Vasudha - Vasuma - 17 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ-17

વસુધા
પ્રકરણ-17
વસુધાનાં ઘરે ગ્રહશાંતક પૂજા ચાલી રહી છે. વસુધા એની માંની બાજુમાં બેઠી બેઠી પૂજા જોઇ રહી છે. ધ્યાનથી શ્લોક-મંત્રોચ્ચાર સાંભળી રહી છે. મનોમન ઇશ્વરને પ્રાર્થના કરી રહી છે કે બધાં પ્રસંગ આનંદ ઉલ્લાસથી પૂર્ણ થાય કોઇ વિધ્ન ના આવે. અને દુષ્યંતે આવીને વસુધાને કહ્યું દીદી દીદી જુઓ કોણ આવ્યું છે ?
વસુધા ઉભી થઇને આવનારને જોઇ રહી અને આનંદીત થઇ ગઇ. સરલા અને ભાવેશકુમાર આવ્યા હતા. ગૃહશાંતિની પૂજામાં આવેલા અને માતાજીનો પ્રસાદ લઇને જવાનાં હતાં.
વસુધાએ ભાવેશકુમારને પૂરા સન્માન સાથે આવકાર આપ્યો અને પોતાનાં પિતાની બાજુમાં બેસાડયાં અને સરલાને કહ્યું. દીદી તમે દર્શન કરી લો પછી આપણે ગૌ પૂજન માટે જઇએ.
સરલાએ દર્શન કર્યા અને વસુધા એમને લાલી પાસે લઇ ગઇ અને ત્યાં એમની સાથે રહી લાલીને ચાંદલો કર્યો હાર ચઢાવીને કંસાર ખવરાવ્યો અને લાલીને પગે લાગીને આશીર્વાદ લીધાં. લાલી વસુધાનો હાથ ચાટી રહી હતી વસુધાએ ચાકરને કહ્યું બધાં ને આ કંસારનો પ્રસાદ ખવરાવો બધીજ ગાય ભેંશ બધાને ખવરાવજો.
સરલાએ કહ્યું વસુધા તને ગાયો આટલી બધી પ્રિય છે ? તું તો સાચેજ એને માતાની જેમ પૂજે છે અને વ્હાલ કરે છે. કેટલી કાળજી લે છે.
વસુધાએ કહ્યું દીદી મને ગાય ખૂબજ પ્રિય છે અને શાસ્ત્રોમાં જે વર્ણન છે એ પ્રમાણે ગાય સાચેજ માં છે એનાં દ્વારા બધુજ મેળવી શકાય છે અને એની રાખેલી કાળજીથી ખૂબ આશીર્વાદ મળે છે. એને થોડું શું હેત કરીએ એ કાયમ માટે આપણી થઇ જાય છે. ભલે એ મૂંગૂ પ્રાણી ગણતાં હોઇએ પણ એ મૂંગા પ્રાણી જે રીતે એમની લાગણી વ્યક્ત કરે છે એ સમજાયાં પછી તો આપણે પણ એમની વાચા - ભાષા - સંકેત - ઇશારા બધું સમજવા માંડીએ છીએ. દીદી તમારે ઘરે સિધ્ધપુર ગાય છે ?
સરલાએ કહ્યું મારે સાસરે એક ગાય અને ચાર ભેંશ છે.. ભાવેશની નોકરીમાં ઘર ચાલે પણ બાકીની સુખસગવડ અને ગાડીનાં ખર્ચ બધાં દૂધમાંથી જ પુરા પડે છે. ચાકરો કામ કરે છે અને હું ઉપર ઉપરથી ધ્યાન આપું છું પણ તને જોઇને મને પણ પ્રેરણા મળી કે ધ્યાન આવું રાખવું જોઇએ.
વસુધા સાંભળીને હસી પડી પછી બોલી લાલીને તો હું મારી સાથે ત્યાં લઇને આવવાની છું એનાં વિનાં મને ચેનજ ના પડે અને એ પણ મારા વિના રહી નહીં શકે. સરલા બધુ સાંભળી રહી પછી બોલી પીતાંબર સાચેજ ખૂબ ભાગ્યશાળી છે કે એને તારાં જેવી પત્ની મળી છે. અને તને સારું લગાડવા નહીં પણ સાચેજ એવું હું માનું છું.
વસુધાએ સરલાનો હાથ પકડી કીધું. દીદી આપણે સારાં તો બધાંજ સારાં. તમે પણ ખૂબ સારાં અને સમજદાર છો. એવું હું ચોક્કસ માનું છું.
