Tha Kavya - 46 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૪૬

પરી ના સવાલ માં કાવ્યા જવાબ આપે છે.
હે.. પરી આ કાવ્યા ના પ્રણામ સ્વીકારજો.
હું કાવ્યા છું અને જીન ના આશીર્વાદ થી હું પરી બની છું. હવે હું પરીઓના દેશમાં જવા ઈચ્છું છું. આપ મને કહેશો કે પરીઓનો દેશ ક્યાં આવેલો છે.?

પરી એ પહેલા પોતાનું સાચું નામ કહ્યું.
મારું નામ મહેક પરી છે. અને મને પરીઓ ના ગુરુમાં એ પોતાના અંગ થી પ્રગટ કરી છે.
પણ તું જીન દ્વારા પ્રગટ થઈ થયેલી પરી છો.?
મહેક પરીએ કાવ્યા ને સવાલ કર્યો.

કાવ્યા એ પોતાની સાચી વાત મહેક પરી આગળ જણાવે છે.
હું જન્મ થી એક માણસ છું. અને એક જીન ના મળવાથી હું પરી બની છું. પણ તમે કેમ મને આવો સવાલ કર્યો.!

મહેક પરી જવાબ આપતા કહે છે.
જો કાવ્યા.. પરી ક્યારેય જન્મ લેતી નથી તે હંમેશા પ્રગટ થઈ ને પરી બને છે. પણ તું તો જન્મ થી મનુષ્ય છે તો પરી કેવી રીતે તું હોય શકે.?

મહેક પરી ના આ સવાલ થી કાવ્યા જાણે પરી નહિ પણ મનુષ્ય હોય તેવો અંદર થી ગભરાટ અને નિરાશ થઈ ગઈ. મનમાં વિચારતી રહી શું હું પરી નથી.?
થોડું વિચારી ને કાવ્યા એ મહેક પરી ને સવાલ કર્યો.
શું હું પરી નથી..? તો શું જીન દ્વારા મને પરી નું વરદાન મળ્યું છે તે ખોટું છે..?

તું દેખાવે પરી છો. તારી પાસે શકિત પણ પરી જેટલી જ છે પણ તું સાચે પરી નથી. તું પ્રગટ થયેલી પરી નથી અને જો તારે સાચે પરી થવું હોય તો પરી ની પરીક્ષા માંથી પાસ થવું પડે. મહેક પરી કાવ્યા ને સમજાવતા કહ્યું.

માનસપટલ પર નિરાશા છવાઈ ગઈ હતી તે મહેક પરી ના એક શબ્દ થી કાવ્યા ના ચહેરા પર ખુશી આવી ગઈ અને તરત મહેક પરી ને પૂછ્યું.
કેવી પરીક્ષા અને મારે ક્યાં પરીક્ષા આપવી પડશે.?

મહેક પરી કાવ્યા ના ઉતાવળપણા ને શાંત કરી સમજાવે છે.
જો કાવ્યા પહેલા તો તારે પરીઓ ના ગુરુમાં નું ધ્યાન કરી તેને પ્રગટ કરવા પડશે અને પછી તે જે કહેશે તે તારે કરવું પડશે. જો ગુરુમાં એ કહેલી પરીક્ષામાં પાસ થઈશ તો તું સાચી પરી બની જઈશ.

કાવ્યા હવે મહેક પરી ને કોઈ સવાલ કરતી નથી અને તેની પાસે થી અહી ગુરુમાં નું ધ્યાન કરવાની પરવાનગી માંગે છે.

મહેક પરી પરવાનગી આપતા કાવ્યા આભાર માની ને કોઈ ક્ષણ ગુમાવ્યા વગર મહેક પરી ની બાજુમાં પરીઓના ગુરુમાં નું ધ્યાન કરવા બેસી જાય છે.

ઘણા દિવસો વીતી ગયા. કાવ્યા હજુ ગુરુમાં નું ધ્યાન કરી રહી હતી. કાવ્યા નું આ રીતે ધ્યાન માં બેસી રહેવું જોઈએ મહેક પરી ને આશ્ચર્ય થયું. અને તેના મનમાં પર એક સવાલ હતો જે લાગી રહ્યું હતું કે કાવ્યા દ્વારા મને ગુરુમાં પાસેથી જવાબ જરૂર થી મળશે.

મહેક પરી ગુરુમાં ના એક શ્રાપ થી પીડિત હતી. એટલે તે શ્રાપ હતો જ્યાં સુધી ગુરુમાં તેની સામે આવીને ક્ષમા ન આપે ત્યાં સુધી તપસ્યા કરતુ રહેવાનું. ઘણા વર્ષો થઈ ચૂક્યા હતાં તો પણ મહેક પરી ની તપસ્યા થી ગુરુમાં તેની સામે પ્રગટ થયા ન હતા. એટલે કાવ્યા ના આવવાથી મહેક પરી ને આશ બંધાણી હતી. જો કાવ્યા ગુરુમાં ને સામે લાવવા કામયાબ થશે તો હું ગુરુમાં ના શ્રાપ માંથી મુક્ત થઈ જઈશ.

આખરે એક દિવસ આવી ગયો. કાવ્યા ધ્યાન માં મગ્ન હતી. અને તેની સામે પરીઓના ગુરુમાં પ્રગટ થયા. સવારનો સમય હતો એટલે મહેક પરી મહાદેવ ની પૂજા કરી રહી હતી. ગુરુમાં ને જોઈને મહેક પરી મહાદેવ ની પૂજા અધૂરી છોડીને ગુરુમાં ને પ્રણામ કરે છે. ગુરુમાં મહેક પરીને કોઈ આશીર્વાદ આપતા નથી. અને કાવ્યા ને ધ્યાન માંથી જગાડે છે.
કાવ્યા.... ઓ કાવ્યા...
હું પરીઓ ની ગુરુમાં છું. તારા ધ્યાન ની તપસ્યા થી હું પ્રસન્ન થઈ છું. જાગી જા...

કાવ્યા ના કાનમાં મધુર શબ્દો પડતા ધ્યાન માંથી જાગી જાય છે. ઉભી થઈને જોવે છે ગુરુમાં હતા. પણ રૂપ અને યોવન જોઈએ કોઈ કહી ન શકે કે આ પરીઓ ના ગુરુમાં હશે એવું લાગે કે એક યુવાન પરી છે.

કાવ્યા એ ગુરુમાં ને પ્રણામ કરી ને કહ્યું. ગુરુમાં હું તમારી જેવી પરી થવા માંગુ છું. આપ જે કહેશો તે હું કરવા તૈયાર છું.

ગુરુમાં આખરે કાવ્યા ને કઈ પરીક્ષામાં પાસ થવાનું કહેશે તે જોઈશું આગળના ભાગમાં.

ક્રમશ..