Dasta a Bulding - 25 books and stories free download online pdf in Gujarati

દાસ્તાને બી બિલ્ડિંગ - 25

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 25


આગળનાં ભાગમાં જોયું કે સોમ, સાગર, જનક, સરસ્વતી, વિદ્યા બધાં એકપછી એક બી બિલ્ડિંગ તરફ જતાં રહે છે. બૌદ્ધ સાધુ આનંદ અને તેમનો શિષ્ય મેહુલ સોસાયટીમાં આવી જાય છે. જીયા બૌદ્ધ સાધુને મળવા જાય છે. તેની પાછળ નયન અને મહેન્દ્ર પણ જાય છે. હવે આગળ

સોમ અને સાગર મા કાળિકાનાં મંદિરમાં આવે છે. બંને જણાં મંદિરમાં જઈને મા કાળિકાને નમન કરે છે.
" પારસ કુળનો વંશજ હું સોમ પરંપરા મુજબ પારસમણિ બહાર કાઢુ છું "
સોમ વાકય બોલી પથ્થરને નમન કરે છે અને પથ્થર ખોલે છે. જનક પણ આવી જાય છે એ મંદિરમાં છુપાઇને બધું જોઈ રહયો હોય છે. સરસ્વતી અને વિદ્યા બી બિલ્ડિંગની ગુફા પાર કરતાં હોય છે.
" દાસ્તાને બી બિલ્ડિંગ
દાસ્તાને બી બિલ્ડિંગ " Background સંગીત વાગે છે.

સોમ પથ્થરને ચારે તુકડાને એક પછી ખોલે છે. પારસમણિ હીરા જેવા આકરી પણ તેનાથી મોટી હોય છે. એનો પરથી સફેદ કલરનો ખુબ પ્રકાશ આવે છે. સોમ પારસમણિને નમન કરીને હાથમાં લઈ લે છે. પારસમણિ હાથમાં જ આવતાં તેનો પ્રકાશ ઓછો થઈ જાય છે. 10:30 થઈ જાય છે. સોમ અને સાગર પારસમણિ લઈ મંદિરમાંથી બહાર નીકળે છે. સોમ પારસમણિ પુનમનાં ચાંદ સામે મુકે છે. પુનમનાં ચાંદનો પ્રકાશનું એક જ કિરણ પડતાં પારસમણિ ખુબ જ પ્રકાશિત થાય છે. વિદ્યા અને સરસ્વતી ગુફા પાર કરી દરિયા કિનારે આવે છે. પ્રકાશનાં કિરણો જોતાં સરસ્વતી બોલે છે.

" પારસમણિ બહાર આવી ગઈ "

" પપ્પા એ પારસમણિ બહાર પણ કાઢી લીધી કે"

" હા
આપણે જલ્દી જવું જોઈએ "

" પણ કેમ"

"કોઈ એવી ધટના ની બને કે....... "

" હા જાલો જલ્દી
સાગર અને જનક પણ ત્યાં જ છે. "

" હા "

વિદ્યા અને સરસ્વતી ફટાફટ ચાલે છે મા કાળિકાના મંદિર જવા માટે. જેવી સોમ પારસમણિ હવે પાછી મુકવા મંદિર જાય કે સાગર તેનાં હાથમાંથી પારસમણિ લઈ લે છે.

" શું થયું સાગર? પારસમણિ "

" શું? તમે અત્યારે પણ ન સમજ્યા "

સોમ આશ્વર્યથી સાગર તરફ જોય છે એને કંઈ સમજ પડી નહીં.

" હા....... હા....... "

સોમ મનમાં મારી સાથે પણ ફરી દગો કર્યો છે આ આપણાં સેનાપતિનાં વંશજોએ પણ હજુ તક છે કોઈ રીતે પારસમણિ લેવી પડશે.

" તમને શું લાગે
હું કોઈ બેવકૂફ છું કે તમારી મદદ કરું
ચમત્કારીક પારસમણિ છે કોઈ હીરો પૈસા નથી.
હવે હું મારા પરદાદાના ભાઈ પરિમણનો જીવત કરીશ"

" પરિમલ
(મનમાં એને જીવત કરશે તો જગતને જ વિનાશ કરી નાખશે)
હા....... હા....... "

" શું પાગલ થઈ ગયાં તમે
જો પારસમણિ મારી પાસે છે"

" ના
જયાં સુધી પરિમલનો માનવ દેહ ન હોય તો કંઈ રીતે જીવત કરશે"

