Are You a Psychic - Part 3 - Clairvoyance books and stories free download online pdf in Gujarati

શું તમે સાઇકિક છો? - 3

🏵 શું તમે સાઇકિક છો? (ભાગ 3) - ક્લેયરવોયન્સ - 1
🏵🏵🏵🏵🏵🏵🏵🏵


🏵 ચર્ચાને આગળ વધારીએ તે પહેલાં લેખ ક્રમાંક 1 અને 2માં શું ચર્ચા થઈ તે યાદ કરીએ. એ સમજ્યા કે 'સાઈકિક' એટલે શું? આ સંદર્ભમાં ફેલાયેલી થોડી ભ્રામક માન્યતાઓ વિષે વાત કરી. એ જોયું કે કોઈ ને કોઈ પ્રકારની સાઈકિક શક્તિઓ થોડાઘણા અંશે દરેકમાં રહેલી હોય છે. આ શક્તિઓમાંથી મુખ્ય પ્રકારોના નામ જાણ્યાં. હવે આ પ્રકારોને વિગતથી સમજીશું.


🌈 1) ક્લેયરવોયન્સ:

🏵 આ પ્રકાર સમજવો સહેલો પડશે કારણ કે મહાભારતના પાત્ર સંજયનો દાખલો લગભગ તમામ વ્યક્તિને ખ્યાલ હશે. સંજય કુરુક્ષેત્રના મેદાન પર હાજર ન હોવા છતાં ત્યાં બનતી ઘટનાઓનું વર્ણન ધૃતરાષ્ટ્રને કરે છે કારણ કે તે ક્લેયરવોયન્ટ છે.

🏵 5 ઈંદ્રિયોમાંથી એક છે આંખ જેના થકી દરેક મનુષ્ય અમુક અંતર સુધી જોઈ શકે. આંખ બંધ હોય તો પણ જોઈ શકે અથવા દૂરના અંતરનાં, ભવિષ્યનાં કે ભૂતકાળનાં દ્રશ્યો પણ જોઈ શકીએ તેવી શક્તિને કહેવાય 'ક્લેયરવોયન્સ' (Clairvoyance). આ પ્રકારની ક્ષમતા ધરાવતી વ્યક્તિને કહેવાય 'ક્લેયરવોયન્ટ'. આજ્ઞાચક્ર એટલે કે ત્રીજું નેત્ર જયારે એક હદ સુધી વિકાસ પામેલું હોય ત્યારે આ શક્ય બને. ઉદાહરણથી સમજીએ.


🏵 લેખ 93માં સ્લિવિઆ બ્રોવન નામની એક અમેરિકન મહિલા અને તેના 2008માં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'End of Days’ વિષે ઉલ્લેખ કરેલો, જેમાં કોરોના 2020માં દુનિયાભરમાં ફેલાશે તેના વિષે સચોટ આગાહી કરેલી. એ સિવાયની પણ ઘણી આગાહીઓ તે પુસ્તકમાં છે. આ પ્રમાણે ભવિષ્ય જોઈ શકવું તે પણ કલેયરવોયન્સ કહેવાય. કોઈ ચલચિત્ર - મુવી ચાલતું હોય તે રીતે આ પ્રકારના લોકોને ભવિષ્યની ઘટનાઓ દેખાય છે. નોસ્ત્રાદેમસના નામથી કોઈ અજાણ નથી જેની મોટા ભાગની આગાહીઓ સાચી પડી છે. તેની પણ ભવિષ્ય જોઈ શકવાની શક્તિને ક્લેયરવોયન્સ કહેવાય.


