Chhelli benchni mitrata - 1 books and stories free download online pdf in Gujarati

છેલ્લી બેન્ચની મિત્રતા - 1

( આપણા દરેક ના જીવનનો એક મહત્વનો સમય એટલે શાળા જીવન. દરેક વ્યક્તિ પાસે શાળા જીવનની અમૂલ્ય યાદો હશે. આ રચના ના વાંચી ને તમને તમારો શાળા જીવન નો સમય અને તેની સાથે જોડાયેલ અદ્દભુત યાદો ફરી યાદ આવી જશે. આ નવલકથા છેલ્લી બેન્ચે બેશતાં સાત મિત્રોની છે .આશા રાખીશ તમને ગમશે .)

દશ્ય:-૧

અવની ..... અવની ..... મમતાબેન કયારના અવની ને જગાડવા માટે બૂમો પડતાં હતા છતાં અવની જાગતી ન હતી અંતે મમતા બેન કંટાળીને અવનીના રૂમમાં જાય છે. અવની હજુ પણ એમ જ સૂતી હોઈ છે. તે મમતા બેન ની એક પણ વાત સાંભળતી નથી. મમતા બેન અવનીના માથે હાથ ફેરવી ને જગાડતા હોય છે . મમતા બેન નો આવજ સાંભળી અવની કહે છે . મમ્મા બસ થોડીવાર સુવા દે. મમતાબેન કઈ બોલે એ પહેલા અવની પર કોઈ પાણી ફેંકે છે જેથી અવની ગભરાયાને જાગી જાય છે. અવનીને ડરેલી જોય આરવ હસતા હસતા કહે છે. મમ્મા આ ઉંઘણશી ને આવી રીતે જગાડાય . અવની આરવની વાત સાંભળી ને ગુસ્સે થયા છે અને આરવને મારવા તેની પાછળ દોડે છે. આરવ આગળ અને અવની તેની પાછળ આખા ઘરમાં દોડે છે. એ બને ને મસ્તી કરતા જોઈ કિશનભાઈ પણ ખુશ થતા થતાં મમતાબેન પાસે જાય છે. અંતે અવની કંટાળી ને બેસી જાય છે અને આરવને કહે છે હું તેને જોઈ લઈશ યાદ રાખજે. આરવ હસતાં કહે છે હા જોઈ લેજે .મમતા બેન બંને ને ટોકતા કહે છે. તમારે બને સ્કૂલે જવાનું મોડું નથી થતું . મમતાબેન અવનીને કહે છે આજે ધોરણ૧૧ નો પહેલો દિવસ છે પેહલા દિવસે જ મોડું જવું છે જા જલ્દી તૈયાર થઇ જા . હમણાં પાંખી પણ આવશે બોલવાં એમ કહી મમતા બેન નાસ્તો બનાવા જતાં રહે છે. અવની તૈયાર થવા જાય છે. કિશનભાઈ ઓફિસે જતાં રહે છે

(થોડો પરિચય = કિશનભાઈ :- બેન્ક મેન્જર ની જોબ કરનાર સામાન્ય વ્યક્તિ (અવની અને આરવ ના પપ્પા ) મમતાબેન :- હાઉસ વાઇફ (અવની અને આરવ ના મમ્મી ) આરવ :- અવનીનો નાનો ભાઈ (ધોરણ ૭ માં અભ્યાસ કરે ) પાંખી:- માતાપિતા ન હોવાથી અવનીની બાજુમાં એના મામા મામી સાથે રહે છે. બેને નાનપણથી સાથે ભણતી હોવાથી ખુબ પાકી મિત્રો )