" એની ચિંતા તમે ની કરો
તમારી અને આ જગતની ચિંતા કરો"

" કયાથી લાવશે પરિમલ....... "

" એને દેહને તો મારા પરદાદાએ બરફની અંદર સુરક્ષિત રાખ્યો છે જે મંદિરની થોડે જ આગળ પીપળાના વૃક્ષ નીચે છે. "

" આખરે તારા કપટી પરિમલ ની જેમ એનાં ભાઈ પણ કપટિ જ નીકળ્યાં "

"હા....... હા....... "
આ બંનેની વાત જનક સાંભળી રહ્યો હતો અને જેવો સાગર પાછળ ફર્યા પીપળાના વૃક્ષ તરફ જવા કે જનક તેના હાથ પરથી પારસમણિ લઈ ગુફા તરફ જવા લાગે છે. સાગર એને બુમ પાડીને રોકે છે પણ એ ઊભો રહેતો ન હતો. આખરે સાગર પોતાની પિસ્તોલ કાઢી જનક તરફ ગોળી છોડે છે. વિદ્યા અને સરસ્વતી થી સાગરની ટકકર થાય છે કેમકે જનક નું ઘડીક પાછળ તો ઘડીક આગળ થતું હતું. જનકનાં હાથમાંથી પારસમણિ પડી આગળ થોડે પારસમણિ પડે છે. સરસ્વતી ને અંદાજો આવતા એ સાગરની ગોળી રોકી દે છે. વિદ્યા ફટાફટ પારસમણિ ઉંચકી લે છે.
સોમ તો સાગરના દગાથી હજુ જાણ જ થઈ કે જનકનાં આ વર્તનથી ફરી મુંઝવણમાં મુકાય ગયા પણ તેમને કોઈ પણ રીતે પારસમણિ ફરી મુળ સ્થાને મુકવી હતી. સરસ્વતી અને વિદ્યાને જોતાં એને હવે કંઈ સમજ પડતી ન હતી પણ જે કંઈ પણ પારસમણિ પરંપરા મુજબ મુકવાની હતી. અને તેમાં પણ સરસ્વતીની જાદુઈ શક્તિ જોઈ વિદ્યા, સોમ અને જનકને પણ નવાઈ લાગી. સાગરને પહેલેથી અંદાજો તો આવી જ ગયો હતો એટલે એ બી બિલ્ડિંગ નો રસ્તો સોમ અંકલ દ્વારા બંધ કરાવતો હતો એટલે એમાં નવાઈ જેવું એને કશું લાગતું ન હતું પણ એને ફરી બાજી પોતાના હાથમાં લેવી હતી તેને એટલો તો અંદાજો આવી ગયો હતો કે સરસ્વતી એક આત્મા જ છે એને કોઈ રીતે રોકવી પડશે. સાગર જોય છે તો બધાં નું ધ્યાન અત્યારે જનક તરફ એટલે તે ફરી મંદિરમાં આવે છે. મંદિરમાં હજુ સોમ પણ ત્યાં જ હતો.

" ઓહો જનક"(વિદ્યા)

" વિદ્યા તું અહીં?
સરસ્વતી? "(જનક)

" હા કેમ નહીં
તું અહીં છે તો અમે લોકો પણ"(સરસ્વતી)

" કંઈ રીતે? "(જનક)

" અમને તારી બધી જ ખબર રાખ્યે છે"(વિદ્યા)

"લાલચુ"(સરસ્વતી)

"સૉરી"(જનક)

"પપ્પા ને કે સૉરી"(વિદ્યા)

જનક પાછળ ફરીને સૉરી બોલવા જતો હતો કે સાગર સોમનાં સર પર બંદુક તાકીને ઊભેલો હોય છે.

" પપ્પા "(વિદ્યા)

" હા....... હા....... "(સાગર હસે છે)

" મારા પપ્પાને છોડી દે"(વિદ્યા)

" તો પારસમણિ મને આપી દે"(સાગર)

" ના"(વિદ્યા)

" અમે પારસમણિ નહીં આપ્યે"(સરસ્વતી)

" તો તારા પપ્પા ગયા "(સાગર)

" ખબરદાર જો પપ્પાને કંઈ કર્યુ તો
સરસ્વતી દીદી તમે તમારી શક્તિથી એને....... "(વિદ્યા)

સરસ્વતી નકારમાં માથું હલાવે છે.

