Doctor's humanity ... books and stories free download online pdf in Gujarati

ડૉક્ટરની માનવતા...

ડોક્ટની માનવતા.....
🌹🙏🏿🌹
રમેશ તેની વાઈફને લઇ ને દવાખાને બતાવવા ગયો.ડોકટરે તપાસ કરી રિપોર્ટ કરાવીને કીધું કે ભાઈ!તમારે તમારી વાઈફને ડેન્ગ્યુ છે.દાખલ કરવાં પડશે.રમેશ બોલ્યો :સાયેબ કેટલા દિવસે હારું થશે? ડોકટરે કીધું કે ઓછામાં ઓછા પાંચ છ દિવસ તો લાગશે.
ગરીબીમાં જીવતો રમેશ અને તેને પાછાં પાંચ બાળક અને વૃદ્ધ પિતાને ઘરે મૂકીને માત્ર બતાવવાજ આવ્યો હતો.હવે શું કરવું તેની વિમાસણ અને આટલા દિવસના રૂપિયા ક્યાંથી લાવવા?નાના મોટાં દવાખાનામાં બતાવીને તેની વાઈફની હાલત વધારે બગાડી હતી.સાથે સાથે મજૂરી પર નભતું કુટુંબ અને ખાનગી પરંતુ સારા ડૉક્ટરને તેં બતાવવા આવ્યો હતો.સાથે તેની પાસે એવી કોઈ જાણકારી ન્હોતી કે મા વાત્ત્સલ્ય કાર્ડ થી ફ્રિ સારવાર થાય.આજ તેને એહસાશ થયો કે મેં એક દિવસ નો સમય લઇ ને આ બધાં કાર્ડ કઢાવી લીધાં હોત તો સારું.તે ડૉક્ટરની વાત પર ઘડીક શૂન્યમનસ્ક ચહેરે હોસ્પિટલ ના બાંકડે એકલો બેઠો વિચાર કરવા લાગ્યો કે પત્નીને આવી દશામાં ઘેર લઇ જઈશ તો વધુ ખરાબ હાલત થશે.માટે એ બધું વિચારવાની જગ્યાએ રમેશને વિચાર આવ્યો કે મારી પત્નીને દાખલ તો કરી દઉં! ડૉક્ટર ને વાત કરી.એક રૂમ સિંગલ બેડ નો તેને આપી દીધો.જરૂરી દવાની ચબરખી મુજબ દવા મંગાવી સારવાર ચાલુ કરી દીધી.તે પોતાની પત્નીને એકલો મુકી ક્યાં જાય? ઘેર નાના બાળકો એકલાં.ઘેર એક ભેંસ તેને દોહવાનું,ઘાસ ચારો નાખવાનો,રસોઈ બનાવવાની,તેનું પોતાનું એક નાનું ખેતર અને ત્યાં પણ હરાયાં ઢોર ચરી ના જાય તેની ચિંતા.સાથે એટલી સગવડ નહીં અને પાંચ બાળકોને ભણાવવાનો ખર્ચ સાથે સાંજે માંદે કમાનાર રમેશ પોતે.ખર્ચો પહોંચી વળે નહીં. મોંઘવારીમાં ઘરમાં બાળકોને સારું ભોજન કે કપડાં તો દૂર પરંતુ દરેક બાળક એક એક કપડે ભણવા જાય.પત્ની તો સાડી ફાટી જાય તો થીગડ થાગડ કરી વરસ ખેંચી લે.રમેશ પોતાને તો આખું વરસ ગંજી પહેરીને જીવવાનું હતું.
મા બાપે નાનપણમાં પરણાવ્યો તેથી ભણવામાં દુનિયાદારીની ખબર નહીં.નાનપણમાં વિવાહ કર્યો તેથી ફેમિલી પ્લાનિંગની ગતાગમ નહીં.નાની મોટી ગામડે સો દોઢસો થી વધુ મજૂરી મળે નહીં. ભેંસનું ચા પાણી પીવા પૂરતું રાખી બાકી નું દૂધ ડેરીએ ભરાવી આવે અને પંદર દિવસ પછી પગાર થી ઘર ખર્ચ ચાલે તેટલું કરિયાણું લઇ જેમ તેમ કરી રમેશ પોતાની જિંદગી જીવતો હતો.તેને મા હતી તે વરસો પહેલાં મૃત્યુ પામી હતી સાથે વૃદ્ધ પિતા પથારીવશ હતા.પત્ની આખો દિવસ ઘરકામ,ઢોર,વૃદ્ધ સસરાની સરભરામાં તેનું જીવન પણ ભૂલીને યંત્રવત્ત જીવતી હતી.કાયા તો માત્ર હાડકું હતું.પરણી આવી ત્યારે જે સ્વપ્નાં સેવેલાં તેનાથી જીવન વિપરીત હતું.