અવની તૈયાર થઈને નીચે આવી નાસ્તો કરવા બેસે છે. એટલામાં પાંખી અવનીને સ્કૂલે જવા માટે બોલવા આવી જાય છે. મમતા બેન પાંખી ને જોઈ ને તેને પણ નાસ્તો કરવા બેસવા માટે કહે છે. પણ પાંખી નાસ્તો કરવાની ના પાડે છે તે અવની ને જલ્દી બહાર આવવાનું કહી બહાર જતી રહે છે. મમતાબેન પાંખીને આ રીતે જતા જોઈ અવની ને કહે છે ખબર નહિ કેમ આ છોકરી હંમેશા ઉતાવળમાં જ હોઈ છે. કયારેય મેં અને દિલ થી હસતાં જોઈ નથી.. અવની બધું જાણતી હોવાથી કઈ બોલતી નથી અને નાસ્તો કરી બેગ લઇ જલ્દી ઘરની બહાર જતી રહે છે. અવની પાંખી પાસે આવી ને ઉભી રહી ને જોવે તો પાંખી રડતી હોઈ છે. અવની પાંખી ને આવી ને કે છે તું રડ નહિ બધું ઠીક થઇ જશે.પછી તે પાંખી ને હસાવવા માટે કહ છે આ ગંગા જમનાં બંધ કર નહીતો પૂર આવી જશે. અવની ની વાત સાંભળી ને પાંખી ને હસવું આવી જાય છે. અવની પાંખી ને કહે છે ચાલ હવે સ્કૂલ નહીતો મોડું થઇ જશે પેલા લોકો પછી આપણા માથે ચડી બેસસે. કાલે જ મેં એ લોકો ને કહ્યું હતું હું ટાઈમે આવી જઈશ. આજે ટાઈમે ના પોંહચી તો રાજડો (રાજ ) મને સંભલાવનો એક પણ મોકો બાકી નહિ મૂકે . અને એમ પણ આજે કેટલા દિવસ પછી હું અંશ ને મળીશ .

બંને એક્ટીવા લઇ ને સ્કૂલે જવા નીકળે છે. બંને સ્કૂલે પોંહચી એકટીવા પાર્ક કરવા માટે પાર્કિંગ જાય છે જયાં ક્રિયા , રાહુલ ,રાજ એ બંને ની રાહ જોઈ ઊભાં હોઈ છે. પાંખી અને અવની ને આવતાં જોઈ રાજ છુપાય જાય છે. અવની અને પાંખી રાહુલ અને ક્રિયા ને જોઈ ને હાય કહે છે . અવની ને રાજ ન દેખતા રાહુલને કહે છે. પેલો વાંદરો કયાં છે કાલે કોલ પર બવ મોટી મોટી વાત કરતો હતો તારા કરતા પણ જલ્દી આવી જઈશ હજી સુધી આવ્યો નથી લાગે છે હજી જંગલમાં જ રખડે છે. અવની ની વાત સાંભળી ને રાજ પગ બુટ કાઢી ને સીધું અવની ને મારે છે અવની ગુસ્સામાં પાછળ ફરી જોવે તો રાજ તેના પર હસતો હોઈ છે અવની તેને હસતાં જોઈ કહે છે હવે બુટ વગર જ ક્લાસમાં આવજે તે રાજ નું બુટ એકટીવાની ડીકીમાં મૂકી દે છે . એ બંને ઝગડતા જોઈ પાંખી ક્રિયા અને રાહુલ ત્રણેય કયારના હસતા હોઈ છે. એટલા માં અંશ ત્યાં આવી જાય છે બધાંને હસતા જોઈ પૂછે છે શુ થયું રાહુલ અંશ ને બધી વાત કહે છે અંશ પણ હસવા લાગે છે . રાજ અંશને હસતા જોઈ કહે છે તારી બેસ્ટી ને સમજાવ . અવની રાજ ની વાત સાંભળી ને કહે છે આજે ભલે ગમે તે થઈ જાય તારું બુટ છુટી સિવાય નઈ મલે. અંતે સ્કૂલ નો પેહલો દિવસ હોવાથી અને બધા મિત્રો ઘણા દિવસ પછી મળ્યાં હોવાથી બાર જવાનું નક્કી કરે છે. અંશ બધાં કહે છે થોડીવાર રહો મારો બેસ્ટ ફ્રેન્ડ આવતો જ હશે એને આ સ્કૂલ માં ન્યૂ એડમિશન લીઘું છે.તે પણ આજ થી આપણા ગ્રુપ નો મેમ્બર જો તમને બધાં ને કોઈ વાંધો ના હોઈ તો બધાં હા પાડે છે તેઓ તેમના ગ્રુપ ના ન્યૂ મેમ્બર ને મળવા માટે ખુશ હોઈ છે

બધાં વાતો કરી રહ્યા હોઈ એટલા માં તેમની બાજુ માં એક બાઇક આવીને ઉભી રહે છે. અંશ તેને જોઈ ને ખુશ થઇ જાય છે અને તેને ગળે મળે છે અને તેના મિત્રો નો પરિચય કરાવતાં કહે છે . આ જ છે પ્રેમ જેની હું વાત કરતો હતો . બધાં પ્રેમ ને હાય કહે છે એટલા માં સ્કૂલનો બેલ વાગી જાય છે એટલે અંશ કહે છે. વાતો પછી કરશું સ્કૂલનો ગેટ બંધ થાય તે પેહલા બાર જતા રહીયે

વધું આવતાં અંકે .......