Tha Kavya - 49 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૪૯

સમુદ્ર કિનારે કાવ્યા જાળમાં ફસાયેલી પડી હતી. બીજી વાર માછીમાર ત્યાં કાવ્યા પાસે આવ્યો ન હતો. કાવ્યા ને તેના હાલ પર છોડીને માછીમાર તેના નિવાસ સ્થાને રહેવા લાગ્યો. ઘણા દિવસો સુધી કાવ્યા તે જાળમાં ફસાયેલી રહી. પણ આખરે એક દિવસ આવ્યો જેમા કાવ્યા આ જાળ માંથી મુક્ત થવા જઈ રહી હતી.

ઘણા દિવસો પછી સમુદ્રમાં પૂનમ ની ભરતી આવી અને કાવ્યા ને સમુદ્ર ના મોજા તેને ખેચી ને તેના તરફ લઈ ગયા. કાવ્યા હવે સમુદ્ર માં આવી અને ધીરે ધીરે તે અંદર જતી જતી સમુદ્ર ની ઘણી અંદર જતી રહી. સમુદ્ર ની અંદર કાવ્યા ની ફરતે હવે સુંવર્ણ માછલીઓ વિટળાવવા લાગી. કાવ્યા હજુ કંઈ સમજે તે પહેલા બધી માછલીઓ કાવ્યા ને ખેંચી ને સમૃદ્ધ ના તળીયે લઈ ગઈ.

સમુદ્ર ના તળીયે કાવ્યા પહોંચી એટલે કાવ્યા એ જે દૃશ્ય જોયું તે જોઈને કાવ્યા તો સ્તબ્ધ થઈ ગઈ. એક સુવર્ણ મહેલ હતો. સુવર્ણ મહેલ ની સાથે ઘણી સુવર્ણ કલર ની વનસ્પતિઓ પણ હતી. એવું લાગે કે કોઈ અલગ જ દુનિયામાં આવ્યા હોય. આજુબાજુ જોઈ રહેલી કાવ્યા ની નજર સામે એક મોટી સુવર્ણ માછલી પર પડી. જે ધીરે ધીરે તેની સામે આવી રહી છે.

તે મોટી સુવર્ણ પાછલી કાવ્યા પાસે આવી ને બોલી. હે કન્યા તું કોણ છે અને આ ટાપુ પર શા માટે આવી છો.?

કાવ્યા આ જગ્યાએ આવી ને સમજી ગઈ હતી. કે જે મારે હાસિલ કરવાનું છે તે આજ છે. એટલે કાવ્યા ને ખોટું બોલવું યોગ્ય લાગ્યું નહિ. તરત કાવ્યા તે સુવર્ણ માછલી ને જવાબ આપ્યો.

હું એક મનુષ્ય છું. પણ જીન ના વરદાન થી મનુષ્ય માંથી પરી બની છું. હું પરીઓના દેશ જવા માંગુ છું તે માટે પરીઓના ગુરુમાં એ મને આદેશ કર્યો કે તે સુવર્ણ પાછલી ના પેટમાં રહેલ મોતી જો મને આપે તો હું તને મારા પરીઓના દેશ માં લઇ જઇ શકીશ. તે માટે હું અહી સુધી આવી છું.

કાવ્યા ની વાત સાંભળી ને મોટી સુવર્ણ માછલી એ બધી નાની માછલીઓ ને આદેશ કર્યો કે આ જાળ ને તોડી ને આ કન્યા ને જાળ માંથી મુક્ત કરો. આદેશ મળતા નાની નાની બધી માછલીઓ જાળ ને કાપવા લાગી ગઈ. અને થોડી મિનિટોમાં તો જાળી તૂટી ગઇ કાવ્યા જાળ માંથી મુક્ત થઈ ગઈ.

કાવ્યા જાળ માંથી મુક્ત થઈ એવી તેના મનમાં એક સવાલ ઉઠયો. મારી પાસે આટલી શક્તિ હોવા છતા હું જાળી ને કેમ તોડી ન શકી.!! અને જીન મારી મદદે કેમ ન આવ્યો.. તેના મનમાં રહેલ બે સવાલ, કાવ્યા મોટી સુવર્ણ માછલી ને પૂછે છે.

તે મોટી સુવર્ણ માછલી જવાબ આપતા કહે છે. એક વાર અહી જીન આવી શક્યો હતો. પણ તે સમયે આ માછીમારે જીન ને જાળ માં બંધક બનાવી ઘણા દિવસો સુધી રાખ્યો હતો. પણ એક દિવસે આ માછીમારે તેના પર દયા કરી અને મુક્ત કર્યો. અને ચેતવણી આપી જવા દીધો કે આજ પછી અહી આવીશ તો વર્ષો સુધી તને બંધક બનાવી દઈશ. તે પછી જીન અહી આવવા તૈયાર થતો નથી. તારું આહવાન તેણે સાંભળ્યું હતું પણ તે લાચાર હતો એટલે તે આવ્યો નહી.

આગળ વાત કરતા મોટી માછલી કહે છે. હવે હું માછીમાર વિશે અને અમારા વિશે તને કહુ છું. તું ધ્યાન થી સાંભળ જે.

ઘણા વર્ષો પહેલા ની વાત છે. આ ટાપુ પહેલા ની જેમ સામાન્ય હતો. પણ એક દિવસ એક મહાન સંત વિસરણ કરતા કરતા અહીથી પસાર થયા અને આ ટાપુ તેને તપસ્યા કરવા યોગ્ય લાગ્યો અને તેઓ તપસ્યા કરવા સમુદ્ર કિનારે બેસી ગયા. ધીરે ધીરે તેમની તપસ્યા એટલી બધી વિસરી ગઈ કે આજુબાજુ તેમના મુખે થી મંત્રો ગુંજવા લાગ્યા. અને આ મંત્રો બધી માછલીઓ પર પ્રભાવ પાડવા લાગ્યો. અને અમે બધા સમુદ્ર કિનારે આવીને તે મંત્રો નું પઠન કરવા લાગ્યા. પણ અમે તો પાણીમાં રહેનારા એટલે જાજો સમય કિનારે રહી શકીએ નહિ એટલે થોડે થોડે વારે કિનારે જતા અને મંત્રો સાંભળતા અને મનની શાંતિ પ્રાપ્ત કરતા.

એક દિવસ તે સંત અમારું આખું માછલી નું ઝુંડ ને જોઈ ગયા અને તે તપસ્યા માંથી ઉભા થઈ સમુદ્ર તરફ આવવા લાગ્યા. આ જોઈને અમો બધા ડર ના માર્યા સમુદ્રમાં જઈને ચૂપાઈ ગયા.

આખરે તે સંત માછલી પ્રત્યે શું કરશે અને તે સમુદ્ર તરફ કેમ જઈ રહ્યા હતા તે જોઈશું આગળના ભાગમાં..

ક્રમશ..