી. નાનો એવો બે અને તેનાથી મોટો વચ્ચે એક ધંટ હતો જે પવનોની લેહરોથી જાતે જ અથડાતા ધ્વનિ ઉત્પન્ન કરતાં હતા. મા કાળિકાની કાળા કલરની નાની મુર્તિ હતી. મા કાળિકાના રૌદ્ર સ્વરૂપને જોતાં કોઈને પણ ડર તો લાગી જાય એ તો સ્વભાવિક હતું. વિદ્યા મંદિરમાં પ્રવેશી મા કાળિકાને નમન કરે છે. જેવી આંખો બંધ કરે છે નમન કરવા માટે તેને પોતાનો પુનર્જન્મ યાદ આવી જાય છે. એને ખબર પડી જાય છે કે પોતે આગળનાં જન્મ શારદા હતી એને પોતાનો ભુતકાળ દેખાય જાય છે અને અત્યારે જે સોસાયટીમાં સરસ્વતી હતી તે જ એની બહેન સરસ્વતી હતી. 100 વર્ષ પહેલાં શું થયેલું તેની ઘટના તેનાં આગળ તરી આવે છે. જયદીપ, સરસ્વતી, પારસમણિ, પરિમલ બધું જ તેને યાદ આવે છે. વિદ્યા થોડો સમય મંદિરમાં જ બેસી રહે છે.

🌻🌻🌻🌻🌻🌻🌻

પણ આ બાજુ સોસાયટીમાં અલગ જ ઘટના બને છે. જનક કંઈ પોતાના બી બિલ્ડિંગ ધાબા પર સોસાયટી તૈયારી ઊપરથી જોઈ રહયો હતો ત્યારે અચાનક જ તેને કોઈ પાછળથી ધક્કો મારે છે. પણ જનક ધાબા પર બંને હાથ પકડી રાખે છે પણ જેવો હાથ છેડો તેવો નીચે બપોરનો સમય હતો એટલે કોઈ હતું એટલે એટલી ચહલપહલ પણ ન હતી.
" બચાવો બચાવો"જનક બુમ પાડે છે. બધા સોસાયટીવાળા બહાર નીકળીને જોય છે તે જનક ઉપર ધાબા પર હતો. પરિસ્થિતિ સમજી બધા ઉપર આવે છે. સરસ્વતી પણ નીચે જ ઊભી રહે છે. જનક નો હાથ છુટી જાય છે પણ સરસ્વતી પોતાની શકિતથી એને ફરી હાથ ધાબા પર આવી જાય છે. બધા ધાબા પર આવી જનકને ઉપર ખેંચે લે છે. જનક મમ્મી પપ્પા પણ આવી જાય છે. સવાલ એ હતો કે આખરે જનકને ઉપરથી થકકો માર્યો કોને? પણ જનકનાં હાથમાં ધકકા મારી રહેલાં વ્યક્તિનું લોકેટ આવી જાય છે. એ લોકેટ પીળા કલરનું હતું આગળ સુર્ય નું ચિહ્ન અને પાછળ સુર્ય દેવ લખેલું હતું. આ લોકેટ સાગરનું હતું પણ સાગર અને વિદ્યા સિવાય બીજું કોઈ વ્યક્તિ આ લોકેટ વિશે જાણતું ન હતું.

વિદ્યા પણ સોસાયટીમાં આવી જાય છે જયારે આ ઘટના બની હતી ત્યારે વિદ્યા ન હતી એટલે એ જનકનાં ઘરે જાય છે. જનક કોઈ ને કીધું ન હતું કોઈ ધક્કો માર્યો પણ પોતાના મિત્ર મહેન્દ્ર, જનક, જિયા અને અત્યારે વિદ્યાને કહી દે છે અને પેલું લોકેટ પણ બતાવે છે. વિદ્યા ને લોકેટ જોતાં જ ખ્યાલ આવી જાય છે કે આ સાગરનું છે.
સાગર એટલે જનકને મારવા માગતો હતો કેમકે એને પારસમણિ વિશે ખબર પડી ગઈ હતી. જયારે જનક બી બિલ્ડિંગની ગુફામાં એ લોકોની પાછળ આવેલો ત્યારે જ ખબર પડી ગઈ હતી. વિદ્યા પણ આ લોકેટ કોનું છે તે કોઈને કહેતી ન હતી. ઘરે સાંજે પપ્પા આવતાં તેમને આજની ઘટના જણાવી.
" સારું કંઈ થયું નહીં "(સોમ)

" હા"

" ને તો કાલે ઉજવણી....... "

" હા પણ"

"શું? "

" હજુ એક વાત છે"

" કંઈ વાત? "

વિદ્યા લોકેટની વાત પપ્પાને કરે છે. સોમ અંકલ ને પણ ખબર ન પડી કે સાગરે આવું કેમ કર્યું કોઈ ને જાનથી મારવું. વિદ્યા ને આ લોકેટ કોનું છે તે કહેવાની ના પાડે છે અને આના વિશે હું સાગરને કાલે વાત કરીશ ત્યાં સુધી વિદ્યાને કોઈ પણ વાત કહેવાની એના પપ્પા ના પાડે છે. વિદ્યા આ બધાં તો એણે સરસ્વતીને મળવાનું રહી જ ગયું વિદ્યા વિચારે છે કે હું કાલે સરસ્વતી દીદીને મળીશ. એને આગળ સરસ્વતી દીદી સાથેનો સમય યાદ આવે છે. વિદ્યા ને સરસ્વતી નું મનપસંદ ગીત યાદ આવે છે. વિદ્યા તે ગીત ગાય છે.

"मुसकुरा के जीवन
छेडे प्यार की धुन
नए नए सपनें
आंखो मैं बुन

मुसकुरा के जीवन
छेडे प्यार की धुन
नए नए सपनें
आंखो मैं बुन

आषा की किरण केहती हम से
कसम से कसम से कसम से

बहारे चुरा लूमौसम से
कसम से कसम से कसम से

कसम से कसम से कसम से
कसम से कसम से कसम से "

આ ભાગમાં વિદ્યા પુનર્જન્મ શારદા યાદ આવી જાય છે. અને આ સરસ્વતી પુનર્જન્મમાં પોતાની બહેન છે તે ખબર પડે છે. પણ સરસ્વતી એક આત્મા છે તે હજુ સુધી કોઈને ખબર નથી.

કાલે શું થશે?

રહસ્ય જાણવા માટે વાંચતા રહો દાસ્તાને બી બિલ્ડિંગનો આગળનો ભાગ.......