🏵 નજીકના જ ભૂતકાળની એક અતિ પ્રખ્યાત કલેયરવોયન્ટ હતી બલ્ગેરિયાની બેબા વેન્ગા (Baba Vanga). 12 વર્ષની ઉંમરે તેણે આંખો ગુમાવી દીધી. ત્યાર બાદ એની અતીન્દ્રિય શક્તિઓ વાળી આંખ ખુલી ગઈ. 1995માં 85 વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થયું તે પહેલાં તેણે જે આગાહીઓ કરેલી છે તે આંખ પહોળી થઈ જાય તે હદે સાચી પડેલી છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો એટેક, ત્રાસવાદી જૂથ ISISનો ઉદ્ભવ, તેનું ચોક્કસ સ્થાન એટલે કે સીરિયા, અમેરિકામાં 44માં પ્રમુખ તરીકે અશ્વેત વ્યક્તિ (ઓબામા), સીરિયામાં ગેસ એટેક, 2000ના વર્ષમાં રસિયન સબમરીન ક્રુક્સનું દરિયામાં ડૂબી જવું, યુરોપની પડતી વિગેરે અનેક સચોટ આગાહીઓ તેણે વર્ષો પહેલાંકરેલી. કોરોના વિષે પણ તેણે આગાહી કરેલી જ હતી. કોરોનાની દવાની શોધ રસિયામાં થશે તે તેની બીજી આગાહી હતી. અન્ય અમુક દેશો સાથે રસિયાએ પણ સ્પુટનિક નામક વેક્સિન વિકસાવી છે હે હવે સર્વવિદિત છે; લગભગ 70 દેશો તેનો ઉપયોગ કરી રહ્યા છે. અમેરિકાના પ્રમુખનું સ્વાસ્થ્ય 2020 દરમ્યાન કથળશે અને રસિયાના પ્રમુખ પર આ જ વર્ષ દરમ્યાન ખૂની હુમલો થશે તેવી પણ તેની આગાહી હતી. આગાહી અમેરિકાના સંદર્ભમાં સાચી કહી શકાય કેમ કે પ્રેસિડેન્ટ ટ્રમ્પનું સ્વાસ્થ્ય કોરોનાઅને કારણે કથળેલું. રશિયામાં ખૂની હુમલો તો જરૂર થયો છે પરંતુ તે પ્રમુખ પુતિન પર નહિ; વિરોધ પક્ષના નેતા એલેક્ષી નેવાલ્નીને મારી નાખવા માટેનો પ્રયન્ત રશિયન સરકાર દ્વારા બીજી વખત થયો તેમ મીડિયા કહે છે. https://www.dw.com/en/navalny-poisoning-russia-made-second-assassination-attempt-report/a-55921189. તેની ખતરનાક આગાહી એ છે કે ત્રાસવાદીઓ 2025 સુધીમાં સંપૂર્ણ યુરોપ પર કબ્જો જમાવી દેશે, શરૂઆત રોમથી થશે. તેની આગાહીઓમાંથી 85% અત્યાર સુધીમાં સાચી પડી છે. આશા કરીએ કે અહીં જે ખોફનાક આગાહીઓ વર્ણવી છે તે બાકીની 15%માં હોય.

🏵 આજકાલ બાળકોની શક્તિ વિકસાવવા માટે અમુક ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. આવા બાળકો આંખ પર પટ્ટી બાંધેલી હોવા છતાં વાંચી શકે છે, દૂરથી કોઈ વસ્તુ બતાવીએ તો તે વસ્તુ શું છે તે ચોક્કસ કહી શકે છે. આ એક પ્રકારે કલેયરવોયન્સ થયું.