" એની શકિત અહીં કંઈ કામની લાગશે.
આ મંદિર છે"(સાગર)

" પણ કેમની ? "(વિદ્યા)

" કેમકે સરસ્વતી એક આત્મા છે"(સાગર)

વિદ્યા, સોમ અને જનક સરસ્વતી તરફ જોયું છે.

" હા હું આત્મા છું
વિદ્યા તારી જેમ મારો પુનર્જન્મ નથી થયો
હું દરિયાનાં મોજાંમાં જ સમાઈ ગઈ હતી"(સરસ્વતી)

" દીદી "(વિદ્યા)

" વિદ્યા જ શારદા છે
અને આ સરસ્વતી આત્મા "(સોમ)

" આ શું થઈ રહ્યું છે
આ લોકોની બધી વાતો સાચી છે"(જનક)

" તમારી વાતો પછી
વિદ્યા પારસમણિ આપી દે"(સાગર)

" સાગર આ શું કામ કરે છે"(વિદ્યા)

" મારે મારા પરદાદાના ભાઈ પરિમલને ફરી જીવત કરવો છે"(સાગર)

" બેટા પારસમણિ ની આપતી"(સોમ)

" હા વિદ્યા ની આપતી"(સરસ્વતી)

" તું પારસમણિ આપે છે કે તારાં પપ્પા જશે"(સાગર)

" ના હું નથી આપતી"(વિદ્યા)

સાગર સોમ અંકલનાં હાથમાં ગોળી મારે છે. સરસ્વતી પણ કંઈ કરી શકતી ન હતી કેમકે આ મંદિરમાં બની રહ્યું હતું.

" પપ્પા "(વિદ્યા)

" સોમ અંકલ"(સરસ્વતી )

" અંકલ"(જનક)

" બોલ વિદ્યા (સોમનાં બીજા હાથને નિશાન બનાવતાં) પારસમણિ આપે છે કે નથી. "(સાગર)

વિદ્યા પપ્પા બાજુ જોય છે પણ પપ્પા ના પાડે છે. પછી એ સરસ્વતી બાજુ જોય છે એ પણ ના પાડે છે. પણ વિદ્યા માટે પપ્પાનો જીવ વધારે વાહલો હતો. આગળી પણ એની ભુલતાં લઈ સરસ્વતી મૃત્યુ પામી હતી એને એ યાદ આવતાં એ મંદિર તરફ પારસમણિ આપવાં જાય છે.

" બેટા ના"(સોમ)

" વિદ્યા પારસમણિ ની આપતી"(સરસ્વતી)

" બેટા આપણે પારસમણિનાં રક્ષક છીયે"(સોમ)

" વિદ્યા "(સરસ્વતી)

વિદ્યા કોઈની પણ વાત સાંભળ્યા વગર પારસમણિ સાગરને આપે છે. સાગર પર પારસમણિ આવતાં તે તરત જ પારસમણિની શકિતથી ગાયબ થઈ જાય છે.

🌻🌻🌻🌻🌻🌻🌻

" કયાં છે સોમ"(આનંદ)

" પાર્ટીમાં તો નથી"(જીયા)

" વિદ્યા "(આનંદ)

" એ પણ નથી"(જીયા)

બૌદ્ધ સાધુ ધ્યાન લગાવે છે એને પારસમણિ બહાર આવી ગયો તેનો આભાસ થાય છે અને ત્યાં ધટના બની રહી હોય તેનાં સંકેત મળે છે.

" મેહુલ ચાલો મા કાળિકાના મંદિર "(આનંદ)

" હા"(મેહુલ)

" એક મિનિટ અહીં તો આજુબાજુ ખાલી એક જ મંદિર છે અને તે પણ રામજી ભગવાનનું તમે કયાં ચાલ્યા? અને
સોમ અને વિદ્યા? "(જીયા)

" અમે એ લોકોની મદદ માટે જ જઈ છે "(આનંદ)

" શું ? "(જીયા)

" તારી સમજમાં ન આવશે"(આનંદ)

" તમે સોમ અંકલ વિદ્યા પાસે જતાં હોય તો હું પણ આવીશ"(જ્યા)

" અમે પણ" (નયન અને મહેન્દ્ર)

" ગુરુ જી"(મેહુલ)

" કંઈ ની
આવા દો
ચાલો"( આનંદ)

બધા બી બિલ્ડિંગ તરફ જતાં રહે છે.

શું થશે હવે આગળ?

રહસ્ય જાણવા માટે વાંચતા રહો દાસ્તાને બી બિલ્ડિંગનો આગળનો ભાગ.......