Namrata - 1 books and stories free download online pdf in Gujarati

નમ્રતા - 1

ભૂત, પ્રેત, ચુડેલ, આત્મા, પિશાચ, આ બધું સત્ય હકીકત છે કે કોઈ કાલ્પનિક કથાઓ? શું આ બધું ખાલી પુસ્તકો અને ફિલ્મોમાં સચવાયેલી એક કાલ્પનિક દુનિયા છે કે પછી સત્ય ઘટનાઓનું ઘટમાળ? ઘણા પુસ્તકોમાં અને ફિલ્મો-સિરિયલોમાં શરૂઆતમાં કહેવામાં આવે છે કે આ વાર્તા સત્ય ઘટના પર આધારિત છે. તો શું એ સત્ય ઘટનાના કોઈ પુરાવા છે કે નથી ? અને જો પુરાવા હયાત છે તો આવી કેટલી ઘટનાઓના પુરાવા સામે આવ્યા છે ? આ બધા પ્રશ્નો અત્યારે એકબાજુ મુકો અને હવે હું જે વાત કરવાનો છું એ ધ્યાનથી વાંચજો.

અત્યારે આપણે પ્રથમ પ્રકરણ શરુ કરીશું.

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

“વૈસે તો કઈ ઐસી નવલકથાએ હૈ જો ઇસ એવોર્ડ કે કાબિલ હૈ, પર આજ યે નોબેલ પ્રાઈઝ જિસ નોવેલ કો મિલને જા રહા હૈ, વો નોવેલ પુરે ભારતમેં મશહૂર હો ચુકી હૈ, વો નોવેલ જો સબસે ઝ્યાદા બિકી, સબસે ઝ્યાદા પઢી ગઈ, ઔર સબસે ઝ્યાદા પસંદ કી ગઈ હૈ.” નોબેલ પારિતોષિકના એવોર્ડ ફંક્શનમાં એન્કર ‘બેસ્ટ નોવેલ’ નો વિનર એનાઉન્સ કરવા જઈ રહ્યો હતો.


“એન્ડ ઘી એવોર્ડ ગોઝ ટૂ ધ વન ઍન્ડ ઑન્લી મિ. શેખર શાહ ફોર હીઝ વેરી પૉપ્યુલર નોવેલ - નમ્રતા.”


હા….. મારી નવલકથા….. નમ્રતા. ખુબજ ખુશ થયો હું જયારે મારી નવલકથાને નોબેલ પારિતોષિક મળ્યું. હું હોંશ ભેર મંચ પર ગયો અને ચીફ ગેસ્ટના હસ્તે નોબેલ પ્રાઈઝ લેવા જ જઈ રહ્યો હતો ત્યાંજ એન્કર એ મને માઈક્રોફોન આપ્યું અને મારી નવલકથા વિષે થોડું જણાવવા કહ્યું. હું જેવો તેના હાથ માંથી માઈક્રોફોન લઈને કંઈક બોલવા જઉં છું ત્યાંજ આખા ઓડિટોરિયમમાં અંધારું થઇ ગયું. એક જ ક્ષણમાં એક ફોકસ લાઈટ મારા પર પડી. મેં આજુ-બાજુ જોવાની કોશિશ કરી, પણ આંખો આંજી નાખે તેવો પ્રકાશ પડતો હતો જેના લીધે મને કઈ દેખાતું ન હતું. હું થોડો નર્વસ થયો…. થોડી વારમાં હોલની બધી લાઈટો થઇ…. પણ આ શું? હોલ માં કોઈ જ નહિ…….. એક દમ ખાલી….. હું ખુબ જ ગભરાઈ ગયો… ત્યાંથી ભાગી જવાનાં વિચાર કરવા લાગ્યો. પરસેવે રેબઝેબ થઇ રહ્યો હતો હું… અચાનક હોલના દરવાજા જે મંચની બિલકુલ સામે હતા તે હળવેથી ખુલ્યા…. અને બધી ફોકસ લાઈટ તેના પર ગઈ. ત્યાં એક સ્ત્રી ઉભી હતી. દરવાજા થોડા દૂર હતા તેથી હું તેને નરી આંખે તો ન જોઈ શક્યો પણ તે દેખાતી’તી ખુબ જ સુંદર. આંખો આંજી નાખે તેવા સોનાનાં તાંતણા જેવા સોનેરી વાળ, લગ્ન કરવા મંડપ તરફ પ્રસ્થાન કરી રહી હોય તે રીતે તે લગ્નનું ઘરચોળું પહેરીને મારી તરફ આવી રહી હતી.


થોડી નજીક આવી….


તેનો ચહેરો હવે મને થોડો-થોડો સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો….


“ આ શું…..?????? હોઈ જ ન શકે…….” એકદમ મોટી ચીસ પાડીને હું બોલી ઉઠ્યો….


“નમ્રતા…….. આ અહીંયા????..... કઈ રીતે………?????”


મેં…. જે સ્ત્રી પર નવલકથા લખી છે. તે તો કાલ્પનિક છે…. આ મારી સામે કેવી રીતે આવી શકે ?” મારી આંખોને વિશ્વાસ ન આવતા એકવાર મેં મારી આંખો ચોળીને જોયું….. હા…. એ નમ્રતા જ હતી…..


પણ સવાલ એ થયો…. કે નમ્રતા તો એક કાલ્પનિક પાત્ર હતું. તો હું એને ઓળખ્યો કેવી રીતે? એનો ચહેરો મારા મગજમાં કઈ રીતે આવ્યો? આ બધા સવાલો મારા મગજ માં ચાલતા હતા એ દરમિયાન તે મારી ખુબ જ નજીક પહોંચી ગઈ હતી. હું હવે ખુબ જ ગભરાવા લાગ્યો….


કારણ…..


જે નમ્રતા પર મેં નવલકથા હતી……


એ નમ્રતા…..


એક અતૃપ્ત આત્મા હતી……


એકદમ ડરામણી રાડ પાડીને હું પથારીમાંથી સફાળો ઉભો થયો.


“માય ગૉડ, આ સપનું હતું… પણ…. મેં લખેલી ભૂત કથા-નમ્રતાનું આ પાત્ર જીવંત થઈને મારા સપનામાં કઈ રીતે આવ્યું ?”


ભારતના ખુબ જ પ્રખ્યાત નવલકથાકાર કે જેની ભૂતકથાઓ દેશ-વિદેશમાં નામચા કરી ચુકી છે તેવા લેખક મિ.શેખર શાહ અત્યારે તેમના બંગલામાં સવારે સાડા પાંચ વાગ્યે એક ભયાનક સ્વપ્ન જોઈને ગભરાયેલ અવસ્થામાં સફળ જાગી ગયા હતા…………

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

શું લાગે છે? મિ.શેખર શાહને સવારે સાડા પાંચ વાગ્યે આવેલું આ સપનું સાચું થશે? શું નમ્રતા સાચે જ એક જીવંત પાત્ર છે..... અને છે તો એ ભૂત કથામાં શા માટે છે? આ બધા સવાલોના જવાબો માટે હવે પછી ના પ્રકરણમાં મળીશું......