🏵 મારી સાથે બનેલી એક ઘટના આ વાત વધુ સારી રીતે સમજાવી શકશે.* વર્ષ 2011માં હું FB પર થોડો એક્ટિવ થયો. મારો 2005નો એક ફોટો DP તરીકે રાખેલો. એ સમયે ઈંગ્લેન્ડમાં નોર્ફોક નામના સ્થળે રહેતાં એવલોન વ્હાઇટફીધર નામનાં એક બ્રિટિશ સન્નારી સાથે મારી મૈત્રી થઈ. બંનેની રુચિ સમાન વિષયોમાં હતી. પરિણામે લગભગ નિયમિત રીતે ચેટ થવા લાગી. અચાનક તેનું ધ્યાન મારા DP પર પડ્યું. એ સાથે જ તે ચમક્યા, મને કહે 'જીતુ, મને ફોટોમાં કોઈ બીજી વ્યક્તિ દેખાય છે, મને જે વ્યક્તિ દેખાય છે તેને તો ફ્રેન્ચ કટ દાઢી છે જયારે ફોટોમાં તો ક્લીન શેઈવ વાળી વ્યક્તિ છે." DP તરીકે જે ફોટો રાખેલો તેમાં દાઢી વધારેલી ન હતી જયારે 2011 દરમ્યાન ચેટ સમયે ફ્રેન્ચ કટ બિયર્ડ રાખતો હતો. તે સિવાય પણ એ 6 વર્ષના સમયગાળામાં ચહેરામાં થોડો બદલાવ થયેલો. તેમણે મારા ચહેરાનું સંપૂર્ણ વર્ણન કરી દીધું, સંતોની ક્લેયરવોયન્સ શક્તિનો અનુભવ તો ઘણો હતો. સામાન્ય જીવન જીવતી વ્યક્તિ સાથેનો મારો આ પહેલો અનુભવ ત્યારે હતો.

🏵 કોઈ ક્લેયરવોયન્ટની શક્તિ એ પ્રકારે વિકાસ પામેલી હોય કે આત્માઓ અથવા એલિયન્સ પણ તેમને દેખાતા હોય. એક ઇન્ડોનેશિયન મિત્ર (જે થોડા સમય પહેલાં જ મૃત્યુ પામી) આ પ્રકારની શક્તિઓ ધરાવતી હતી. તે અત્યંત પ્રખ્યાત હિલર હતી. તેની પાસે યુરોપના દેશોમાંથી પણ લોકો હીલિંગ માટે આવતા. 12 વર્ષની ઉંમર સુધી તે ફ્રાન્સમાં હતી, 7 વર્ષની થઈ ત્યાં સુધી 2 બ્લોન્ડ (સોનેરી વાળ વાળાં) બાળકો તેને દેખાતાં જે તેની સાથે જ રહેતાં, રમતાં અને તેનાં કૂકીઝ પણ ખાઈ જતાં. બીજા કોઈને આ બાળકો દેખાતાં નહિ. મારી આ મિત્રને સૌથી પહેલાં 3 વર્ષની ઉંમરે ખ્યાલ આવ્યો કે તેને જે દેખાય છે તે બધાને દેખાતું નથી. તેનું હાલમાં મૃત્યુ થયું ત્યાં સુધી તેનાં ઘરમાં એલિયન પ્રકારના આત્માઓ દેખાતા અને ફોટોમાં પણ આવી જતા. આ આલ્બમ જોવા ખાસ અનુરોધ છે. https://www.facebook.com/photo.php?fbid=10156076507940945&set=gm.1001688776683569&type=1&theater

🏵 આજે અહીં વિરામ લઈએ. આગામી હપ્તે મળીશું ક્લેયરવોયન્સ અંગેની અન્ય રસપ્રદ વાતો, આ વિશેની ભ્રમણાઓ, આપણી જાણ બહાર આપણામાં આ શક્તિ છે કે નહિ તે કેમ ચકાસી શકાય વિગેરે માહિતી સાથે.

(ક્રમશ:)

✍🏾 *જીતેન્દ્ર પટવારી ✍🏾

FB: https://www.facebook.com/jitpatwari
https://www.youtube.com/channel/UC06ie2Mc4sy0sB1vRA_KEew
Telegarm Channel: https://t.me/selftunein
FB Page: https://www.facebook.com/Self-Tune-In-274610603329454/
jitpatwari@rediffmail.com
7984581614: