a sceenshot in Gujarati Short Stories by Raj books and stories PDF | એ સ્ક્રીનશોટ

The Author
Featured Books
Categories
Share

એ સ્ક્રીનશોટ

બહુ ચંચળ સ્વભાવના ના બન્ને પ્રેમીઓ આજે 5 વર્ષ પછી સોશિયલ મીડિયા ના માધ્યમ થી મળેલા. છોકરો સરસ મજા નો કલાકાર અને છોકરી એટલે નટખટ અને નખરાળી. બન્ને એક બીજાને સમજી અને જાણી ને છુટા પડેલા.પણ આજ 5 વર્ષ પછી બન્ને એક બીજાને મળ્યા.
છોકરી એ પેહલા બહુ કોશિશ કરી પેહલા છોકરા ને પાછો લાઈફ માં લઇ આવવા માટે પણ પહેલો સોશ્યલ મીડિયા શું એના મિત્રો અને પરિવાર થી પણ ગાયબ જ હતો ટૂંક માં એ છેલ્લા પાંચ વર્ષ ક્યાં હતો એ કોઈ જાણતું ન હતુ .
આતો અચાનક એ છોકરા નું આર્ટવર્ક નું ઇન્ટરવ્યૂ ન્યૂ યોર્ક ટાઇમ્સ માં આવિયુ અને વળી કોઈ ગુજરાતી ઈન્સ્ટાગ્રામ પેજ પર કોઈ કે મુકિયું અને છોકરી ના ધ્યાન માં આવ્યું છોકરી ને ખબર પડી કે ઓહ આ તો હવે પરદેશ છે .તો એને મેસેજ કરવા નો કોઈ મતલબ નહિ.અને આ બાજુ પેલો છોકરો જેને જીવન માં ક્યારેય દારૂ ને હાથ નોહતો લગાડ્યો એ માણસ પોતે પોતાના રૂમ માં કોરા કેનવાસ સામે માથું પકડી ને બેઠા બેઠા દારૂ ની બોટલજ હાથ માં લેવા ની તૈયારી માં હતો. અચાનક આર્ટ માં મળેલ આ સક્સેસ પછી એને આગળ નું કંઈ સુજતું નોહ્તું. એ નક્કી હતું કે આજે દારૂ પીધા પછી જ બ્રશ હાથ માં લેશે . ત્યા મોબાઈલ માં notification આવ્યુ .એને થયું લાવ બધા ખૂબ ડીસ્ટબ કરે છે આ મેસેજ જેનો હોય એનો હોય અને મોબાઈલ બંધ કરી ડેડલાઈન પેહલા આર્ટવર્ક પૂરું કરવા નું છે ( બીજે દિવસે સવારે વર્લ્ડ આર્ટ સોસાયટી માં જમાં કરવા નુંહતું જેમાં વિશ્વ ના સુપ્રસિદ્ધ અને ટોપ ના ફક્ત ૨૦૦ કલાકારો ને જ એન્ટ્રી હતી ) એને મોબાઇલ લેવા દારૂ ની બોટલ સાઈડ પર રાખી અને જોયું . મેસેજ તો ઘણા બધા હતા પણ એક મેસેજે એનું ધ્યાન પાછું ખેચિયું મેસેજ હતો " ઓય પાગલ , ઓળખે કે ભૂલી ગ્યો "
અને આને હજી વિશ્વાસ પણ નોહતો બે વખત એને મોબાઇલ અને પેલીની પ્રોફાઈલ ચેક કરી એને એજ મીઠાશ થી રિપ્લે આપ્યો..."જિ કેમ નહિ .. આટલા વર્ષે...??" અહિયાં છોકરી વિચરીતી હતી કે આટલા ફેન્સ ફોલોર્સ રાતો રાત વધી ગયા હવે એ મને જવાબ થોડો આપશે . ક્યાંક જલસા પાર્ટી કરતો હશે. ત્યા એને દેખાણું પેલુ typing... છોકરી થોડી ક્ષણ તો વિશ્વાસ ના કરી શકી પછી વાતો નો દોર શરૂ થયો... સું કરે છે બહાર ફાવી ગ્યું કેવી યાદ અમારા શહેર ની ?? છોકરો... ના બહુ નહી અહિયાં આપડા જેવું જ છે લોકો અને માહોલ એટલે ફાવી ગ્યું છે. "આવડો મોટો આર્ટિસ્ટ મને રિપ્લે આપે મને હજી વિશ્વાસ નથી" આપે ને સાહેબ કેમ ના આપે હમણાં રિપ્લે ના કરિયો ના કરિયો હોત તો એક સીધો સાદો કલાકાર અવળા રસ્તે ચડી જાત.... છોકરી કેમ શું થયું કઈ છોકરી કે લફડા ની મેટર છે ?? "ના હવે એવો કિસ્મત ક્યાં.." " જા ને હવે હજી કેટલી છોકરીઓ તારા માટે રાહ જોતી હસે અને હવે તો આવડો કલાકાર તુ કે એમ કરવા તૈયાર હસે " " ના હવે માનસિક થાક ને લીધે કામ થતું નોહ્તું અને આજે જિંદગી માં પેહલી વાર દારૂ પીવા જતો હતો ત્યાં તારો મેસેજ જોયો" "ઓહ એટલે પરેદેશ જઈ ને હજી તે ક્યારેય ડ્રીંક નહિ કરીયું ??? 😂 " હા નેવર ક્યારેય નહી " "ઓહ હજી એવો જ છો તુ " " હા તું પણ ઍવી જ છે " " શું કયે તારું લાઈફ પાર્ટનર ખુશ છે ને તારી સાથે અરે હું પણ કેને પૂછું છું ખુશ નહી બેહદ ખુશ હસે કેમ ?" "ના એવુ નથી હું હજી સિંગલ છું " "હે શુ વાત કરે છે સાચે ?" "હા સાચે હું હજી એક્લો રેહવાં નું પસંદ કરું છું તું તો જાણે છે ને " " હું જાણતી હતી 5 વર્ષ પેહલા હવે તો મારા પણ લગ્ન થઈ ગયાં " " હે.... હોઈ નહિ મને આમંત્રણ પણ નહિ ?? મને ભૂલી ગઈ ?" " ના હવે તારા ગયા પછી તેને ખૂબ શોધિયો પણ તું કંઈ દુનિયા માં હતો કઈ ખબર જ હતી તારા બધા ફ્રેન્ડ્સ અને ફેમિલી ને પૂછ્યું બોવ તપાસ કરી પણ તારા બધા નંબર બધુ ટ્રાય કરીયું. પણ ..." "હા તું ને હું છૂટા પડ્યા પછી હું એક્લો મારી પોતાની સફર પર હતો ત્યા મેહનત કરી અને આજે ફળ સ્વરૂપે અહિયાં ન્યૂ યોર્ક ખાતે પોતાનો આર્ટ સ્ટુડિયો છે. " થેટ્સ ગ્રેટ બડી જૉરદાર પ્રગતિ કરી તે પણ" "તારા વગર શક્ય ન હતું " "લે કેમ મારા વગર..?" " તુજ હતી ને મારી એક માત્ર ઇન્સ્પિરેસ્શન " " હા પણ દોસ્ત... હવે એ ભૂતકાળ ને શા માંટે યાદ કરીએ હવે તો બીજા કોઇ ની થઈ ચૂકી છું " " હા એની સાથે ખુશ રહે અને એને ખુશ રાખ " " હાં રાખીશ જ ને " ઓય ઍક હેલ્પ કર ને " "હવે શુ હેલ્પ કરી શકું ? " "યાર ક્યાર નો હૂ એક આર્ટ બનાવા માટે બેઠો છું અને કામ સૂજતું નહી વિડિયો કૉલ કર ને " " સોરી દોસ્ત એ વિડિયો કૉલ નહી થાય અહિયાં લેટ થઈ ગ્યું છે અને બધા છે તો એ નહી થાય" " પણ સમજ મારે મારી ઇન્સ્પીરેશન ને જોવી છે યાર પિલ્ઝ " " લે હું એક ફોટો મોકલું પણ એ 3 સેકન્ડ માં પાછો વેનીશ થઈ જશે " " એમ કેમ ત્રણ સેકન્ડ માં હું ઓબસર્વેસન કરું " એ તું જાણે મારે અહિયાં સુવા જવું છે નવરાં"
એ સાડી માં આવેલ લાંબા વાળ સાથે નો ફોટો અને પેલાં એ એટલી જડપ થી screenshot લીધો કે વાત ના પૂછો " છોકરી ને ખબર નોટીફિકેશન આવ્યુ user just take a screenshot " વાયડા હજી બદલાયો નથી "
" હા મારા પ્રેમ હું હજી એ જ છું"
છોકરી એ પેહલા ની જેમ લવ યું શિવાય gn tata bye બધું કીધુ અને વળતા ઉત્તર માં " લવ યુ નટખટ " આટલો રિપ્લે આવિયો.
બીજે દિવસે ફરી ન્યૂ યોર્ક ટાઇમ્સ માં ફ્રન્ટ પેજ માં ઍક સુંદર કલાકૃતિ નો ફોટોગ્રાફ હતો આવા ટાઈટલ સાથે એન મોસ્ટ બિડેડ આર્ટ વર્ક ઓફ ઓલ ટાઈમ ( a fabulous girl in red saari ) અને ઇન્ટરવ્યૂ માં આર્ટિસ્ટ એ એક સુંદર સ્માઇલ સાથે કહેલું કે #screenshot( a fabulous girl in red saari) ઇસ માઈ પ્રાઈઝલેશ આર્ટ વર્ક લવ યુ નટખટ....