સરલાએ કહ્યું નણંદ ભોજાઇએ ઘણી વાત કરી લીધી ચલો હવે પૂજા પણ પતવા આવી હશે આપણે બહાર જઇએ. વસુધાએ કહ્યું હાં ચાલો ચાલો હું બોલવા બેસુ તો બસ બોલ્યાંજ કરું છું અને ક્યારેક જાણે કંઇ બોલવુંજ નથી એવું થાય એમ કહી હસી પડી.
બંન્ને જણાં બહાર આવ્યાં. ગ્રહશાંતક પૂજનની પૂર્ણાહૂતિ થઇ ગઇ હતી. સરલા અને ભાવેશકુમાર લગ્નની તૈયારીઓ મંડપની સજાવટ બધુ જોઇને ખૂબ ખૂશ થઇ ગયાં. ભાવેશકુમારે કહ્યું તમે ખૂબ સુંદર આયોજન અને સુશોભન કર્યું છે જાણે રાજવી ઠાઠ હોય.
દુષ્યંત બધુ સાંભળી રહેલો એ હસતો હસતો બોલ્યો રાજકુંવરીનાં લગ્ન છે એટલે અનો બધાં હસી પડ્યાં. વસુધા શરમાઇ ગઇ અને દુષ્યંતને ટોકીને બોલી ચલ મોટાંની વચ્ચેનાં બોલીએ જા માં બોલાવે છે. દુષ્યંત હસ્તો હસ્તો અંદર જતો રહ્યો.
પુરષોત્તમભાઇએ ભાવેશકુમાર અને સરલાની અલાયદી ઘરમાંજ જમવાની વ્યવસ્થા કરી હતી અને પૂજા પૂર્ણ થયાં પછી માતાજીની પ્રસાદી કંસાર અને બીજી વાનગીઓ આપીને સંતોષજનક જમાડ્યા અને પાટલેથી ઉભા થાય પહેલાં બંન્નેનાં હાથમાં કવર મૂક્યાં અને કહ્યું તમે લોકોએ આવીને અમારું આંગણું શોભાવી દીધું.
સરલાએ કહ્યું ખરેખર તો અમારું આંગણું શોભાવવા તો વસુધા આવવાની છે બસ, હવે કાલે તો અમે જાનૈયાને તેડીને વરઘોડો લઇને આવી જઇશું. અને વસુધા સામે જોયું વસુધા શરમાઇ ગઇ. અને બંન્ને જમીને દિવાળી ફોઇને મળીને વિદાય લીધી.
************
લગ્નનો દિવસ આવી ગયો. અગાઉથી પુરુ આયોજન ખૂબ સરસ રીતે કરેલું હતું. સમયની સાથે સાથે જે કંઇ કામ થવા જોઇએ એમ થઇ રહેલાં. બધી તૈયારીઓની આખરી ચકાસણી પણ થઇ ગઇ હતી બપોર વીતી ગઇ હવે વરઘોડો આવવાની પળ નજીક આવી રહી હતી.
વસુધાને તૈયાર કરવા આણંદથી ખાસ બ્યુટીશીયન આવી હતી એ વસુધાને એનાં વસ્ત્રો પહેરાવીને તૈયાર કરી રહી હતી એ એટલી સુંદર લાગી રહી હતી એનાં હાથમાં મ્હેંદી હતી અને બ્યુટીશીયન એની કેશ ગૂથણી મેકઅપ બધુ કરી રહી હતી હવે આખરી ઓપ પણ અપાઇ ગયો હતો. ત્યાં પાર્વતીબહેને આવીને દાગીનાનાં બોક્ષ આપીને કહ્યું હવે છેલ્લે આ ઘરેણાં પહેરાવી દેજો.
વસુધાને જોઇને પાર્વતીબહેને એની નજર ઉતારી લીધી જાણે સ્વર્ગથી અપ્સરા ઉતરી આવી હોય એટલી સુંદર લાગી રહી હતી પછી સારામાં સારુ પરફ્યુમ છાંટ્યું હતું.
બહાર મંડપમાં શરણાઇમાં સૂર વાગી રહ્યાં હતાં. ચાકરો બેસવાની બેઠકો ખુરશીઓ ગોઠવી રહ્યાં હતાં. ફરાસખાના વાળા મંડપમાં રહેલી લગ્નની ચોરીને શણગાર કરી રહેલાં બ્રાહ્મણો વેદીને શણગારી રહેલાં પૂજા સામાન થાળીઓમાં તૈયાર કરી રહેલાં.