હોસ્પિટલમાં પત્નીની પથારી પર બેઠેલા રમેશ નું ચિત્ત વિચારમાં ખોવાયેલું હતું.ત્યાં ડૉક્ટર ની વિઝીટ આવી.તેમના આસીસ્ટન્ટ સાથે સૂચના આપી કે આ બેનનો યુરિન,બ્લડનો રિપોર્ટ કરાવવો પડશે.રમેશ ના મોઢા પર આ ખર્ચ હું ક્યાંથી લાવીશ? સાથે ઉપરાઉપરી ઘરનાં આઠ જણનો ખર્ચ સાથે વૃદ્ધ પિતાનો દરરોજનો દવાનો ખર્ચ આ બધું વિચરતો રમેશ... મગજથી ઢીલો થતો જતો હતો.ડૉક્ટરની ચબરખી મા જણાવ્યા મુજબની દવાની થેલી લઇ આવી કમ્પાઉન્ડરેં સારવાર ચાલુ કરી.ગ્લુકોઝના બાટલામાંથી પડતા ટીપે પોતાની આંખમાં ટપકાંતાં આંસુ ઘણાં ખાળવા જાય ત્યાં પોતાનાં ખભે વિંટાળેલું ફાટલ તૂટલ ખેંસીયા વડે લુછતો હિંમત રાખી પત્નીના મૂખ સામે વારેવારે જોયા કરે.પત્ની ઘેનમાં હતી તેથી રમેશના ચહેરા પર શું વીતે છે,તેને જોનાર એ રૂમમાં કોઈ ન્હોતું.હાથમાં મોબાઈલ પણ નહીં. કોને કૉલ કરી મદદે બોલાવે?
પત્નીની તબિયત વધુ ખરાબ થતી હતી.બીજી બાજુ ગામડે કોઈ પાડોશીને પણ ખબર નહીં કે ક્યાં દવાખાને રમેશ તેની પત્નીને એડમિટ કરી છે!
. રમેશનાં ઘર પાડોશીને મોડે જાણ થતાં નાનાં બાળકો માટે અને વૃદ્ધ પિતા માટે ખીચડી બનાવી બાળકોને જમાડી શહેરના દવાખાને ગયેલાં હમણાં આવશે તેની વાટ જોવામાં બાળકો અને પાડોશી આખી રાત જાગતા રહ્યાં પરંતુ રમેશના કે તેની પત્નીના કોઈજ સમાચાર ના મળ્યા.પાડોશીઓ એક એક સાથે બધાં એકત્ર થવાં લાગ્યાં કે રમેશના કોઈ સમાચાર નથી. બાળકો એકલાં છે.અને રમેશ તેની પત્નીને ક્યાં લઇને ગયો છે તેની કોઈ ખબર નથી.
કોઈ બોલ્યું કે જે કાયમ જાય છે તે દવાખાને તપાસ કરો.ત્યાં નહિતો સરકારી દવાખાને.આમ ને આમ બીજા દિવસના બપોર થઇ ગયા હતા.રમેશે પોતાનાં બાળકો,વૃદ્ધ પિતા ને ભગવાન ભરોંસે મુકી તે પત્નીને લઇ ને આવ્યો હતો.
બીજી બાજુ રમેશ! મનોમન ભગવાનને પ્રાર્થના કરતો હતો. કેમકે તેને પત્નીનો મોટો સહારો હતો. આખી રાત જાગી રહ્યો તેણે તો પાણી સુદ્ધા પીધું ન્હોતું.મારી પત્નીને જલ્દી સારું થઇ જાય તો હું ઘેર લઇ સારવાર કરાવું.બીજા દિવસે તે જ દવાખાને તેના ગામના ભાઈ મળ્યા.બધી આપવીતી કહી.ગામડે કોઈ તેની મદદે ભાઈ આવે તેવી ભલામણ કરી.રાબેતા મુજબ તેના ઘરનાને સમાચાર મળ્યા બધાએ રાહતનો દમ લીધો.ખાસ કરીને નાનાં બાળકોને જીવમાં જીવ આવ્યો કે મારી મમ્મી ને સારવાર ચાલુ છે.તબિયત સારી છે. પુરા સાત દિવસ બાદ રજા મળી.ડૉક્ટરનું બીલ આવ્યું રૂમભાડું,વિઝીટ ફી ગણી ને પચાસ હજાર... રમેશ આ બીલ ભરવા અશક્તિમાન હતો.તેણે ડૉક્ટરને કીધું સાયેબ! થોડું સમજી ને કહો.આટલા રૂપિયા મારી પાસે નથી.ઉપકાર તમારો કે મારી પત્નીને સાજી કરી.બાકી મને ખૂબ ટેન્સન હતું. મેં ભગવાન નથી જોયા પણ તમારામાં ભગવાન જોઉં છું.આટલું કેતાં ડૉક્ટર બોલ્યા રમેશ! તારી પાસે કેટલા છે? તો રમેશ બોલ્યો મારી પાસે દવાના બાદ કરતા બાર હજાર છે.ડૉક્ટર ખરેખર રમેશ ની ગરીબી સમજી ગયા હોય તેમ કીધું કે તેમાંથી હજુ તારે ઘેર જવા ભાડું જોઈશે.દિવાળી છે છોકરાં માટે કપડાં મીઠાઈ જોઈશે.માટે મને સાત હજાર આપ.અને જા તારી પત્નીને ફરીથી બતાવવા આવવાની જરુર નથી. હું દવા લખી આપું છું.તે નિયમિત ખવડાવી લેવડાવજે.
ડૉક્ટર ની વાણી પર રમેશ આશીર્વાદ આપતો આપતો પોતાની પત્નીનો હાથ પકડી હોસ્પિટલ નાં પગથિયાં ઉતરતો હતો.રિક્ષામાં પોતાની પત્નીને બેસાડી ડૉક્ટરને અને દવાખાનાને બે હાથે નમસ્કાર કરી સાતે દિવસે ઘર તરફ ખુશીથી જતો જોઈ ડોક્ટરની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં.
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )