Ayana - 14 books and stories free download online pdf in Gujarati

અયાના - (ભાગ 14)

સમીરા ના મોઢે રૂદ્ર અને દેવ્યાની સાંભળતા જ દેવ્યાની શરમાઈ ગઇ... ક્રિશય ની નજર તરત વિશ્વમ તરફ આવી...
અને વિશ્વમ ના પગ નીચેથી જાણે જમીન જ ખસી ગઈ હતી...

વિશ્વમ ત્યાંથી મોટા મોટા પગલે ચાલવા લાગ્યો...

"આને શું થયું..." વિશ્વમ ને આ રીતે જોઇને દેવ્યાની બોલી ઉઠી...

"એને કામ છે...હું પણ નીકળું ...તમે તમારી વાત ચાલુ રાખો..." ક્રિશય બોલ્યો અને ત્યાંથી નીકળી ગયો...

ત્રણેય પાછળ ફરીને બંને હીરા ને જતા જોઈ રહી...

વિશ્વમ સિવાય બધા પોતપોતાના કામમાં પરોવાઈ ગયા...

ડો. પટેલે સૂચના આપી દીધી હતી કે બે દિવસ પછી મનોવિજ્ઞાન ફિલ્ડ ના ઇન્ટર્નશિપ કરતા સ્ટુડન્ટ્સ ને કેમ્પ માં લઇ જવાના હતા...જેની સાથે બધી ફિલ્ડ માંથી બે બે સ્ટુડન્ટ્સ પણ લેવાના હતા...

ડો.પટેલે ક્રિશય અને વિશ્વમ ની ગણતરી કરી લીધી હતી પરંતુ અયાનાએ સમીરા ને લઇ જવાની વાત કરી ...

સમીરા ની વાત સાંભળતા જ ક્રિશય ને ખુશી નો પાર રહ્યો નહતો...
સમીરા નું નામ સાંભળી જાણે વિશ્વમ ન જવાના રસ્તા શોધતો હોય અને રસ્તો મળી જાય એટલી રાહત થઈ આવી...
એણે ધડ દઈને ના પાડી દીધી .....

પરંતુ ક્રિશય વિશ્વમ વગર જાય એવું બને નહિ એણે પણ જીદ પકડી કે વિશ્વમ આવશે તો જ એ આવશે....

સમીરા એ બે ત્રણ વાર ના પાડી પરંતુ અયાના એના વગર જવા તૈયાર ન હતી...

દેવ્યાની તો એની ધૂન માં જ હતી ..જાણે એને કોઈ ફરક પડતો ન હતો સમીરા , ક્રિશય અને ખાસ કરીને વિશ્વમ આવે કે ન આવે...

છેલ્લે ક્રિશય અને વિશ્વમ ની સાથે સાથે આ એક ફિલ્ડ માંથી ત્રણ ને લઈ જવાનું નક્કી કર્યું....

હોસ્પિટલ ના તમામ મેમ્બર ક્રિશય અને વિશ્વમ ના આવાની ખુશખબરી સાંભળીને ખુશ થઈ ગયા...

વિશ્વમ ને કંઈ સમજાતું ન હતું....એને તો થોડુક પણ મન માનતું ન હતું....એ તૈયાર જ ન હતો દેવ્યાની ની વાત સાંભળીને જાણે કોઈ સાપ સૂંઘી ગયો હોય એમ સૂનમૂન બની ગયો હતો....

*
આજે કેમ્પ માં જવાનો દિવસ આવી ગયો હતો....બેગ ભરીને બધા તૈયાર થઈ ગયા હતા....બધા બસમાં બેસી ગયા હતા...
સિવાય અયાના , દેવ્યાની અને સમીરા....ડો.પટેલ સાથે વાતચીત કરીને ક્રિશય એની નજીક આવ્યો....

વિશ્વમ હજુ આવ્યો ન હતો...
બધા આવી ગયા હતા...બધા વિશ્વમ ની રાહ જોઈ રહ્યા હતા...

નીકળવાનો સમય સવાર ના સાત વાગ્યા નો હતો પરંતુ આઠ વાગવા આવ્યા હતા હજુ વિશ્વમ આવ્યો ન હતો...

ક્રિશયે ઘણા ફોન કર્યા પરંતુ સામેથી કોઈએ ફોન ઉપાડ્યો ન હતો રીંગ વાગતી જતી હતી...

ક્રિશય એના ઘરે જાય અને વિશ્વમ અહીં આવે તો ખોટો ધક્કો થાય એવું વિચારીને બધા રાહ જોઈ રહ્યા હતા...આખરે ક્રિશયે એના ઘરે જવાનું વિચાર્યું...
હોસ્પિટલ ના મેમ્બર પાસેથી ગાડી ની ચાવી લઈને ક્રિશય નીકળી રહ્યો હતો ત્યાં જ સામેથી વિશ્વમ ને આવતા જોઈ બધા ને નિરાંત થઈ આવી...

ખભા ઉપર કપડા ભરેલો બેગ લટકતો હતો...બ્લૂ જીન્સ ઉપર બ્લેક ટી શર્ટ એની નીચે ગ્રે શૂઝ અને આંખ ઉપર કાળા ગોગ્લસ ચડાવ્યા હતા...જાણે કોઈ હીરો આવતો હોય એમ એની ચાલ હતી...

ક્રિશય સિવાય કોઈને ખ્યાલ ન આવ્યો કે હીરો દેખાતો ગોગલ્સ પહેરેલ વિશ્વમ ની આંખો આખી રાત રડી રડી ને સોઝી ગઈ હશે....એને છુપાવવા માટે ગોગલ્સ નો સહારો લીધો હશે...

કોઈ સાથે કંઈ બોલ્યા વગર જ બસમાં જઈને બેસી ગયો...
બધા એને જોતાં રહ્યા...

"જેની માટે ક્યારના ઊભા છીએ એણે તો સામે પણ ન જોયું..." કંટાળીને દેવ્યાની એ છણકો કર્યો...

ક્રિશય અને બાકીના બધા બસ માં ચડ્યા...

વિશ્વમ ની નજર બસ ની બારી ની બહાર હતી...

બસ ની અંદર પહેલા ક્રિશય આવ્યો...એ આવીને વિશ્વમ ની બાજુમાં ગોઠવાઈ ગયો...

ત્યારબાદ દેવ્યાની તો વિશ્વમ ને અવગણીને જ પાછળ જઈને બેસી ગઈ...

સમીરા અને અયાના સાથે બસ માં ચઢ્યા... અયાના એ વિશ્વમ તરફ નજર કરી અને એને બોલાવાનો પ્રયત્ન કર્યો પરંતુ ક્રિશયે ઈશારા માં જ ડોકુ ધુણાવીને ના પાડી...

સમીરા અને અયાના બંને દેવ્યાની ની બાજુમાં જઈને ગોઠવાઈ ગયા...

ડો.પટેલ દ્વારા આપેલ સૂચના નો અમલ થયા બાદ બસ શેખપુર નામના ગામમાં પહોંચી...

બધા બસ માંથી નીચે ઉતર્યા...
વિશ્વમ તો જાણે કોઈ સ્ટેચ્યુ હોય એમ હજી ત્યાં જ ગોગલ્સ પહેરીને બારી ની બહાર ડોકું રાખીને બેઠો હતો...

ક્રિશય ફરી બસ માં આવ્યો અને વિશ્વમને હલબલાવ્યો...ગોગલ્સ કાઢીને રાતીચોળ આંખો બતાવીને એણે ક્રિશય તરફ નજર કરી...

ક્રિશય એને જોઇને વિચાર માં પડી ગયો...' કોઈ એટલી હદે પ્રેમમાં કઈ રીતે પડી શકે...'

વિચારવાની શૃંખલા પૂરી થાય એ પહેલા જ વિશ્વમે ક્રિશય ના પેટ ફરતે હાથ વીંટાળી દીધા અને મોઢું પેટ ઉપર રાખી દીધું...

" તું જ્યાં સુધી એને જાણ નહિ કરે ત્યાં સુધી એને કંઈ રીતે ખબર પડશે ..." પોતાના થી થોડો દૂર કરીને વિશ્વમ ની હડપચી ઊંચી કરીને ક્રિશયે કહ્યું...

" હવે કહેવાનું બાકી શું રહી ગયું છે .." જાણે કોઈએ મારી મારી ને ધોઈ નાખ્યો હોય એવા અવાજે વિશ્વમ બોલ્યો...

વિશ્વમ ને જોઇને ક્રિશય ને હસુ આવતું હતું....પરંતુ એ પોતાને કંટ્રોલ કરીને ઊભો હતો...

"ઊભો થા અને કેમ્પ માંથી નીકળતા પહેલા દેવ્યાની ને તારા દિલ ની વાત કહીશ એવી કસમ ખા...." ક્રિશય ના મોઢામાંથી નીકળેલા શબ્દો કોઈ આશાની કિરણ લઈને આવ્યું હોય એમ ચમકારા સાથે વિશ્વમે એની તરફ જોયું અને હલ્કુ સ્મિત કર્યું...

"આ બધુ સાફ કર .... આવા શું ડ્રામા કરે છે....ખાલી છોકરા નું નામ સાંભળીને તું તો દેવદાસ બની ગયો...ખબર નહિ લગ્ન...." ક્રિશય આગળ બોલે એ પહેલા વિશ્વમે એના મોઢા આગળ હાથ મૂકી દીધો અને બોલ્યો...

" લગ્ન તો મારી સાથે જ થશે... દેવ્યાની તો મારી જ છે અને મારી જ રહેશે...."

"યે હુઈ ના બાત...."

કોઈ જંગ જીતી લીધી હોય એમ બંને હસતા હસતા બસ માંથી નીચે ઉતર્યા....

" ઓલ ઓકે ... વિશ્વમ..." બંનેને જોઇને સમીરા બોલી ઉઠી...

અયાના ની સાથે સાથે ઉતાવળી થઈને દેવ્યાની પાછળ ફરી...

"યેસ...ઓલ ઓકે..." બોલતા બોલતા વિશ્વમે દેવ્યાની સામે જોઇને સ્મિત કર્યું....

દેવ્યાની એ નજર ફેરવી લીધી પરંતુ એના ચહેરા ઉપર પણ હલ્કી સ્માઇલ આવી ગઈ હતી જે અયાના અને સમીરા બંને એ નોંધ્યું...

(ક્રમશઃ)