પાર્વતીબહેન અને એમની બહેન તૈયાર થઇને ઉભાં હતાં સાથે બીજા સગાવ્હાલા મોંઘી સાડીઓ અને પુરષો પણ કિંમતી વસ્ત્રો પહેરીને હાજર હતાં. પૂજારીજીએ વરઘોડો આવે એટલે વરરાજાને પોંખવા માટે બધી તૈયારીઓ પૂરી કરી હતી.
સાંજ પડવાની તૈયારીઓ સાથે લાઇટનું ડેકોરેશન ચાલુ કર્યું અને બધે રોશની રોશની થઇ ગઇ આવાં અજવાળામાં ફૂલોની સેરો અને બાકીનું ડેકોરેશન એકદમ આંખે વળગે એવું સુંદર લાગી રહેલું.
સાંજે જાનને જમાડવા માટે રસોઇયાએ બધી વાનગી લગભગ તૈયાર કરી દીધી હતી છેલ્લે ગરમ ગરમ તળીને પીરસાવનુંજ બાકી હતું.
પુરષોત્તમભાઇ રોકડા પૈસા અને બીજી કિંમતી વસ્તુઓ વાળી બેગ દિવાળીબેનને સાચવવા આપી દીધી હતી. ડેરીનાં મેનેજરને ચાંદલો અને વ્યવહારનાં પૈસાની નોંધ અને હિસાબ રાખવાની જવાબદારી સોંપાય હતી.
ત્યાં દુષ્યંત દોડીને આવીને વધામણી આપીકે પાપા જાન ગામની ભાગોળે આવી ગઇ છે. હવે અહીંજ આવે છે. મસ્ત ન્યૂ બ્રાન્ડ કારમાં આવ્યાં છે આગળ એમની વાજાવાળા બેન્ડ વગાડતાં આવે છે.
અહીં બધાં સાવધાન થઇ ગયાં જાન આવે છે જાન આવે છે એવો શોર થઇ ગયો. અંદર વસુધા તૈયાર થઇનેજ બેઠી હતી. એનાં સુધી સમાચાર આવી ગયાં એ ખૂબ શરમાઇ રહી હતી અને પુરષોત્તમભાઇ અંદર આવ્યાં અને કહ્યું જાન આવી ગઇ છે તારાં કોઇ મામા નથી પણ ગામનાં સરપંચ સુખાકાકા તારી માં ને બહેન માને છે એણે સુખાકાકા તારાં મામાની જગ્યાએ તને અહીં લેવા આવશે એ તને ચોરી સુધી લઇ આવશે એમને પણ ખૂબ હોંશ છે.
વસુધાએ કહ્યું હાં પાપા હું જાણું છું એ ખૂબજ કાળજી રાખે છે આ કામ એમને માંએ કહ્યું ત્યારે ખૂબ આનંદીત થઇ ગયાં હતાં.
પુરષોત્તમભાઇએ કહ્યું હવે અમે લોકો જાનને અને જાનૈયાઓને વધાવવા જઇએ છે તમે અહીં બધુ અંદર જોઇ લેજો.
જાન મંડપ સુધી આવી ગઇ. પુરષોત્તમભાઇ પાર્વતીબેન, એમની બહેન રમાબેન ત્થા બીજા નજીકને સગાવ્હાલા વસુધાની બહેનપણીઓ બધાં મંડપનાં ગેટ પર આવી ગયાં. માહોલ ખૂબ સુંદર અને દબ દબાભર્યાં હતો.
પૂજારીજીની સૂચના પ્રમાણે પાર્વતીબહેને પીતાંબરને જે બાજટ પર ઉભેલો હતો એને પોંખવાનું ચાલુ કર્યું. પૂજારીજીમાં મંત્રોચ્ચાર ચાલુ હતાં જળ કંકુ અને અક્ષતથી જાન અને જાનૈયાઓને પૂરા સન્માન સાથે આવકાર આવ્યો.
ત્યાં ભાનુબહેને કહ્યું વસુધાને કોણ લઇને આવે છે ને ? પાર્વતીબહેને પુરષોત્તમભાઇ સામે જોયું. હમણાં આ નવો ટ્રેન્ડ ચાલુ થયેલો ત્યાં વહેવારું દિવાળીફોઇ પાછળથી બોલ્યાં…. આવે છે વસુધા અને એની બહેનપણીને અંદર મોકલી.
વસુધા પાસે વાત પહોચી એણે કહ્યું આતો માં પોંખે અને વધાવે મારે હાર લઇને જવાનું છે ? અને...
આગળ આવતા અંકે - પ્રકરણ-18